Urban Cruiser EV – 2025 માં પ્રથમ વખત Brussels Motor show માં રજૂ થઈ : જાણો શું શું મળી શકે છે આ જાપાનીઝ EV માં

જાપાનીઝ કંપની Toyota અને બીજી જાપાનીઝ કંપની Suzuki ના OEM collaboration ના ફળરૂપે બંને કંપનીઓ ની EV ગાડીઓ ની જાહેરાત આમ તો ઘણા સમય થી થઈ ચૂકી છે. e Vitara ના production model પર થી જ્યારે પડદો હટાવવામાં આવ્યો ત્યારે પણ આપણે એક આર્ટીકલ રજૂ કરેલો હતો અને Urban Cruiser નું મોડેલ પણ જ્યારે રજૂ કરવામાં આવ્યું ત્યારે પણ આપણે તેના વિષે એક આર્ટીકલ રજૂ કરેલો હતો. હાલ માં જ Toyota bZ4X પછી ની બીજી ઇલેક્ટ્રિક ગાડી Urban Cruiser EV નું production model, UK માં યોજાતા Brussels Motor Show માં રજૂ કરવામાં આવ્યું. વધુ માં અહી આ ગાડી માં આવતા બેટરીપેક અને variants વિષે પણ માહિતી મળી રહી છે, તો આપણે વિસ્તાર થી તેની ચર્ચા કરીએ.

Urban Cruiser EV

Battery packs & Variants

આપણે Urban Cruiser ના આ પહેલા ના આઆર્ટીકલ માં અને e Vitara ના પણ આર્ટીકલ માં વાત કરી હતી તેમ અહી skateboard platform સાથે lithium iron phosphate ના બે બેટરીપેક ના વિકલ્પો મળવા જઈ રહ્યા છે, જેમાંથી એક છે 49 kWh નું બેટરીપેક અને બીજું છે 61 kWh નું બેટરીપેક. આ બંને બેટરીપેક માંથી નાના બેટરીપેક સાથે આપણને front wheel drive setup મળવા જઈ રહ્યું હતું અને મોટા બેટરીપેક સાથે આપણને all wheel drive નું setup મળવા જઈ રહ્યું હતું.

હવે Toyota Europe ના અને Fleetworld ના આર્ટીકલ અનુસાર અહી બેટરીપેક તો બે જ મળવા જઈ રહ્યા છે જે છે 49 kWh અને 61 kWh. પરંતુ અહી વાત માં twist એ છે કે અહી 49 kWh નું બેટરીપેક કે જેમાં આગળ ના wheels માં 144 hp ની મોટર સાથે front wheel drive setup છે અને 144 hp પાવર અને 189 nm ટોર્ક ઉત્પન્ન કરી આપે છે. જ્યારે અહી 61 kWh ના બેટરીપેક સાથે બે variants મળી જવાના છે. એક છે middle variant અને બીજું છે top variant.

Urban Cruiser EV

આ વચ્ચે ના variant માં 61 kWh ના બેટરીપેક સાથે આગળ ના wheels માં single 172 hp ની મોટર નું front wheel drive setup મળે છે. આ variant માં ગાડી ની ક્ષમતા 172 hp પાવર અને 189 nm ટોર્ક ની રહે છે. જ્યારે સૌથી top variant માં વધુ માં અહી 64 hp/48 kW ની એક મોટર પાછળ ના wheels સાથે પણ મળી જાય છે જે ગાડી ને all wheel drive setup પૂરું પાડે છે. આ variant ની ક્ષમતા બે મોટરો ની મદદ થી 189 hp પાવર અને 300 nm ના ટોર્ક ની થઈ જાય છે. અમુક સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અહી 61 kWh ના બેટરીપેક ની range 500 km કરતાં થોડી વધુ હોઈ શકે છે.

Dimensions & design

આપણે આગળ વાત કરી તેમ અહી Suzuki ની e Vitara પર જ આ ગાડી પણ આધારીત છે માટે Suzuki ના જ Heartect-e platform પર જ આ ગાડી ને પણ બનાવવામાં આવી છે અને આ ગાડી નું ઉત્પાદન પણ આપણા ગુજરાત ખાતે ના Maruti Suzuki ના પ્લાન્ટ માં જ થવા જઈ રહ્યું છે. ઉપરાંત માં અહી કંપની વધુ units નું ઉત્પાદન કરી ને બહાર ના દેશો માં પણ આ ગાડી ને એક્સપોર્ટ કરવામાં રસ ધરાવે છે.

Urban Cruiser EV

Urban Cruiser EV ની લંબાઈ 4275 mm, પહોળાઈ 1800 mm, ઊંચાઈ 1635 mm અને 2700 mm નો સારી એવી wheelbase મળી જાય છે. વધુ માં અહી આ ગાડી ના wheelbase અનુસાર 180-190 mm નું ground clearance પણ મળી જવાનું છે. અહી Urban Cruiser ના આગળ અને પાછળ ના બંપરો ની design language માં Toyota ની થોડી છાંટ મળવા જઈ રહી છે. આગળ ની grille અને બમ્પર ની design કંપની એ એકદમ sleek અને sharp રાખી છે. આ design language ને કંપની એ hammer head bumper નામ આપ્યું છે. લંબાઈ માં આ ગાડી તેની બહેન e Vitara કરતાં સહેજ લાંબી હશે.

આગળ અહી નવા જ design થયેલા LED projector headlamps ઘણા જ sleek લાગે છે. આ બંને headlights ને વચ્ચે piano black finish cladding વડે જોડવામાં આવ્યા છે. બધી EV ગાડીઓ ની જેમ અહી પણ closed grille મળી જાય છે, ઉપરાંત અહી બંને sleek headlights ની ઉપર LED DRLs મળી જાય છે અને પાછળ પણ LED taillights મળી જાય છે. બમ્પર ની નીચે ના ભાગ માં બહેતર aerodynamics માટે વિશાળ air dams મળે છે ગાડી ની range ના વધારા માટે મદદરૂપ થાય છે.

Urban Cruiser EV

બાજુ પર અહી 19 ઇંચ ના ચારેય ટાયરો પર square wheel arches એ Urban Cruiser EV ને એક bulky અને aggressive look પૂરો પાડે છે. બાજુ ના દરવાજાઓ પર પણ આ જ black cladding મળી જાય છે. વિશેષ લાગતું એક સામંજસ એટલે કે અહી પાછળ ના door handles દરવાજાઓ ને બદલે C pillar પર આપવામાં આવ્યા છે. વધુ માં અહી shark fin antenna મળી જાય છે બાજુ પર BEV (battery electric vehicle) ના બ્રાન્ડિંગ સાથે અહી પાછળ ના બમ્પર પર પણ black cladding મળી જાય છે.

Features

આજ ના આધુનિક જમાના અનુસાર Urban Cruiser EV માં sunroof, electrically adjustable અને ventilated front seats, 10.25 ઇંચ ની driver cluster display અને 10.1 ઇંચ ની infotainment display, JBL ની 6 speaker sound system, fully loaded 2 spoke steering wheel, rear AC vents, automatic climate control, wireless charger, wireless android auto અને apple car play, ambient lights વગેરે મળી જવાના છે.

Safety ની દ્રષ્ટિએ અહી Electronic parking brake, 6 airbags , cruise control, 360º camera, level 2 ADAS, front parking sensors, terrain modes, hill hold assist, hill descent control વગેરે જેવા જરૂરી અને ઉપયોગી બધા જ feature મળી જવાના છે.

Urban Cruiser EV

Launching & Rivals

ભારત માં EV નું માર્કેટ દિવસે ને દિવસે વધતું જાય છે અને તેની સાથે ભારત ની અને વિદેશ ની કંપની ઑ પણ આ માંગ અનુસાર એક પછી એક એમ પોતાની ઇલેક્ટ્રિક ગાડીઓ ભારત માં launch કરતી જાય છે. હાલ માં e Vitara અને Urban Cruiser EV ની આધિકારિક launch date તો જાણવા મળેલ નથી પરંતુ બંને ગાડીઓ 2025 ના મધ્ય માં ભારત માં launch થઈ શકે છે.

ભારત માં launch થતાં ની સાથે જ Urban Cruiser EV એ  TATA CurvvTATA Nexon EV,  Mahindra BE 6 અને XEV 9EHyundai Creta EVTATA Sierra EVTATA Harrier EV, જેવી ગાડીઓ સામે લડાઈ આપવાની રહેશે. પણ અમારી દ્રષ્ટિએ આમાં એક ફાયદો છે કે આ હરીફાઈ ની આંધી માં ગ્રાહકો ની ચાંદી ચાંદી થઈ જશે, કારણ કે અહી ઘણા વિકલ્પો પણ ઉપલબ્ધ હશે અને કિમત ની દ્રષ્ટિએ પણ અહી ગ્રાહકો ને હરીફાઈ નો ફાયદો મળશે.

Image source

Also read : 3.0 liter નું એંજિન આવી શકે છે Ford Everest માં, ભારતમાં Ford નું ફરી આગમન હજુ પણ અનિશ્ચીત – જાણો સંપૂર્ણ માહિતી Ford Everest in India વિષે

Also read : વિયેતનામ ની EV maker કંપની ભારત માં આવી રહી છે તેની બે ગાડીઑ Vinfast VF 7 and Vinfast VF 9 દ્વારા – જાણો શું શું મળી રહ્યું છે આ નવી કંપની સાથે

Also read : Bharat Mobility Expo 2025 માં આવી રહી છે MG M9 premium MPV – 6 seater અને 7 seater માં ઉપલબ્ધ થશે ને MG select દ્વારા થશે

1 thought on “Urban Cruiser EV – 2025 માં પ્રથમ વખત Brussels Motor show માં રજૂ થઈ : જાણો શું શું મળી શકે છે આ જાપાનીઝ EV માં”

Leave a Comment