Creta Electric ના teaser ના launching પછી થી Hyundai એ social media ના અલગ અલગ માધ્યમો થી આ ગાડી ના અલગ અલગ features અને સુવિધાઓ વિષે ગ્રાહકો ની ઉત્કંઠા વધારવાનું કામ શરૂ કરી દીધું છે અને આ સાથે જ આ વખતે કંપની એ તેના Facebook page પર Creta Electric features વિષે માહિતી આપતા ઘણા promotional pictures ને પ્રસ્તુત કર્યા છે. આગળ આપણે Creta Electric ના આ features અને બીજી ઘણી જ ઉપયોગી સુવિધાઓ વિષે વિસ્તાર થી વાત કરીશું અને આ વખતે આ આર્ટીકલ માં pictures નો વધુ ઉપયોગ કરીશું.
1. Vehicle to load (V2L)
આગળ ના આપણા આર્ટીકલ માં આપણે વાત કરી હતી તે અનુસાર આ feature માં ગાડી ની અંદર જ એક 3 pin socket મળી જાય છે જેની મદદ થી આપણે ઘર માં કોઈ electronic instrument અથવા તો કોઈ gadgets નો ઉપયોગ કરતાં હોય કે જેને ચલાવવા માટે અથવા ચાર્જિંગ માટે power supply ની જરૂર પડતી હોય તે બધા જ ઉપકરણો ને ગાડી ની અંદર જ ચલાવી અથવા તો ચાર્જિંગ કરી શકાય છે. ઉદાહરણ તરીકે આપનું laptop છે કે પછી રસોઈ બનાવવા માટે ની induction સગડી છે તો તેને આ socket અને આ feature ની મદદ થી ચલાવી શકાય છે.
2. Dual zone automatic climate control
આ feature પણ premium ગાડીઓ માં મળતું એક ઉપયોગી feature છે જેમાં આગળ બેઠેલા ડ્રાઇવર અને તેની બાજુ માં બેસેલી વ્યક્તિ ને જો અલગ અલગ તાપમાન અનુકૂળ આવતું હોય તો AC ના તાપમાન ને એ રીતે રાખી શકાય છે. અગર આપ ચાહો તો આ ચિત્ર માં બતાવ્યા પ્રમાણે એક બાજુ ઠંડી હવા અને બીજી બાજુ ગરમ હવા નો પણ અનુભવ લઈ શકો છો. આ feature ને લીધે ventilated seats અને cooled glove box ની સુવિધા મળી જાય છે.
3. Infotainment and driver cluster display
અહી infotainment એટલે કે મનોરંજન માટે ની display અને driver cluster display એટલે કે ચાલક ના ઉપયોગ માટે ની display એ બંને અલગ અલગ પરંતુ એક glass unit માં આપવામાં આવી છે. આ બંને displays અહી 10.2 ઇંચ ની જ આપવામાં આવી છે. અહી infotainment display સાથે Bose ના 8 speakers અને Hyundai blue link અને Hyundai global EV technology ની connectivity મળી જાય છે જેના લીધે અહી in car payment નું feature પણ મળી જાય છે જેના દ્વારા આપ ગાડી માં બેઠા બેઠા જ ચાર્જિંગ સ્ટેશન પર ચાર્જિંગ નું પેમેન્ટ કરી શકો છો.
4 . Steering column mounted drive selector
Hyundai ના global model Ioniq 5 થી પ્રેરિત આ feature એ ઘણું જ ઉપયોગી feature છે જેને shift by wire તરીકે પણ ઓળખાય છે, જેમાં steering wheel ની બાજુ માં કે જ્યાં ભારતીય ગાડીઓમાં headlights ની અને indicators ની joystick મળે છે ત્યાં જ drive selector આપવામાં આવ્યું છે. સામાન્ય રીતે EVs માં અને automatic ગાડીઓમાં બે સીટ ની વચ્ચે ની જગ્યા માં drive selector આપવામાં આવે છે, જ્યારે અહી આ વચ્ચે ના console માં ફક્ત drive mode selector જ હશે અને આ સિવાય ની વધુ જગ્યા ઉપયોગ માં લઈ શકાશે.
5. Digital key
Hyundai એ આ ઘણું જ ઉપયોગી feature પોતાની 7 seater MPV Alcazar માં આપ્યું છે. આ feature માં smartphone અને smartwatch ની મદદ થી ગાડી ને lock/unlock કરી શકાય છે. જો આપ ગાડી ની remote key ને ભૂલી જાઓ છો તો આપ આપના મોબાઈલ માં રહેલી Hyundai ની app વડે ગાડી ને ચલાવી શકો છો અને આપના નજીક ના વ્યક્તિઓ ને આ app નું access આપતા તેઓ પણ ગાડી ને ચલાવી શકે છે. માટે અહી physical key પર ની નિર્ભરતા ઘણે ખરે અંશે ઘટી જાય છે.
6. i-pedal (one pedal drive)
આ feature પણ ફક્ત premium ગાડીઑમાં જોવા મળે છે. આ feature ની મદદ વડે ફક્ત accelerator pedal વડે ગાડી ના braking અને acceleration ને નિયંત્રિત કરી શકાય છે. જો કે આ feature નો ઉપયોગ કરવા માટે સારા એવા અનુભવ ની જરૂર પડે છે. i-pedal ને activate કર્યા પછી accelerate કરતાં ગાડી સામાન્ય રીતે જ ચાલવાની શરૂઆત કરે છે પરંતુ accelerator પર થી પગ હટાવતા જ ગાડી ની speed તરત ઘટવાની ચાલુ થઈ જાય છે,માટે અહી વગર બ્રેક દબાવ્યે ગાડી ને ઊભી રાખી ને સ્થિર કરી શકાય છે.
7. Active air flaps
આ feature ની મદદ વડે આગળ ના બમ્પર માં નીચે ના ભાગ માં રહેલા flaps એ ગાડી ના electronic control unit દ્વારા જ ખૂલે અને બંધ થઈ જાય છે. ગાડી ના આગળ ના ભાગ માં રહેલી મોટર, બેટરી કે AC ના કન્ડેન્સર માટે થી તાજી અને ઠંડી હવા ની જરૂર પડે તો આ flaps ખૂલી જાય છે. આ feature ને લીધે ગાડી ના aerodynamics અને ગાડી ની range માં પણ વધારો થાય છે.
8. Level 2 ADAS & Braking regeneration
ADAS એ એક એવું feature છે જે હાલ ની નવી launch થતી ગાડીઓ માં આપવામાં આવે છે અને આ feature ની મદદ થી lane keep assist, emergency collision alert વગેરે જેવા features પણ કામ કરે છે. રસ્તા પર ના ટ્રાફિક અનુસાર ગાડી નું ECU બ્રેકિંગ ની તીવ્રતા નું નિયમન કરે છે અને જ્યારે બ્રેક મારવામાં આવે છે ત્યારે ગાડી ના પ્રવેગ નું પાવર માં રૂપાંતર કરાય છે. કંપની અનુસાર આ પ્રકાર ના સંચાલન ને લીધે ગાડી ની range માં વધારો થાય છે. આ reaeration of braking પણ ADAS દ્વારા જ શક્ય બને છે. Safety માટે પણ અહી hill start assist, 360º camera, hill hold, all disc brakes, 6 standard airbags વગેરે જેવા features પણ મળી જવાના છે.
9. Battery & performance
આપણે આગળ ના આર્ટીકલ માં વાત કરી હતી તેમ Creta Electric માં બે બેટરી ના વિકલ્પો મળી જવાના છે. 1) 42 kWh નું બેટરીપેક જેમાં 135 PS પાવર અને 390 km સુધી ની range મળી જાય છે અને 2) 51.3 kWh નું બેટરીપેક જેમાં 174 PS પાવર અને 473 km સુધી ની range મળી જાય છે. હજુ પણ અહી 2025 માં આવનારી e Vitara અને TATA Harrier EV ની જેમ all wheel drive મળશે કે કેમ તે વિષે સ્પષ્ટતા મળેલ નથી.
Also read : રસ્તાઑ પર દેખાઈ છે ફરી એક વાર TATA Harrier EV – 2025 TATA ની બીજી ગાડીઓ ના પણ facelift આવી શકે છે
Also read : ચાઇનીઝ કંપની BYD ભારત મા launch કરવા જઈ રહી છે Sealion 7 – ઊંચી કિમત સાથે ની premium EV : જાણો વધુ માહિતી
3 thoughts on “Hyundai એ પ્રસ્તુત કર્યા છે Creta Electric features – જાણો કઈ કઈ ઉપયોગી સુવિધાઓ મળી જવાની છે આ EV માં”