આપણા બધા ની આતુરતા નો અંત આણતા આખરે Hyundai એ Creta Electric પર થી પડદો હટાવી દિધો છે. આમ તો જો કે આપણે બે દિવસ પહેલાના જ આપણા એક આર્ટીકલ માં કંપની દ્વારા જાહેર કરાયેલા teasers વિષે વાત તો કરી હતી. હવે કંપની એ you tube માં જ Creta Electric નું જ એક trailer જાહેર કરી દીધું છે. આ સાથે જ Creta એક એવી ગાડી બની ગઈ છે કે જે પેટ્રોલ,ડીઝલ અને Electric એમ ત્રણ વિકલ્પો માં મળી જાય છે.
આપણે આગળન આર્ટીકલ માં વાત કરી હતી તેમ અહી Creta Electric ની design language એ ICE Creta સાથે ઘણી જ સમાનતા ધરાવે છે. જો કે અહી Electric version ને અનુલક્ષી ને કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે જેની ચર્ચા આપણે આગળ વિસ્તાર થી કરીશું.
Battery & range
Creta Electric માં આપણે આગળના આર્ટીકલ માં સંભાવના વ્યક્ત કરી હતી તે પ્રમાણે જ બે પ્રકાર ના બેટરીપેક મળવા જઈ રહ્યા છે. પહેલું છે 42 kWh નું બેટરીપેક કે જેમાં કંપની અનુસાર 390 km ની range મળી જાય છે અને બીજું છે 51.3 kWh નું બેટરીપેક કે જેમાં 473 km ની range મળી જાય છે. Creta electric માં Hyundai નો K2 platform ને અહી skateboard platform તરીકે modify કરી ને જ વાપરવામાં આવ્યો હોઈ શકે છે.
અહી 51.3 kWh ના બેટરીપેકને 60 kW ના DC fast charger વડે ચાર્જિંગ કરતાં 10-80% લગભગ 1 કલાક માં ચાર્જ થઈ જાય છે, જ્યારે કંપની ના wall box unit માં AC charger વડે ચાર્જ કરતાં 10-100% ચાર કલાક માં ચાર્જ થઈ જાય છે. બંને બેટરીપેક માં Creta Electric 0-100 km/h ની ઝડપ 7.9 સેકન્ડ માં ગ્રહણ કરી લે છે.
અહી હાલ માં 2025 માં launch થનાર EVs કે જેમાં મોટા બેટરીપેક ની સાથે all wheel drive નું વિકલ્પ પણ આપવામાં આવ્યું છે જ્યારે Creta Electric ના 51.3 kWh ના variant માં આ સુવિધા મળશે કે નહીં તે વિષે હજુ કોઈ માહિતી આવેલ નથી.
Exterior changes
Creta Electric અને હાલ ની ICE engine Creta વચ્ચે design માં કોઈ વધુ પડતાં તફાવત જોવા મળતા નથી. એક Electric Vehicle માં આવે છે તે રીતે અહી front closed grille જોવા મળી જાય છે જ્યારે અહી આ જ grille ની ઉપર ના ભાગ માં connected LED DRLs જોવા મળી જાય છે જેમાં integrated indicators આવી જાય છે. નીચે ના ભાગ માં અહી LED headlights અને પાછળ પણ pixel design ને અનુરૂપ LED taillights મળી જાય છે અને અહી Hyundai ની global design language અનુસાર નીચેની grille માં અને પાછળ ના બમ્પર માં નવી જ pixel designs જોવા મળી જાય છે. આગળ અને પાછળ બંને બમ્પરમાં નવી જ silver skid plates પણ મળી જાય છે.
Grille માં ઉપર emblem ની પાછળ જ charging port મળી જાય છે. અહી નોંધપાત્ર તફાવત એ છે કે બમ્પર ના નીચે ના ભાગ માં અહી active air flaps મળી જાય છે. આ air flaps એ automatically controlled હોય છે જે ગાડી ના ECU (electronic control unit) દ્વારા જ નિયંત્રિત થાય છે. જ્યારે ગાડી ના અંદર ના ભાગો જેવા કે આગળ ની મોટર છે કે બેટરી છે અથવા તો કોઈ પણ યાંત્રિક ભાગ ને cooling ની જરૂર હોય ત્યારે આ air flaps આપોઆપ ખૂલી જાય છે અને તાજી ઠંડી હવા ની અંદર ના ભાગ માં અવાર-જવર ને સુમેળભરી બનાવે છે. ઉપરાંત અહી 17 ઇંચ ના diamond cut aerodynamic low rolling resistance tires મળી જાય છે.
Interior features
Inside the cabin આપણને અહી પહેલા તો નોંધપાત્ર નવીનતા steering wheel માં મળી જશે. અહી Hyundai ની Global EV Kona થી પ્રેરિત 3 spoke steering wheel જોવા મળી જાય છે અને સાથે જ steering column mounted drive selector પણ મળે છે, જેના લીધે ડ્રાઇવર અને તેની બાજુ ની સીટ વચ્ચે રહેલી જગ્યા માં વધારો થાય છે. Hyundai Ioniq 5 થી જ પ્રેરિત અહી drive mode selector પણ મળી જાય છે જેમાં Eco, Normal અને Sport એમ ત્રણ driving modes મળી જાય છે.
વધુ માં Creta Electric માં મળતા features છે single pedal driving જેમાં એક જ pedal વડે acceleration અને braking ને નિયંત્રિત કરી શકાય, 360º camera, level 2 ADAS, blind spot monitoring, lane keep assist, emergency collision alert, front parking sensors, ventilated and electronically adjustable seats, ગાડી ની અંદર અને બહાર vehicle to load એટલે કે કોઈ બીજા electronic device ને ચાર્જ અથવા ચલાવવા માટે અલગ થી 3 pin socket, 10.2 ઇંચ ની driver cluster display અને 10.2 ઇંચ ની જ infotainment display, BOSE audio speakers, mobile અને smart watch એમ બંને થી operated digital smart key.
Also read : Hyundai એ પ્રસ્તુત કર્યા છે Creta Electric features – જાણો કઈ કઈ ઉપયોગી સુવિધાઓ મળી જવાની છે આ EV માં
Variants & colors
Creta Electric માં મુખ્ય 5 variants આવશે જે Executive, Smart, Smart(O), Premium અને Excellence છે. અહી Executive, Smart ,Smart(O) અને premium variants માં 41 kWh નું બેટરીપેક મળી જાય છે જ્યારે Excellence ની સાથે Smart(O) માં 51.3 kWh નું બેટરીપેક મળી જાય છે. અહી Smart(O) variant માં કંપની એ બેટરીપેક ના બંને વિકલ્પો આપી ને ગ્રાહકો ને એક budget friendly deal આપવાનું કામ કર્યું છે. આવતા થોડા સમય માં અહી આપણને variants અનુસાર આવતા features ની પણ માહિતી મળી જશે.
Color options ની વાત કરીએ તો અહી પાંચ metallic colors atlas white, abyss black pearl, fiery red pearl, starry night અને ocean blue મળી જાય છે, ત્રણ matte color options ocean blue matte, titan grey matte અને robust emerald matte મળી જાય છે અને dual tone colors માં atlas white ની સાથે black roof અને ocean blue ની સાથે black roof મળી જાય છે. આ રીતે અહી variants અનુસાર કુલ દસ color options મળી જાય છે.
Variants અનુસાર colors ની વાત કરીએ તો અહી Executive variant માં એક જ color નો વિકલ્પ Atlas white મળી જાય છે જ્યારે Smart variant માં બે color options Atlas white અને abyss black pearl મળી જાય છે. આ બે variant સિવાય બીજા ત્રણેય variants માં અહી આવતા બધા જ દસ color options મળી જાય છે.
Rivals
Creta Electric નું બુકિંગ હાલ માં ₹25,000 ના એક ટોકન થી શરૂ કરી દેવામાં આવ્યું છે જે online અને offline એમ બંને માધ્યયમો થી થઈ શકે છે. ભારત માં હાલ માં આ ગાડીના પ્રતિસ્પર્ધીઓ માં TATA Curvv EV, TATA Nexon EV, Mahindra BE6 અને XEV 9E, Mahindra XUV400 EV, MG ZS EV, MG Windsor છે. 2025 માં launch થનારી TATA Harrier EV, Maruti Suzuki e Vitara, Toyota Urban Cruiser EV, TATA Sierra EV પણ ભવિષ્ય માં Creta Electric ને તગડી ટક્કર આપી શકે છે.
Creta Electric ની કિમત વિષે આગામી 17 જાન્યુઆરી એ યોજાનાર Bharat mobility global expo 2025 માં વધુ માહિતી આવી શકે છે અને ત્યારે જ variant અનુસાર આવતા features વિષે પણ વધુ માહિતી મળી શકે છે. આ બધી માહિતી આવતા જ તમારી માટે આપણે એક નવા જ આર્ટીકલ સાથે હાજર થઈ જઈશું માટે અમારી સાથે આપ જોડાયેલા રહેશો.
Also read : Ligier Myli – ફ્રાંસ ની આ કંપની subcompact EV દ્વારા 2025 માં કરી શકે છે ભારત માં પ્રવેશ : જાણો વધુ માહિતી
Also read : 2025 માં EV ના વાયરા ની સાથે કંપનીઓ hybrid ગાડીઓ પર પણ આપી રહી છે ધ્યાન-hybrid cars in India 2025
4 thoughts on “Creta Electric – 2025 ની શરૂઆતમાં જ compact SUVs નો રાજા હવે મળી જશે EV version માં, જાણો સંપૂર્ણ માહિતી”