વિયેતનામ ની EV maker કંપની ભારત માં આવી રહી છે તેની બે ગાડીઑ Vinfast VF 7 and Vinfast VF 9 દ્વારા – જાણો શું શું મળી રહ્યું છે આ નવી કંપની સાથે

વિયેતનામ ની ટોચ ની ઇલેક્ટ્રિક ગાડીઑ બનાવતી કંપની Vinfast એ 17 જાન્યુઆરી થી ચાલુ થતાં Bharat Global Mobility Expo 2025 માં પોતાના બે EV મોડેલ Vinfast VF 7 and Vinfast VF 9 દ્વારા પ્રવેશ કરવા જઈ રહી છે. કંપની એ તમીલનાડુ માં પોતાની પ્રોડક્શન લાઈન ઊભી કરવા માટે ની ફેકટરી નું કામ પણ શરૂ કરી દીધું છે અને પોતાના Instagram handle પર આ વિષે આધિકારિક પોસ્ટ પણ મૂકી છે. તો આવો આપણે આ બંને ગાડીઑ વિષે થોડી વિસ્તાર માં માહિતી મેળવીએ.

Table of Contents

Vinfast VF 7

Vinfast VF 7 and Vinfast VF 9

VF 7 એ એક 5 seater EV SUV છે અને આમ તો આ ગાડી ની design અને કંપની ની design language અનુસાર આ ગાડી નો look એક crossover જેવો આવે છે. VF 7 ની લંબાઈ 4544 mm, પહોળાઈ 1890 mm અને ઊંચાઈ 1636 mm છે. કંપની ની design language અનુસાર આગળ નું બમ્પર closed grille સાથે આવે છે અને બંને બાજુ LED DRLs મળી જાય છે. સામાન્ય ગાડીઑ થી અલગ અહી લંબચોરસ જેવા આકાર સાથે LED projector headlights મળી જાય છે. વધુ માં અહી બમ્પર ની ઉપર મળતું connected white light setup એ આ ગાડી ને ઘણું જ આકર્ષક અને sporty look આપે છે અને આ white light setup ની વચ્ચે કંપની નો emblem V મળી જાય છે.

Vinfast VF 7 and Vinfast VF 9

આ જ રીતે પાછળ પણ connected LED taillights મળી જાય છે જેમાં પણ કંપની નો illuminated emblem V મળે છે અને આ taillights એ બંને બાજુ ના પાછળ ના fender સુધી લંબાયેલી છે જે ઘણું જ sleek અને sharp લાગે છે. Variant અનુસાર અહી 19 ઇંચ અને 20 ઇંચ ના alloy wheels નું વિકલ્પ મળી જાય છે અને ટોપ મોડેલ માં 21 ઇંચ ના wheels નું પણ વિકલ્પ ઉપલબ્ધ છે. VF 7 એ બે variants માં ઉપલબ્ધ છે, પહેલું છે Eco અને બીજું છે Plus. આ બંને variant માં એક સમાન 75.3 kWh ની બેટરી આવે છે.

Vinfast VF 7 and Vinfast VF 9

Eco variant માં single motor front wheel drive setup મળે છે જે 201 hp પાવર અને 310 nm નો ટોર્ક પ્રદાન કરે છે. આ બેટરીપેક સાથે કંપની અનુસાર 450 km ની અંદાજીત range મળી જાય છે અને આ variant માં 19 ઇંચ ના alloys મળી જાય છે. Plus variant માં dual motor setup આવે છે એટલે કે અહી આપણને all wheel drive setup મળી જાય છે. આ બંને motors મળી ને 348 hp પાવર અને 500 nm નો ટોર્ક ઉત્પન્ન કરે છે જ્યારે અહી 430 km ની અંદાજીત range મળી જાય છે. આ variant માં 20 ઇંચ ના alloys મળે છે અને 21 ઇંચ ના alloys નું વિકલ્પ ઉપલબ્ધ છે.

Eco variant માં 12.9 ઇંચ ની infotainment display મળી જાય છે જ્યારે Plus variant માં 15 ઇંચ ની વિશાળ infotainment display મળે છે. ઉપરાંત flush door handles, level 2 ADAS, lane keep assist, lane departure warning, OTA(over the air) update, adaptive cruise control અને fast charging વગેરે જેવા feature એ બંને variant માં મળી જાય છે.

Vinfast VF 9

Vinfast VF 7 and Vinfast VF 9

Vinfast ની આ સૌથી મોટી ઇલેક્ટ્રિક MPV VF 9 એ variants અનુસાર 6 seater અને 7 seater બંને વિકલ્પો માં ઉપલબ્ધ છે. VF 9 ની લંબાઈ 5118 mm, પહોળાઈ 2253 mm, ઊંચાઈ 1692 mm અને 3150 mm નો wheelbase મળી જાય છે. અહી પણ કંપની ની design અનુસાર જ આગળ connected white light setup, LED DRLs અને projector headlamps મળી જાય છે. અહી પણ બંને variants માં 123 kWh ની મસમોટી બૅટરી મળી જાય છે અને બંને variant dual motor setup સાથે આવે છે એટલે કે અહી બંને variants માં all wheel drive setup, 402 hp પાવર અને 620 nm ટોર્ક મળી જાય છે.

Vinfast VF 7 and Vinfast VF 9

અહી પણ VF 7 ની જેમ બે variant Eco અને Plus આવે છે. Eco variant માં અંદાજીત 531 km ની range મળી જાય છે જ્યારે Plus variant માટે 468 km ની અંદાજીત range મળે છે. અહી Plus variant માં 6 seater અને 7 seater નું વિકલ્પ મળી જાય છે. આ ઉપરાંત Eco variant માં 20 ઇંચ ના alloys અને Plus variant માં 21 ઇંચ ના alloys નું વિકલ્પ મળી જાય છે. Variants અનુસાર અહી auto dimming outside mirrors, rear infotainment display, 13 speakers, heated ventilated massage seats વગેરે જેવા features મળી જાય છે.

Vinfast VF 7 and Vinfast VF 9

બંને variants માં 10 વર્ષ/1,25,000 km ની warranty, level 2 ADAS, panoramic glass roof, parking assistance, lane assist, 11 airbags, SOS system વગેરે જેવા safety features મળી જાય છે. બંને variants માં fast charging નું વિકલ્પ મળી જાય છે જે 10-70% ચાર્જિંગ ફક્ત 35 મિનિટ માં કરી આપે છે. આ Bharat Auto Expo માં હજુ પણ ઘણી કંપનીઑ ની entry થવાની છે જેના પર આપણે આર્ટીકલ રજૂ કરેલ છે. વધુ માહિતી મેળવતા રહેવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

Vinfast VF 7 and Vinfast VF 9

આ બંને ગાડી ની કિમતો વિષે હજુ કોઈ પણ માહિતી ઉપલબ્ધ નથી પરંતુ અંદાજે VF 7 ની કિમત ₹45-55 લાખ અને VF 9 ની કિમત ₹65-70 લાખ વચ્ચે રહી શકે છે.

Image source

Also read : Bharat Mobility Expo 2025 માં આવી રહી છે MG M9 premium MPV – 6 seater અને 7 seater માં ઉપલબ્ધ થશે ને MG select દ્વારા થશે

Also read : ચાઇનીઝ કંપની BYD ભારત મા launch કરવા જઈ રહી છે Sealion 7 – ઊંચી કિમત સાથે ની premium EV : જાણો વધુ માહિતી

Also read : 2025 માં જાણો TATA ની ગાડીઑમાં શું નવા updates અને features ઉમેરાયા છે અને સાથે નવી કિમતો પણ – updates in tata tiago tigor and nexon for 2025

1 thought on “વિયેતનામ ની EV maker કંપની ભારત માં આવી રહી છે તેની બે ગાડીઑ Vinfast VF 7 and Vinfast VF 9 દ્વારા – જાણો શું શું મળી રહ્યું છે આ નવી કંપની સાથે”

Leave a Comment