3.0 liter નું એંજિન આવી શકે છે Ford Everest માં, ભારતમાં Ford નું ફરી આગમન હજુ પણ અનિશ્ચીત – જાણો સંપૂર્ણ માહિતી Ford Everest in India વિષે

9 સપ્ટેમ્બર 2021 ના દિવસે જ્યારે અમેરિકન કંપની Ford એ ભારત માંથી વિદાય લેવાનું નક્કી કર્યું ત્યારે real SUV ના ચાહકો અને તેમ પણ ખાસ તો Ford Endeavour ના ચાહકો માટે તો આ કપરી સ્થિતિ થઈ પડી હતી. ભારત માં ઘણા લાંબા સમય થી SUV ના સેગમેન્ટ માં એકહથ્થું શાસન ભોગવતી Toyota Fortuner સામે Ford Endeavour જ એવું એક વિકલ્પ હતું જે અડીખમ રીતે ઊભું રહી શકે તેમ હતું. પરંતુ નબળા sales figures, ગળાકાપ હરીફાઈ, વધતી જતી input cost વગેરે જેવા કારણો ને લીધે Ford ને ભારત માંથી વિદાય લેવાનો વખત આવ્યો.

Ford Everest in India

આમ તો ભારતીય ગ્રાહકો દરેક પ્રકાર ની ગાડીઓ ને પ્રેમ આપે જ છે પરંતુ આપણી હિસાબી પ્રજા ને એક તો કિમત માં અને બીજું છે કે mileage માં સારી ગાડી મળવી જોઈએ, જ્યારે Ford Endeavour આ બંને પાસાઓ પર ખરી ઉતરી શકી ના હતી. જાપાનીઝ કંપની ની ગાડી ની reliability સામે Ford સામે ઘણા જ પ્રશ્નો ઊભા થયા અને આખરે કંપની એ General Motors (Chevrolet) અને Harley Davidson પછી ભારત થી બહાર જવાનો નિર્ણય કર્યો. પરંતુ હવે અહી Ford ના ચાહકો માટે અને તેમ પણ ખાસ Ford Endeavour ના ચાહકો માટે થોડા સારા સમાચાર આવી રહ્યા છે.

Ford ની ભારત માંથી exit ના બરાબર 3 વર્ષ પછી એટલે કે 13 સપ્ટેમ્બર 2024 ના રોજ Ford એ ચેન્નાઈ ખાતે ના તેના પ્લાંટ માં કામ શરૂ કરવા માટે તમિલનાડુ ની સરકાર સાથે latter of intent ને sign કરી ને આ પ્લાન્ટ માં પોતાની ગાડીઓ નું ઉત્પાદન કરવા માટે નું કામ શરૂ કર્યું. આ પ્લાન્ટ માં મુખ્યત્વે કંપની તેની Newgen Ford Endeavour નું ઉત્પાદન કરવા માંગતી હતી અને ત્યારબાર આ units નું બહાર ના દેશો માં નિર્યાત કરવા માંગતી હતી. Endeavour ની આ નવી generation નું નામ Ford Everest રાખવમાં આવ્યું.

Ford Everest in India

Ford Everest એ આમ તો હાલ માં બહાર ના દેશો માં વહેચાઈ જ રહી છે અને આપણા સૌથી નજીક ના પાડોશી દેશ નેપાળ માં પણ આ ગાડી ની હાજરી જોવા મળી રહી છે. ભારત માં જ બહાર ના દેશો માં export કરવા માટે આ ગાડી નું ઉત્પાદન કરી રહેલી Ford હવે ભારત માં પણ Everest ના launching માટે 3 liter diesel engine ને વિકસીત કરી રહી છે તેવી અમુક સૂત્રો પાસે થી માહિતી મળી રહી છે. જો કે હાલ માં Ford ના ભારત માં ફરી આગમન વિષે કંપની પાસે થી કોઈ પણ આધિકારિક માહિતી તો જાહેર કરવામાં આવી નથી.

ભારત માં EVs ના ભારોભાર launchings ની વચ્ચે હજુ પણ real SUV ગાડીઓ માટે ની ભારત ના લોકો ની હજુ પણ અકબંધ ઘેલછા જોઈ ને બની શકે કે કંપની ને પણ હજુ એવી ઈચ્છા થાય કે હજી પણ એક વધુ innings રમી શકાય એમ છે અને ભારત માં હજુ પણ Ford ના ચાહકો અને તેમા પણ Ford Endeavor ના ચાહકો માટે હજુ પણ થોડું કામ કરી ને Fortuner ની સામે ભારત ને એક નવું વિકલ્પ Ford Everest ના રૂપ માં આપી શકાય તેમ છે. પ્રાપ્ત માહિતી અનુસાર અને અમારી દ્રષ્ટિએ જો ભારત માં Ford Everest ને આગામી સમય માં launch કરવામાં આવે તો અહી બે એંજિન ના વિકલ્પો સાથે આ ગાડી આવી શકે તેમ છે.

Ford Everest in India

પહેલું વિકલ્પ છે 2.0 liter 4 cylinder bi-turbo diesel engine કે જેને ગુજરાત ના સાણંદ ખાતે ના પ્લાન્ટ માં ઉત્પાદિત કરવામાં આવે છે અને બીજું જોરદાર એંજિન છે 3.0 liter turbo 6 cylinder V6 diesel engine. હાલ માં વિદેશ માં ચાલતી Ford Ranger અને F150 ગાડીઓ માં આ એંજિન પોતાની સેવાઓ આપી રહ્યું છે અને બીજા બધા દેશો માં આ ગાડીઓ નો ઉપયોગ pick up truck તરીકે કરવામાં આવે છે. આ વાહનો એ પોતાની પાછળ ટ્રેક્ટર ની ટ્રૉલી ની જેમ અલગ જ ટ્રૉલી બાંધી ને લઈ જઈ શકવા માટે સક્ષમ હોય છે.

Ford Everest in India

3.0 liter turbo 6 cylinder V6 diesel engine ની જબરદસ્ત ક્ષમતાઓ વિષે વાત કરીએ તો આ એંજિન 250 hp પાવર અને 600 nm નો ટોર્ક ઉત્પન્ન કરી આપે છે. હાલ માં ભારત માં બહોળા પ્રમાણ માં ચાલતી Fortuner ની ક્ષમતા 202 hp પાવર અને 500 nm ટોર્ક ની છે. જ્યારે જો આ નવું એંજિન Ford Endeavour સાથે આપવામાં આવે તો તે Fortuner ના સિંહાસન ને હલાવી શકે તેમ છે. છેલ્લા થોડા સમય થી ઇલેક્ટ્રિક વાહનો પર કામ કરવા સાથે બધી જ કંપની ઑ હાઇબ્રીડ વાહનો પર પણ કામ કરવા પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કરી રહી છે અને આ વિષે આપણે આ પહેલા પણ એક આર્ટીકલ વિસ્તાર થી રજૂ કરેલો છે.

હાલ માં Fortuner ના પણ હાઇબ્રીડ એંજિન સાથે આવવાની સંભાવનાઓ સેવાઇ રહી છે ત્યારે Ford પણ હવે નવી ઘોડી અને નવો દાવ રમવા માંગતી હોય તેમ ભારત માં તેના પુનરાગમન સાથે હાઇબ્રીડ એંજિન અને ઇલેક્ટ્રિક ગાડીઓ પર કામ કરવા માટે દેશ ની જ કોઈ પણ કંપની સાથે હાથ મિલાવી શકે છે. શરૂઆત માં તો Ford એ Everest નું CBU (completely build unit) તરીકે જ આયાત કરી ને ભારત માં વહેચી શકે છે, ભલે પછી import taxes થોડા વધુ પડે, અને જો કંપની ના ધારેલા અનુસાર બધા પાનાં પડે તો પછી કંપની ભારત માં જ CKU (completely knock down unit) તરીકે જ ગાડી ને આયાત  કરી ને ઓછી કિમતો રાખી ને પણ ભારત માં વહેચી શકે છે.

હાલ માં Ford Endeavour ની કિમત વિષે પણ કોઈ માહિતી આપણી પાસે હાજર નથી. પરંતુ હાલ માં Toyota Fortuner ની કિમત ભારત માં લગભગ ₹55-60 લાખ on road પડી રહી છે. માટે જો Ford Everest ને ભારત માં તેના પ્રતિસ્પર્ધીઓ સામે ટક્કર આપવી હોય તો પછી કિમત માં કઈક વધુ સુધારા વધારા કરવા પડશે અને પોતાની input cost ને શક્ય તેટલી નીચે લાવવી પડશે. પરંતુ અહી એક વાત તો નિશ્ચીત છે કે એક વાર Ford Everest નું ભારત માં આગમન થઈ ગયું તો real SUVs અને 4×4 ની સુવધા સાથે આવતી ગાડીઓમાં એક હડકંપ તો જરૂરથી મચી જવાનો છે. વધુ માહિતી માટે અમારી સાથે જોડાયેલ રહેશો.

Image Source  

Info sources one & two

Also read : Urban Cruiser EV – 2025 માં પ્રથમ વખત Brussels Motor show માં રજૂ થઈ : જાણો શું શું મળી શકે છે આ જાપાનીઝ EV માં

 

1 thought on “3.0 liter નું એંજિન આવી શકે છે Ford Everest માં, ભારતમાં Ford નું ફરી આગમન હજુ પણ અનિશ્ચીત – જાણો સંપૂર્ણ માહિતી Ford Everest in India વિષે”

Leave a Comment