TATA Harrier EV – 2025 માં બની શકે છે TATA નો masterstroke

ભારત મા EV ગાડીઓ ના ક્ષેત્ર મા 60% થી વધુ ના market પર કબજો ધરાવતી TATA એ પોતાની JLR ( jaguar land rover) ના platform પર બનેલી સૌથી સફળ compact SUV Harrier નું EV version 2025 મા ભારતીય બજારો મા લાવવાની જાહેરાત કરી દીધી છે. TATA Harrier EV એ હજુ હમણાં જ launch થયેલી Newgen Harrier મા આવતા અત્યંત આધુનિક features તથા premiumness થી સજ્જ તો હશે જ પરંતુ તેના થી પણ વધુ આપણે આ સમય ની EV ગાડીઓ મા આવતા futuristic features મળી જવાના છે.

Harrier EV નું body structure તો હાલ આવતી ICE Harrier જેવુ જ હશે એટલે કે looks અને build quality તો આપણને ICE (internal combustion engine) Harrier જેવા જ અને TATA ની safety માટે ની છાપ ને શોભાવે તેવા જ હશે પરંતુ અહી EV પ્રમાણે TATA ના જ પોતાના વિકસિત કરાયેલા Acti.ev tech અને Omega skateboard platform જેમા EV માટે ખાસ ફેરફાર કરવામાં આવ્યા છે તેના પર બનેલી જોવા મળશે.

TATA Harrier EV

Battery, range & powertrain

Harrier EV મા 60 kW થી લઈ ને 80 kW સુધી નું battery pack મળવાની સંભાવના છે. અહી Harrier ના કદ પ્રમાણે Harrier EV નું batery pack એ TATA ની EV ગાડીઓ મા આવતા battery packs મા સૌથી મોટું હશે. અહી આપણને એક અંદાજ મુજબ 1 full charge મા 500 km કરતાં પણ વધુ ની સારી એવી range મળી જવાની સંભાવના છે.

આ સાથે જ અહી તેના variants અનુસાર આગળ ના wheels મા અને આગળ તથા પાછળ એમ બંને wheels મા driving motor મળી જવાની છે, એટલે કે Harrier EV એ 2WD (front wheel drive) અને AWD (all wheel drive) એમ બંને વિકલ્પો મા મળી જવાની છે.2020 મા discontinue થયેલી TATA ની ધમાકેદાર ગાડીઓ Hexa અને Safari Storme પછી Harrier EV, TATA ની એવી ગાડી હશે કે જેમાં AWD નો વિકલ્પ જોવા મળશે.

આ સાથે જ અહી આપણને fast charging તથા V2L (vehicle to load)એટલે કે ગાડી વડે કોઈ electronic device ચલાવી શકો અને V2V (vehicle to vehicle) એટલે કે ગાડી વડે કોઈ બીજું EV vehicle પણ charge કરી શકો તેવી સુવિધા પણ મળી જવાની છે.

Also read : TATA Sierra 2025 EV or ICE ?

TATA Harrier EV

Interior features

બહાર Harrier ની ભવ્ય design ની feel સાથે Cabin ની અંદર પણ આપણને રાજા જેવી જ feel આવવાની છે. અહી આપણને 12.3-inch infotainment system, 10.25-inch digital driver’s display, આગળ ની બંને ventilated અને power adjustable seats, sunroof with mood lighting, multifunction steering wheel, wireless phone charging, gesture-controlled powered tailgate, dual-zone AC, panoramic sunroof વગેરે જેવા premium features મળી જવાના છે.

Safety

આગળ આપણે વાત કરી તેમ Harrier EV ની build quality તો આપણને ICE Harrier જેવી જ અને TATA ની safety માટે ની છાપ ને શોભાવે તેવા જ હશે અને અહી ખાસ તો TATA ના Acti.EV tech platform ને જ એ રીતે design કરવામા આવ્યો છે કે AWD ને support કરવા સાથે તે 80 hp થી લઈ ને 240 hp સુધી નો પાવર સંભાળી શકે અને સાથે સાથે battery તથા અંદર બેઠેલા મુસાફરો ની સલામતી સુનિશ્ચિત કરી શકે.

આ સિવાય પણ આજ ના સમય ની જરૂરિયાત પ્રમાણે  7 airbags, ADAS, 360º camera, ESP, hill-hold control, hill-descent control, blind view monitor, automatic emergency braking, terrain modes, tire pressure monitoring system (TPMS) વગેરે મળી જવાના છે.

TATA Harrier EV

Launching, price & rivals

આમ તો ભારત મા EV ના segment મા TATA તરફ થી ઘણા બધા વિકલ્પો હાજર જ છે અને તેમા પણ હજુ હમણાં જ launch થયેલી ભારત ની પહેલી coupe SUV TATA Curvv પણ EV મા ઉપલબ્ધ છે. તો પણ massive drive ના ચાહકો માટે Harrier EV ભારત મા 2025 ની શરૂઆત મા launch થવાની સંભાવના છે. TATA તેના પ્રતિસ્પર્ધીઑ ને ધ્યાન મા રાખી ને Harrier EV ને ₹25-29 લાખ ની કિમત વચ્ચે launch કરે તેવી સંભાવના છે.

Harrier EV ના પ્રતિસ્પર્ધીઑ મા આવનાર સમય મા launch થનારી Mahindra XUV.e8, Maruti eVitara, Hyundai Kona, Hyundai Creta EV છે. TATA ની ભારત મા એક મજબૂત છબી અને તેના સારા એવા ફેલાયેલા service તથા charging network ને લીધે Harrier EV ને ભારત મા ખૂબ જ સારો પ્રતિસાદ મળે તેવી પૂરેપૂરી સંભાવના છે.

Image source

Also read : Hyundai Creta EV-most anticipated EV of 2025 from Korean side

Also read : Mahindra BE 6 and XEV 9e reveled

Also read : Skoda Kylaq full details with 4 variant wise features explained