17 જાન્યુઆરી 2025 ના દિવસ થી થી શરૂ થયેલા ભારત ના મોટા માં મોટા Bharat Global Mobility Expo 2025 માં ભારત ની કંપનીઑ, ઘણા વર્ષો થી ભારત માં હાજર રહેલી વિદેશી કંપનીઑ તથા ભારત ના ઊભરતા અને દિવસે ના વધે એટલું રાત્રે વધતાં ઑટોમોબાઇલ સેક્ટર માં પોતાની ઉત્કૃષ્ટ પ્રોડક્ટસ ને રજૂ કરવા માંગતી ભારત ની તથા વિદેશી કંપનીઑ નો જમાવડો જામેલો છે. ત્યારે આપણે આજ ના આર્ટીકલ માં 4 wheelers માં કઈ કઈ ગાડીઓ launch થવા જઈ રહી છે અને હાલ ના મોડેલો માં શું updates અને facelifts versions આવે છે તે વિષે ચર્ચા કરીશું.
TATA cars in Bharat Global Mobility Expo 2025
TATA Avinya X concept
દેશ ની કંપની TATA ની જ સૌપ્રથમ વાત કરીએ તો કંપની Avinya X ને auto expo માં રજૂ કરી છે. Avinya એ TATA ની premium coupe EV SUV ના સેગમેન્ટ માં પ્રથમ ગાડી હશે. Avinya ની design language એ TATA અથવા તો Jaguar Land Rover ની design language કરતાં તદન અલગ જોવા મળે છે. આ ગાડી હજુ તો concept vehicle તરીકે જ રજૂ કરવામાં આવેલી છે માટે બેટરી, range કે features વિષે તો કોઈ ખાસ માહિતી અહી મળી રહી નથી પણ 500 km જેવી range ની આશા રાખી શકાય. ACI અનુસાર Avinya એ JLR ના EMA પ્લેટફોર્મ પર બનેલી છે જેને જરૂરિયાત અનુસાર production level માં લાવી શકાય છે.
Avinya માં 2 spoke steering wheel, ADAS, vehicle to load (V2L), vehicle to vehicle (V2V), panoramic sunroof, multi zone climate control, multiple wireless chargers, 360º camera, lounge style seats, ventilated massage seats વગેરે જેવા આધુનિક features મળી શકે છે. Avinya નું launching આવતા વર્ષે એટલે કે 2026 માં ભારત માં થઈ શકે છે.
TATA Sierra ICE version
TATA એ પોતાની 1990 થી 2000 ની સાલ ની સૌથી સફળ SUV TATA Sierra ના પેટ્રોલ અને ડીઝલ variant માં launch કરી છે. થોડા સમય પહેલા જ આપણે આ વિષય પર એક આર્ટીકલ પણ રજૂ કર્યો હતો. નવી TATA Sierra માં બે એંજિન ના વિકલ્પો માં 1.5 liter turbocharged petrol engine છે અને 2.0 liter diesel engine છે. auto expo માં Sierra ને piano black top અને A C અને D pillars માં yellow body સાથે રજૂ કરવામાં આવી છે. TATA Sierra માં ADAS, Harman kardon audio, 360º camera, wireless charger, 12.3 ઇંચ ની diver display, 12.3 ઇંચ ની infotainment display, 12.3 passenger screen એમ ત્રણ ત્રણ displays મળી જશે.
TATA Harrier EV
આપણા આગળ ના આર્ટિકલો માં વાત કરી છે તેમ TATA ની આ SUV આપણને 60 – 80 kWh ના બેટરીપેક સાથે મળી જાય છે. વધુ માં અહી ઘણા સમય પછી TATA ની ગાડીઓ માં દેખાયું હોય તેવું All wheel drive setup પણ મળી જવાનું છે. TATA Harrier EV માં 12.3 ઇંચ ની infotainment display, ADAS, vehicle to load (V2L), vehicle to vehicle (V2V), panoramic sunroof, auto climate control, 6 airbags, 360º camera, multiple terrain modes, OTA updates વગેરે જેવા features મળી જવાના છે. TATA Harrier EV ની અંદાજિત કિમત ₹22-28 લાખ વચ્ચે રહી શકે છે.
Maruti Suzuki cars in Bharat Global Mobility Expo 2025
Maruti Suzuki e Vitara
49 kWh અને 61 kWh ના બે બેટરીપેક ના વિકલ્પો અને 500 km થી પણ વધુ ની range ધરાવતી Maruti Suzuki ની સૌથી વધુ ઉત્તેજના જાવનારી EV એટલે કે e Vitara નું launching થઈ ગયું છે. આ ગાડી વિષે પણ આપણે આર્ટિકલો રજૂ કરેલ છે જેમાં આ ગાડી ના features, બેટરીપેક, range વગેરે વિષે ઘણા જ વિસ્તાર માં ચર્ચાઓ કરેલી છે. e Vitara નું ઉત્પાદન ગુજરાત ખાતે ના પ્લાન્ટ માં જ થવાનું છે અને કંપની આ ગાડી ને ભારત માંથી નિર્યાત કરવા તરફ પણ કામ કરી રહી છે.
e Vitara ના platform અને design પર આધારિત અહી Toyota ની પણ Urban Cruiser EV ને પણ અહી launch કરવામાં આવી છે. design language માં થોડા તફાવતો સિવાય e Vitara અને આ ગાડી લગભગ સમાન જ લાક્ષણિકતાઓ ધરાવે છે. વધુ માં Toyota તરફ થી 7 seater/8 seater X van concept ,Land Cruiser 300R ને રજૂ કરવામાં આવ્યું છે.
Hyundai car in Bharat Global Mobility Expo 2025
Hyudai તરફ થી આ EV ની પણ લોકો ઘણી જ ઉતઉસકતા થી રાહ જોઈ રહ્યા હતા. compact suv ના સેગમેન્ટ માં રાજ કરનારી Creta હવે EV ના સેગમેન્ટ માં પણ રાજ કરવા જઈ રહી હોય તેમ Creta electric ને ₹18-23.50 ex showroom ની કિમત માં અને 6 variants માં launch કરવામાં આવી છે. Creta Electric માં 42 kWh અને 51.4 kWh ના બે બેટરીપેક ના વિકલ્પો અને અનુક્રમે 390 km અને 473 km ની અંદડાઈટ range મળી જાય છે. Creta Electric એ હાલ માં front wheel drive setup માં આવે છે.
Creta Electric માં બે 10.25 ઇંચ ની displays, 360º camera, vehicle to load facility, ADAS, dual zone automatic climate control, 6 airbags, auto wipers, auto headlamps, electronic parking brake, hill hold assist, hill start assist વગેરે જેવા features મળી જવાના છે. હાલ માં Hyundai એ ₹25,000 ના ટોકન થી Creta Electric માટે નું બુકિંગ શરૂ કરી દીધું છે. વધુ માં ભવિષ્ય માં Hyundai ની Bayon EV, Inster EV, Venue EV, Staria જેવી ગાડીઓ નું launching થઈ શકે છે.
વધુ માં અહી Hyudai Creta flex fuel ને પણ રજૂ કરવામાં આવી છે. જે 100% ઇથેનોલ પર ચાલી શકે છે અને આ ગાડી માં 1.0 liter turbo petrol engine આવે છે. Hyundai ની flagship EV lineup ની Ioniq 9 ને પણ અહી રજૂ કરવામાં આવી છે.
Kia car in Bharat Global Mobility Expo 2025
Hyundai ની નાની બહેન એટલે કે Kia એ પણ પોતાની Syros અને EV6 નું facelift version આ auto expo માં રજૂ કર્યું છે. Syros ની કિમત અંદાજે ₹9.70 લાખ ex showroom થી સહૃ થઈ શકે છે. સાથે કંપની એ પોતાની premium flagship ઇલેક્ટ્રિક ગાડી EV6 માં 84 kWh નું મોટું બેટારૂપેક આપ્યું છે જે અંદાજે 650 km જેટલી range આપે છે. આ ગાડી માં variant અનુસાર rear wheel drive અને all wheel drive એમ બંને વિકલ્પો મળી જાય છે. વધુ માં Kia પણ નજીક ન ભવિષ્ય માં હાઇબ્રિડ એંજિન પર કામ કરી રહી છે જેના ફળસ્વરૂપે આપણને Kia ની hybrid SUV પણ મળી શકે છે.
Vinfast cars in Bharat Global Mobility Expo 2025
વિયેતનામ ની આ કંપની તરફ થી બે ઇલેક્ટ્રિક ગાડીઓVF 7 અને VF 9 ના launching ના સંકેતો મળ્યા હતા ત્યારે આપણે આમ તો એક આર્ટીકલ રજૂ કરેલો હતો જ્યારે આ auto expo માં કંપની એ વૈશ્વિક બજારો માં વહેચાતી પોતાની લગભગ બધી જ ગાડીઓ ને અહી રજૂ કરી દીધી છે. હાલ માં કંપની પોતાની બે ઇલેક્ટ્રિક ગાડીઓ VF 6 અને VF 7 દ્વારા ભારત માં પ્રવેશ કરવા જઈ રહી છે. આ ઉપરાંત કંપની એ VF 3, VF e34, VF 8, VF 9 અને e VF Wild pickup truck ને પણ આ auto expo માં રજૂ કર્યા છે.
જો Hyundai Inster, Ligier Myli, Suzuki eWX જેવી ગાડીઓ ભારત માં launch થાય તો અહી VF 3 પણ આ જ સેગમેન્ટ ની એક ગાડી કંપની તરફ થી ભારત માં launch થઈ શકે છે.
Skoda cars in Bharat Global Mobility Expo 2025
Skoda એ પોતાની Superb ને 2.0 liter diesel engine અને 4×4 ના setup સાથે રજૂ કરી છે. ઘણા સમય પછી Skoda તરફ થી ડીઝલ ના વિકલ્પ માં ગાડી રજૂ થવા જઈ રહી છે. જો કે કંપની ના કહેવા અનુસાર હજુ પણ Skoda ના ચાહકો નો એવો ઘણો મોટો વર્ગ બાકી છે જે ડીઝલ ગાડીઓ ની વધુ પસંદગી કરવા માંગે છે. ભારત માં જ્યારે Skoda એ પ્રવેશ કર્યો ત્યારે પણ તેની ઘણી ગાડીઓ ડીઝલ ના વિકલ્પ સાથે જોવા મળતી.
હાલ માં આ auto expo માં કંપની એ તેની 7 seter SUV Kodiaq નું facelifted version, Elroq EV, Vision 7S concept, Octavia RS ને રજૂ કર્યા છે. જેમાં સૌથી વધુ આકર્ષણ Vision 7S concept એ જગાવ્યું છે. New Superb અને Octavia RS completely build unit (CBU) તરીકે હાલ માં વહેચવામાં આવશે. Octavia RS માં 2.0 liter turbo petrol engine જોવા મળશે જ્યારે Superb માં 2.0 liter turbo petrol engine સાથે ડીઝલ નું પણ વિકલ્પ જોવા મળી શકે છે. Skoda Kodiaq માં 2.0 liter petrol engine અને 4×4 ની સુવિધા સાથે જોવા મળશે. જ્યારે અહી ગાડી ના dimensions માં વધારો થયેલો હોવાથી અહી અંદર ની cabin space અને boot space થોડી વધુ મળી જશે.
આ બધી કંપનીઑ સિવાય ચાઇનીઝ કંપનીઑ MG અને BYD એ પણ પોતાની ઘણી ગાડીઓ આ auto expo માં રજૂ કરી છે. MG તરફ થી Gloster નું જ facelifted version MG Majestor રજૂ થયું જેમાં 2.0 liter twin turbo diesel engine અને 4×4 ની સુવિધા આવે છે. MG ની sports EV Cyberster EV ને પણ આ auto expo માં રજૂ કરવામાં આવી જેનું બુકિંગ 1 મહિના પછી શરૂ થશે અને એપ્રિલ માં આ ગાડી ની deliveries શરૂ થઈ જશે. આ પહેલા આપણે આર્ટીકલ રજૂ કરેલો હતો તે MG M9 પણ અહી રજૂ કરવામાં આવી છે. વધુ માં updated MG ZS EV, MG HS PHEV પણ અહી રજૂ થઈ છે.
BYD તરફ થી તેની જ luxury brand Yangwang તરફ થી U8 PHEV SUV રજૂ કરવામાં આવી છે જે એક plug in hybrid SUV છે. આ ગાડી માં 2.0 liter turbocharged petrol engine સાથે 49.1 kWh ની બેટરી પણ આવે છે. ઉપરાંત આપણા રજૂ કરેલ આર્ટીકલ અનુસાર BYD Sealion 7 અને BYD Sealion 6 ને પણ અહી રજૂ કરવામાં આવી છે.
BYD Sealion 7 એ 82.5 kWh નું બેટરીપેક ધરાવે છે અને 550 km ની આસપાસ range ધરાવે છે. Sealion 6 એ Yangwang U8 PHEV SUV ની જેમ જ એક plug in hybrid છે જેમાં 1.5 liter petrol engine સાથે 18.3 kWh નું બેટરીપેક આવે છે.
આ બધી ગાડીઓ સિવાય BMW, Porsche, Mercedes Benz વગેરે જેવી hi profile કંપનીઑ એ પણ પોતાની અલગ અલગ ગાડીઓ રજૂ કરી છે. ભગવાન ની દયા રહી તો આપણે આ ગાડીઓ ની પણ કોઈ દિવસ ચર્ચા કરીશું.