ચાઇનીઝ કંપની BYD ભારત મા launch કરવા જઈ રહી છે Sealion 7 – ઊંચી કિમત સાથે ની premium EV : જાણો વધુ માહિતી

ચાઇનીઝ કંપની BYD 17 જાન્યુઆરી 2025 ના રોજ યોજાનારા Bharat Mobility Global Expo 2025 માં પોતાની premium coupe EV Sealion 7 ને launch કરવા જઈ રહી છે. Sealion 7 એ ચાઈના માં અને બીજા કેટલાક દેશો માં પહેલા થી જ વહેચાઈ રહી છે. કંપની એ આ ગાડી ને અમેરિકન કંપની Tesla ની ઇલેક્ટ્રિક ગાડી Model Y સામે પ્રતિસ્પર્ધા માં ઉતારી હતી અને હવે ભારત માં કંપનીની આ ગાડી એ Seal, Atto 3, eMax 7 પછી ની ચોથી EV ગાડી છે. અહી ભારત માં Sealion 7 ની કિમત આશરે ₹40-45 લાખ ex showroom વચ્ચે રહી શકે છે.

Sealion 7

Sealion 7 એ આમ તો BYD ની જ sedan EV Seal ને અનુરૂપ design language સાથે આવે છે. ગાડીની લંબાઈ 4830 mm, પહોળાઈ 1925 mm, ઊંચાઈ 1620 mm અને 2930 mm નો wheelbase મળી જાય છે. પાછળ થી આ ગાડી ની roofline એ રીતે design થયેલી છે કે ગાડી ને તે coupe SUV નો look આપે છે. આગળ closed grille સાથે full size LED headlights, LED taillights અને LED DRLs મળી જાય છે. અહી પણ બીજી EV ગાડીઓ ની જેમ closed grille design મળે છે જેમાં બમ્પર ની નીચે ના ભાગ માં air dams અને દરવાજા પર flush door handles પણ મળી જાય છે.

Sealion 7

19 ઇંચ અને 20 ઇંચ ના wheels ના વિકલ્પો સાથે આ ગાડી માં આવતી squared wheel arches એ આ ગાડી ની લંબાઈ વધુ હોવા છતાં પણ ગાડી ને ઘણો જ sporty look પ્રદાન કરે છે. Sealion 7 ના cabin features ની વાત કરીએ તો BYD ની ગાડીઑ નું સૌથી મોટું આકર્ષણ એવી 15.6 ઇંચ ની rotatable infotainment touchscreen મળી જાય છે. આ સાથે જ 10.5 ઇંચ ની driver display પણ મળી જાય છે. સાથે અહી Dynaudio ના 12 speakers પણ મળી જાય છે જે theater જેવી feel આપવાનું કામ કરે છે. મુસાફરો ના mood ને અનુરૂપ અહી 128 color options માં ambient lighting પણ મળી જાય છે.

વધુ માં interior માં android auto અને apple car play, dual zone automatic climate control, panoramic sunroof, leatherette seats, ventilated અને heated seats, બધી જ seats માં thigh અને lumber support જેવા premium features પણ મળી જાય છે. ગાડીની વધુ લંબાઈ સાથે અહી પાછળ ની seats ને recline કરતાં અહી સારી એવી boot space પણ મળી જાય છે. Sealion 7 માં ઘણું જ ઉપયોગી એવું Vehicle to load (V2L) નું feature પણ મળી જાય છે જેના લીધે કોઈ પણ નાનાં ઈલેક્ટ્રોનિક સાધનો ને વાપરી શકાય છે અને વધુ માં કોઈ પણ સાધનો ને ચાર્જ પણ કરી શકાય છે.

Sealion 7

સલામતી ની દ્રષ્ટિએ અહી 9 airbags, ADAS, 360º camera, lane keep assist, lane departure alert, front અને rear parking sensors, adaptive cruise control, tire pressure monitoring system, terrain modes, drive selector knob, front અને rear collision warning, blind spot monitoring, driver fatigue alert જેવા ઉપયોગી features મળી જાય છે.

Sealion 7 ના બેટરીપેક અને variants ની વાત કરીએ તો અહી મુખ્ય 2 બેટરીપેક મળી જાય છે. પહેલું છે 82.5 kWh નું બેટરીપેક કે જે RWD (rear wheel drive) અને AWD (all wheel drive) એમ બંને variants માં આવી જાય છે જ્યારે 91.3 kWh બેટરીપેક એ ફક્ત AWD (all wheel drive) ના setup સાથે જ આવે છે. 82.5 kWh ના ના બેટરીપેક સાથે અહી 308 hp અને 380 nm નો ટોર્ક મળી જાય છે જ્યારે 91.3 hp ના બેટરીપેક સાથે 523 hp અને 690 nm નો ટોર્ક મળી જાય છે. Sealion 7 એ ફક્ત 4.6 સેકન્ડ માં 0-100 km/h ની સ્પીડ પકડી લે છે.

હવે આવે છે range ની વાત તો અહી RWD setup સાથે 82.5 kWh ના બેટરીપેક માં આવતા Comfort variant ની range 480 km સુધી ની મળી જાય છે, જ્યારે આ જ બેટરીપેક માં AWD setup માં આવતા Design variant માં 450 km સુધી ની range મળી જાય છે. Sealion 7 ના top variant Excellent variant કે જે ફક્ત AWD setup અને 91.3 kWh ના બેટરીપેક સાથે જ આવે છે તેની range આશરે 500 km જેટલી મળી જાય છે.

Sealion 7

કંપની અનુસાર આ ગાડી માં dual blade technology થી design કરેલી બેટરીઓ આવે છે જે ઘણી જ સલામત છે અને 230 KW ના DC fast charging ને support કરે છે. 91.3 kWh ની બેટરી સાથે નું variant 0-80 ફક્ત 25 મિનિટ માં ચાર્જ થઈ જાય છે. કંપની માર્ચ 2025 સુધીમાં આ ગાડી નું બુકિંગ અને deliveries ને શરૂ કરવા માંગે છે અને હાલ માં ભારત માં રહેલા BYD ના 27 શોરૂમ માંથી આ સંખ્યા આ વર્ષ માં જ 40 એ પહોંચાવ માંગે છે.

હાલ માં ₹40-45 લાખ ની કિમત માં એક ચાઇનીઝ ગાડી અને તે પણ એક ઇલેક્ટ્રિક ગાડી ને ભારત માં વહેચવી એ લોઢાં ના ચણા ચાવવા જેવી વાત છે. હાલ માં ભારત માં Sealion 7 ના મુખ્ય પ્રતિસ્પર્ધીઓ માં Kia EV6, Hyundai Ioniq 5, Volvo EX 40 છે. હાલ માં Mahindra BE6 XEV 9E ના top models ની કિમતો પણ જાહેર કરવામાં આવી છે જે ₹30-31 લાખ ex showroom રહેલી છે. માટે અહી જોવાનું એ રહે છે કે ચાઇનીઝ કંપની ને ભારત માં કેવો પ્રતિસાદ મળે છે.

Image source

Also read : 2025 ના વર્ષ થી Hyundai ની આ ત્રણ ગાડીઓ માં આવ્યું છે update – નવા features અને કિમતો સાથે મળશે new verna venue grand i10 nios for 2025

Also read : Hyundai એ પ્રસ્તુત કર્યા છે Creta Electric features – જાણો કઈ કઈ ઉપયોગી સુવિધાઓ મળી જવાની છે આ EV માં

3 thoughts on “ચાઇનીઝ કંપની BYD ભારત મા launch કરવા જઈ રહી છે Sealion 7 – ઊંચી કિમત સાથે ની premium EV : જાણો વધુ માહિતી”

Leave a Comment