આજ ના Bharat Global Mobility Global Expo 2025 માં આખરે ઘણા સમય થી જે ગાડી ના launching ની સૌથી વધુ રાહ જોવાઈ રહી હતી તે ગાડી એટલે કે Creta Electric ને સંપૂર્ણપણે આપણી વચ્ચે રજૂ કરવામાં આવી. આ સાથે જ કંપની એ જે રીતે આ પહેલા વાત કરી હતી તેમ Creta Electric ની કિમત ફક્ત ₹18 લાખ થી શરૂ થાય છે. આ સાથે જ કંપની એ આવનાર ભવિષ્ય માં ભારત માટે પોતાની અન્ય 3 ઇલેક્ટ્રિક ગાડીઓ ના launching માટે ના પણ સંકેતો આપ્યા છે. તેમાંથી જ સૌથી વધુ આકર્ષણ ધરાવનાર ગાડી બની શકે છે Hyundai Inster EV. તો આવો આપણે આ ગાડી વિષે થોડા વિસ્તાર માં વધુ માહિતી મેળવીએ.
Hyundai Inster EV(HE1i) Design & Dimensions
Hyundai ની આ ગાડી એ એક mini hatchback ઇલેક્ટ્રિક ગાડી છે જે વૈશ્વિક સ્તરે Hyundai Casper અથવા તો Hyundai Inster ના નામે વહેચાઈ રહી છે પરંતુ ભારત માં આ ગાડી ને Hyundai Inster EV ના નામે જ launch કરવામાં આવી શકે છે માટે આપણે Hyundai ની નાજુક-નમણી ઇલેક્ટ્રિક ગાડી ને Inster તરીકે જ સંબોધિત કરીશું. Inster માં આગળ ના ભાગ માં એક ઇલેક્ટ્રિક ગાડી ને શોભે તેવી closed grille આવે છે જ્યારે બમ્પર પર અહી ઘણી જ મોટી piano black cladding મળી જાય છે જે આ ગાડી ને ઘણો જ bulky look આપી રહી છે. બમ્પર ની નીચે ના ભાગ માં એક નાના air dam સાથે silver cladding મળી જાય છે.
Hyundai ના ભારત માં ચાલતા મોડેલ્સ થી અલગ અહી round shaped LED DRLs અને તેની વચ્ચે projector headlamps મળી જાય છે. વધુ માં અહી આ headlights ની ઉપર piano black claddings ની વચ્ચે 7 pixel design માં આકર્ષક LED indicators નું setup મળી જાય છે. આ બંને indicators ની વચ્ચે કંપની નો લોગો મળી જાય છે. બાજુ પર પણ કોઈ વધુ તામ-જામ વગર simple & sober design મળે છે જેમાં પણ પાછળ અને આગળ ના ભાગ માં રહેલી curvy bulks એ આ ગાડી ને નાની છતાં bulky અને boxy design language માં સમાવે છે. Inster માં આવતા 15-17 ઇંચના ચારેય ટાયરો પર square wheel arches ગાડી ને aggressive look પૂરો પાડે છે.
પાછળ પણ અહી pixel design માં જ LED taillamps, hign end brake light, roof mounted spoiler મળી જાય છે અને આગળ ની જેમ પાછળ પણ બમ્પર ની નીચે ના ભાગ માં round shaped lights મળે છે જેની વચ્ચે ના ભાગ માં LED Indicators મળી જાય છે. પાછળ ના બમ્પર માં પણ અહી bulky look ને વધુ પ્રબળ બનાવતી black claddings મળી જાય છે. Hyundai Inster ની લંબાઈ 3825 mm, પહોળાઈ 1610 mm, ઊંચાઈ 1525 mm અને 2580 mm નો wheelbase મળી જાય છે. અહી ગાડી ની અંદર 4 seater વ્યવસ્થા સાથે કોઈ પણ વચ્ચે ના cross member વગર સારી એવી cabin space વાપરવા મળે છે. સાથે જ અહી C pillar પર પાછળ ના દરવાજાઓ નું door handle મળે છે.
Hyundai Inster EV features
આ ગાડી નું જ્યારે ભારત માં launching કરવામાં આવે ત્યારે ભારત માટે ના features ની તો અત્યારે ખબર નહીં પરંતુ આ સેગમેન્ટ ની કોઈ પણ ગાડી માં ના આવે તેવા ઘણા બધા futuristic features અહી મળી જાય છે. Hyundai Inster EV માં હાલ માં જ ભારત માં launch કરવામાં આવેલી Creta માં મળતું i-pedal, vehicle to load, ગાડી ની અંદર જ vehicle to load માટે નું socket, regenerative adjustable braking, 10.25 ઇંચ નું driver cluster, 10.25 ઇંચ ની infotainment display, wireless android auto અને apple car play ,connected tech, wireless charging, Hyundai ની જ EV Ioniq 5 થી પ્રેરિત fully functioned steering wheel, digital key, ventilated seats, 64 colors ambient lights મળી જાય છે.
Safety માટે અહી 7 airbags, ADAS, parking distance warning, 360º camera, blind spot view, rear view camera, lane keep assist, lane following assist, forward collision warning, highway drive assist, smart cruise control, અને તદન નવું જ એવું ટ્રાફિક માટે નું start & go feature મળી જાય છે જેમાં ગાડી ને બ્રેક લગાવીને સ્થિર કર્યા બાદ એક બટન ની મદદ થી ફરીથી ગતિ માં લાવી શકાય છે.
Hyundai Inster EV batteries & range
આ નાની ગાડી માં 42 kWh અને 49 kWh ના બે બેટરીપેક ના વિકલ્પો મળી જાય છે. બંને બેટરીપેક માં સમાન જ front wheel drive setup મળે છે. 42 kWh બેટરીપેક ના variant સાથે ઇલેક્ટ્રિક મોટર 95 bhp પાવર અને 147 nm ટોર્ક ઉત્પન્ન કરે છે, 49 kWh બેટરીપેક ના variant સાથે ઇલેક્ટ્રિક મોટર bhp પાવર અને 147 nm ટોર્ક ઉત્પન્ન કરે છે. હાલ માં બહાર ના દેશો માં ચાલતી આ ગાડી માં 42 kWh ના બેટરીપેક સાથે 300 km ની અંદાજિત range મળી જાય છે જ્યારે 49 kWh ના બેટરીપેક સાથે 355 km ની range મળી જાય છે.
ભારતીય રસ્તાઑ અને પરિસ્થિતિઓ અનુસાર અને અહી launch થનાર variants અનુસાર આ range માં તફાવત પણ આવી શકે છે. 120 kW ના DC fast charger સાથે આ ગાડી 10-80% ફક્ત 30 મિનિટ માં ચાર્જ થઈ જાય છે. આ પ્રકાર ની ગાડી પર આપણે હમણાં જ બે આર્ટિકલો રજૂ કર્યા છે જેની લિન્ક નીચે આપેલી છે. ભારત માં દિવસે દિવસે વધતાં જતાં ટ્રાફિક ની સમસ્યા અને ગાડીઓ ની વધતી જતી running અને servicing cost થી બચવા માટે આ પ્રકાર ની નાની ઇલેક્ટ્રિક ગાડીઓ આશીર્વાદ રૂપ બનવાની છે. હવે લોકો ને મોટી ગાડીઓ લઈ ને પોતાનો વટ પાડવા કરતાં નાની અને ઓછા માં ઓછી running cost વાડી ગાડીઓ લઈ ને પોતાના ગંતવ્યસ્થાને પહોંચવામાં વધુ રસ છે.
Hyundai Inster EV rivals
હાલ માં ભારત માં આ ગાડી ના મુખ્ય પ્રતિસ્પર્ધીઓમાં TATA Punch EV, TATA Tiago EV અને MG Comet EV જેવા જ વિકલ્પો ઉપલબ્ધ છે. ભવિષ્ય માં જો Ligier Myli ભારત માં launch થાય તો તે આ ગાડી ની ટક્કર ની પ્રતિસ્પર્ધી બની શકે છે. વધુ માં Mahindra ની XUV 3XO EV પણ launch થવાની કતાર માં છે જે એક subcompact SUV ના સેગમેન્ટ માં જ આવે છે.
Also read : Ligier Myli – ફ્રાંસ ની આ કંપની subcompact EV દ્વારા 2025 માં કરી શકે છે ભારત માં પ્રવેશ : જાણો વધુ માહિતી
3 thoughts on “Creta Electric પછી પણ હજુ થઈ શકે છે Hyundai Inster EV નું launching – mid range ના સેગમેન્ટ માં મચાવી શકે છે ધૂમ”