Vayve Eva -2026 ની ભારત ની સસ્તા મા સસ્તી ઇલેક્ટ્રિક ગાડી – બની શકે છે પહેલી Solar powered car : જાણો સંપૂર્ણ માહિતી

આ વખતે ના Bharat Global Mobility Global Expo 2025 માં આપણને ભારત ની તથા બહાર ની ઘણી બધી કંપનીઑ દ્વારા રજૂ કરાયેલી અવનવી ગાડીઓ જોવા મળી. આવી જ એક અવનવી ગાડી છે Vayve Eva. ભારત ની જ કંપની Vayve દ્વારા આ ગાડી ને આ વખતે ના auto expo માં રજૂ કરવામાં આવી. પૂણે સ્થીત આ કંપની હજુ Eva ને વિકસીત કરી રહી છે અને કંપની અનુસાર 2026 ના મધ્ય સુધી માં આ ગાડી ની deliveries શરૂ કરી શકાશે. Vayve Eva ની શરૂઆત ની કિમત ₹3.25 લાખ રાખવામાં આવી છે. હાલ માં ફક્ત ₹5000 ના ટોકન થી આ ગાડી નું બુકિંગ શરૂ થઈ ગયું છે.

Vayve Eva

Vayve Eva design

Eva ની design એ બિલકુલ શહેરી રસ્તાઑ ને અનુરૂપ 2 door અને 4 wheels સાથે બનાવવામાં આવી છે. Vayve Eva ની લંબાઈ 3060 mm, પહોળાઈ 1150 mm, ઊંચાઈ 1590 mm છે. 2100 mm wheelbase, 3.9 turning radius, 12-13 ઇંચ ના wheels અને 170 mm ના ground clearance સાથે થોડા ઉબડ ખાબડ રસ્તાઑ માટે પણ આ ગાડી તૈયાર છે. અહી closed grille સાથે connected LED DRLs મળે છે, તેની નીચે અહી LED handlamps મળે છે. આ ગાડી એક 3 seater ગાડી છે જેમાં આગળ સામાન્ય ગાડી થી અલગ બિલકુલ વચ્ચે steering આપવામાં આવ્યું છે. સાથે આગળ અહી એક વ્યક્તિ એટલે કે ડ્રાઇવર ની જગ્યા છે જ્યારે પાછળ 2 વ્યક્તિઓ ને બેસવાની બેન્ચ પ્રકાર ની સીટો છે.

Vayve Eva

2 door હોવા છતાં પણ અહી બંને દરવાજાઓ પાછળ ની સીટ સુધી લંબાવવામાં આવ્યા છે માટે અહી પાછળ ની સીટ માં બેસવા વાળા વ્યક્તિઓને પણ ગાડી માં બેસવામાં કોઈ પણ તકલીફ પડતી નથી. પાછળ ની સીટ ને tumble કરતાં અહી 300 liter ની boot space પણ મળી જાય છે. જે લોકો શહેર માં ને શહેર માં મુસાફરી કરતાં હોય તેના માટે આ ગાડી બિલકુલ practical પસંદગી બની શકે છે.પાછળ ની સીટ ને tumble કરી ને આ જગ્યા નો ઉપયોગ શાકભાજી, કરિયાંણા ની વસ્તુ કે ઘર ની કોઈ પણ ખરીદી માટે થઈ શકે છે. અમારી દ્રષ્ટિએ આ ગાડી ગૃહિણીઑ ની પહેલી પસંદગી બની શકે છે. વધુ માં ટેક્સી તરીકે પણ Vayve Eva એક સારું વિકલ્પ બની શકે છે.

Vayve Eva

Vayve Eva features

આજ ની આધુનિક ઇલેક્ટ્રિક ગાડીઓ માં આવતા લગભગ બધા જ features નો આ ગાડી માં સમાવેશ કરવામાં આવ્યો છે. Eva માં premium interior, USB type C charger, front armrest, follow me headlamps, smart connectivity, 2.5 pm air purifier, dual screen setup, food tray, cool box, dashcam, OTA updates, tilt adjustable steering, apple car play અને android auto, climate control , panoramic glass roof જેવા features મળી જાય છે.

Vayve Eva

Safety ની દ્રષ્ટિએ અહી driver airbag, auto dimming IRVM, electronic parking brake, front disc brakes. rear parking camera, location tracing, remote diagnostics, TPMS, hill hold assist, hill start assist, electronic parking brake જેવા features મળી જાય છે.

Vayve Eva battery, range અને variants

Vayve Eva માં મુખ્ય 3 variants Nova, Stella અને Vega આવે છે, જેમાં અનુક્રમે 9 kWh, 12.6 kWh અને 18 kWh નીક્ષમતા સાથે ની બેટરીઓ આવે છે. કંપની અનુસાર 9 kWh ની બેટરી સાથે 125 km ની range, 12.6 kWh ની બેટરી સાથે 175 km ની range અને 18 kWh ની બેટરી સાથે 250 km ની range મળી જાય છે. સાથે અહી regenerative braking નું પણ feature મળી જાય છે. Vayve Eva માં 5 color options Moonstone white, light platinum, rose coral, sky blue, champagne gold અને cherry red મળી જાય છે

Vayve Eva

વધુ માં અહી Nova અને Stella માં ₹20,000 ની કિમત સાથે નું solar panel પણ નંખાવી શકાય છે જ્યારે Vega માટે આ કિમત ₹25,000 ની છે. કંપની અનુસાર સોલર પેનલ ની મદદ થી range માં 10 km નો વધારો થાય છે અને કંપની અનુસાર વર્ષ માં આશરે 3000 km જેટલું અંતર ફક્ત સોલર પેનલ ની મદદ વડે કાપી શકાય છે. Vayve Eva માં LFP IP67 water resistance પ્રકાર ની બેટરી આવે છે અને DC fast charger ની મદદ વડે 10-70% નું ચાર્જિંગ ફક્ત 15 મિનીટ માં કરી શકાય છે. વધુ માં અહી customizable charging નું feature પણ મળી જાય છે. AC ચાર્જર વડે આ ગાડી ને 5 કલાક જેટલો સમય full charge થતાં લાગે છે.

પાછળ ના wheels માં રહેલી PMSM type ની મોટર થી આ ગાડી 0-40 km/h ની speed 5 સેકન્ડ માં પકડી લે છે. કંપની અનુસાર આ ગાડી ની running કોસ્ટ ફક્ત ₹0.50 ની પડે છે. આ કંપની એ પણ MG Motors ની જેમ જ BaaS program પણ રાખેલો છે જેમાં કંપની ₹2/km નો ચાર્જ લે છે. આપણે આગળ વાત કરી તેમ BaaS program અંતર્ગત Vayve Eva ની કિમત ₹3.25 લાખ થી ₹4.50 લાખ રહે છે જ્યારે BaaS program વગર કિમત ₹4 લાખ થી ₹6 લાખ વચ્ચે રહે છે. કંપની તેના પહેલા 25000 ગ્રાહકો ને બેટરી ની extended warranty અને 3 વર્ષ ની complimentary vehicle connectivity આપી રહી છે.

Vayve Eva rivals

હાલ માં MG Comet આ ગાડી ની મુખ્ય પ્રતિસ્પર્ધી ની ગણતરી માં આવે છે. આગળ ભવિષ્ય માં જો ભારત માં Hyundai Inster EV, Ligier Myli જેવી ગાડીઓ નું ભારત માં launching થાય તો આ બધી ગાડીઓ વચ્ચે ખરાખરી ની સ્પર્ધા થઈ શકે છે. આ સ્પર્ધા ને લીધે ભવિષ્ય માં આપણને આ સેગમેન્ટ માં એક ઉત્કૃષ્ટ ગાડી મળી શકે છે અને તે પણ value for money deal સાથે.

Image Source  Info source 

Also read : Bharat Global Mobility Expo 2025 ના પહેલા દિવસ ની 4 wheelers ની જલકો – જાણો કઈ કઈ કંપની પોતાની products ભારત માં launch કરવા જઈ રહી છે

Also read : 2025 ને બદલે 2026 ની શરૂઆત માં આવી શકે છે New Renault Duster and Renault Bigster : ફ્રાંસ ની કંપની ની આ real SUVs ની જોવાઈ રહી છે કાગડોળે રાહ

1 thought on “Vayve Eva -2026 ની ભારત ની સસ્તા મા સસ્તી ઇલેક્ટ્રિક ગાડી – બની શકે છે પહેલી Solar powered car : જાણો સંપૂર્ણ માહિતી”

Leave a Comment