હવે આપણને મળી જશે Honda Amaze CNG પણ – CNG kit નું fitment એ ડીલરશીપ દ્વારા જ કરવામાં આવશે

Newgen Amaze નું launching થતાં ની સાથે ઘણા લોકો ને પ્રશ્ન થતો હતો કે Amaze માં તેના મુખ્ય પ્રતિસ્પર્ધીઓ Hyundai Aura, Maruti Dzire અને TATA Tigor ની જેમ CNG નો વિકલ્પ આ વખતે પણ શા માટે આપવામાં નથી આવ્યો. પરંતુ હવે કંપની એ પણ આ દિશા માં એક મહત્વ નું પગલું માર્યું છે.  હવે આપણને Honda Amaze CNG ના વિકલ્પ માં પણ મળી જશે. જો કે અહી બીજી બધી ગાડીઓ ની જેમ company fitted CNG kit તો નહીં આવે પરંતુ અલગ અલગ ડીલરો દ્વારા આ માટે વ્યવસ્થા કરવામાં આવશે જેમાં RTO approved kit બેસાડવામાં આવશે. તો આવો આ વિષે આપણે વિસ્તાર થી માહિતી મેળવીએ.

Honda Amaze CNG

અત્યાર સુધી Honda તરફ થી તેની કોઈ પણ ગાડી માં factory fitted CNG kit આવતી ના હતી. પોતાની પેટ્રોલ ગાડી માં CNG કરાવવા માંગતા લોકો બહાર કોઈ ગેરેજ માં અથવા તો કોઈ authorized dealer પાસે થી CNG kit નું fitment કરાવતા હતા. માટે કંપની એ પણ આ દિશા માં એક પગલું આગળ વધારતા Honda ની અલગ અલગ ડીલરશીપ ને RTO approved kit નું fitment કરી આપતા અલગ અલગ suppliers સાથે સંલગ્ન રીતે કામ કરવાની સૂચના આપી અને CNG kit ના fitment ની વ્યવસ્થા પણ ડીલરશીપ પર જ થાય તેવી વ્યવસ્થા કરવાનું સૂચન કરવામાં આવ્યું જેથી Elevate, City અને હવે Newgen Amaze માં પણ ગ્રાહકો માટે CNG નું વિકલ્પ ઉપલબ્ધ થઈ ચૂક્યું છે.

અહી CNG નું વિકલ્પ ફક્ત Manual transmission સાથે જ ઉપલબ્ધ છે અને તે પણ ફક્ત private buyers એટલે કે ખાનગી વપરાશ માટે Amaze ખરીદવા માંગતા ગ્રાહકો માટે જ. આ પ્રક્રિયા માં સૌપ્રથમ તો ગ્રાહકે સામાન્ય manual પેટ્રોલ ગાડી જ ખરીદવાની રહે છે અને ત્યારબાદ ડીલરશીપ ને જાણ કરવાની રહે છે આથી ડીલરશીપ આપની ગાડી માં CNG kit ના fitment માટે થોડા દસ્તાવેજો સહી કરાવે છે જેથી CNG નું installation કરાવ્યા બાદ પણ આપની ગાડી માં કંપની દ્વારા અપાતી warranty પણ ચાલુ રહે. આ પછી યાદી માં આપની ગાડી નો નંબર આવતા ડીલરશીપ પર જ kit નું fitment કરાવવામાં આવે છે અને ત્યારબાદ ગાડી ને ફરી RTO મોકલવામાં આવે છે જેથી ગાડી નું registration ફક્ત પેટ્રોલ માંથી પેટ્રોલ-CNG કરી શકાય.

Honda Amaze CNG

અહી નોંધનીય છે કે CNG kit ના installation પછી પણ તમે ચાહો તો extended warranty ખરીદી શકો છો. CNG kit બેસાડવાનો ખર્ચ આમ તો અંદાજે ₹1 લાખ આવે છે પરંતુ આ કિમતમાં RTO અથવા CNG kit નું fitting કરતાં center ને અનુરૂપ થોડો ઘણો ફેરફાર આવી શકે છે. બીજી કોઈ પણ ગાડી ના CNG variant ની કિમત તેના પેટ્રોલ variant કરતાં લગભગ ₹1 લાખ વધુ જ હોય છે. અહી Honda Amaze માં CNG ની kit પછી થી બેસાડાવી પડે છે અને fitment અને registration માટે થોડો વધુ સમય આપવો પડે છે. એક 4 cylinder engine સાથે ગાડી અને તે પણ Honda ના એંજિન સાથે CNG નો વિકલ્પ મળતો હોય તો થોડો વધુ સમય આપવામાં પણ કઈ જ ખોટું નથી.

Newgen Amaze માં 1.2 liter naturally aspirated petrol engine આવે છે જે 90 hp નો પાવર અને 110 nm નો ટોર્ક પ્રદાન કરે છે, પરંતુ અહી દરેક CNG ગાડી ની જેમ CNG kit બેસાડાવ્યા બાદ ગાડી ના પાવર માં થોડો ઘટાડો લાગી શકે છે જો કે Honda એ તો આ વિષે કોઈ official statement નથી બહાર પાડ્યું છતાં પણ અમારી દ્રષ્ટિએ CNG માં ઓછું energy content હોવાને લીધે અહી પાવર પણ થોડો ઓછો મળે છે. જો કે હાલ ના સમય માં ગાડીઓ ના એંજિન ને પણ એ રીતે જ design અને tune કરવામાં આવે છે કે જેથી ચાલક ને વધુ માં વધુ પાવર CNG માં પણ મળી રહે.

Honda Amaze CNG

Newgen Honda Amaze નું booking અને test drive તો ગયા મહિના થી જ શરૂ થઈ ચૂક્યા છે અને આ મહિના ના અંત માં જ Honda Amaze ની deliveries શરૂ થવાની સંભાવના છે. Newgen Amaze ના launching પછી પણ તેમાં CNG નું વિકલ્પ ના હોવાના કારણે અને તેના પ્રતિસ્પર્ધીઓ કરતાં Amaze ની શરૂઆત ના મોડેલ ની કિમત થોડી વધુ હોવાના કારણે Amaze ના ધાર્યા sales figures મળશે કે કેમ તે વિષે થોડી આશંકાઓ હતી પરંતુ Honda એ CNG kit ના installation ની આ પ્રકારે વ્યવસ્થા ગોઠવીને એક masterstroke માર્યો છે.

Also read : All New Honda Amaze launched at ₹7.99 lakh ex showroom – strong rival of Dzire

Also read : Hefty Discounts on Nexa cars and Mahindra Thar Earth edition in last month of 2024

Also read : આકર્ષક 2 spoke steering wheel સાથે આવી રહી છે New Kia Syros 19 ડિસેમ્બર 2024 ના રોજ

2 thoughts on “હવે આપણને મળી જશે Honda Amaze CNG પણ – CNG kit નું fitment એ ડીલરશીપ દ્વારા જ કરવામાં આવશે”

Leave a Comment