દક્ષિણ કોરિયાઈ કંપની Hyundai એ 2025 ના પહેલા જ દિવસે પોતાની સૌથી સફળ ગાડી, કંપની માટે સૌથી વધુ sales figures લાવી આપતી અને ભારત માં compact SUV સેગમેન્ટ નો રાજા ગણાતી એવી Creta ના EV version ના આગમન ની આધિકારિક જાહેરાત પોતાના અધિકૃત Instagram handle પર આપી દીધી છે. આ સાથે જ હવે એ પણ નિશ્ચીત થઈ ચૂક્યું છે કે 17 જાન્યુઆરી થી ચાલુ થનાર Bharat Mobility expo માં New Creta EV ની કિમત વિષે અને તેની launching ની તારીખ વિષે વધુ માહિતી પણ જાણવા મળશે. જો કે આ વર્ષ 2025 માં ઘણી બધી compact SUV ના launching ની અટકળો ચાલી જ રહી છે, માટે કંપનીઓ જલ્દી થી જલ્દી પોતાની product બજાર માં ઉતારવા માટે ઉત્સુક છે.
કંપની એ તેના Instagram handle પર ની પોસ્ટ માં લખ્યું છે કે “Hyundai CRETA Electric તમારી વાહન ચલાવવાની રીતને કાયમ માટે બદલવા માટે તૈયાર છે. નવીનતા માટે ઉલ્ટી ગણતરી શરૂ થઈ ચૂકી છે! ટૂંક સમયમાં આવી રહી છે.” આ પોસ્ટ સાથે દીવાલ પર લાગેલું Hyundai નું જ charging device દેખાડવામાં આવ્યું છે. આ સાથે જ અહી તેના પછી ની પોસ્ટ માં જ New Creta EV ને ચાર્જિંગ માં રાખેલી દેખાડવામાં આવી છે. અહી આગળ ના ભાગ માં જ જ્યાં કંપની નો logo હોય છે ત્યાં જ ચાર્જિંગ પોર્ટ આપેલો છે અને આ પોસ્ટ માં પણ કહેવામાં આવ્યું છે કે New Creta EV ની નવી updates માટે તૈયાર રહો.
Creta ના EV version ના taste mules તો આમ તો ઘણા લાંબા સમય અલગ અલગ શહેરો ના રસ્તાઑ પર દેખાતા હતા અને હવે કંપનીએ પણ New Creta EV ના launching ને સુનિશ્ચીત કરી દીધું છે. અહી આપણે design ની વાત કરીએ તો હાલ ની 2024 માં launch થયેલી newgen Creta ને સમાન જ design language જોવા મળવાની છે. જો કે અહી exterior અને interior માં ICE vehicle અને EV vehicle ને અનુરૂપ ફેરફારો જોવા મળવાના છે. મૂળભૂત ફેરફાર અહી platform માં જોવા મળશે. New Creta EV માં હાલ માં EV ગાડીઓ માટે ઘણો જ પ્રચલીત એવો skateboard platform વાપરવામાં આવશે. અહી Hyundai નો જ K2 platform ઉપયોગ માં લેવામાં આવે તેવી સંભાવના છે.
New Creta EV માં 45 kWh ની ક્ષમતા સાથે ની બેટરી મળવાની સંભાવના છે, જે 136 bhp પાવર અને 255 nm નો ટોર્ક ઉત્પન્ન કરી આપે છે, આ સાથે 400-450 km ની સારી એવી range પણ મળી જવાની છે. અહી driving motor એ front wheel mounted મળવાની છે એટલે કે અહી front wheel drive setup મળી જવાનું છે. આ સિવાય બેટરી ના બીજા વિકલ્પો વિષે તો કોઈ માહિતી નથી પરંતુ 2025 માં આવનારી ઘણી ગાડીઓ માં variants અનુસાર બે બેટરી પેક ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. બંને માંથી મોટા બેટરી પેક માં all wheel drive નું વિકલ્પ જોવા મળે છે જ્યારે હાલ આ ગાડી વિષે આ પ્રકાર ની કોઈ માહિતી નથી.
Interior માં અહી 10.25 ઇંચનું digital instrument cluster અને 10.25 ઇંચની touchscreen infotainment system બંને એક જ panel માં સાથે, steering column-mounted drive selector, dual zone automatic climate control, 8 way electrically adjustable and ventilated seats, rotary dial drive mode selector, wireless charger, wireless android auto અને apple car play મળી જવાના છે. Safety ની દ્રષ્ટિએ અહી cruise control, auto-dimming IRVM, 6 airbags, level 2 ADAS, traction control, hill hold, hill decent control, ESP, EBD, 360º camera, rear disc brakes, electronic parking brake, TPMS વગેરે જેવા features મળી જવાના છે.
ભારત માં New Creta EV નાહાલ માં રહેલા પ્રતિસ્પર્ધીઓની વાત કરીએ તો MG Windsor, MG ZS EV, TATA Curvv EV, TATA Nexon EV, Mahindra BE 6 અને BE 9E, Mahindra XUV400 EV છે. જો કે આ વર્ષ માં launch થનારી TATA Harrier EV, TATA Safari EV, Maruti Suzuki e Vitara અને તેના જ પાયે આવનારી Toyota Urban Cruiser EV ગાડી વગેરે જેવા પ્રતિસ્પર્ધીઓ નો પણ સામનો કરવો પડશે. અહી એક અંદાજ પ્રમાણે New Creta EV ની કિમત ₹20 લાખ આસપાસ રહે તેવો અંદાજ છે. વધુ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો.
Also read : Creta Electric – 2025 ની શરૂઆતમાં જ compact SUVs નો રાજા હવે મળી જશે EV version માં, જાણો સંપૂર્ણ માહિતી
Also read : Ligier Myli – ફ્રાંસ ની આ કંપની subcompact EV દ્વારા 2025 માં કરી શકે છે ભારત માં પ્રવેશ : જાણો વધુ માહિતી
2 thoughts on “દેશ ની સૌથી સફળ compact SUV આવી રહી છે EV version માં – New Creta EV in 2025”