એક સમય એવો હતો કે ભારત ના રસ્તાઑ પર કોઈ EV ચાલતી અથવા કોઈ પણ ગાડી ની green એટલે કે લીલી નંબરપ્લેટ જોઈ ને લોકો ને કુતૂહલ થતું. છેલ્લા થોડા સમય માં ભારતીય ગ્રાહક પાસે EV ગાડીઓના ઘણા બધા વિકલ્પો ઉમેરાયા છે અને 2025 માં પણ આ વિકલ્પો માં ઉમેરો થવાનો છે. hatchback, sedan, compact SUV કે પછી SUV. આ બધા જ સેગમેન્ટ માં ગ્રાહક પાસે કોઈ ને કોઈ વિકલ્પ ઉપલબ્ધ જ હશે. પરંતુ અહી એક સેગમેન્ટ એવું છે જેમાં કિમત ની દ્રષ્ટિએ અને મોડેલ ની દ્રષ્ટિએ પણ હજુ પ્રગત્તી થવાની બાકી છે. આ સેગમેન્ટ માં જ આવી રહી છે Ligier Myli.
આ સેગમેન્ટ છે subcompact EVs નું. હાલ માં આ સેગમેન્ટ માં ભારત માં MG Comet EV ની જ હાજરી છે. Comet EV ની કિમત લગભગ ₹7-9.50 લાખ ની વચ્ચે રહે છે અને આ કિમત માં જ ઘણી entry level ની ગાડીઓ ઉપલબ્ધ હોય છે માટે આ પ્રકાર ની ગાડીઓ ની માંગ ઓછી રહે છે. તો પણ મોટા શહેરો ના રસ્તાઑ ની આજ ની સ્થિતિ જોઈએ તો એવું લાગે છે કે એક જગ્યાએ થી બીજી જગ્યાએ ગાડી કે બાઇકમાં જઈ ને ટ્રાફિક માં ફસાવા કરતાં પગપાળા ચાલ્યું જવું વધુ સારું. માટે જ આ પરિસ્થિતિઓ થી બચવા અને ટાઢ, તડકો અને વરસાદ થી બચવા હવે લોકો આ પ્રકાર ની subcompact EV ગાડીઓ નો પ્રયોગ વધારશે એવું લાગી રહ્યું છે.
Ligier Myli ભારત માં આવું એક વિકલ્પ સાબીત થાય તેવું લાગી રહ્યું છે. Ligier કંપની ની વાત કરીએ તો તે મૂળ France ની કંપની છે. ફ્રાંસ માં Myli ના ઇલેક્ટ્રિક variant નું વહેચાણ કંપની કરી રહી છે અને હવે ભારત માં પણ છેલ્લા થોડા સમય માં આ ગાડી ના taste mules જોવા મળ્યા છે. Ligier Myli ની લંબાઈ 2958 mm, પહોળાઈ 1499 mm, ઊંચાઈ 1541 mm છે અને 4.5 m ની turning radius મળી જાય છે. Ligier Myli એક 2 door અને 2 seater ગાડી છે અને Variant અનુસાર 13 ઇંચ થી 16 ઇંચ સુધી ના wheels પણ મળી જાય છે.
Ligier Myli માં 459 liter ની boot space મળી જાય છે અને આ ગાડી નું વજન આશરે 370-375 kg જેટલું છે. આ ગાડી ના ઉપલબ્ધ variants ની વાત કરીએ તો 4 variants મળી જાય છે જે છે Good, Ideal, Epic, Rebel. અહી variant ક્ષમતા અનુસાર 3 બેટરી મળી જાય છે. કંપની અનુસાર 4.14 kWh ની બેટરી માં 63 km સુધી ની range મળી જાય છે, 8.28 kWh ની બેટરી માં 123 km સુધી ની range મળી જાય છે જ્યારે 12.42 kWh ની બેટરી માં 192 km સુધી ની range મળી જાય છે. પાવર ની દ્રષ્ટિએ અહી 5.4 kW અને 10.2 nm નો ટોર્ક મળી જાય છે.
30 મિનિટ માં આ ગાડી 0-70% જેટલી ચાર્જ થઈ જાય છે અને તેના બેટરી પેક અનુસાર લગભગ 2 કલાક અને 30 મિનીટ જેટલા સમય માં fully charged પણ થઈ જાય છે. Ligier Myli મુખ્ય 6 color options green, white, black, red, blue અને grey માં મળી જાય છે, ઉપરાંત અહી 8 color shades પણ મળે છે, જે છે Glacier white, asphalt grey, pearlescent white metallic, intense black, graphite grey metallic, toledo red metallic, reef blue metallic અને velvet green metal.
આ compact ગાડી માં આવતા features ની વાત કરીએ તો અહી આગળ અને પાછળ એમ બંને માં 4 wheels disc brakes મળી જાય છે. પાછળ અહી dicky માટે નો tailgate fully glass door મળે છે. આ ગાડી માં મળતા features ની વાત કરીએ તો LED DRLs, projector headlamps, 10 ઇંચ ની infotainment display, android auto અને apple car play, automatic climate control, ventilated seats, electronic 3 spoke power steering wheel, rear parking camera, આગળ અને પાછળ defogger મળી જાય છે.
આમ તો આ ગાડી ફ્રાંસ સહીત બીજા દેશો માં ડીઝલ એંજિન માં પણ ઉપલબ્ધ છે પરંતુ અહી આ ગાડી ની EV માં જ આવવાની સંભાવના વધુ છે કારણ કે હાલ ની ભારતીય સરકાર ના ડીઝલ પ્રતિ ના આકરા નીતિ નિયમો ને જોતાં અહી લાગતું નથી કે હવે કંપનીઓ ડીઝલ માં વધુ ગાડીઓ launch કરે. Ligier Myli ની કિમત અને launch થવા વાળા variants જ હવે એક મજબૂત જમાપાસું બની રહેશે અને ખરેખર પોતાના status ને બાજુ માં રાખી ને ત્રણેય ઋતુઓ ના પ્રકોપ થી બચી ને ટૂંકા અંતર માટેની રોજીંદી મુસાફરી કરવા માટે રિક્ષાથી જરા એવું જ મોટું કદ ધરાવતી આ ગાડી એક સાચી સાથી બની ને રહેશે.
Also read : 2025 માં EV ના વાયરા ની સાથે કંપનીઓ hybrid ગાડીઓ પર પણ આપી રહી છે ધ્યાન-hybrid cars in India 2025
Also read : દેશ ની સૌથી સફળ compact SUV આવી રહી છે EV version માં – New Creta EV in 2025
3 thoughts on “Ligier Myli – ફ્રાંસ ની આ કંપની subcompact EV દ્વારા 2025 માં કરી શકે છે ભારત માં પ્રવેશ : જાણો વધુ માહિતી”