કોરિયન કંપનીઑ Kia અને Hyundai પણ કરી રહી છે hybrid powertrains પર કામ – 2027 સુધી માં ભારત માં આવી શકે છે Kia and Hyundai 3 row hybrid SUV

હજુ ગઈ કાલે જ આપણે આપણા દેશ ની જ કંપની Mahindra એ પોતાની subcompact SUV Mahindra XUV 3XO ના હાઇબ્રીડ વર્ઝન પર કામ કરી રહી છે તે વિષે એક આર્ટીકલ રજૂ કર્યો હતો અને આજે ભારત માં ધૂમ મચાવતી કોરિયન કંપનીઑ Kia અને Hyundai તરફ થી પણ કઈક આ પ્રકાર ના સંકેતો ની જ હવા આવી રહી છે. જેમ આપણે પહેલા પણ વાત કરી છે તેમ અને આગળ ના આર્ટિકલો માં પણ જોયું તેમ બધી જ કંપની ઇલેક્ટ્રિક સાથે hybrid powertrain પર પણ કામ કરી રહી છે. તો ચાલો આપણે Kia and Hyundai 3 row hybrid SUV વિષે વિસ્તાર માં જાણીએ.

Kia and Hyundai 3 row hybrid SUV

MQ4i ના codename થી કંપની ની અંતર્ગત બાબતો માં જાણીતી આ હાઇબ્રિડ ગાડી એ Kia ના વૈશ્વિક સ્તરે વહેચાતી Kia Sorento થી પ્રેરિત હશે અને તેમાં પણ Kia ની આ નવી હાઇબ્રિડ ગાડી માં Sorento માં વાપરવામાં આવેલ પ્લેટફોર્મ જ વાપરવામાં આવશે. Kia Sorento ની લંબાઈ 4810 mm, પહોળાઈ 1900 mm, ઊંચાઈ 1700 mm અને 2815 mm નો સારો એવો wheelbase મળી જાય છે. સાથે જ અહી આ ગાડી ની એક real SUV જેવી લાક્ષણિકતાઓ ને અનુસાર 176 mm નું ground clearance પણ મળી જાય છે. બની શકે કે કંપની ભારત માં ગાડીઓ ના વપરાશ ની સ્થિતિ અનુસાર અહી થોડા ફેરફારો કરે.

Kia and Hyundai 3 row hybrid SUV

Kia Sorento ના વૈશ્વિક સ્તરે વહેચાતા મોડેલ માં હાલ માં પેટ્રોલ અને ડીઝલ એમ બંને વિકલ્પો ઉપલબ્ધ છે. હાઇબ્રિડ મોડેલ માં 1.6 liter turbocharged petrol engine ને સેવા માં લેવામાં આવ્યું છે, જે 223 bhp પાવર અને 355 nm નો ટોર્ક પ્રદાન કરે છે. ભારત ની પરિસ્થિતિઓ અનુસાર કંપની એ આ આવનારી નવી હાઇબ્રિડ ગાડીનું એંજિન ભારત માં જ વિકસીત કરે અને અને ઉત્પાદન પણ ભારત માં જ કરે તેવી પૂરી સંભાવનાઓ છે. વધુ માં અહી હાલ માં ભારત માં રહેલી Kia ની ગાડીઓ માં આવતા 1.5 liter turbocharged petrol engine ને પણ hybrid powertrain તરીકે વિકસીત કરવામાં આવી શકે છે.

Kia and Hyundai 3 row hybrid SUV

Kia Sorento ના વૈશ્વીક મોડેલ માં મળતા આજ ના સમય માં આધુનિક features ની વાત કરીએ તો અહી 24 ઇંચ ની combined driver અને infotainment display, digital smart key, remote start/stop engine, ગાડી માં રહેલી ત્રણેય હરોળ માટે USB chargers, Bose premium audio system, sunroof, leather seat, automatic climate control, find my car, voice assist, ventilated અને heated seats, seat memory function વગેરે જેવા features મળી જાય છે.

Kia and Hyundai 3 row hybrid SUV

Safety ની દ્રષ્ટિએ 360º camera, lane change assist, digital rear view mirror, blind spot detection, differential lock, emergency brake assist, front અને rear collision warning, all terrain tires, terrain modes, hill hold assist, hill start assist, electronic parking brake વગેરે features મળી જાય છે.

Kia ની જ બહેન અને આમ જોવા જઈએ તો તેની માતૃકંપની Hyundai પણ આ જ પ્લેટફોર્મ ના પાયા પર ભારત માં પોતાની પહેલી હાઇબ્રિડ ગાડી ને launch કરવા જઈ રહી છે. Hyundai ની અંતર્ગત બાબતો માં આ મોડેલ નું codename હાલ માં Ni1i રાખવામાં આવેલું છે જેમાં કંપની 1.5 liter petrol engine સાથે જ આ ગાડી ને રજૂ કરી શકે છે. Hyundai અને Kia ની આ પહેલી હાઇબ્રિડ ગાડી એ આમ તો Kia Sorento ની design language ને આધારિત હશે પરંતુક અહી ભારત માટે આગળ અને પાછળ ના બમ્પર માં થોડા ઘણા ફેરફરો જોવા મળી શકે છે અને headlights અને taillights પણ અહી નવી design થયેલી જોવા મળી શકે છે.

Kia and Hyundai 3 row hybrid SUV

ભારત માં Kia આ ગાડી નું તેના અનંતપુર, આંધ્ર પ્રદેશ ખાતે આવેલા પ્લાન્ટ માં શરૂ કરશે જ્યારે Hyundai એ તેના હમણાં જ ખરીદેલા તાલેગાઓ, મહારાષ્ટ્ર ખાતે ના પ્લાંટ માં તેની પહેલી હાઇબ્રિડ ગાડી નું ઉત્પાદન શરૂ કરશે. આ બંને કંપની ઑ સહીત લગભગ બધી જ ઑટોમોબાઇલ કંપનીઑ ભારત ને જ પોતાનું manufacturing hub બનાવવા માંગે છે અને અહી જ વધુ માં વધુ units નું ઉત્પાદન કરી ને અહી થી જ નિર્યાત કરવા માંગે છે. આ પરિસ્થિતિ એ હાલ ની સરકાર ની ઉત્પાદન ના એકમો તરફી સુગમતા ભરેલી નીતિઓ ને આભારી છે જેથી દેશ માં નોકરીઓ વધે છે અને દેશ ની ઈકોનોમી ને પણ નોંધપાત્ર બળ મળે છે.

Kia and Hyundai 3 row hybrid SUV

હાલ માં ભારત માં Hybrid SUV ના સેગમેન્ટ માં Toyota Innova Hycross જ એક માત્ર ગાડી છે જ્યારે આવનાર સમય માં Maruti Suzuki પોતાની હાઇબ્રિડ ગાડી Grand Vitara નું 7 seater version ભારત માં launch કરવાની છે અને તેના પગલે Toyota તેના અને Maruti Suzuki સાથે ના તેના collaboration અંતર્ગત Grand VItara પર આધારિત તેની હાઇબ્રિડ ગાડી Hyryder નું 7 seater version બજાર માં લઈ આવશે. આ બંને ગાડીઓ Kia ની અને Hyundai ની આવનારી હાઇબ્રિડ ગાડીઓ ના પ્રથમ પ્રતિસ્પર્ધીઓ હશે.

આપણે પણ છેલ્લા થોડા સમય થી હાઇબ્રિડ ટેકનોલોજી પર ધ્યાન આપવા માંગતી અને આ દીશા મા કામ કરતી કંપની ઑ વિષે આર્ટિકલો રજૂ કર્યા છે. ઇલેક્ટ્રિક ગાડીઓ કેટલી અસરકારક છે અને તેને ચાર્જ કરવા માટે કઈ રીતે વીજળી નું ઉત્પાદન કરવામાં આવે છે તે અંગે પણ આપણે વિસ્તાર થી એક આર્ટીકલ રજૂ કરેલો છે. દેશ માં હજી ચાર્જિંગ સ્ટેશનો ના માળખા ને વધુ માં વધુ વિસ્તૃત કરવા પર હજુ ઘણું કામ કરવાનું બાકી છે. ત્યાં સુધી અમારી દ્રષ્ટિએ હાઇબ્રિડ ગાડીઓ એક ઉત્કૃષ્ટ વિકલ્પ બની ને રહેશે.

Image source Info source

Also read : 2028 સુધી માં આવી શકે છે Maruti Suzuki ની subcompact hatchback EV – Suzuki eWX concept ના નામ થી રજૂ થઈ ચૂકી છે auto expo માં

Also read : 2025 માં EV ના વાયરા ની સાથે કંપનીઓ hybrid ગાડીઓ પર પણ આપી રહી છે ધ્યાન-hybrid cars in India 2025

Leave a Comment