હવે થી Renault ની બધી ગાડીઓ પર મળશે વધુ સમય અને વધુ km માટે standard and extended warranty – નવી Duster માટે પણ પડશે લાગુ

અંગ્રેજી નવા વર્ષ ના અવસર પર ફ્રેંચ કંપની Renault એ પોતાના બધા જ મોડેલ્સ પર મળતી standard and extended warranty માં વધારો કરી દીધો છે. હાલ માં ભારત માં ઉપલબ્ધ Renault ની ત્રણ ગાડીઓ છે જેમાં compact hatchback Kwid, MPV Triber અને compact SUV Kiger નો સમાવેશ થાય છે. પહેલા આ બધી જ અને બીજી પણ Renault ની ગાડીઓ પર 2 વર્ષ/50,000 km ની standard warranty મળતી હતી. હવે ગ્રાહકો ને મન ની અપાર શાંતિ અર્પવા માટે કંપની એ અંગ્રેજી નવા વર્ષ નિમીતે અહી સારા એવા ફેરફારો કર્યા છે.

standard and extended warranty in Renault cars

જાન્યુઆરી 1 2025 ના દિવસે અને તે પછી વહેચાયેલી કોઈ પણ Renault ની ગાડી પર હવેથી 3 વર્ષ/1,00,000 km સુધી ની standard company warranty મળશે. આ standard warranty માં ગાડી માં રહેલ કોઈ પણ electrical fault, mechanical fault, manufacturing defect અને ગાડી પર servicing દરમ્યાન કોઈ servicing defect રહી જાય અથવા તો કોઈ workmanship error એટલે કે કારીગર ની કોઈ પણ ત્રુટિ નો સમાવેશ થઈ જશે. કંપની નો આ નિર્ણય એ કંપની ના પોતાની ગાડીઓ ની ક્ષમતા અને ગુણવતા પર રહેલા વિશ્વાસ ને સ્પષ્ટ કરે છે. ઉપરાંત અહી હવેથી standard company warranty ની સાથે 24×7 નું road side assistance પણ complimentary એટલે કે વિનામૂલ્યે મળી જાય છે.

આ સાથે જ કંપની એ પોતાની ગાડીઓ પર મળતી extended warranty માં મળતા km માં પણ વધારો કર્યો છે. 3 વર્ષ અને 1,00,000 km સુધી ની મળતી company standard warranty ઉપરાંત જો તમે extended warranty લેવા માંગતા હો તો તમે 4 વર્ષ/1,20,000 km થી 7 વર્ષ/unlimited km સુધી ની extended warranty ડીલરશીપ પાસે થી જ ખરીદી શકો છો. અહી Renault ના અલગ અલગ મોડેલ્સ અનુસાર 4 વર્ષ/1,20,000 km ની extended warranty થી લઈ ને 7 વર્ષ/unlimited km extended warranty ની અલગ અલગ કિમતો છે.

standard and extended warranty in Renault cars

Kwid માટે 4 વર્ષ/1,20,000 km ની extended warranty ની કિમત આશરે ₹5142 છે જ્યારે Kiger માટે આ જ extended warranty ની આશરે કિમત ₹6605 છે અને Triber માટે 4 વર્ષ/1,20,000 km ની extended warranty ની કિમત આશરે ₹8164 છે. આ જ રીતે અલગ અલગ મોડેલ માટે સમય અને km અનુસાર extended warranty ની અલગ અલગ કિમત રાખવામાં આવી છે. તમે ગાડી ખરીદતી વખતે જ તમારી જરૂરિયાત અનુસાર ની extended warranty પસંદ કરી ને તેના પૈસા ચૂકવી ને શરૂ કરવી શકો છો અથવા તો 3 વર્ષ ની standard company warranty ચાલુ હોય તે દરમ્યાન પણ ગમે ત્યારે extended warranty નો ઉમેરો કરાવી શકો છો.

અહી એક વાત નોંધનીય છે કે અમારી દ્રષ્ટિએ અને અમે બજાર માં નોંધ્યું છે તે અનુસાર સામાન્ય રીતે જ્યારે ગાડી ખરીદતી વખતે જ ગ્રાહક extended warranty પણ સાથે ખરીદે છે ત્યારે તેને ઓછું premium એટલે કે તેને ખરીદેલી extended warranty ની ઓછી કિમત ચૂકવવી પડે છે. પરંતુ જ્યારે ગ્રાહક standard warranty લગભગ પૂરી જ થવાની હોય તે સમયગાળા માં extended warranty ખરીદે છે ત્યારે તેને આ જ extended warranty ની થોડી વધુ કિમત ચૂકવવી પડે છે. જો કે આ વિષે કંપની વિષે તો કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. અહી પણ extended warranty ની સાથે વિનામૂલ્યે 24×7 નું road side assistance મળી જાય છે.

standard and extended warranty in Renault cars

Renault Duster નું ઉત્પાદન અને વહેચાણ જ્યારે બંધ થયું ત્યારે કંપની પાસે વહેચવા લાયક એક Kwid જ બચી હતી. હવે એ તો સ્વાભાવિક વાત છે કે કોઈ પણ કંપની પોતાની ફક્ત એક જ પ્રોડક્ટ ના વહેચાણ ઉપર તો કાઇ ચાલી ના શકે ને !!! આ સમયે એવી અટકળો હતી કે Ford અને Chevrolet ની જેમ Renault પણ ભારત ના બજારો ને મૂકી ને ચાલી જશે. પરંતુ અહી કંપની એ Triber અને Kiger ના launching પછી સારું એવું એક sales figures નું છત્ર મેળવ્યું અને કંપની ટકી રહી.

Nissan સાથે ના Renault ના collaboration ને Honda અને Nissan ના merger ના સમાચારો થી ધક્કો લાગ્યો છે અને Nissan ની પણ આર્થિક હાલત કઈ સારી ના હોવાથી તેની અસર પણ Renault ની છબી ને થઈ હતી. હવે 2025 માં પણ Renault એ પોતાની સૌથી સફળ real SUV Duster ને launch કરવાની છે અને આ વિષે પણ આપણે એક આર્ટીકલ રજૂ કરેલો જ છે. Standard company warranty અને extended warranty માં આ રીતના positive changes લાવી ને કંપની પોતાની ગાડીઓમાં લોકો નો વિશ્વાસ બેસાડવા માંગે છે અને આગામી આવનારી New Renault Duster અને 7 seater Duster માટે પણ એક મજબૂત તખ્તો તૈયાર કરવા માંગે છે.

Renault India ના MD Mr. M Venkatram એ પણ આ press release માં કહ્યું છે કે ” Renault પાસે નવીન, ભરોસાપાત્ર ઉકેલો પહોંચાડવાનો વારસો છે જેને લીધે અમે અમારા ગ્રાહકોનો વિશ્વાસ કમાયા છે. 2025માં ખરીદેલા તમામ વાહનો પર 3-વર્ષની standard company warranty ની રજૂઆત સાથે અમે અમારી કારની ગુણવત્તા અને માલિકીના અનુભવને વધારવા માટેના અમારા સમર્પણમાં અમારા વિશ્વાસને પુનઃપુષ્ટ કરીએ છીએ. અમે આવી નોંધપાત્ર ખરીદી કરતી વખતે માનસિક શાંતિના મહત્વને સમજીએ છીએ અને આ પહેલ ગ્રાહકોને અમે જે પણ કરીએ છીએ તેના કેન્દ્રમાં રાખવાની અમારી અતૂટ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે, અમે દરેક મુસાફરી લાભદાયી અને ચિંતામુક્ત છે તેની ખાતરી આપવા માંગીએ છીએ. ”

Image & info source

Also read : Creta Electric – 2025 ની શરૂઆતમાં જ compact SUVs નો રાજા હવે મળી જશે EV version માં, જાણો સંપૂર્ણ માહિતી

Also read : રસ્તાઑ પર દેખાઈ છે ફરી એક વાર TATA Harrier EV – 2025 TATA ની બીજી ગાડીઓ ના પણ facelift આવી શકે છે

Leave a Comment