2024 નું આખું વર્ષ ઘણા બધા launchings થી ભરેલું રહ્યું. આ બધા launchings માં ICE engine વાળી એટલે કે પેટ્રોલ/ડીઝલ/CNG થી ચાલતી ગાડીઓ કરતાં અહી ઘણી બધી ઇલેક્ટ્રિક ગાડીઓ ના launchings ની ભરમાર રહી. હજુ 2025 માં પણ Hyundai Creta EV, TATA Harrier EV, Maruti Suzuki e Vitara વગેરે જેવી ગાડીઓ નું launching બાકી છે ત્યારે કંપનીઓ હવે hybrid cars ના વિકલ્પો પર પણ ધ્યાન આપવા માંગે છે. 2025 માં જાપાનીઝ કંપની Honda પણ હવે hybrid ગાડીઓ પર વધુ ધ્યાન આપવા માંગે છે તેના વિષય પર આપણે હમણાં જ એક આર્ટીકલ પ્રકાશિત કર્યો હતો અને આજે બીજી કંપનીઓ વિષે પણ થોડી માહિતી મેળવીશું.
ઘણા લાંબા સમય થી આપણે કોઈ ના કોઈ ના મોઢે થી સાંભળ્યું જ હોય છે કે પેટ્રોલ અને ડીઝલ હવે 20 25 વર્ષ જ છે, પછી તો આપણે પાછું બળદગાડા માં ફરવું પડશે. પરંતુ ટેકનોલોજી એ આજે નવીનીકરણ થી પ્રાપ્ત થતી ઉર્જા ના સ્ત્રોતો શોધી લીધા છે અને આ ઉર્જા વડે પણ વાહન ને ચાર્જ કરી ને ચલાવી શકાય છે તે તકનીક પણ હવે બહોળા પ્રમાણ માં વિકસીત થઈ ચૂકી છે. પરંતુ હાલ ના સમય માં ઇલેક્ટ્રિક વાહનો ને ચલાવવા કેટલા યોગ્ય છે અને તેના ફાયદા અને નુક્સાન વિષે પણ આપણે બહુ વિસ્તાર થી ચર્ચા કરતો એક સારો એવો આર્ટીકલ રજૂ કરેલો છે.
અમારી દ્રષ્ટિએ આરબ દેશો ના કૂવાઓ માં હજુ 30 35 વર્ષ જેટલો crude oil નો જથ્થો ભરેલો છે અને તેમના બે ત્રણ કૂવાઓ ના તળિયા દેખાય ત્યાં તો બીજા કોઈ દેશ માં કે બીજી જગ્યાઓ એ બીજો નવો જથ્થો મળી આવે છે પરંતુ આ બધુ પતી જાય ત્યારબાદ ઇલેક્ટ્રિક વાહનો જ કામ માં આવશે. પણ ત્યાં સુધી દુનિયાભર ના દેશો ની સરકારો અને ઓટોમોબાઈલ કંપનીઓ પેટ્રોલ કરતાં વધુ પ્રદૂષણકર્તા એવા ડીઝલ એંજિન પર પોતાની નિર્ભરતા ઘટાડવા માંગે છે અને ત્યારે જ hybrid cars એક સારો એવો વિકલ્પ ઊભરી ને આવે છે. આ પ્રકાર ના વાહનો એંજિન ના પાવર ની સાથે સાથે બેટરી ના પાવર નો પણ વાહન ના પ્રકાર અને જરૂરિયાત અનુસાર ઉપયોગ કરે છે.
ભારત માં હાલ માં ઇલેકટ્રીક વાહનો ના ચાર્જિંગ માટે ના ચાર્જિંગ સ્ટેશનો નું સારું એવું માળખું વિકાસ પામ્યું છે પણ હજુ આ દિશા માં ઘણું કામ થવાનું બાકી છે માટે અહી એ પ્રકાર ની hybrid cars નું સારું એવું માર્કેટ ઉપલબ્ધ છે કે જેમાં regenerative system સાથે બેટરી આવે છે અને ચાલતી ગાડી માં જ ચાર્જ થયા કરે છે. આ દિશા માં જ Maruti Suzuki, Hyundai, MG, Honda અને ભારતની પણ કંપનીઓ જેવી કે TATA અને Mahindra પણ કામ કરી રહ્યા છે. 2025 માં આપણને આ સંદર્ભમાં launchings જોવા મળી શકે છે. હાલ માં ભારત માં Maruti Suzuki Grand Vitara, Maruti Suzuki Invicto, Toyota Hyryder, Toyota Innova Hycross, Toyota Camry, Honda City વગેરે જેવી hybrid ગાડીઓ ઉપલબ્ધ છે.
Maruti Suzuki અને Toyota ના OEM collaboration ના ભાગ રૂપે આ બંને કંપનીઓ 2025 માં પોતાની Grand Vitara અને Hyryder નું 7 seater version ભારતીય બજારો માં launch કરી શકે છે. અહી પણ ગ્રાહકો ને captain સીટ વાળું 6 seater version અને bench seat વાળું 7 seater version એમ બંને વિકલ્પ મળી જાય તેવું લાગી રહ્યું છે. થોડા સમય પહેલા જ e Vitara ની સાથે design ની સમાનતા ધરાવતું એક 7 seater taste mule પણ જોવા મળ્યું હતું. ઉપરાંત Maruti Suzuki ની premium hatchback Fronx નું પણ એક facelift મોડેલ આવશે જેમાં ભારત માં જ કંપની દ્વારા વિકસીત થયેલી hybrid technology મળી શકે છે. Toyota તરફ થી પણ Fortuner નું mild hybrid variant આવાની પણ અટકળો ચાલી રહી છે.
TATA અને Mahindra પણ પોતાની ઇલેક્ટ્રિક ગાડીઓના launchings પર કામ કરવાની સાથે સાથે hybrid cars ની દિશા માં પણ platform ની વિકસીત કરી રહ્યા છે. MG motors કે જે આમ તો China ની માલિકી ની કંપની છે અને છેલ્લા થોડા સમય માં ભારત માં ઇલેક્ટ્રિક ગાડીઑ માં અમુક મોડેલો પણ launch કરેલ છે તે પણ EV ની સાથે સાથે hybrid models ના વિકાસ પર પણ એટલું જ ધ્યાન આપી રહી છે. Korean કંપની Hyundai પણ પોતાની suv Tucson ના platform પર પોતાની એક ઘણી જ premium 7 seater SUV ના ભારત માં જ manufacturing અને development પર કામ કરી રહી છે.
2025 માં જો તમે કોઈ EV અથવા તો કોઈ પેટ્રોલ અથવા ડીઝલ ગાડી લેવાનું વિચારી રહ્યા હોવ તો ભારત માં આ ગાડીઓ ના launching ની રાહ જોવી એ ઘણું ફાયદાકારક નીવડી શકે છે. બળતણ ના ખર્ચ માંથી બચવા માટે વધુ પૈસા ચૂકવી ને ઇલેક્ટ્રિક ગાડી લેવી અને પછી તેના ચાર્જિંગ માટે રાહ જોવી તેના કરતાં સારી એવી fuel economy ધરાવતી strong hybrid car લેવી એ અમારી દ્રષ્ટિએ તો હાલ પૂરતું ફાયદાકારક નીવડશે. આ ગાડીઓ માં પેટ્રોલ એંજિન હોવાને કારણે વાતાવરણ માં થતાં પ્રદૂષણ માં પણ ઘટાડો થશે અને આપણને પણ સારી એવી mileage અને value for money deal મળી રહેશે અને જો સરકાર પણ EV ની જેમ hybrid cars ને પણ પ્રોત્સાહન આપે તોતો સોના માં સુગંધ ભળી જાય.
Also read : 2025 મા આ જાપાનીઝ કંપની EV ને બદલે strong hybrid પર વધુ ધ્યાન આપવા માંગે છે – જાણો કારણો અને તથ્યો
4 thoughts on “2025 માં EV ના વાયરા ની સાથે કંપનીઓ hybrid ગાડીઓ પર પણ આપી રહી છે ધ્યાન-hybrid cars in India 2025”