Discount on Amaze – Amaze ના 2nd gen મોડેલ પર મળી રહ્યું છે 2 લાખ સુધી નું huge discount !!! કારણ શું છે આ discount નું ??

4 ડિસેમ્બરના રોજ Honda એ new 3rd generation Amaze ને ભારત માં launch કરી અને આ સાથે કંપની એ 2nd generation Amaze નું પણ વહેચાણ ચાલુ જ રાખ્યું છે. હવે સ્વાભાવિક રીતે નવી Amaze નું launching થતાં તેની પહેલા ના મોડેલ ના વહેચાણ પર સારી એવી અસર થવાની જ છે. જો કે ગમે તે ગાડી અથવા તો બાઇક નું નવું મોડેલ આવે એટલે તેની પહેલા ના મોડેલ નું વહેચાણ નહિવત જ થઈ જાય અને આ બધા units કંપની ના stock yards માં ધૂળ ખાતા રહે. આ મુશ્કેલીઓને નિવારવા માટે જ કંપનીઓ આવા units ને discounted price સાથે વહેચી નાખે છે અને ઘણા ગ્રાહકો ને આ રીતે જ value for money deal મળી જાય છે.

Discount on Amaze

Honda City ની જ્યારે 5th generation ને launch કરવામાં આવી હતી ત્યારે પણ 4th generation City નું પણ વહેચાણ ચાલુ જ રાખવામાં આવ્યું હતું અને તે પણ સારા એવા લાંબા સમય માટે. આ જ રીતે હાલ માં જ launch થયેલી 4th generation Dzire ની સાથે જ Maruti Suzuki એ તેની 3rd generation Dzire નું પણ વહેચાણ ચાલુ જ રાખ્યું છે. ભલે આ જૂના મોડેલ્સ ની માંગ અનુસાર કંપનીઓ અલગ અલગ રીતે offers અને discount આપતી રહે છે અને આ જૂનો સ્ટોક ખાલી કરે છે. અમારી દ્રષ્ટિએ તો ગ્રાહકોને પણ આ discount અને offers નો સારો લાભ મળે છે અને ઓછી કિમતે પણ સારી deal મળી રહે છે.

Discount on Amaze

હવે આપણી ગુજરાતી ગણતરી માં એક વાત એ પણ આવે કે અત્યારે આપણે 2nd generation Amaze લઈ તો લઈએ પણ 4-5 વર્ષ પછી જ્યારે આ ગાડી ને વહેચવાનો સમય આવે ત્યારે આપણને આ ગાડી ને resale value ઓછી મળે. વાત તો મુદ્દા ની છે પરંતુ અહી એ પણ સાંખ્ય મા લેવાનું છે કે ગાડી ખરીદતી વખતે આપણને ₹1-2 લાખ જેટલી કિમત નું discount અને offers મળી ચૂકી હોય છે માટે ફરીથી આ ગાડી ને second hand market માં વહેચતી વખતે જો થોડા ઓછા પૈસા પણ મળે તો પણ આપણને ખાસ કઈ નુકસાન જાય તેમ નથી.

અહી એ વાત પણ નોંધનીય છે કે new 3rd gen Amaze અને 2nd gen Amaze ના એંજિન માં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી. બંને generations માં એક સમાન જ 1.2 liter 4 cylinder naturally aspirated petrol engine મળે છે કે જે 5 speed manual અને CVT automatic એમ બંને gearbox માં મળી જાય છે. આ પેટ્રોલ એંજિન 90 bhp પાવર અને 110 nm નો ટોર્ક ઉત્પન્ન કરે છે અને front wheel drive setup સાથે આવે છે, માટે અહી performance ની દ્રષ્ટિએ આપણને કોઈ પણ પ્રકાર ની કમી જોવા મળવાની નથી. હા, અંદરની cabin space, features અને કંપની ની દ્રષ્ટિએ suspensions માં 3rd gen Amaze આગળ નીકળી જાય છે.

Discount on Amaze

હવે આવે છે મુખ્ય વાત કે અહી 2nd gen Amaze પર discount કેટલું મળી રહ્યું છે ??? top variant VX પર ₹1.12 લાખ નું cash discount તો મળી જ રહ્યું છે અને ઉપરાંત અહી અન્ય offers અને showroom અનુસાર કોઈ complimentary accessories અથવા gifts સહીત આ કિમત ₹2 લાખ સુધી જઈ શકે છે. E variant પર ₹62,000 અને S variant પર ₹70,000 સુધી નું discount હાલ માં ઉપલબ્ધ છે. અહી મળતા discount એ તમારા શહેર અને ડીલરશીપ પર આધારિત છે અને અપાતાં discount ની કિમત પણ તેમની પાસે રહેલા હાજર સ્ટોક પર નિર્ભર કરે છે.

અમારી દ્રષ્ટિએ તો આ તક ને ચૂકવા જેવુ નથી જો તમને Honda જેના માટે સૌથી વધુ નામના ધરાવે છે તે reliability ને ખરીદવામાં રસ હોય. અહી ફક્ત ગાડી ના દેખાવ અને અમુક features ને જતાં કરવામાં તમને જરા પણ અડચણ ના હોય તો MY24 નું Amaze નું મોડેલ તમે આરામ થી ખરીદી શકો છો. જો કોઈ ડીલરશીપ પાસે MY23 ના કોઈ મોડેલ બચ્યા હોય તો અહી તમને હજુ વધુ discount અને offers મળવાની સંભાવના છે.નવી 3rd gen Amaze ની કિમત લગભગ ₹8-11 લાખ ex showroom ની વચ્ચે રહે છે જ્યારે 2nd gen Amaze ની કિમત ₹7.20-10 લાખ ex showroom ની વચ્ચે રહે છે.

Discount on Amaze

હાલ માં Amaze ના launching વખતે Honda એ પોતાની નવી extended warranty ની scheme પણ જાહેર કરી છે, જેમાં ગ્રાહક 8 વર્ષ થી પણ વધુ માટે પોતાની ગાડી ની warranty ને વધારી શકે છે. માટે MY24 કે MY23 ના કોઈ મોડેલ ની ખરીદી પર જો આ extended warranty ને ચાલુ કરાવવી શક્ય હોય તો તો પછી સોના માં સુગંધ ભળી જાય! discount માં બચેલા પૈસા માંથી બહુ થોડા પૈસા આપી ને તમે extended warranty લઈ શકો છો અને લાંબા સમય માટે piece of mind મેળવી શકો છો.

Image source

Also read : શું જાપાન થી વધુ એક merger ના સમાચાર છે? Nissan and Honda ના MoU બાદ હવે શું થશે આ બંને નું પણ merger ???

Also read : 2025 મા આ જાપાનીઝ કંપની EV ને બદલે strong hybrid પર વધુ ધ્યાન આપવા માંગે છે – જાણો કારણો અને તથ્યો

Also read : 2025 માં EV ના વાયરા ની સાથે કંપનીઓ hybrid ગાડીઓ પર પણ આપી રહી છે ધ્યાન-hybrid cars in India 2025

2 thoughts on “Discount on Amaze – Amaze ના 2nd gen મોડેલ પર મળી રહ્યું છે 2 લાખ સુધી નું huge discount !!! કારણ શું છે આ discount નું ??”

Leave a Comment