આવતી કાલે યોજાનાર Bharat Global Mobility Global Expo 2025 લગભગ બધી જ કંપનીઑ તરફ થી ઇલેક્ટ્રિક ગાડીઓ રજૂ થવાની જ છે જેમાં 6 seater, 7 seater, premium MPVs, hatchbacks, sedans વગેરે જેવી ગાડીઓ નો સમાવેશ થાય છે. આ auto expo માં Maruti Suzuki તરફ થી પણ તેની e Vitara નું ભારત માટે નું પ્રોડક્શન મોડેલ રજૂ થઈ શકે છે. વધુ માં અહી Maruti Suzuki નજીક ના ભવિષ્ય માં જ પોતાની સફળ compact hybrid suv Grand Vitara નું 7 seater version પણ લાવી શકે. આ સમયે કંપની એ અલગ અલગ ઓટો એક્સપો માં રજૂ કરેલ તેના Suzuki eWX concept ના પણ ભારત માં આવવાના સંકેતો આપ્યા છે.
જેમ આપણે જાણીએ છીએ તેમ 2024 નું આખું વર્ષ એ ઇલેક્ટ્રિક ગાડીઓના launching થી ભરપૂર રહ્યું છે. એક small mid range EV સિવાય ના બધા જ સેગમેન્ટ માં કોઈ ને કોઈ ગાડી નું launching થયેલું જ છે. પરંતુ હજુ અહી એક સેગમેન્ટ માં ઇલેક્ટ્રિક ગાડી નું launching બાકી છે જે છે subcompact MPV અને subcompact hatchbacks. આ બંને સેગમેન્ટમાં ગાડી ના કદ અને કિમતો ની સાથે હજુ થોડા વિકલ્પો ની કમી વર્તાઇ રહી છે. થોડા દિવસો પહેલા જ ફ્રાંસ ની કંપની Ligier ની Myli subcompact hatchback ના ભારત માં આગમન વિષે અમે એક આર્ટીકલ રજૂ કરેલો હતો. ત્યારે હવે Suzuki પણ આ જ empty space માં પોતાની ગાડી ને વિકસીત કરવા પર ધ્યાન આપી રહી છે.
Maruti Suzuki 2031 સુધી માં ભારત ના ઊભરતા EV માર્કેટ માં 6 ગાડીઓ ને launch કરવા માટે કમર કસી રહી છે અને આ 6 ગાડીઓ માંથી એક ગાડી ના launching અને પ્રોડક્શન મોડેલ ને રજૂ કરવાની આ ઓટો એક્સપો માં e Vitara ના રૂપે શરૂઆત પણ થઈ જવાની છે. ત્યારબાદ કંપની Y2V codename થી ઓળખાતી આ subcompact entry level EV પર કામ શરૂ કરી દેશે. Y2V ની design language આમ તો ઘણી જ futuristic અને હાલ માં આવતી ઇલેક્ટ્રિક ગાડીઓ થી અલગ હશે અને લગભગ eWX concept ની design ને આધારિત જ હશે. આ ગાડી 4 seater અથવા 5 seater અને 4 door ગાડી હશે જે દેખાવ માં Maruti Suzuki ની WagonR ની જેમ boxy design માં લાગી રહી છે.
આ ગાડીમાં મધ્યમ range માટે ની 35 kWh ની બેટરી આવી શકે છે જે શહેર માં ને શહેર માં જ ટુંકી જગ્યાઓ માં મુસાફરી કરવા માંગતા લોકો માટે સવલતભર્યું રહે છે. વધુ માં અહી eWX ની બેટરી ની ક્ષમતા ઓછી અને કંપની પણ આ ગાડી ને એક entry level EV તરીકે રજૂ કરવાની હોવાથી આ ગાડી ની કિમત પણ ઘણી ઓછી જ રાખવામાં આવશે. e Vitara માં 60 kWh નું બેટરીપેક આવવાની સંભાવના છે જ્યારે eWX માં 35 kWh નું જ બેટરીપેક આવવાનું હોવાથી અહી આપણે 200-250 km ની અંદાજીત range મળી જવાની સંભાવના છે. આ range એ એક જ શહેર માં એક જગ્યાએ થી બીજી જગ્યા એ જવા માટે પૂરતી રહે છે.
કંપની ના સંકેતો અનુસાર અહી આવનાર ભવિષ્ય માં ભારત માં ઇલેક્ટ્રિક ગાડીઓ ની માંગ જોતાં આગળ ના નિર્ણયો કરવમાં આવશે. Maruti Suzuki એ eWX ની ટેક્નૉલૉજી અને બેટરી બંને ને ભારત માં જ વિકસીત કરવાનું અને આ ગાડી નું ઉત્પાદન પણ ભારત માં જ કરવાનું નક્કી કર્યું છે માટે અહી સ્થાનીય સ્તર પર જ ઉત્પાદન બધી જ કંપની ઑ ને સસ્તું પડી શકે છે જ્યારે બહાર ના દેશો માં ગાડી નું અથવા તો ગાડી ના અમુક ભાગો કે બેટરી નું ઉત્પાદન બહાર ના દેશો માં કરાવીને ભારત માં આયાત કરવાનું પ્રમાણ માં મોંઘું પડે માટે જ કંપની ઑ અહી જ ઉત્પાદન કરવા માં માંને છે અને વળી અહી થી પોતાના અમુક units ને નિર્યાત કરવામાં માંને છે.
હાલ માં આપણે આગળ વાત કરી તેમ entry level ની compact hatchbacks માં હાલ માં ભારત માં TATA Punch EV, TATA Tiago EV અને MG Comet EV જેવા જ વિકલ્પો ઉપલબ્ધ છે અને Maruti Suzuki એ પોતાની જૂની છાપ અને અત્યંત સફળ business strategies અનુસાર સામાન્ય માણસ ને પોસાય અને કિમત માં પણ લોકો ના ખિસ્સા પર ઓછા માં ઓછું વજન કરે તેવા જ સેગમેન્ટ ની ગાડીઓ પર વધુ કામ કરે છે. વધુ માં આ ગાડી એ WagonR ની જેમ ટેક્સી ચાલકો ની પણ પસંદગી બની શકે છે. eWX ના ભારત માં launching સાથે જ કંપની TATA પાસે થી તેનો સૌથી વધુ ગાડીઓ બનાવનારી કંપની નો તાજ પરત લેવા માટે આગળ વધી રહી છે.
Info source Image source 1 Image source 2
Also read : Ligier Myli – ફ્રાંસ ની આ કંપની subcompact EV દ્વારા 2025 માં કરી શકે છે ભારત માં પ્રવેશ : જાણો વધુ માહિતી
2 thoughts on “2028 સુધી માં આવી શકે છે Maruti Suzuki ની subcompact hatchback EV – Suzuki eWX concept ના નામ થી રજૂ થઈ ચૂકી છે auto expo માં”