દેશ કા લોહા તરીકે પ્રખ્યાત TATA એ 2025 માં તેની hatchback, compact sedan અને compact SUV એટલે કે Tiago, Tigor અને Nexon માં variants અનુસાર મળતા features માં વધારો કર્યો છે અને સાથે સાથે આ બધી જ ગાડીઓ ની કિમત માં પણ વૃદ્ધિદર ની છાંટ જોવા મળે છે. બધા જ સેગમેન્ટ માં entry level ની ગાડી ઑ રજૂ કરવામાં દેશ ની આ કંપની સૌથી આગળ જ રહી છે અને safety માટે તો TATA ભારત ની સાથે પૂરી દુનિયા માં પ્રખ્યાત છે જ. તો આવો આપણે આ બધી ગાડીઓ અને પેટ્રોલ, CNG અને EV અનુસાર updates in tata tiago tigor and nexon for 2025 વિષે વિસ્તાર થી જાણીએ.
TATA Tiago 2025
લગભગ 2020 પછી કંપની એ આ ગાડી માં કોઈ નોંધપાત્ર ફેરફાર કર્યો ના હતો. સમય અનુસાર નાના નાના cosmetic addition અને feature સાથે અડીખમ ચાલતી આ ગાડી માં 2025 માં TATA એ આગળ ઉપર અને નીચે ની grille ને sleek અને sharp chrome look આપવાનો સારો એવો પ્રયત્ન કર્યો છે. આ સાથે Tigor પણ TATA ની બદલતી design language ને અનુરૂપ નવી design સાથે સંલગ્નતા માં આવતી જાય છે. આ સાથે કંપની એ Tigor ના નવા color options પણ ઉમેર્યા છે જે છે Arizona Blue, Supernova Copper, Ocean Blue અને Pristine White. વધુ માં Melange fabric ની સીટો અને TATA ની નવી launch થતી ગાડીઑમાં આવતું illuminated logo સાથે નું steering પણ Tigor ના બધા variant માં આપવામાં આવ્યું છે.
Tiago XM variant માં wheels માટે ની plate માં નવી design આપવામાં આવી છે અને ડ્રાઇવર સીટ ને height adjustable આપવામાં આવી છે. Tiago XM varinat માં petrol variant ની નવી ex showroom કિમત ₹5.70 લાખ છે અને CNG variant ની કિમત ₹6.70 લાખ છે.
Tiago XT variant માં 7 ઇંચ ની infotainment display, rearview camera, apple car play અને android auto wire સાથે, electronic stability control, rear defogger અને 14 ઇંચ ના નવા hyper style wheels ઉમેરવામાં આવ્યા છે. Tiago XT variant માં petrol variant ની નવી ex showroom કિમત ₹6.30 લાખ છે અને CNG variant ની કિમત ₹7.30 લાખ છે.
Tiago XZ variant માં 10.25 ઇંચ ની infotainment display, HD reverse camera, wireless android auto અને apple car play, LED headlamps, 4 ઇંચ ની driver cluster MID, shark fin antenna અને ફક્ત પેટ્રોલ variant માટે R15 dual tone hyper style wheels આપવામાં આવ્યા છે. Tiago XZ variant માં petrol variant ની નવી ex showroom કિમત ₹6.90 લાખ છે અને CNG variant ની કિમત ₹7.90 લાખ છે. Tiago XZ NRG variant એ XZ variant ને આધારિત જ છે અને તેની નવી ex showroom કિમત ₹7.20 લાખ છે અને CNG variant ની કિમત ₹8.20 લાખ છે.
Tiago XZ+ variant માં XZ variant માં ઉમેરાયેલા features મળી જાય છે. Tiago XZ+ variant માં petrol variant ની નવી ex showroom કિમત ₹7.30 લાખ છે. Tiago EV માં પણ નવી design કરેલી grille, 14 ઇંચ ના નવા designed alloys, lather wrapped steering, 6 way adjustable driver seat, shark fin antenna, cruise control અને અને નવા બે color options Lime અને Blue ઉમેરવામાં આવ્યા છે. Tiago EV ની કિમત તેમાં આવતા બેટરીપેક અને variants અનુસાર ₹8 – 11.44 લાખ વચ્ચે છે.
TATA Tigor 2025
TATA ની આ compact sedan માં પણ Tiago ની જેમ જ આગળ grille માં નવા આકર્ષક ફેરફારો કરવામાં આવ્યા છે જ્યારે અમુક variant અનુસાર અહી rear spoiler પણ આપવામાં આવ્યું છે. નવી launch થયેલી Maruti Suzuki Swift Dzire અને Honda Amaze સામે Tigor એ કિમત ની દ્રષ્ટિએ સારી ટક્કર આપી શકે તેમ છે. Tigor માં પણ illuminated logo સાથે નું steering wheel, નવી interior theme, hyper style alloys અને variant અનુસાર dual tone interior design આપવામાં આવી છે.
Tigor XT variant 3.5 ઇંચ display સાથેની music system, steering mounted controls અને follow me headlamps જેવા features નો ઉમેરો કરવામાં આવ્યો છે. Tigor XT ના પેટ્રોલ variant ની ex showroom કિમત ₹6.70 લાખ છે અને CNG variant ની કિમત ₹7.70 લાખ છે.
Tigor XZ variant માં LED Headlights, LED DRLs, front armrests, 15 ઇંચ ના hyper style alloys, electronic stability program, hill hold, 7 ઇંચ ની infotainment display, reverse parking camera અને wired android auto અને apple car play નો સમાવેશ કરવામાં આવ્યો છે. Tigor XZ ના પેટ્રોલ variant ની ex showroom કિમત ₹7.30 લાખ છે અને CNG variant ની કિમત ₹8.30 લાખ છે.
Togor XZ+ variant માં 10.25 ઇંચ ની floating infotainment display, HD reverse camera, wireless android auto અને apple car play, 4 ઇંચ ની driver cluster display ઉમેરવામાં આવી છે. Tigor XZ+ ના પેટ્રોલ variant ની ex showroom કિમત ₹7.90 લાખ છે અને CNG variant ની કિમત ₹8.90 લાખ છે.
Tigor XZ+ Lux variant માં 360º camera, 15 inch ના alloys અને પાછળ A અને C type ના ચાર્જિંગ પોર્ટ્સ ઉમેરવામાં આવ્યા છે. Tigor XZ+ Lux ના પેટ્રોલ variant ની ex showroom કિમત ₹8.50 લાખ છે અને CNG variant ની કિમત ₹9.50 લાખ છે.
TATA Nexon 2025
Nexon માં TATA એ આમ તો સમયે સમયે બે વાર exterior અને interior ના updates આપ્યા જ છે અને આજ ના જમાના અનુસાર નવા નવા features આપતું જ રહ્યું છે. 2025 માટે અહી exterior માં નહિવત ફેરફારો સાથે inside the cabin માં અમુક features ને variant અનુસાર ઉમેરવામાં આવ્યા છે.
Nexon માં flame red અને purple color options ને આરામ આપતા TATA એ 2025 માં Nexon ને અહી નવા બે color options Royale Blue અને Grassland beige સાથે Calgary white, Ocean Blue, Daytona Grey અને Pure Grey માં રજૂ કરી છે
TATA એ Smart (O) variant ની જગ્યા એ Smart variant રાખ્યું છે. Smart variant ની કિમત ₹8 લાખ ex showroom થી શરૂ થાય છે. Smart+ variant માં wheel caps નો ઉમેરો કરવામાં આવ્યો છે અને Smart+ S variant માં sunroof પણ મળી જાય છે. આ variant ની કિમત ₹8.90 લાખ થી શરૂ થાય છે.
Nexon Pure+ variant માં body colored handles, 10.25 ઇંચ ની infotainment display, wireless android auto અને apple car play, height adjustable driver seat, rear parking camera, front armrest અને auto fold mirrors નો ઉમેરો કરવામાં આવ્યો છે. સાથે Pure+ variant માં sunroof પણ આપવામાં આવ્યું છે. Pure+ variant ની કિમત ની શરૂઆત ₹9.70 લાખ થી થાય છે.
Nexon Creative variant માં 10.25 ઇંચ ની infotainment display, wireless android auto અને apple car play, 360º camera, cruise control અને push start/stop button નો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે Creative+ S માં sunroof પણ મળી જાય છે. આ variant ની કિમત ની શરૂઆત ₹11 લાખ થી થાય છે.
Nexon Creative +PS variant માં wireless charger, front fog lamps, front cornering lamps, 60:40 rear seat occupant detection, rear defogger અને panoramic sunroof નો ઉમેરો કરવામાં આવ્યો છે. આ variant ની કિમત ની શરૂઆત ₹11.30 લાખ થી થાય છે.
Nexon ના આ top variant માં આજ ના સમય પ્રમાણે ના બધા જ features આવી જાય છે માટે અહી ફક્ત panoramic sunroof નો ઉમેરો કરવામાં આવ્યો છે. આ variant ની કિમત ની શરૂઆત ₹14.70 લાખ થી થાય છે.
2 thoughts on “2025 માં જાણો TATA ની ગાડીઑમાં શું નવા updates અને features ઉમેરાયા છે અને સાથે નવી કિમતો પણ – updates in tata tiago tigor and nexon for 2025”