શું જાપાન થી વધુ એક merger ના સમાચાર છે? Nissan and Honda ના MoU બાદ હવે શું થશે આ બંને નું પણ merger ???

જાપાન માં વાહનો ના ઉત્પાદન માં બીજા ક્રમે આવતી ઓટોમોબાઈલ કંપની Honda અને ત્રીજા ક્રમે આવતી Nissan આ બંને વચ્ચે હમણાં થોડા મહિના પહેલા જ MoU થયા હતા. આ MoU નું મુખ્ય લક્ષ્ય એકબીજા સાથે EV ની દિશા માં આગળ વધવા માટે નું અને તેને સંબંધિત નવી technology અને પોતાના ચોક્કસ અનુભવો એકબીજા સાથે સહભાગીતાપૂર્વક વહેચવાનું હતું. બંને કંપની જાણે છે કે તેઓ EV ની દિશા માં પોતાનો વ્યવસ્થિત પોર્ટફોલિયો ઊભો કરવા માટે ઘણા જ મોડા પડ્યા છે. Honda ની એક પણ ગાડી fully electric નથી જ્યારે Nissan ની Leaf, Ariya, e-NV200 જેવી ગાડીઓ વૈશ્વિક રીતે વહેચાઈ તો રહી છે પરંતુ અહી Tesla અને ચાઇનીઝ કંપનીઑ સામે તગડી સ્પર્ધા નો સામનો Nissan હાલ માં કરી રહ્યું છે.

Nissan and Honda
Image source : https://mainichi.jp/english/articles/20241219/p2a/00m/0op/028000c

જો કે હજુ સુધી બંને કંપનીઑ Nissan and Honda તરફ થી કોઈ આધિકારિક માહિતી આવી નથી પરંતુ બંને કંપનીઑ ના એક joint statement માં કહેવું છે કે બંને કંપનીઓ ભવિષ્ય માં EV ની દિશા માં આવનારી તકો અને આ દિશા માં રહેલા potential ને એકબીજા ના અનુભવો અને technology ની મદદ થી આવરી લેવા માંગે છે.અહી તમને જણાવી દઈએ કે Nissan હાલ માં સારા એવા આર્થિક સંકટ નો સામનો કરી રહ્યું છે.

કંપની ના કહેવા અનુસાર તેમના પાસે 12-14 મહિના નું જ આર્થિક ભંડોળ કંપની પાસે ઉપલબ્ધ છે અને વૈશ્વિક ધોરણે કંપની 9000 લોકો ને નોકરી માં થી છૂટા કરી ચૂકી છે. Nissan એ વૈશ્વિક ધોરણે પોતાની ઉત્પાદન ક્ષમતા માં 20% જેવો કાપ મૂક્યો છે. આ સંકટ થી બચવા માં Nissan ના CEO, Mr. Makoto Uchida એ પણ પોતાના 50% પગાર પર કાપ મૂકવાનું નક્કી કર્યું છે. આ બધા જ સંકટો ની વચ્ચે Nissan દ્વારા Honda સાથે કરાયેલા MoU અને જો આ merger થાય તો તે એક સંકટમોચન હનુમાન ના રૂપ માં કામ કરશે.2018 માં Nissan ના chairman Carlos Ghosn દ્વારા થયેલા ગોટાળાઓ પછી થી કંપની ની હાલત ખસ્તા જ છે.

ભારત માં Nissan ના હાલ માં બે મોડેલ Magnite અને X-trail ઉપલબ્ધ જેમાં X-trail નું updated model હાલ માં જ launch કરવામાં આવ્યું છે જે અમારી દ્રષ્ટિએ થોડું વધુ જ overpriced છે. જો કે Honda એ ભારત માં Nissan કરતાં થોડી વધુ સારી સ્થિતિ માં છે અને તેના City, Amaze અને Elevate જેવા મોડેલ્સ વહેચાઈ રહ્યા છે. Nissan and Honda વચ્ચે EV ના સેક્ટર માં કામ કરવા માટે MoU તો થયેલા જ છે અને બંને નું merger થાય તો કદાચ એક નવા નામ ની કંપની સાથે પણ નવા EV models આપણને જોવા મળી શકે છે.

Nissan એ ફ્રેંચ કંપની Renault સાથે છેલ્લા ઘણા સમય થી કામ કરી રહી છે અને પોતાના દેશ ની કંપની Mitsubishi માં પણ સારો એવો એક ભાગીદારી નો ભાગ ધરાવે છે. Honda સાથે ના Nissan ના થયેલા MoU અને merger ની સંભાવનાઓ ને લીધે Renault સાથે થઈ રહેલા કામ અને સંલગ્નતા ના પ્રમાણ માં ઘટાડો આવે તેવું બની શકે છે, જો કે Mitsubishi ને Honda સાથે ના આ merger માં સાથે જ રાખવામાં આવે તેવું બની શકે છે. જો આ merger એ સંપૂર્ણતા તરફ આ રીતે જ આગળ વધતું રહે તો જાપાનીઝ કંપનીઑ Toyota અને Suzuki ના થયેલા OEM collaboration સામે એક પડકાર બની શકે છે.

Nissan પાસે ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વાહનો પર કામ કરવાનો છેલ્લા ઘણા વર્ષો નો અનુભવ છે. Nissan એ પહેલા થી જ ઓટોમોબાઈલ બેટરીઓ પર કામ કરતી આવી છે અને તેના પાસે Armada અને Infiniti QX80 જેવી true SUV ગાડીઓ ના ઉત્પાદન નો અનુભવ છે જે Honda ધરાવતું નથી. આ બંને ક્ષમતાઑ નો Honda ને લાભ મળી શકે છે અને Honda પણ આ વસ્તુઓનો ઉપયોગ પોતાના EV ના પોર્ટફોલિયો ને વધારવામાં કરી શકે છે. Merger ની ખબરો વચ્ચે જાપાનીઝ શેર બજાર માં Nissan ના શેર ની કિમત માં 24% જેવો વધારો જોવા મળ્યો હતો જ્યારે Honda ના શેર ની કિમત માં 3% જેવો નહિવત ઘટાડો જોવા મળ્યો હતો.

અમારી દ્રષ્ટિએ આજ ની ગળાકાપ સ્પર્ધાઓ ના સમય માં કંપનીઑ એકબીજા ની સામે કામ કરવા કરતાં એકબીજા સાથે મળી ને કામ કરે તેમાં જ બધા ની ભલાઈ રહેલી છે. વૈશ્વિક બજારો માં ચાઇનીઝ કંપની ખૂબ જ સ્પર્ધાત્મક કિમતો સાથે પોતાની ગાડીઑ launch કરી રહી છે અને ભારત માં પણ JSW MG Motors અને BYD જેવી કંપનીઑ પોતાના પગ જમાવી રહી છે. ચાઇનીઝ કંપનીઑ વારંવાર કોઈ ના કોઈ રીતે જાસૂસી કરવાના આરોપો લાગતાં રહ્યા છે માટે ચાઇનીઝ કંપનીઑ નું કોઈ પણ રીતે એકહથ્થુ શાષન સ્થપાઈ જાય એ પહેલા Nissan and Honda અને Toyota & Suzuki જેવા સંલગ્નતા થી કામ કરતાં એકમો ની ખાસી જરૂર છે.

ભારત માં પણ અહી ની ભારતીય કંપનીઑ જેવી કે TATA અને Mahindra પોતાની સારી એવી EV ગાડીઓ ની range ધરાવે છે અને હાલ જ Suzuki અને Toyota એ પણ પોતાની પહેલી EV ગાડીઓ અનુક્રમે e Vitara અને Urban Cruiser EV ને launch કરી દીધેલી છે. માટે અહી હવે જોવાનું એ રહે છે કે Nissan and Honda તરફ થી ભવિષ્ય માં આ વિષે શું સમાચાર આવે છે અને બંને કંપનીઑ પોતાના જ brand name હેઠળ કોઈ નવા model નું ઉત્પાદન કરવા માંગે છે કે પછી Nissan, Honda અને Mitsubishi ની ભાગીદારી સાથે એક નવી જ કંપની અસ્તિત્વ માં આવે છે. નવી માહિતી આવતા ની સાથે જ અહી તમારી સમક્ષ પીરસવામાં આવશે, માટે આ જ રીતે અમારી સાથે જોડાયેલા રહેશો.

Image sources

Also read : શું આવી રહી છે Grand Vitara 7 seater ??? ફરીવાર રસ્તાઑ પર દેખાયું e vitara જેવુ દેખાતું taste mule.

Also read : Kia Syros variants and features-જાણો કયા variant માં શું શું મળી રહ્યું છે,જાન્યુઆરી 2025 માં કિમત વિષે પણ માહિતી મળી જશે.

1 thought on “શું જાપાન થી વધુ એક merger ના સમાચાર છે? Nissan and Honda ના MoU બાદ હવે શું થશે આ બંને નું પણ merger ???”

Leave a Comment