મોપેડ નો રાજા એવું New TVS Jupiter 110 હવે આવી ગયું છે નવા જ અંદાજ મા – સંપૂર્ણ માહિતી ગુજરાતી માં

પાછલા 11 વર્ષો થી મોપેડ ના સેગમેન્ટ માં રાજ કરતું એવું TVS Jupiter કે જેના 50 લાખ થી પણ વધુ સંતુષ્ટ ગ્રાહકો છે તે હવે કઈક બિલકુલ નવા અને advanced અંદાજ માં આવી ગયું છે. Honda Activa સિવાય ભારત ના બજારો માં એક TVS Jupiter જ એક એવું જમાપાસું છે કે જે બધી જ બાબતો માં Activa સામે ઊભું રહી શકે,જો કે Activa ના જેટલા versions launch થયા હતા તેટલા Jupiter ના થયા ના હતા. તે બધી જ કમી પૂરી કરવા ઘણા જ segment first features સાથે New TVS Jupiter 110 ભારત ના બજારો માં આવી ચૂક્યું છે.

TVS Jupiter 110

 

જૂના Jupiter 110 અને Jupiter 125 કરતાં નવા launch થયેલા Jupiter 110 ની design વધુ જ advanced અને futuristic લાગી રહી છે. જો કે નવું Jupiter એ Jupiter 125 માં વપરાયેલ under bone પ્લેટફોર્મ પર જ બનેલું છે. આગળ ના ભાગ માં આવતી connected DRLs હોય કે પછી front sharp fenders હોય,કે પછી પાછળ આવતી LED taillights, આ Jupiter ને દેખાવ ના ખાના માં તો 100 માંથી 100 ગુણ આપવા જ રહ્યા.

આ ઉપરાંત અમુક પ્રીમિયમ મોડેલ્સ માં જોવા મળે તેવી dual tone color theme પણ અહી આપણને જોવા મળશે. તો હવે નીચે આપણે વિગતવાર એંજિન ,variants તથા કિમત ની ચર્ચા કરીએ.

Also read : Honda Activa EV & Suzuki Burgman EV launching on March 2025

Engine :

એંજિન ની વાત કરીએ તો અહી આપણને 113.3 cc નું powerful air cooled single cylinder એંજિન જોવા મળશે જે Jupiter 125 ના એંજિન સાથે ઘણી સામ્યતા ધરાવે છે. આ એંજિન 7.91 bhp @6500 rpm પાવર અને 9.8 nm@5000 rpm ટોર્ક ઉત્પન્ન કરશે જે 82 km/h ની top speed આપશે.અહી એ નોંધનીય છે કે શરૂઆત ના મોડેલ માં આપણને કીક સ્ટાર્ટ જોવા મળે છે પરંતુ top મોડેલ માં કીક સ્ટાર્ટ જોવા મળતું નથી. જો તમારે કીક સ્ટાર્ટ જોઈતું હોય તો ઍસેસરીસ ના પાર્ટ તરીકે નખાવું પડશે.

TVS Jupiter 110

Brakes & wheels :

બ્રેકસ માં બેઝ મોડેલ માં આગળ તથા પાછળ 130 mm ની સાદી ડ્રમ બ્રેકસ જ જોવા મળશે અને ટોપ મોડેલ માં આગળ 220 mm ની disc બ્રેકસ અને પાછળ 130 mm ની dram બ્રેકસ જોવા મળશે અને તે જ રીતે બેઝ મોડેલ માં સ્ટીલ વ્હીલ્સ(12″) જોવા મળશે અને બેઝ થી ટોપ તરફ જતાં alloy વ્હીલ્સ(12″) જોવા મળશે. શરૂઆત ના મોડેલ થી જ અહી આપણને combined braking system જોવા મળશે. suspension માં અહી આપણને telescopic hydraulic twin tube emulsion type shock absorbers & rear 3 step adjustable જંપર્સ જોવા મળશે.

 

Also read : British bike BSA Goldstar 650 launched in India

Dimensions & weight :

લંબાઈ ની વાત કરીએ તો Jupiter ની લંબાઈ 1848 mm, પહોળાઈ 665 mm, ઊંચાઈ 1158 mm, સીટ ની લંબાઈ 756 mm, અને ઊંચાઈ 765 mm મળે છે. એક સામાન્ય શરીર ના વ્યક્તિ માટે આ વાહન શહેરી વિસ્તાર માં કે ટ્રાફિક માં ચલાવવું ખૂબ જ સરળ રહે છે. વજન ની વાત કરીએ તો full tank સાથે Jupiter નું વજન 105 kg છે. અહી આપણને 163 mm નું સારું એવું ground clearance મળી જાય છે તથા 1275 નો wheelbase મળી જાય છે. આ સાથે અહી 33 ltrs ની boot space એટલે કે 2 નાના હેલમેટ કે બીજી સારી એવી વસ્તુઓ સમાઈ જાય તેવી ડેકી મળશે .

અહી આપણને 5.1 ltr ની fuel ટેન્ક ની ક્ષમતા મળે છે અને 45+ kmpl ની અંદાજિત mileage મળશે. અહી એ પણ નોંધનીય છે કે fuel tap એટલે કે પેટ્રોલ ભરાવવાનું ઢાંકણ આપણને આગળ ના ભાગ માં જ મળશે જે ઘણું જ સુવિધાપૂર્વક રહેશે.

 

TVS Jupiter 110

Other advanced features :

New TVS Jupiter 110 નું સૌથી મહત્વ નું જમાપાસું તેમાં આપવામાં આવેલા ઘણા segment first features છે, જેની લાંબી લચક યાદી નીચે પ્રમાણે છે. આખા લેખ માં બીજું કાઇ વાંચો કે ના વાંચો પણ આ યાદી જરૂર થી વાંચજો.

  • Big LED DRLs and LED taillights with integrated indicators (in top variants)
  • ‘iGO assist’ micro-hybrid system : એક એવી technology કે જે બેટરી ને જરા વધુ ચાર્જ કરે છે અને જ્યારે accelerations નથી કરેલું હોતું ત્યારે પણ બેટરી ને ચાર્જ કરે છે અને આ સંગ્રહિત પાવર જ્યારે ચાલક ને કોઈ અન્ય વાહન ને overtake કરવું હોય ત્યારે નોર્મલ blip કરતાં જરા એવો વધુ પાવર પ્રદાન કરે છે અને torque માં જરા એવો વધારો કરે છે . તથા માઇલેજ માં પણ આ technology ને કારણે વધારો થાય છે.
  • USB charging port
  • LCD display instrument console
  • Find my vehicle function
  • Average fuel consumption/economy
  • Distance to empty
  • Turn by turn navigation in top models
  • Hazard warning indicators for emergency
  • Turn indicator reset : ગાડીઓ માં turn લીધા પછી આપમેળે indicator બંધ થઈ જાય છે તેવું , પરંતુ અહી આ feature કેટલી હદે કારગર નીવડે છે તે જોવાનું રહ્યું.
  • Voice assist
  • Bluetooth integration for see ride data on your phone
  • Front glove box near Key port and charging port
  • Standard warranty 5 yrs or 50,000 km
  • Stand alarm
  • Engine turn off switch
  • Low oil indicator
  • Low battery indicator
  • Automatic headlight on
  • Automatic start/stop functionality : ટ્રાફિક માં આપણે ઊભા રહીએ ત્યારે વાહન આપમેળે બંધ થઈ જાય જેથી fuel ની બચત થાય અને જ્યારે વાહન ચાલુ કરવાનું થાય ત્યારે બ્રેક દબાવી ને જરા એવું acceleration કરતાં એટલે કે લીવર આપતા વાહન ચાલુ થઈ જાય.

Also read : Royal Enfield Guerrilla 450 –  A real roadster returns

Also read : TVS Raider iGO variant launched at ₹98,389/-

TVS Jupiter 110

Variants, colors & price :

 

અહી મુખ્ય ચાર variants અને 6 કલર ના વિકલ્પો જોવા મળશે જેમાં 3 matte finish વાળા છે અને 3 gloss finish વાળા છે. જેની કિમત(ex showroom) અને નામ નીચે પ્રમાણે છે.

Drum @₹ 73,700/- : આ સૌથી શરૂઆતી variant છે જે 3 કલર Meteor Red Gloss, Titanium Grey Matte, અને Lunar White Gloss માં આવે છે. અહી headlight પર , તેની નીચે ના cowl પર અને પાછળ tail light પાસે black gloss panel જોવા મળે છે જે ઘણું જ આકર્ષક અને sporty લાગે છે અને TVS Ntorq ની યાદ અપાવે તેવું લાગે છે. અહી આપણને આગળ અને પાછળ 130 mm ની drum brakes અને steel wheels મળશે.

Drum alloys @₹ 79,200/- : આ variant માં આપણને 4 કલર ના વિકલ્પો મળશે જે  Starlight Blue Gloss, Titanium Grey Matte, Lunar White Gloss અને Meteor Red Gloss છે. આ variant માં આગલા variant માં આવે છે તે સહિત વધારા માં alloy wheels મળશે .

TVS Jupiter 110

SmartXonnect drum @₹ 83,250/- : આ variant અમારી દ્રષ્ટિ એ value for money છે. આપણા ગુજરાતી મત પ્રમાણે ” તમારું એ નહીં ને અમારું એ નહીં તેમ વચલું રાખો ” તેના જેવુ છે. આ variant 3 કલર વિકલ્પો Dawn Blue Matte, Galactic Copper Matte અને Starlight Blue Gloss માં મળશે. અહી આગળ ના બંને variants માં આવે છે તે બધા સહિત smartphone connectivity via Bluetooth જે call/SMS alerts માટે ઉપયોગી છે , turn-by-turn navigation, voice assistance, USB mobile charger, hazard lights જેમાં એકી સાથે 4 indicators ચાલુ થાય , અને a find me feature કે જે મોટા પાર્કિંગ ની જગ્યા ઑ માં તમારું વાહન કયા પડ્યું છે તે lights blink કરાવીને શોધવામાં મદદ કરે છે.

SmartXonnect disc @₹ 87,250/- : આ New TVS Jupiter 110 નું સૌથી top variant છે કે જે આગળ ના variant ની જેમ 3 કલર વિકલ્પો Dawn Blue Matte, Galactic Copper Matte અને Starlight Blue Gloss માં મળશે. આગળ ના બધા જ variants માં આવતા features સિવાય અહી આપણ ને આગળ 220 mm ની disc brakes મળશે.

 

પાછલા 11 વર્ષો થી Jupiter ભારત ની બજારો માં રાજ કરતું આવ્યું જ છે અને તેણે એક rough and tough મોપેડ તરીકે ચાહકો ના હ્રદયો માં જગ્યા બનાવી છે. હવે સ્વાભાવિક જ છે કે New TVS Jupiter 110 પણ આ જ વારસા ને આગળ ધપાવશે બાકી આખરે દેશ નું scooter એ તો દેશ નું જ scooter છે ને ભાઈ !!!

Also read : Mahindra Thar ROXX – 5 door thar 2024

Also read : TATA CURVV 2024 – A coupe SUV

Also read : Important car care tips for all seasons and specially for winters

 

5 thoughts on “મોપેડ નો રાજા એવું New TVS Jupiter 110 હવે આવી ગયું છે નવા જ અંદાજ મા – સંપૂર્ણ માહિતી ગુજરાતી માં”

Leave a Comment