10,00,000 units એટલે કે 1 million units ના વેંચાણ નો શિખર સર કરતાં તેની ઉજાણી રૂપે TVS એ તેના 125 cc ના segment મા launch કરી દીધું છે TVS Raider iGO variant. આ variant ની સાથે અહી આપણને મળવાની છે TVS ની નવી Integrated Starter Generator (ISG) ટેક્નોલોજી જેને TVS, Boost mode તરીકે પણ ઓળખાવે છે. TVS ના કહેવા પ્રમાણે Boost mode ચાલુ હોય ત્યારે આ ટેક્નોલોજી ની મદદ થી બાઇક ના ટોર્ક મા 0.55 nm નો વધારો થાય છે અને 10% બળતણ નો પણ બચાવ થાય છે. તાજેતર મા જ launch થયેલા Jupiter 110 મા સૌપ્રથમ Boost mode જોવા મળેલ.
Also read : BSA Goldstar 650 2024 – A gallant return of British brand through 650 cc cruiser bike in India
TVS Raider iGO variant અહી આપણને તદ્દન નવા જ કલર કોમ્બિનેશન Nardo gray અને તેની સાથે 17 inch red alloy wheels મા મળવાનું છે. Integrated Starter Generator (ISG) થી મળતો જરા એવો વધુ ટોર્ક કોઈ અન્ય વાહન ને overtake કરતી વખતે કામ લાગે છે. TVS ના કહેવા પ્રમાણે આ વધુ નો ટોર્ક આપણને 1 મિનીટ મા 2 વાર મળી શકે છે. આ ઉપરાંત આ ટેક્નોલોજી ની સાથે અહી આપણને auto start/stop સંલગ્ન મળે છે જેથી સિગ્નલ પર બાઇક આપોઆપ બંધ થઈ જાય અને clutch pedal વડે ફરી ચાલુ કરી શકાય છે, આ સુવિધાએ ને લીધે બળતણ બચાવવામાં પણ મદદ મળે છે.
Engine ની વાત કરીએ તો અહી આપણને Raider 125 અને Raider iGO વચ્ચે કોઈ જ તફાવત જોવા મળતો નથી. Raider iGO મા પણ આપણને 124.80 cc air & liquid cooled single cylinder 3 valve 5 speed transmission એંજિન જોવા મળે છે, જે 11.2 bhp પાવર અને 11.2 nm ટોર્ક ઉત્પન્ન કરે છે. ISG ટેક્નોલોજી ની મદદ થી આ ટોર્ક 11.75 nm સુધી પહોંચી જાય છે અને બાઇક 0-60 km/h ની સ્પીડ ફક્ત 5.8 સેકન્ડ મા પકડી લે છે. Raider iGO નું kerb weight ફક્ત 123 kg છે જે segment મા સૌથી ઓછું છે અને અનુમાનિત mileage 65-70 km/ltr છે.
Also read : Royal Enfield Bear 650 designs and all the details
Features ની દ્રષ્ટિ એ અહી આપણને fully digital LCD instrument cluster મળશે જે TVS SmartXonnect થી સજ્જ છે. આ feature ની મદદ થી આપણને Bluetooth connectivity, mileage indicator, gear position indicator, speedometer, odometer, tripmeters, fuel gauge, clock, voice assistance, turn-by-turn navigation, notifications and call/message alerts મળી જવાના છે. અહી આપણને આગળ telescopic fork suspension અને પાછળ gas charged 5 step adjustable monoshock suspension મળી જશે. Brakes ની વાત કરીએ તો આગળ 240 mm disc brake અને પાછળ 130 mm drum brakes મળી જવાની છે.
આ સિવાય વધુ મા અહી આપણને silent starter, start-stop system, અને side-stand indicator with engine cut-off function એટલે કે stand એટલે કે સાદી ભાષા મા ઘોડી જો નીચે ઉતારવામાં આવે બાઇક આપોઆપ બંધ થાય જાય અથવા જો બાઇક ચાલુ કરતી વખતે પણ જો stand નીચે હોય તો બાઇક ચાલુ થાય નહીં. આ feature આજ ના ભાગદોડ ભર્યા સમય મા એક વરદાનરૂપ છે જેથી ઘણા જ અકાળ અકસ્માતો નિવારી શકાય છે.
Raider ના iGO variant ના લોંચ સાથે હવે TVS Raider ના કુલ 6 variants બજાર મા ઉપલબ્ધ છે જે Drum ₹84,869(ex showroom), Single seat ₹95,869(ex showroom), Split seat ₹97,709(ex showroom), iGO ₹98,389(ex showroom), Super squad edition(SSE) ₹1,00,989(ex showroom) અને છેલ્લે top end variant SX ₹1,04,330(ex showroom) છે. TVS Raider iGO પ્રતિસ્પર્ધીઑ ની વાત કરીએ તો 125 cc segment મા આવતા Honda SP 125, Hero Xtreme 125R, Bajaj Pulsar N125 તથા NS125, KTM Duke 125 છે.
TVS ના ભરોસા અને reliability નો આપણને ખ્યાલ જ છે અને છેલ્લા ઘણા સમય મા કંપની એ બધા જ સેગમેન્ટ મા અનેક સફળ મોડેલ્સ આપ્યા છે. હવે TVS Raider iGO ના launching પછી આ બાઇક તેના પ્રતિસ્પર્ધીઑ ને કેવી ટક્કર આપે છે તે જોવાનું રહ્યું.
Also read : Bajaj Pulsar N125 launched at attractive price of ₹94,707/-
Also read : Royal Enfield Guerrilla 450 launched-Indeed A tough roadster
Also read : Triumph Speed 400 vs Speed T4: which bike is most value for money
Also read : Upcoming Hero bikes
3 thoughts on “TVS Raider iGO variant આવી ગયું છે અને તે પણ ફક્ત ₹98,389/-ex showroom ની કિમત સાથે!!!”