ભારત માં two wheeler વાહનોમાં ધૂમ મચાવતી જાપાનીઝ કંપની Honda છેલ્લા બે દાયકા કરતાં પણ વધુ સમયથી આપણને નવા અને reliable એટલે કે આપણી ભાષા માં કહીએ તો ટકાઉ મોડેલ્સ રજૂ કરતી આવી છે અને Honda આમ પણ તેના engines ની reliability માટે તો પહેલા થી પ્રખ્યાત જ છે. 2025 માં Honda પોતાના હાલ માં ભારત માં વહેચાતા મોડેલ્સ માં થોડો ભાવવધારો કરવા જઈ રહી છે અને તેની સાથે જ થોડા નવા features પણ આપવા જઈ રહી છે, તો આવો new prices and updates of Honda 2 wheelers 2025 વિષે આપણે વિસ્તાર થી માહિતી મેળવીએ.
Honda Unicorn
160cc ના સેગમેન્ટ માં અને mid size bike ના પણ સેગમેન્ટ માં Honda Unicorn એકચક્રી રાજ કરે છે. 2004 માં launch થયેલું Honda Unicorn એ પાવર ની દ્રષ્ટિએ તાકતવર અને જાપાનીઝ કંપનીઓ ની reliability સાથે ગ્રાહકો ની પ્રથમ પસંદગી બની રહ્યું છે. 2025 માં Honda એ પોતાની આ સફળ બાઇક Unicorn માં થોડા નવા updates આપવા જઈ રહી છે અને આ સાથે જ તેની કિમત માં પણ થોડો વધારો કરવા જઈ રહી છે.
Unicorn ના નવા updated model નું એંજિન હવે OBD2B (on board diagnostic 2 for type B) ના નિયમો ને સુસંગત મળવા જઈ રહ્યું છે. મતલબ કે અહી નવા emission norms લાગુ પડવા જઈ રહ્યા છે અને તેને સુસંગત એંજિન કંપની એ હાલ માં જ update કરી નાખ્યું છે. આ એક એવી technology છે કે જે જાતે જ એંજિન ની સાથે exhaust gases નું નિયમન કરે છે અને તેને અનુસાર કઈ ખામી હોય તો જાણ કરે છે. જેમ ગાડી માં લેપટોપ જોડી ને સોફ્ટવેર ની મદદ થી કોઈ પણ ખામી શોધી શકાય છે તેમ અહી પણ હવે સોફ્ટવેર ની મદદ થી ખામી શોધી શકાય.
ઉપરાંત અહી નવો LED headlamp, digital instrument cluster, gear position indicator અને USB C type charging port જેવા આધુનિક features ને ઉમેરવામાં આવ્યા છે અને Unicorn એ 5 color options માં મળી જાય છે. હવે આવે છે કિમત ની વાત તો અહી કિમત માં ₹7000 નો વધારો કરવામાં આવ્યો છે. ₹1.12 લાખ માં મળતું Unicorn હવે 2025 થી ₹1.19 લાખ ex showroom માં મળશે. Unicorn માં 163 cc નું spark ignition engine આવે છે જે 13 hp પાવર અને 15 nm નો ટોર્ક ઉત્પન્ન કરે છે અને Programmed Fuel Injection (PGM-FI) થી સુસજ્જ છે.
Honda SP160
Honda ની 160cc ની આ બાઇક પણ ઘણી જ સારી ride quality ધરાવે છે અને sporty look ની પસંદગી ધરાવતા ગ્રાહકો માટે આ એક સારું વિકલ્પ બની રહે છે. SP160 માં પણ Unicorn સાથે સમાનતા ધરાવતું એંજિન આવે છે અને તેને પણ આપણે આગળ ચર્ચા થઈ તેમ OBD2B (on board diagnostic 2 for type B) થી સુસંગત કરી આપવામાં આવ્યું છે. ઉપરાંત અહી 4.2 ઇંચ ની TFT display, USB C type charger અને Bluetooth connectivity થી સજ્જ કરવામાં આવ્યું છે.
SP160 મુખ્ય 2 variants માં ઉપલબ્ધ છે 1) single disc અને 2) double disc. આ સાથે બંને variants માં 4 color options મળી જાય છે. અહી single disc variant ની કિમત માં ₹3000 નો વધારો થયો છે અને 2025 માં આ variant ની કિમત ₹1,21,951 ex showroom રહેશે, જ્યારે double disc variant ની કિમત ₹4605 નો વધારો થયો છે અને આ variant ની કિમત 2025 માં ₹1,27,956 રહેશે.
Honda SP125
SP125 ના એંજિન ને પણ તેના ભાઈઑ ની જેમ યાદી માંથી બાકાત ના રાખતા OBD2B compliant કરી આપવામાં આવ્યું છે. ઉપરાંત અહી નવા features માં 4.2 ઇંચ ની TFT display, USB C type charger અને Bluetooth connectivity નો સમાવેશ થાય છે. SP125 માં 124cc નું air cooled એંજિન આવે છે જે લગભગ 11 hp નો પાવર અને 11 nm નો ટોર્ક પ્રદાન કરી આપે છે.
SP125 ના drum variant ની કિમત માં ₹4300 નો વધારો કરવામાં આવ્યો છે અને 2025 માં તેની કિમત ₹91,771 ex showroom રહેશે જ્યારે disc brake variant ની કિમત માં ₹8800 નો વધારો કરવામાં આવ્યો છે અને 2025 માં તેની કિમત ₹1,00,284 રહેશે. SP125 માં આપણે 5 color options મળી જાય છે.
Also read : Bajaj Chetak – દેશ ની જ કંપની એ Chetak ને EV રૂપે સજીવન કરેલું એક નજરાણું – 3501 અને 3502
Honda Activa 125
હવે આવે છે moped અને gearless 2 wheelers નો રાજા એવું Activa 125. આમ તો Activa માં સમય સાથે નવા updates મળતા જ રહ્યા છે અને તે જ રીતે હવે અહી પણ આપણે Honda ના બીજા 2 wheelers ની જેમ OBD2B compliant engine મળી જશે. હાલ માં Activa માં LCD display આવે છે જ્યારે હવે અહી 2025 ના મોડેલ માં 4.2 ઇંચ ની TFT display આપવામાં આવી છે. આ update ની સાથે અહી Honda ની Road sync app સાથે પણ આ display ને connect કરી શકાય છે જેથી call alert, message alert અને notification ની સુવિધા મળી જાય છે, ઉપરાંત અહી USB C type charger તો ખરું જ.
Honda Activa 125 6 color options માં ઉપલબ્ધ છે અને હાલ માં 2025 માટે Activa ના બે top variants ની જ કિમતો જાહેર કરવામાં આવી છે. DLX variant ની 2025 માટે ની કિમત ₹94,442 ex showroom રહેશે જ્યારે top variant H-smart કે જેમાં keyless starting મળી જાય છે, તેની કિમત 2025 માટે ₹97,146 ex showroom રહેશે. અહી આ variants થી નીચે ના variants ની કિમત હજુ જાહેર થશે અને base variant એટલે કે drum brake variant ની પણ કિમત હજુ જાહેર થવાની બાકી છે.
Also read : 2025 મા આ જાપાનીઝ કંપની EV ને બદલે strong hybrid પર વધુ ધ્યાન આપવા માંગે છે – જાણો કારણો અને તથ્યો
1 thought on “2025 માટે Honda ના two wheelers ની નવી કિમતો અને નવા updates- new prices and updates of Honda 2 wheelers 2025”