2025 મા આ જાપાનીઝ કંપની EV ને બદલે strong hybrid પર વધુ ધ્યાન આપવા માંગે છે – જાણો કારણો અને તથ્યો

Honda Cars India LTD (HCIL) દ્વારા હાલ માં જ launch કરવામાં આવેલી Newgen Honda Amaze ની press release વખતે લોકો વચ્ચે અટકળો હતી કે Elevate માં જે સોનેરી તક ને Honda ચૂકી ગઈ છે તે hybrid technology, Newgen Amaze માં Honda દ્વારા આપવામાં આવશે. હાલ માં ભારત માં Honda ની એક City eHEV માં જ strong hybrid system આવે છે. હાલ માં Maruti Suzuki કે જે પોતાની પાસે hybrid ગાડીઓ ની સારી એવી range ધરાવે છે અને હાલ માં જ launch કરવામાં આવેલી તેની compact sedan Dzire માં પણ hybrid technology ભવિષ્ય માં આપી શકે છે.

જો કે Newgen Amaze ના launching વખતે Autocar India સાથે વાત કરતાં કંપની ના વડા Mr. Takuya Tsumura એ પણ જણાવ્યું હતું કે “અમારી ગાડીઓ માં hybrid technology આપવી એ જ અમારા ભવિષ્ય ની રણનીતિ માં છે અને અમે અમારી hybrid technology ને ભારત માં જ વધુ વિકસાવી ને ઉત્પાદન પણ કરી શકીએ તે તરફ અમારું લક્ષ્ય છે.” City eHEV માં આવતી hybrid powertrain એ Honda બહાર થી આયાત કરી ને જ ભારત માં લાવે છે માટે taxes અને import duty લાગતાં ગાડી ની કિમત ઘણી જ ઊચી ચાલી જાય છે જ્યારે Suzuki અને Toyota જેવા પ્રતિસ્પર્ધીઓ તેમનું ગાડીઓ ની ઓછી કિમત ના લીધે મેદાન મારી જાય છે.

strong hybrid

હમણાં થોડા સમય પહેલા જ આપણે એક આર્ટીકલ રજૂ કર્યો હતો કે Amaze ની નવી જનરેશન ના launching પછી હવે Honda પોતાની હાલ વહેચાતી એકમાત્ર compact SUV Elevate ના જ EV version પર કામ કરશે અને Elevate EV થી જ પોતાના ઇલેક્ટ્રિક ગાડીઓના પોર્ટફોલિયો ના શ્રી ગણેશ કરશે. પરંતુ હાલ માં કંપની નું માનવું છે કે જ્યારે City અને Elevate નું platform એકસમાન છે તો પછી Elevate ને EV તરીકે વિકસાવવા કરતાં તેનું strong hybrid version જ વિકસાવવું વધુ સુગમતા ભર્યું રહેશે. આમ પણ સામાન્ય ગાડી અને hybrid ગાડી પર લાગતાં ભારતીય ટેક્સ માં 2% જેટલો જ નહિવત તફાવત છે માટે strong hybrid એક સારો વિકલ્પ રહેશે.

આ બધા કારણોસર Honda હવે પ્રથમ તો ભારત માં જ પોતાની બધી જ ગાડીઓ માટે ની strong hybrid powertrain નું ઉત્પાદન થાય તે દિશા માં કામ કરવા માંગે છે. કંપની નું કહેવું છે કે દરેક દેશ માં તેની પરિસ્થિતિઓ અને વહેચાણ ને લગતા ધારા-નિયમો ને અનુરૂપ તેના માટે powertrain અને બળતણ ની પસંદગી કરવાની રહે છે અને અમારી દ્રષ્ટિએ strong hybrid જ એક એવો વિકલ્પ છે કે જે ભારત માટે અત્યંત સુગમ રહેશે જો તેની powertrain નું ઉત્પાદન ભારત માં કરવામાં આવે. Newgen Amaze ની પણ કિમત Honda એટલે જ ઘણી નીચી રાખી શકી છે કારણ ને તેના ઘણા ખરા પાર્ટસ નું ઉત્પાદન અને તકનિકો નો વિકાસ ભારત માં જ કરવામાં આવ્યો છે.

Also read : 2025 માં EV ના વાયરા ની સાથે કંપનીઓ hybrid ગાડીઓ પર પણ આપી રહી છે ધ્યાન-hybrid cars in India 2025

strong hybrid powertrain Honda city eHEV

અહી નોંધનીય છે કે છેલ્લા થોડા સમય માં Honda પોતાની એક production line ને બંધ કરી ચૂકી છે કે જ્યાં Civic અને CRV ને અલગ અલગ પાર્ટસ આયાત કરી ને, જોડી ને બનાવવામાં આવતી હતી અને આ બંને ગાડીઑ હાલ માં તેની ઊચી કિમતો ના લીધે માર્કેટ માંથી બહાર થઈ ચૂકી છે. import duties અને taxes થી બચવા માટે જ Honda હવે vocal for local ઉક્તિ ને અનુસરતા ભારત માં જ વધુ માં વધુ ઉત્પાદન કરવાના પક્ષ માં છે.

વૈશ્વિક ધોરણે plug in hybrid પણ વહેચાઈ રહી છે પરંતુ તેની કિમતો ઘણી વધુ હોય છે અને તેને ચાર્જ પણ કરવી પડે છે. હવે ચાર્જ કરવી પડે તેવી ગાડીઓ ના સંદર્ભ માં આપણે હમણાં જ એક સારો એવો આર્ટીકલ રજૂ કર્યો અને EV ના ફાયદા તથા નુક્સાનો ની ચર્ચાઓ કરી. જ્યારે strong hybrid vehicles ને ચાર્જ કરવાની જરૂર રહેતી નથી. Honda સહીત બધી કંપનીઓ આ સમયે ભવિષ્ય માં લાગુ થનાર CAFE-III norms ને અનુરૂપ પોતાના ભવિષ્ય ના models ને વિકસીત કરવા ચાહે છે. નવા મોડેલ્સ અને EV કે hybrid ની દિશા માં પહેલા થી જ મોડી ચાલતી Honda હવે અત્યાર થી જ strong hybrid ને જ ભારત માં વિકસીત કરી ને આ સ્પર્ધા માં સાથે થવા માંગે છે.

હાલ માં જ બે જાપાનીઝ કંપનીઓ Honda અને Nissan ના merger ના સમાચાર આવી રહ્યા છે અને Mitsubishi પણ અહી આ merger નો એક ભાગ બની શકે છે. Nissan પાસે EV ગાડીઓ અને બેટરીઓ નું ઉત્પાદન કરવાનો સારો એવો અનુભવ છે જ્યારે Honda એ લાંબા સમય થી hybrid અને strong hybrid vehicles ની દિશા માં કામ કરતી આવી છે. આ બંને કંપનીઑ ના એક થયા પછી અહી આપણે strong hybrid અને EV બંને માં સારા એવા અને futureproof models જોવા મળે તો નવાઈ નહીં. બંને કંપની ના આ પરિપેક્ષ માં ભારત ને સારો એવો ફાયદો થશે તેવું અમારી દ્રષ્ટિએ લાગી રહ્યું છે અને ગ્રાહકો માટે પણ ઓછી કિમત માં strong hybrid ના વિકલ્પો મળી રહેશે.

અહી એક વસ્તુ તો સ્પષ્ટ છે કે ભારત એ લગભગ બધી જ ઓટોમોબાઈલ કંપનીઑ માટે ઘણું જ મોટું બજાર છે. જો કંપનીઑ ને પોતાની models ની કિમતો ઓછી રાખવી હોય તો ગાડીઓના  વધુ માં વધુ પાર્ટસ નું ઉત્પાદન ભારત માં જ કરવું પડે તે જરૂરી છે કારણ કે સ્થાનીય સ્તરે થયેલા ઉત્પાદન માં જ વસ્તુઓ વધુ સસ્તી પડે છે અને import duties અને taxes થી બચી શકાય છે. જેમ ઉત્પાદન અહી દેશ માં વધે તેમ દેશ ની economy ને પણ ફાયદો અને ગાડી ની કિમત ઓછી રહે તો ગ્રાહકો ને ફાયદો અને તેટલા જ વધુ વિકલ્પો.

Image source

Also read : Discount on Amaze – Amaze ના 2nd gen મોડેલ પર મળી રહ્યું છે 2 લાખ સુધી નું huge discount !!! કારણ શું છે આ discount નું ??

Also read : શું જાપાન થી વધુ એક merger ના સમાચાર છે? Nissan and Honda ના MoU બાદ હવે શું થશે આ બંને નું પણ merger ???

Also read : 2025 માટે Honda ના two wheelers ની નવી કિમતો અને નવા updates- new prices and updates of Honda 2 wheelers 2025

2 thoughts on “2025 મા આ જાપાનીઝ કંપની EV ને બદલે strong hybrid પર વધુ ધ્યાન આપવા માંગે છે – જાણો કારણો અને તથ્યો”

Leave a Comment