દેશ ની કંપની તરફ થી આવી શકે છે હાઇબ્રિડ ગાડીનું વિકલ્પ – Mahindra XUV 3XO hybrid અને EV એમ બંને powertrains સાથે આવી શકે છે

આજ થી લગભગ 15 દિવસ પહેલા જ આપણે ઇલેક્ટ્રિક વાહનો ની સાથે સાથે કંપનીઑ હાઇબ્રીડ ના વિકલ્પ પર પણ વધુ ધ્યાન આપવા માંગે છે તે વિષય પર એક વિસ્તાર થી આર્ટીકલ રજૂ કરેલો હતો. હવે દેશ ની જ મોટી ઓટોમોબાઈલ કંપની Mahindra એ પણ તેની subcompact SUV ને ઇલેક્ટ્રિક ની સાથે હાઇબ્રિડ એંજિન માં પણ વિકસીત કરવાનું નક્કી કર્યું છે તેવી માહિતી અહી મળી રહી છે. ભારત માં 2026 સુધી માં Mahindra XUV 3XO hybrid આવી શકે છે. હાલ માં જ આ ગાડી નું ફક્ત આગળ ની grille પર જ camouflage કરેલું taste mule પણ જોવા મળ્યું હતું, જે ઇલેક્ટ્રિક ગાડીઓ ની લાક્ષણિકતા ને અનુરૂપ grille લાગી રહી છે માટે અહી પહેલા XUV 3XO EV નું launching પણ થઈ શકે છે.

Mahindra XUV 3XO hybrid

હાલ માં જ Mahindra એ ઇલેક્ટ્રિક ગાડીઓના બજાર ને હચમચાવી નાખે તેવી તેની બે ઇલેક્ટ્રિક ગાડીઓ Mahindra BE 6 અને XEV 9E ને ભારતીય બજારો માં launch કરી જ છે. આ સાથે જ કંપની Mahindra XUV 3XO hybrid ના વિષય પર પણ હાલ માં પૂરતું ધ્યાન આપવા માંગે છે. કંપની એ પોતાની અંતર્ગત કાર્યપ્રણાલી માટે આ પ્રોજેક્ટ ને S226 નામ આપેલું છે. ભવિષ્ય માં Mahindra હાલ ની પોતાની બંને ઇલેક્ટ્રિક ગાડીઓ BE 6 અને XEV 9E નું પણ હાઇબ્રીડ રૂપ આપવા પર કામ કરવા માટે પ્રતિબદ્ધ છે. કંપની અનુસાર XUV 3XO માં આવતું 3 cylinder petrol engine એ hybrid powertrain માં રૂપાંતરણ માટે સુસંગત છે, માટે જ Mahindra પોતાની હાઇબ્રિડ ગાડીના શ્રી ગણેશ XUV 3XO થી કરવા માંગે છે.

આગામી સમય માં BE 6 અને XEV 9E ની deliveries ની શરૂઆત થઈ જશે ત્યારબાદ કંપની ” તેલ જોતાં અને તેલ ની ધાર જોતાં ” આ બંને ગાડી ને ભારત માં મળતા પ્રતિસાદ ને અનુસાર બંને ગાડીઓ માં પણ hybrid powertrain ના વિકાસ પર પણ ધ્યાન આપશે. આ બંને પહેલા આવનારી Mahindra XUV 3XO hybrid માં કંપની 1.2 liter 3 cylinder turbo petrol hybrid engine નો ઉપયોગ કરી શકે છે. જો કે હાલ માં કંપની તરફ થી તેના આ પ્રોજેક્ટ વિષે કોઈ આધિકારિક માહિતી જાહેર કરવામાં આવી નથી અને કંપની ની હાઇબ્રીડ ગાડીઓ સાથે ની strong, mild કે પછી plug in hybrid powertrain આવશે તે વિષે પણ હજુ માહિતી આવેલ નથી.

Mahindra XUV 3XO hybrid

mild hybrid ગાડી માં ગાડી માં રહેલી ઇલેક્ટ્રિક મોટર એ તેની ક્ષમતા અનુસાર ગાડી ઊભી રહે ત્યારે અને જ્યારે ગાડી નિશ્ચીત ગતિ માં હોય ત્યારે driving axles ને ધક્કો પૂરો પાડે છે. strong hybrid ગાડીઓ માં મોટર આ જ રીતે કાર્ય કરે છે પરંતુ અહી ગાડી ને જ્યારે શરૂ કરવામાં આવે છે ત્યારે મોટર જરા વધુ સમય માટે અને નિયંત્રિત ગતિ માં ઘણો ખરો પાવર driving axles ને પૂરો પાડે છે. plug in hybrid ગાડી માં hybrid system માટે રહેલી બેટરી ને ઇલેક્ટ્રિક ગાડીઑ ની જેમ ચાર્જ કરી શકાય છે પરંતુ આ પ્રકાર ની ગાડી ની કિમત mild અને strong hybrid ગાડીઓ કરતાં વધુ હોય છે.

અમારી દ્રષ્ટિ એ અને અમે આ વિષય પર રજૂ કરેલ આર્ટીકલો અનુસાર કોઈ પણ સંદેહ વગર એ તો સનાતન સત્ય છે કે ઇલેક્ટ્રિક ગાડીઓ એ યાતાયાત નું ભવિષ્ય જ છે પરંતુ હજુ ઇલેક્ટ્રિક ગાડીઓ ના ચાર્જિંગ માટે ની માળખાકીય સુવિધાઓ ના વિકાસ માં આપણા દેશ માં હજુ પણ ઘણું કામ થવાનું બાકી છે. અને આ સુવિધાઓ સંપૂર્ણ રીતે ઉપલબ્ધ થઈ જાય ત્યારબાદ પણ આ ગાડીઓ ની કિમતો, આ ગાડીઓ ની reliability, આ ગાડી ને ચાર્જ થવામાં લાગતો સમય અને આ ગાડીઓ માં મળતી actual on road range પર પણ હજુ ઘણી બધી સ્પષ્ટતાઓ અને કાર્ય બાકી રહેલું છે.

ભારત માં Maruti Suzuki ની હાઇબ્રિડ ગાડીઓ ઘણા લાંબા સમય થી માર્કેટ માં રહેલી જ છે જ્યારે Toyota અને Maruti Suzuki ના OEM collaboration પછી થી Toyota ની પણ હાઇબ્રિડ ગાડીઓ પણ એક સારું એવું વિકલ્પ પૂરું પાડી રહી છે. ઉપરાંત માં Honda City e:HEV પણ હાઇબ્રિડ વિકલ્પ માં ભારત માં ઉપલબ્ધ છે. વધુ માં અહી Hyundai, Kia, JSW MG Motors વગેરે જેવી કંપની ઑ પણ હાઇબ્રિડ ટેક્નોલોજી પર કાર્ય કરી જ રહી છે. વધુ માં હાલ માં જ જાહેર થયેલા Honda અને Nissan ના merger ના ફળસ્વરૂપે પણ આગામી સમય માં આ કંપનીઑ તરફ થી પણ ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ ગાડીઓ આવી શકે છે.

Mahindra XUV 3XO hybrid

આટલા વર્ષો થી પેટ્રોલ અને ડીઝલ ગાડીઓ ચલાવતા ભારતીય ગ્રાહકો માટે CNG પણ હજુ જરા અધકચરું વિકલ્પ લાગે છે. ઇલેક્ટ્રિક ગાડીઓ જો કે પાવર ની દ્રષ્ટિએ તો સારા માં સારું પરિણામ આપવા માટે સક્ષમ હોય છે પરંતુ હજુ પણ આપણું ઇલેક્ટ્રિક ગાડીઓ પ્રતિ રૂપાંતરણ ધીમું છે. ત્યાં સુધી હાઇબ્રિડ ગાડીઓ અહી એક ઉત્કૃષ્ટ વિકલ્પ ભજવી જશે અને સામાન્ય ગાડી કરતાં થોડી જ ઊચી કિમત સાથે અહી mileage પણ વધુ મળી જશે અને હાઇબ્રિડ ગાડીઓ વધુ પડતી પેટ્રોલ એંજિન સાથે જ આવતી હોવાથી અહી સરકાર ની ડીઝલ એંજિનો પર ની નીતિઓ થી પણ બચી શકાશે.

Mahindra ના MD & CEO Mr. Anish Shah ના કહેવું છે કે “હાઇબ્રિડ એ થોડી અલગ પાવરટ્રેન છે. જેટલી હદ સુધી તેની જરૂર પડશે, અમે તેની સાથે તૈયાર રહીશું. જો હાઇબ્રિડ વાહનોની માંગમાં નોંધપાત્ર ફેરફાર થશે અને અમારા ગ્રાહકો પણ તે માટે જરૂર પૂરતો આ દિશા માં રસ દાખવશે તો અમે હાઇબ્રિડ ટેકનોલોજી ના વિકાસ ની દીક્ષા માં ખૂબ ઝડપથી આગળ વધીશું”.

Image source , Info source 

Also read : 2025 માં EV ના વાયરા ની સાથે કંપનીઓ hybrid ગાડીઓ પર પણ આપી રહી છે ધ્યાન-hybrid cars in India 2025

Also read : 2025 મા આ જાપાનીઝ કંપની EV ને બદલે strong hybrid પર વધુ ધ્યાન આપવા માંગે છે – જાણો કારણો અને તથ્યો

Also read : 2028 સુધી માં આવી શકે છે Maruti Suzuki ની subcompact hatchback EV – Suzuki eWX concept ના નામ થી રજૂ થઈ ચૂકી છે auto expo માં

Leave a Comment