છેલ્લા ઘણા સમય થી ક્યાંક ને ક્યાંક અલપ ઝલપ જોવા મળતી Mahindra ની EV ગાડીઓ વિષે ની આતુરતા નો અંત આણતા કંપની એ તેનું teaser તેના X ના handle પર launch કરી દીધું છે. Teaser પ્રમાણે કંપની 26 નવેમ્બર ના રોજ પોતાની 2 EVs, Mahindra BE 6e and XEV 9e launch કરવા જઈ રહી છે.
Mahindra BE 6e એ Mahindra દ્વારા auto expo મા reveal કરવામા આવેલા BE 05 concept ને ઘણી જ હળતી મળતી design મા દેખાઈ રહી છે જ્યારે XEV 9e એ Mahindra ની જ સફળ SUV, XUV 700 નું જ EV version છે. બંને ગાડીઓ Mahindra ના INGLO skateboard platform પર બનાવવામાં આવી છે. તો અહી આપણે આ બંને ગાડીઓ વિષે ઉપલબ્ધ માહિતી જોઈએ.
BE 6e
BE એટલે કે Born Electric, જે Mahindra દ્વારા જ તેની EV ગાડીઓ માટે શરૂ કરાયેલું એક નવું જ સોપાન છે. આ સોપાન ની અંતર્ગત જ auto expo મા BE 05 નું concept મોડેલ રજૂ કરવામા આવ્યું હતું અને હવે teaser મા જોતાં આ concept ને ઘણું જ અનુરૂપ BE 6e ની design અને અંદર નું cabin interior લાગી રહ્યું છે.
અહી સદી ની સૌથી આધુનિક અને futuristic design મા આ ગાડી આવાની છે. અહી આગળ ના ભાગ મા તદ્દન નવા જ C shaped LED DRLs આપવામાં આવ્યા છે જે headlights ની બહાર ની સીમા થી લઈ ને bumper ના નીચે ના ભાગ સુધી જાય છે. આગળ ના ભાગ મા BE નો illuminated emblem આપવામાં આવ્યો છે તથા આખી ગાડી ની design જ એક SUV coupe જેવી લાગી રહી છે અને સાથે કદ માં સામાન્ય કરતાં મોટા aerodynamic diamond cut alloys તથા તેની ઉપર high black claddings મળી જવાની છે જે ખૂબ જ aggressive look આપી રહ્યા છે. EV મા આ ગાડી એ હાલ મા જ launch થયેલી TATA Curvv EV ને તગડી ટક્કર આપશે.
અહી cabin ની અંદર આપણને ખૂબ જ high-tech અને segment first એવા ઘણા features મળી જવાના છે. અહી આપણને 2 spoke flat bottom steering કે જેમાં BE નો illuminated logo આપેલો છે, 10.5 inch instrument cluster જ્યારે તેનાથી પણ મોટી display infotainment system માટે મળી જવાની છે. આ સિવાય અહી full glass roof અને ambient lighting પણ મળી જવાનું છે. અહી આજ ના આધુનિક સમય પ્રમાણે automatic climate control, cruise control, lane change assist, wireless charging, cooled glove boxes, ventilated seats, ADAS, 360º camera વગેરે જેવા આધુનિક features પણ મળી જવાના છે.
બેટરી ની વાત કરીએ તો અહી 60 kW અને 80 kW એમ બે વિકલ્પો મળી જવાની સંભાવના છે. અહી એ વાત નોંધનીય છે કે આજ ના front wheel drive ગાડીઓ ના જમાના મા Mahindra પાછળ ની axle મા, Valeo કે જે એક electric motors ની supply કરતી કંપની છે તેના દ્વારા બનાવેલ motor આપવાની છે એટલે કે અહી આપણને rear wheel drive setup (RWD) મળી જવાનુ છે અને આ સાથે જ કંપની variant પ્રમાણે all wheel drive (AWD) ની સુવિધા આપે તો પણ નવાઈ નહીં.
આ motor 231 bhp પાવર અને 380 nm નો ટોર્ક ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. અહી 60 kWh ના બેટરી પેક સાથે ગાડી ની અંદાજિત range 400+ km છે અને 80 kW ની બેટેરી પેક ની range અંદાજીત 500+ km ની છે. આ સાથે અહી આપણને 175 kW ના fast charging ની પણ સુવિધા મળવાની સંભાવના છે જેથી 30 મિનિટ માં જ બેટરી 80% સુધી charge થઈ શકે.
XEV 9e
આગળ આપણે વાત કરી તેમ XEV 9e એ XUV 700 નું જ EV version છે છતાં પણ અહી આપણે ઘણા જ આધુનિક ફેરફારો exterior અને interior બંને માં જોવા મળી જવાના છે. અહી પણ આપણને C shaped LED DRLs આપવામાં આવ્યા છે જે headlights ની બહાર ની સીમા થી લઈ ને bumper ના નીચે ના ભાગ સુધી જાય છે. આમ તો અહી XUV 700 ની design ની છાંટ તો મળી જ જવાની છે તો પણ અહી આપણને આગળ પાછળ full LED light setups, coupe like rooflines, કદ માં સામાન્ય કરતાં મોટા aerodynamic diamond cut alloys તથા તેની ઉપર high black claddings મળી જવાના છે.
Interior માં પણ અહી આપણને ધરખમ ફેરફારો જોવા મળવાના છે.teaser માં દેખાઈ રહ્યું છે તે પ્રમાણે અને ચાલતી અટકળો અનુસાર અહી segment માં સૌ પ્રથમ આગળ ના ભાગ માં આપણને triple display setup મળી જવાનું છે. એક display instrument cluster તરીકે વપરાય જ્યારે બીજી વચ્ચે ની display infotainment તરીકે વપરાય અને બની શકે કે ત્રીજી display થી ગાડી ના બધા જ આધુનિક features ને આંગડી ના ટેરવે નિયંત્રિત કરી શકાય. આ સિવાય અહી full glass roof અને ambient lighting પણ મળી જવાનું છે.
અહી આપણને 2 spoke flat bottom steering, full glass roof, automatic climate control, cruise control, lane change assist, wireless charging, cooled glove boxes, ventilated seats, ADAS, 360º camera વગેરે જેવા આધુનિક features પણ મળી જવાના છે.
બેટરી ની વાત કરીએ તો અહી પણ 60 kW અને 80 kW એમ બે વિકલ્પો મળી જવાની સંભાવના છે. અહી પણ કંપની Valeo ની જ motor પાછળ ના axle માં આપવાની છે. આ motor 231 bhp પાવર અને 380 nm નો ટોર્ક ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. અહી 60 kWh ના બેટરી પેક સાથે ગાડી ની અંદાજિત range 400+ km છે અને 80 kW ની બેટેરી પેક ની range અંદાજીત 500+ km ની છે. આ સાથે અહી આપણને 175 kW ના fast charging ની પણ સુવિધા મળવાની સંભાવના છે જેથી 30 મિનિટ માં જ બેટરી 80% સુધી charge થઈ શકે.
અહી પણ આપણને rear wheel drive setup (RWD) મળી જવાનુ છે અને આ સાથે જ કંપની variant પ્રમાણે all wheel drive (AWD) ની સુવિધા આપે તો પણ નવાઈ નહીં. EV ગાડીઓ માં all wheel drive (AWD) ની સુવિધા એ હાલ જ production model માં launch થયેલી Maruti Suzuki e Vitara માં પણ જોવા મળી અને આવનારી TATA Harrier EV માં પણ આ સુવિધા મળવાની સંભાવના છે.
Also read : Mahindra BE 6e and XEV 9e features of base variant ‘Pack one’
Also read : Winter car care tips -શિયાળા ની ઋતુ મા ગાડી માટે ની જરૂરી સંભાળ તથા તકેદારીઓ
Also read : Hyundai Creta EV-most anticipated EV of 2025 from Korean side
1 thought on “Mahindra BE 6e and XEV 9e reveled-launching on 26 Nov”