વૈશ્વિક મહામારી ના સમય માં અમુક જરૂરી સુવિધાઓ ને લાગતાં વળગતા વાહનો સિવાયના બીજા બધા જ પ્રકાર ના વાહનો બંધ હતા ત્યારે પૂરા વિશ્વ એ એકદમ ચોખ્ખી હવા નો અનુભવ કર્યો અને ત્યારબાદ આપણા દેશ ની જનતા ને પણ સમજાયું કે fossil fuel એટલે કે અશ્મિભૂત બળતણો જેવા કે પેટ્રોલ, ડીઝલ સિવાય હવે ઇલેક્ટ્રિક વાહનો જ આપણું ભવિષ્ય છે અને સામે રોજીંદા વપરાશ માં પણ આ વાહનો વધુ સસ્તા પડે છે અને તેનો maintenance charge પણ બીજા બળતણના વાહનો કરતાં વધુ સસ્તો પડે છે.
છેલ્લા થોડા સમય માં આપણા દેશ ની સરકાર પણ EV વાહનો ના વપરાશ પર અને વધુ માં વધુ લોકો ઇલેક્ટ્રિક વાહનો ખરીદતા થાય અને વાપરતા થાય તેના પર ભાર આપતી આવી છે. આ દિશા માં લોકો ને વધુ ને વધુ પ્રોત્સાહન મળે તે માટે સરકાર તરફ થી પણ 2 wheeler વાહનો પર સબસિડી આપવામાં આવે છે જ્યારે 4 wheelers પર પણ લાગતાં અલગ અલગ taxes માં રાહત આપવામાં આવે છે. અમુક રાજ્યો માં તો ઇલેક્ટ્રિક 4 wheelers પર બિલકુલ tax વસૂલવામાં આવતો નથી. આ કારણે શરૂઆત માં ઇલેક્ટ્રિક વાહનો થોડા મોંઘા પડે છે પરંતુ આ પ્રકાર ના લાભો ને કારણે તેની કિમત ઘણી નીચે આવી જાય છે.
પરંતુ હવે ખરો પ્રશ્ન તો એ છે કે શું ખરેખર EV વાહનો ના વપરાશ ને લીધે આપણા દેશ ના વાતાવરણ ને ફાયદો થાય છે ? શું ખરેખર EV વાહનો ના વપરાશ ને લીધે આપણા દેશ ના કોઈ પણ શહેર ના પ્રદૂષણ ના પ્રમાણ માં કોઈ નોંધપાત્ર ઘટાડો કરી શકાય છે ? અમારી દ્રષ્ટિ એ જવાબ છે ના. આવો આપણે આ વાત are EVs good or bad for India ને વિસ્તાર થી સમજીએ.
હવે વાત અહી જાણે એમ છે કે EV વાહનો ના વપરાશ ને લીધે વાતાવરણ ને થતો ફાયદો અને પ્રદૂષણ માં થતો ઘટાડો એ ખરેખર તો એ વાત ઉપર નિર્ભર છે કે આ વાહન ને ચાર્જ કરવા માટે વપરાતી વીજળી નું ઉત્પાદન કઈ રીતે કરવામાં આવ્યું છે. આપણા દેશ માં વપરાતી કુલ વીજળી ના લગભગ 60-70% વીજળી એ આ પ્રકાર ના fossil fuel ને બાળી ને અને નુકલીયર પ્લાન્ટ દ્વારા ઉત્પન્ન કારવવામાં આવે છે. ભારત ની કુલ માંગ માંથી 60% વીજળી થર્મલ પ્લાન્ટ્સ માં કોલસા અને ત્યારબાદ ડીઝલ ને બાળી ને ઉત્પન્ન કરવામાં આવે છે અને ત્યાંથી આ વીજળી નું high voltage વડે વિસ્થાપન કરવામાં આવે છે. આ ઉપરાંત ન્યુક્લિયર પ્લાન્ટ્સ માંથી 4-5% જેટલું વીજળી ની ઉત્પાદન થઈ જાય છે.
છેલ્લા થોડા વર્ષો માં ભારત એ નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતોના ક્ષેત્ર માં સારી એવી હરણફાળ ભરી છે. ભારત ના કુલ વપરાશ ની 36-40% વીજળી આજે નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતો જેવા કે સોલર પ્લાન્ટ્સ, હાઈડ્રો પ્લાન્ટ્સ, વિન્ડ ફાર્મસ વગેરે જેવા માધ્યમો દ્વારા આવી રહી છે. પરંતુ આપણી કુલ માંગ નો 60-65% ભાગ હજુ પણ પ્રદૂષણ કરી ને વીજળી ઉત્પન્ન કરતાં સ્ત્રોતો માંથી જ આવે છે. અમારી દ્રષ્ટિએ EV વાહનો ના વપરાશ નો ખરેખર ફાયદો ત્યારે થાય કે જ્યારે આ વાહનો ને ચાર્જ કરવા માટે વપરાયેલી વીજળી નું ઉત્પાદન ઓછા માં ઓછું પ્રદૂષણ કરી ને અથવા તો નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતો ના માધ્યમ થી કરવામાં આવે.
જ્યારે કોઈ EV વાહન ને ચાર્જ કરી ને ચલાવવામાં આવે છે ત્યારે આપણને લાગે છે આપણે આ વાહન ને ચલાવી ને કોઈ પણ પ્રકાર ના ધુમાડા કે ઝેરી વાયુઑ નું ઉત્સર્જન નથી કરી રહ્યા, પરંતુ અહી સમજવા જેવી વાત એ છે કે આ વાહન ને ચાર્જ કરવા માટે જે વીજળી નો ઉપયોગ કરવામાં આવ્યો છે તેનું ઉત્પાદન કરવા માટે અશ્મિભૂત બળતણો નો જ ઉપયોગ કરવામાં આવ્યો હોઈ શકે છે અને આ વીજળી ઉત્પન્ન કરવાની પ્રક્રિયા દરમ્યાન વાતાવરણ માં ધુમાડો અને ઝેરી વાયુઑ ની નિકાસ કરવામાં આવી હોય તેવું બની શકે છે.
Climate Council નામ ની એક વેબસાઇટ પર થી માહિતી મળે છે કે Sweden પોતાની વીજળી ની રોજીંદા જરૂરિયાત ના 50% નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતો ના મધ્યમ થી ઉત્પન્ન કરે છે જ્યારે Costa Rica 98% જેટલા જંગી પ્રમાણ માં પોતાની રોજિંદા વપરાશ ની વીજળી નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતો માંથી મેળવી લે છે. આપણો ભારત દેશ હજુ વિકાસશીલ દેશ છે અને હજુ આ દિશા માં આપણે ઘણું કામ કરવાનું બાકી છે. જો કે આપણી હાલ ની સરકાર પણ આ દિશા માં ખૂબ જ સારી કામગીરી કરી રહી છે.
જ્યારે કોઈ શહેર માં EV વાહનો નો વપરાશ વધે છે ત્યારે તે શહેર માં થતાં પ્રદૂષણ માં ઘટાડો આવી શકે છે પરંતુ જો આ વાહનો ને ચાર્જ કરવા માટેની વીજળી નું ઉત્પાદન કરતાં પ્લાન્ટ્સ આ શહેર ની આજુબાજુ જ હોય તો પછી શહેર ના પ્રદૂષણ ના પ્રમાણ માં કોઈ ફેર પાડવાનો નથી. અને માંની લો કે વીજળી ઉત્પન્ન કરતાં પ્લાન્ટ્સ શહેર થી દૂર સ્થાપવામાં આવે તો પછી આ પ્લાન્ટ ની આસપાસ ના વિસ્તાર માં પ્રદૂષણ નું પ્રમાણ વધી જાય.
અહી સો વાત ની એક વાત એ છે કે EV ના exhaust માંથી ભલે ધુમાડો ના નીકળતો હોય પરંતુ આ ધુમાડો પહેલા જ આ વાહન ને ચાર્જ કરવા માટે ની વીજળી ઉત્પન્ન કરવામાં પાવર પ્લાન્ટ ના outlet chamber માંથી નીકળી ચૂક્યો હોય છે. હાલ માં અમારી દ્રષ્ટિએ EV વાહન નું ચાલવું એ પ્રદૂષણ ના નિષ્કર્ષ સ્થાન ને એક જગ્યા એ થી બીજી જગ્યા એ લઈ જવા જેવુ જ છે. પરંતુ જે ગતિ થી આપણો દેશ વીજળી ના નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતો તરફ આગળ વધી રહ્યો છે તે પર થી લાગે છે કે 2040 સુધી માં આ દિશા માં ઘણા જ નોંધનીય સકારાત્મક પરિણામો આપણને જોવા મળી શકે છે.
Also read : Bajaj Chetak – દેશ ની જ કંપની એ Chetak ને EV રૂપે સજીવન કરેલું એક નજરાણું – 3501 અને 3502
2 thoughts on “શું EV વાતાવરણ માટે ખરા અર્થ માં ફાયદાકારક છે ??? શહેરો માં વધતાં જતાં પ્રદૂષણ માં શું EV નો ફાળો છે ? are EVs good or bad for India?”