જાણો કઈ કઈ છે Upcoming Hero bikes આવનારા EICMA 2024 મા

જાપાનીઝ કંપનીઓ ની જેમ થોડા આરામ થી પોતાના products launch કરવા માટે જાણીતી ભારત ની 2 wheelers ની મુખ્ય કંપની Hero MotoCorp એ Milan, Italy મા આગામી યોજાનારા auto show, EICMA(Esposizione Internazionale Ciclo Motociclo e Accessori) મા 4 નવા products પર થી પડદો હટાવવાની official અને unofficial જાહેરાતો કરી દીધી છે.

Launch થનારા આ vehicles મા અમુક નવા મોડેલ્સ પણ છે અને અમુક એવા મોડેલ્સ પણ છે કે જેનું વેચાણ ચાલુ છે અને તેના એંજિન મા ફેરફારો કરી ને facelift version તરીકે launch કરવામા આવી રહ્યા છે. તો આગળ આપણે જોઈએ Upcoming Hero bikes ની અમુક પ્રાથમિક માહિતીઓ.

New Vida V1

આ સમયએ V1 ના 2 variants V1 plus અને V1 pro બજાર મા છે જ. હવે ભારત ની બજારો મા EV 2 wheelers ની વધતી જતી માંગ ને ધ્યાન મા લઈ ને Hero MotoCorp અહી બેટરી અને design મા ફેરફારો કરી ને EICMA2024 મા અહી પડદો હટાવે તેવી સંભાવના છે. હાલ મા V1 plus 3.44kWh removable battery pack with 6 kW motor અને 143 km ની range સાથે આવે છે જ્યારે V1 pro 3.94kWh battery pack 6 kW motor અને 165km ની range સાથે આવે છે.

Hero MotoCorp નું આ EV Scooter launch થતાં તે OLA, Ather, TVS અને Bajaj ના આવતા EV Scooter ને સીધી રીતે ટક્કર આપશે અને New V1 એ ઘણી જ આકર્ષક કિમતો સાથે launch થવાની પૂરેપૂરી સમભાવના ઑ છે.

Xpulse 210

લાંબા સમય થી જેની સૌથી વધુ રાહ જોવાઈ રહી હતી તે Xpulse 210 હવે એક નવા જ Karizma XMR ના liquid cooled એંજિન સાથે વધુ શક્તિશાળી અને વધુ off-roading ની ક્ષમતાઓ સાથે launch થવા જઈ રહ્યું છે. અહી આપણને હવે 25.5 bhp નો પાવર અને 20.4 nm નો ટોર્ક મળવા જઈ રહ્યો છે. જોકે અહી કંપની દ્વારા દર્શાવેલ teaser મા Xpulse 210 નું BS4 version જ દેખાઈ રહ્યું છે જે extra accessories થી સજ્જ છે.

અહી એંજિન અને design ના ફેરફારો સાથે કંપની અહી આગળ અને પાછળ ના suspension મા પણ જરૂરૂ ફેરફારો કરે તેવી સંભાવના છે કે જેથી highway cruising મા પણ આ બાઇક આરામદાયક નીવડે.

Xtreme 250R

250 cc ના નવા જ સેગમેન્ટ મા પ્રવેશ કરતાં કંપની Xreme 250R પર થી પણ EICMA2024 મા પડદો હટાવવા જઈ રહી છે. અહી એ ચોક્કસસ નથી કે કંપની આ બાઇક ને તેના જૂના નામ Xtreme સાથે જ launch કરવાની છે કે પછી નવું નામ એટલે કે Xtunt 2.5R નામ આપવા જઈ રહી છે. થોડા સમય પહેલા જ આ બાઇક ની patent ની તસવીરો ઇન્ટરનેટ પર વહેતી થઈ હતી. આ તસવીરો જોતાં અહી naked motorcycle design છે જે ઘણી જ sharp અને aggressive લાગી રહી છે.

અહી 250 cc નું liquid cooled એંજિન અને પાવર ની દ્રષ્ટિ એ 30 bhp અને 25 nm નો ટોર્ક મળી જવાનો છે. આ જ એંજિન Karizma XMR 250 કે જે આ બાઇક સાથે જ launch થવાની છે, તેમા પણ હશે.

Karizma XMR 250

210 cc ના version પછી લાંબા સમય થી આ બાઇક મા કોઈ પણ જાત નું અપડેટ આપવામાં આવ્યુ ન હતું. માટે જ આવતા વર્ષ મા કંપની એ Karizma XMR નું 250 cc ના એંજિન સાથે નું facelift version launch કરવાનો EICMA2024 ના સારા એવા platform નો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે.અહી મુખ્ય body structure તો તેના 210 cc ના version જેવુ જ રહેશે પરંતુ ઇન્ટરનેટ પર તેના patent ની તસવીરો જોતાં અહી અમુક graphical અને એંજિન compartment મા ફેરફારો જોવા મળી રહ્યા છે.

આ સાથે જ 250 cc ના સેગમેન્ટ મા USD (upside down) suspensions મળે તો નવાઈ નહીં. અહી આપણને 250 cc નું liquid cooled એંજિન અને પાવર ની દ્રષ્ટિ એ 30 bhp અને 25 nm નો ટોર્ક મળી જવાનો છે.

7 નવેમ્બર થી 10 નવેમ્બર સુધી ચાલવાના EICMA મા આ 4 vehicles વિષે ની વધુ ચોક્કસ માહિતી ખબર પડશે અને લગભગ આ બધા જ મોડેલ્સ 2025 મા જ officially launch કરવામા આવે તેવી પૂરેપૂરી સંભાવના છે. આ expo મા નવી માહિતી આવે એટલે તરત જ નવા આર્ટિક્લ દ્વારા આપવામાં આવશે. આવી જ નવી માહિતીઓ મેળવવા અમારી સાથે જોડાયેલા રહો.

Image source

Also read : TVS Raider iGO variant launched at ₹98,389/-

Also read : Upcoming Honda Activa EV in 2025 -Also Suzuki Burgman EV in a queue

1 thought on “જાણો કઈ કઈ છે Upcoming Hero bikes આવનારા EICMA 2024 મા”

Leave a Comment

Exit mobile version