Scrambler બાઇક ખરીદવાની આ છે સૌથી સારી તક – Triumph Scrambler 400X મળી રહી છે ₹12,500 ની offers સાથે

2024 ના અંત માં લગભગ બધી જ કંપનીઓ ચાલુ વર્ષ ના અને આગળ ના વર્ષ ના MY (Manufacturing year) ના મોડેલ પર discounts આપી રહી હતી જ્યારે 2025 ના નવા વર્ષમાં પણ અહી Triumph Scrambler 400X પર ₹12,500 સુધી ની offers અને free accessories મળી રહી છે. આમ તો Triumph એ આ offer ને 2024 ના ડિસેમ્બર સુધી જ સીમીત રાખી હતી જ્યારે કંપની એ 2025 માં પણ આ offer ને વિના કોઈ વિક્ષેપએ ચાલુ રાખી છે અને આ offer ની સમય મર્યાદા 31 જાન્યુઆરી 2025 સુધી કરી આપવામાં આવી છે. આપના સપના ની બાઇક પર value for money deal મેળવવા માટે અને  Scrambler બાઇક ના ચાહકો માટે આ એક સારી તક છે.

Triumph Scrambler 400X

આ સમયે Triumph Scrambler 400X પર કંપની તરફ થી હાલ માં ₹12,500 ની કિમત ની free accessory kit આપવામાં આવી રહી છે. આ કીટ માં Triumph ના જ બધા genuine અને રોજિંદા જીવન માં ઉપયોગી એવા પાર્ટસ નો સમાવેશ થાય છે. આ free accessory kit માં આગળ ના ભાગ માટે Coated windscreen, બાઇકો પર લાંબી મુસાફરી અને bike road trips ના ચાહકો માટે સીટ ના પાછળ ના ભાગ માં luggage rack, બાઇક ના sporty look માં વધારો કરવા માટે fuel tank પર tank pads, engine compartment ના રક્ષણ માટે lower engine bars અને high mudguard kit નો સમાવેશ કરવામાં આવ્યો છે.

Triumph Scrambler 400X

વધુ માં અહી કંપની ની આગવી ઓળખ માટે આ kit સાથે Triumph ની બ્રાન્ડિંગ સાથે ના t-shirt નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 31 જાન્યુઆરી સુધી ચાલવા વાળી આ offer નો લાભ લેવા માટે હજી પણ આપની પાસે અડધા મહિના થી પણ વધારે સમય બચેલો છે. ભારત માં આ પ્રકાર ની બાઇકો માટે ચાહકો આરામ થી ₹2-3 લાખ સુધી ની કિમત ખર્ચી નાખે છે અને આ પ્રકાર ની robust bike માટે અને આ પ્રકાર ની value deal મળતી હોય તો પછી કંકુ ના કરી નખાય એવું અમારી દ્રષ્ટિએ અમને લાગી રહ્યું છે.

Triumph Scrambler 400X

Triumph Scrambler 400X ની હાલ માં તેની વેબસાઇટ અનુસાર ex showroom કિમત ₹2,64,496 છે. આ બાઇક માં TR series 398.15 cc નું single cylinder 4 valve DOHC liquid cooled engine મળી જાય છે. આ સક્ષમ એંજિન સાથે 40 bhp પાવર અને 38 nm નો ટોર્ક મળી જાય છે. આ એંજિન ની સક્ષમતા ને લીધે શહેર અને હાઇવે બંને પ્રકાર ના રસ્તાઑ પર આ બાઇક ને સુગમતા પૂર્વક ચલાવી શકાય છે. અહી Bosch electric fuel injection system, electronic throttle control મળી જાય છે. 6 speed gear transmission અને torque assist multi plate slip wet clutch સાથે ચાલક ને ખૂબ જ smooth experience આ બાઇક પૂરો પાડે છે.

Triumph Scrambler 400X

Scrambler 400X માં આગળ નું wheel 19 ઇંચ નું અને પાછળ નું wheel 17 ઇંચ નું મળી જાય છે. આગળ અહી આ બાઇક ની લાક્ષણિકતાઓ સાથે સુગમ રહે તેવું 43 mm upside down (USD) suspension મળી જાય છે જેમાં 150 mm wheel travel મળી જાય છે. પાછળ અહી 6 step adjustable gas mono- shock suspension મળી જાય છે જેમાં 150 mm wheel travel અને external oil reservoir મળે છે. આગળ 320 mm 4 caliper ABS disc brakes મળે છે જ્યારે પાછળ 230 mm single piston floating caliper ABS disc brakes મળી જાય છે. Triumph Scrambler 400X માં 13 liter નું fuel tank, 835 mm seat height, 195 mm ground clearance અને 185 kg kerb weight છે.

Triumph Scrambler 400X

Triumph Scrambler 400X માં મળતા ઉપયોગી features ની યાદી માં ride by wire throttle, જરૂરિયાત અનુસાર on/off સાથે traction control, analogue speedometer, LCD multi information display અને LED DRL (day time running light) નો સમાવેશ થાય છે. જો આપ વધુ મોટા એંજિન સાથે આવતી બાઇકો ના bulky design થી કઈક અલગ design અને તે પણ તેટલા જ સક્ષમ એંજિન સાથે ખરિદ્વાવ માંગતા હોવ તો આ એક સારી deal સાબીત થઈ શકે છે. આપ તુરંત જ આપની નજીક ની Triumph ડીલરશીપ નો સંપર્ક કરી શકો છો. આખરી નિર્ણય ડીલરશીપ ને આધીન જ રહેશે.

Triumph Scrambler 400X

Image source

અન્ય લેખો

2025 માં જાણો TATA ની ગાડીઑમાં શું નવા updates અને features ઉમેરાયા છે અને સાથે નવી કિમતો પણ – updates in tata tiago tigor and nexon for 2025

2025 ના વર્ષ થી Hyundai ની આ ત્રણ ગાડીઓ માં આવ્યું છે update – નવા features અને કિમતો સાથે મળશે new verna venue grand i10 nios for 2025

Urban Cruiser EV – 2025 માં પ્રથમ વખત Brussels Motor show માં રજૂ થઈ : જાણો શું શું મળી શકે છે આ જાપાનીઝ EV માં

Leave a Comment