1991 માં એક એવી ગાડી launch કરવામાં આવેલી કે જે ભારતીય કંપની દ્વારા બનાવવામાં આવેલી દેશ ની સૌપ્રથમ SUV હતી જેનું નામ છે TATA Sierra, અને car lovers ના હ્રદય ના ધબકાર સમી Sierra હવે 2025 માં ફરી launch થવા જઈ રહી છે. તો આવો આપણે જાણીએ TATA Sierra 2025 વિષે વધુ માહિતી અને આપણે તે પણ વાત કરીશું કે Sierra એ EV version માં આવશે કે પછી કંપની Sierra ના ચાહકો માટે તેનું ICE (Internal Combustion engine) version પણ લાવશે !
2025 માં launch થવા જઈ રહેલી TATA ની ગાડી TATA Harrier EV સાથે હવે Sierra નું નામ પણ જોડાઈ ચુક્યું છે અને આ સમયે TATA પોતાની EV first policy ને અનુસરતા સૌપ્રથમ તો Sierra EV જ launch કરવા જઈ રહી છે પરંતુ અહી અમુક media reports અનુસાર અને કંપની ના અમુક statements અનુસાર Sierra નું પણ ICE version ભારત માં launch થશે જ. આ સમય ની EV ની ઘટતી જતી માંગ ને જોતાં પોતાના આ futuristic plans ને ખાતર કંપનીઑ EV ગાડીઓ તો launch કરી જ રહી છે પરંતુ હજી પણ globally ICE ગાડીઓ નો દબદબો ઓછું થવાનું નામ નથી લઈ રહ્યો.
આ જ કારણોસર 2020 થી અલગ અલગ auto expos માં દેખાયેલી TATA Sierra નું EV version તો આવશે જ પરંતુ તેની સાથે સાથે આ ગાડી જેના માટે સૌથી વધુ પ્રખ્યાત હતી તે ડીઝલ એંજિન માં પણ TATA Sierra launch થશે અને TATA ની ગાડીઓ માં પહેલી વાર આપવામાં આવશે તેવું અને 2023 ના auto expo માં દેખાયેલ પેટ્રોલ એંજિન પણ અહી આપવામાં આવશે.
ગાડી ની design ની વાત કરીએ તો અહી આગળ front bumper ખૂબ જ bulky અને ઊંચું લાગી રહ્યું છે જ્યારે અહી bonnet પાસે silver chrome plate આપેલી છે અને તેની નીચે LED DRLs આપેલ છે. હવે અહી આજ ના સમય પ્રમાણે connected DRLs પણ આવી શકે અને નીચે અહી આપેલ silver fiber cladding પણ ખૂબ આકર્ષક લાગી રહી છે. બાજુ થી Sierra ની ઓળખ છે તે રીતે C અને D pillars black કરવામાં આવ્યા છે અને closed glass room બનવામાં આવ્યો છે. અહી panoramic sunroof પણ મળી શકે છે જે આજ ના સમય નું premium feature છે. સાથે અહી 20 inch ના alloy wheels પણ મળી શકે છે.
પાછળ થી જોતાં અહી આગળ ની જેમ જ ઊંચાઈ વધુ દેખાઈ રહી છે અને પાછળ પણ connected taillamps આપેલ છે. અહી પણ bulky bumper સાથે silver cladding આપેલી છે. અહી ઘણું જ આકર્ષક અને sporty એવું rear spoiler પણ આપેલું છે. Interior માં અહી આવનારી TATA Harrier EV જેવુ જ interior મળી રહ્યું છે અને આ સિવાય electronic sunroof અને Sierra ની ઓળખ એવા glass room ની feel તો ખરી જ. Top variant માં અહી આપણને પાછળ ની બંને seats પણ captain setup માં મળી શકે છે. આ સિવાય front ventilated and electrically adjustable seats, dual armrests, premium grey black interior, touch HVAC (Heating, ventilation, air conditioning) controls વગેરે મળી શકે છે.
એંજિન અને બેટરી બાજુ જઈએ તો અહી બેટરી ના 60 kWh અને 80 kWh એમ બે વિકલ્પો મળી શકે છે જેમાં 2WD (front wheel drive) અને AWD (all wheel drive) એમ બંને વિકલ્પો મળી જવાના છે. અહી એક અંદાજ પ્રમાણે 80 kWh માં 500+km ની range મળી જાય છે. ICE version માં અહી આ સમયે પેટ્રોલ એંજિન તરફી વાતાવરણ માં 2.0 liter 4 cylinder turbo diesel engine(Manual/ automatic) મળી જવાનું છે જે Harrier અને Safari માં મળે છે, જે 170 bhp પાવર અને 350 nm નો ટોર્ક ઉત્પન્ન કરે છે. આ સિવાય TATA માં સૌપ્રથમ એવું T-GDI 1.5 liter 4 cylinder turbocharged petrol engine મળી જવાનુ છે જે 170 bhp પાવર અને 280 nm નો ટોર્ક પ્રદાન કરશે.
અહી TATA Curvv અને Punch EV માં સૌપ્રથમ આપવામાં આવેલું Acti.ev architecture પર જ Sierra વિકસિત કરવામાં આવશે અને 3.9 થી 4.6 meter સુધી ની લંબાઈ ધરાવતા અને અલગ અલગ powertrains ને support કરતાં એવા TATA ના જ વિકસિત કરાયેલ ATLAS(Adaptive Tech-Forward Lifestyle Architecture) platform પર બનાવમાં આવી છે અને Sierra ની લંબાઈ 4.3 meter હોઈ શકે છે.
કિમત વિષે હજી કોઈ અધિકૃત માહિતી તો મળેલ નથી પરંતુ TATA તરફ થી Harrier EV નું launching તો પાક્કું જ છે જે અંદાજિત ₹25-29 લાખ ની કિમત વચ્ચે launch કરે તેવી સંભાવના છે.માટે અહી Sierra ની કિમત પણ તેના variants અને powertrain અનુસાર ₹19-30 લાખ આસપાસ રહે તેવું લાગી રહ્યું છે. હવે 2025 ના મધ્ય સુધી માં Sierra ના launching વિષે પણ જેમ જેમ માહિતીઓ આવતી જશે તેમ તેમ અહી અમે આપની સમક્ષ આ માહિતીઓ બધી જ જગ્યાએ થી એકઠી કરી ને પીરસતા રહીશું.
Also read : Jeep cars with discount on year end – best time in 2024 to add one
4 thoughts on “TATA Sierra 2025 EV or ICE ? – upcoming TATA Harrier EV”