TATA CURVV -“દેશ કા લોહા”તરીકે પ્રસિદ્ધ TATA તરફ થી 2024 માં ભારત ની સૌપ્રથમ Sturdy coupe SUV

  • ‘Desh ka loha’ તરીકે પ્રસિદ્ધ આપણા દેશ ની કંપની TATA હવે 2024 મા એક તદ્દન નવા જ સેગમેન્ટ SUV Coupe મા TATA Curvv દ્વારા પ્રવેશ કરવા જઈ રહી છે જેની અત્યંત આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી હતી.આ કાર મા આપણને અત્યાર સુધી ના સૌથી advance features જોવા મળશે,જેમાંથી ઘણા features segment first હશે એટલે કે આ પ્રકાર ની કાર મા સૌ પ્રથમ જોવા મળશે.
  • અને આ કાર નું નામ છે CURVV જે 7 ઓગસ્ટ ના રોજ launch થશે. આ કાર આપણને ઇલેક્ટ્રિક (EV) અને પેટ્રોલ તથા ડીઝલ (ICE=Internal Combustion Engine )એમ ત્રણેય વિકલ્પ મા મળશે.

TATA Curvv

 

  • આપણે જાણીએ છીએ તેમ છેલ્લા થોડા વર્ષો મા TATA એ મિડ પ્રાઇઝ સેગમેન્ટ ની ગાડીઓ હેચબેક અને કોમ્પેક્ટ SUV મા ઘણી જ પ્રગતિ કરી છે,અને આ પ્રગતિ મા TATA એ જૂન 2008 મા JLR ના હસ્તગત નો પણ ઘણો જ ફાળો છે,કારણ કે તે પછી જ આપણને Harrier, Nexon, New gen Safari જેવી ગાડીઓ મળી, જેમાંથી  Harrier અને Safari, Land Rover ના પ્લેટફોર્મ ઉપર બનેલી છે.
  • આ ઉપરાંત પણ Tiago, Altroz જેવી જોરદાર ગાડીઓ પણ આપણે જોઈ. હવે CURVV સાથે TATA ભારત મા એક નવું જ સેગમેન્ટ Coupe મા પગ જમાવવા તરફ વધી રહ્યું છે. હવે આગળ આપણે આ કાર ની એંજિન થી લઈ ને બધી જ specifications જોઈશું.

Engine :

  • આ ગાડી મા આપણને ઉપર જણાવ્યા પ્રમાણે પેટ્રોલ તથા ડીઝલ બંને મા એંજિન ના વિકલ્પ જોવા મળશે.
  • ડીઝલ મા આપણને 1.5-litre turbo diesel kryojet engine જોવા મળશે જે 115 bhp પાવર અને 260 nm ટોર્ક ઉત્પન્ન કરશે.આ એંજિન આપણને 6-speed manual transmission મા જોવા મળશે.અત્રે નોંધનીય બાબત એ છે કે આ જ એંજિન મા આપણને આ વખતે 7 speed DCT(Duel clutch transmission) એટલે કે Automatic જોવા મળશે. DCT ડીઝલ ગાડીઓ મા ખૂબ જ ઓછું જોવા મળે છે પરંતુ અહી એવું લાગી રહ્યું છે કે TATA એ મોકા પર ચોકકો માર્યો છે.
  • પેટ્રોલ ના વિકલ્પ મા આપણને અમુક સાચી-ખોટી અટકળો પ્રમાણે બે એંજિન ના વિકલ્પો જોવા મળશે. 1)1.2L Turbo Petrol MPFI 2)1.2L Turbo Petrol DI.
  • મળેલી માહિતી અનુસાર 1.2L Turbo Petrol MPFI Revotron એંજિન 120 bhp પાવર અને 170 nm ટોર્ક ઉત્પન્ન કરશે અને અટકળો અનુસાર આ એક 3-cyliner એંજિન હશે.આ એંજિન આ સમયે Nexon ના પેટ્રોલ મોડેલ મા કાર્યરત છે. 1.2L Turbo Petrol DI એંજિન 125 bhp પાવર અને 225 nm ટોર્ક ઉત્પન્ન કરશે અને અટકળો અનુસાર  આ એંજિન પણ 3-cylinder હશે.આ એંજિન ને TATA TGDi Hyperion તરીકે પ્રસ્તુત કરવા જઈ રહ્યું છે.
  • અહી એ નોંધનીય છે કે આ બંને પ્રકાર ના એંજિન્સ મા આપણને 6-speed manual transmission અને DCT(Duel clutch transmission) જોવા મળશે. અત્રે એ નોંધનીય છે કે એંજિન્સ વિષે ની આખરી સાચી માહિતી તો આપણને 7 ઓગસ્ટ ના રોજ જ જાણવા મળશે. જો કે એવું પણ બની શકે કે base મોડેલ મા આમાંથી એક એંજિન જોવા મળે અને top મોડેલ મા નવું વધુ ક્ષમતા ધરાવતું એંજિન જોવા મળે.
  • અહી એવી પણ સંભાવના છે કે આ બધા જ એંજિન E20 ફ્યુલ સાથે ચાલી શકે તેવી ક્ષમતા ધરાવતા હોય. અહી આપણ ને 3 ડ્રાઇવિંગ મોડ મળશે જે આપણી ડ્રાઇવિંગ સ્થિતિ પ્રમાણે city, eco, અને  sport મા rotary dial દ્વારા બદલી શકશે. એક અંદાજ પ્રમાણે આ કાર મા પણ આપણને front wheel drive જોવા મળશે એટલે કે એંજિન અથવા બેટરી નો મોટર નો પાવર આગળ ના વ્હીલ્સ મા જ સંચારીત થશે.

 

TATA Curvv

Also read : TATA Nexon iCNG- first CNG car with turbocharged engine

 

Interior features :

  • Panoramic sunroof : હાલ થોડા સામે મા launch થયેલી TATA ની બધી જ કારો ની જેમ આ કાર મા પણ આપણને Panoramic sunroof જોવા મળશે અને સાથે તેમાં ambient lighting પણ જોવા મળશે જેને લીધે અંદર ના વ્યક્તિઓ માટે આ નજારો ખૂબ જ આકર્ષક બનશે.આ sunroof એ voice assistance થી સજ્જ હશે. અંદર ની કોઈ પણ વ્યક્તિઓ ફક્ત voice command થી sunroof ને ખોલી અથવા બંધ કરી શકશે. આ feature એ TATA ની iRA connected technology મી કારણે શક્ય બનશે.
  • Premium infotainment system :  Infotainment એક એવી જરૂરી વસ્તુ છે કે જે ગમે તેવી લાંબી મુસાફરી દરમ્યાન મુસાફરો ને જરા પણ કંટાડો આવવા ના દે અને આ બાબત મા CURVV આપણને જરા પણ નિરાશ નહીં કરે. અહી આપણને 12.3″(32.24cm) ની HARMAN Infotainment ડિસ્પ્લે તથા 4 speakers + 4 tweeters + 1 amplifier with JBL audio works enhanced મળશે જેમાં wireless Android Auto and Apple CarPlay મળશે.

  • EV મોડેલ મા arcade.ev feature પણ જોવા મળી શકે તેવી પૂરી સંભાવના છે. આ feature ની મદદ થી આપણે 12.3″ ની ડિસ્પ્લે ને એક સ્માર્ટ ટીવી ની જેમ વાપરી શકીએ છીએ ઍટલે કે તેમાં અમુક એપ પણ ડાઉનલોડ કરી શકીએ છીએ જેવા કે Netflix, Prime videos, You tube વગેરે અને મોબાઈલ પણ કનેક્ટ કરી ને પણ જોઈ શકીએ છીએ. બસ શરત એટલી કે તમારી પાર્કિંગ બ્રેક લાગેલી હોવી જોઈઍ. 

  • Cockpit cluster : અહી આપણને 10.25″(26.03 cm) નું ડ્રાઇવર ક્લસ્ટર જોવા મળશે જેમાં અમુક top મોડેલ મા આપણે સંપૂર્ણ મેપ વ્યૂ પણ જોઈ શકીશું અને સાથે જરૂરી માહિતી પણ જોઈ શકીશું. અહી આપણને four spoke steering wheel જોવા મળશે અને જેમાં આકર્ષક રીતે TATA નો ડિજિટલ લોગો જોવા મળશે અને steering mounted controls પણ જોવા મળશે.

TATA Curvv

  • Seats(Upholstery) : અહી આપણે segment first સીટો જોવા મળશે જેના નોંધપાત્ર સુવિધા જેવી કે front both ventilated seats તથા આગળ ની બંને સીટ six-way electrically adjustable અથવા પેસેન્જર સીટ four way adjustable હશે અને સાથે ડ્રાઇવર સીટ મા three-step memory function હશે જેમા 3 પ્રકાર ના સીટ adjustments સેવ કરી શકાશે. આ ઉપરાંત પાછળ ની સીટ 2 position reclinable મળશે. અમુક ટોપ મોડેલ મા આપણને leather finish વાળી સીટ પણ મળી શકે છે.
  • AC and controls : અહી આપણને Phygital control panel જોવા મળશે જેમાં ac ના કંટ્રોલસ smooth ટચ થી ઓપરેટ કરી શકાશે. અહી આપણને TATA ની ઘણી ગાડી ઑ મા મળે છે તેવું express cool function પણ જોવા મળશે જે ભારત ની કાળ જાળ ગરમી મા વરદાનરૂપ સાબિત થાય છે. એ ઉપરાંત air purifier with AQI display અને cooled glovebox પણ મળવાની સંભાવના છે.તથા wireless charger ની સુવિધા પણ મળશે.

TATA Curvv

Exterior :

  • TATA CURVV ની મુખ્ય બાહરી લાક્ષણિકતાઓ જોવા જઈએ તો આપણે ઊંચાઈ(Height) : 1630 mm ,પહોળાઈ(Width) :1810 mm , અને  લંબાઈ (Length) : 4308 mm , જમીન થી ઊંચાઈ ઍટલે કે Ground clearance : 208 mm તથા આગળ પાછળ ના વ્હીલ ના મધ્ય બિંદુ વચ્ચે નું અંતર એટલે કે Wheelbase : 2560 mm મળશે. તે સિવાય આ કાર મા boot space ઍટલે કે ડિકકી storage ની ક્ષમતા 422 – 435 liter મળવાની સંભાવના છે જે ઘણી જ સારી કહેવાય અને તે આ કાર ની coupe design ને આભારી છે.
  • આ ઉપરાંત આપણને મળશે 18″ duel tone alloy wheels જે આ કાર માટે ઘણા જ સારા કહેવાય અને વ્હીલ્સ ની ઉપર ના ભાગ મા black clading પણ જોવા મળશે , connected LED taillights with goodbye and welcome feature જે તમને આવતા અને જતાં મીઠો ટહુકો કરશે તથા arcade.ev એપ થી કોઈ મોટા પાર્કિંગ સ્પેસ મા તમારી કાર શોધવામાં પણ મદદ કરશે  , LED headlamps and DRLs with goodbye and welcome feature તથા વળાંક સમયે નો LED foglamps with cornering feature પણ મળે તેવી સંભાવના છે  , Flush door handles એટલે કે જે central લોક ખોલ્યા પછી જ handle બહાર આવે , Shark fin antenna ,  roof rails કે જે તમારો કોઈ વધુ નો સમાન બાંધવા મદદરૂપ થાય.
  • આ ઉપરાંત TATA CURVV ની આગળ ની ગ્રીલ ની રચના એ રીતે કરવામાં આવી છે કે જેથી વધુ મા વધુ તાજી હવા એંજિન કંપાર્ટમેન્ટ મા પ્રવેશી શકે અને ac ના કન્ડેન્સર તથા રેડીએટર ને વધુ ઠંડુ રાખી શકે. આ રચના માં અત્યાર ની નવી TATA Harrier 2024 ની થોડી છાંટ જોવા મળે છે.
  • Powered tailgate કે જે એક જ બટન દબાવતા ખૂલી જશે અને એક જ બટન દબાવતા બંધ થઈ જશે અને વધુ મા Gesture activation થી સજ્જ હશે ઍટલે કે જો તમારા બંને હાથ મા સામાન હોય અને તમારા ખિસ્સા મા કાર ની smart key હોય તો પાછળ ના બમ્પર નીચે થી પગ ફેરવટા ખૂલી જશે. આ feature ઘણી જ મોંઘી અને પ્રીમિયમ કારો મા જ જોવા મળે છે.

TATA Curvv

Safety features :

TATA ની દરેક કાર ની જેમ આ કાર પણ safety ની દ્રષ્ટિ એ કોઈ પણ સંજોગો મા આપણને નિરાશ નહીં કરે. જેમાં નીચે પ્રમાણે ના ખૂબ જ ઉપયોગી features જોવા મળશે. જો કે અહી company fitted dashcam ની કમી વર્તાઈ રહી છે.

  • 6 airbags
  • Front parking sensors
  • Forward collision warning
  • 14 Level 2 ADAS
  • Adaptive cruise control fir automatic models
  • Automatic emergency braking
  • Lane departure warning and lane change alert
  • Blind spot detection
  • Rear cross traffic alert
  • Rear collision warning
  • Tyre pressure monitoring system
  • 360 degree camera
  • All wheel disc brakes
  • Electronic parking brake (EPB) with auto hold
  • Electronic stability program(ESP)
  • Driver doze off alert
  • Advance vehicle alert system (AVAS)
  • Seat belt reminder for all seats
  • ISOIFX child seat mounts
  • 3 years or 1 lakh km warranty
  • 18″ wheels

TATA Curvv

Colors and variants :

  • એક અંદાજ પ્રમાણે TATA CURVV મુખ્ય 6 variants મા આવી શકે છે,જે છે Smart, Pure +, Pure +S, Creative, and Creative +S, Accomplished S, Accomplished +A, તથા 5 કલર વિકલ્પો Daytona Grey, Pristine White, Gold essence , Flame Red, Pure gray, અને Opera Blue મોડેલ અનુસાર મળી શકે છે. ઉપરાંત આ બધા જ કલરો મા duel tone વિકલ્પ black sunroof સાથે પણ મળી શકે છે. જેમ Nexon , Harrier , Safari મા પછી થી Black edition આવ્યું તે રીતે અહી પણ પાછળ થી  Oberon Black મળી શકે તેવી પૂરતી સંભાવના છે.

TATA Curvv

Pricing and rivals :

  • એક અંદાજ પ્રમાણે TATA CURVV ની કિમત ₹10 લાખ (Ex showroom) થી શરૂ થશે તેવું માનવામાં આવી રહ્યું છે, જો કે સાચી માહિતી તો આપણે 7 ઓગસ્ટ પછી જ ખબર પડશે.
  • ભારત મા આ સેગમેન્ટ મા પહેલા કોઈ કાર હતી નહીં તેથી TATA CURVV એ પહેલી SUV coupe હશે જે ભારત મા આગમન કરવા જઈ રહી છે. આ સિવાય French ની કંપની Citroen પણ પોતાની coupe કાર Basalt પણ ભારત મા launch કરવાની છે. આ ઉપરાંત ભારત મા ચાલતી compact SUV કારો જેવી કે Hyundai Creta, Kia Seltos, Maruti Grand Vitara, Toyota Urban Cruiser Hyryder, Honda Elevate જેવી કારો CURVV ના મુખ્ય પ્રતિસ્પર્ધી તરીકે ભાગ ભજવશે.

Also read : TATA Nexon EV with 45 kWh battery

EV version :

  • CURVV ના ev version વિષે જે માહિતી મળી છે તે પ્રમાણે ઉપર ના બધા જ features મળશે અને તે ઉપરાંત 2 બેટરી પેક સાથે આવી શકે છે અને 500 km થી 600 km સુધી ની એક ચાર્જ મા ચાલવાની ક્ષમતા ધરાવી શકે છે.
  • 7 ઓગસ્ટ ના પ્રાપ્ત માહિતી મુજબ CURVV EV બેટરી ની ક્ષમતા 45 kWh અને 55 kWh with prismatic cells અને  પ્રમાણે બે version મા આવશે અને નીચે પ્રમાણે મોડેલ અને Ex શોરૂમ કિમત મા આવશે. આ બંને મોડેલ ની મુસાફરી ની ક્ષમતા અંદાજિત 45 kWh ની 502 km છે અને 55 kWh ની 585 km છે.બંને versions નો પાવર આઉટપુટ 165 bhp અને 215 nm રહેશે.

TATA CURVV EV

  1. Curvv ev 45 : Creative 17.49 લાખ , Accomplished 18.49 લાખ, Accomplished +S 19.29 લાખ
  2. Curvv ev 55 : Accomplished 19.25 લાખ, Accomplished +S 19.99 લાખ, Empowered+ 21.25 લાખ , Empowered +A 22.99 લાખ.

આ ઉપરાંત Curvv ev મા નીચે પ્રમાણે ની આધુનિક સુવિધાઓ જોવા મળશે.

  • 0-100 in 8 sec
  • 500 litre boot space(ડિકકી ની ક્ષમતા)
  • DC fast charging બંને મોડેલ મા જે 15 મિનિટ મા 150km જેટલું ચાર્જ થઈ જશે.
  • 11.6 litre frunk એટલે કે આગળ ના બોનેટ મા પણ નાની એવી જગ્યા મળશે.
  • R16 steel wheels to R18 wheels according to model
  • Vehicle to load and Vehicle to vehicle charging facility
  • 190 mm ground clearance
  • Level 2 ADAS
  • Adjustable tilt steering wheel
  • LED welcome indicator on door handle
  • Cornering lamps

TATA CURVV

Ev સેગમેન્ટ મા Curvv ના મુખ્ય પ્રતિસ્પર્ધીઓ Nexon ev, Mahindra XUV 400, MG AZ ev, અને BYD Atto 3 છે. જો કે MG AZ ev અને BYD Atto 3 બંને ની કિમત Curvv કરતાં વધુ છે ઍટલે તેમા તો Curvv એ બાજી મારી જ છે,તેના સિવાય 3 માંથી ગમ્મે તે ગાડી ચાલે , ઘી તો ખિચડી મા જ છે એટલે કે દેશ ના પૈસા દેશ મા જ રેહશે.

આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે TATA એ પોતાની કારો મા તો ધરખમ સુધારા કરી ને આંતરરાષ્ટ્રીય માનકો સુધી પહોંચાડી દીધી છે અને પોતાની after sales service પર પણ પૂરતું ધ્યાન આપવાનો અને સુધારવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આ સેગમેન્ટ મા Citroen Basalt આવી તો રહી છે પરંતુ અત્યારે તો Curvv જ સૌથી વધુ Value for money લાગી રહી છે. હવે 7 ઓગસ્ટ પછી જ ખબર પડે કે Desh ka loha ફરી એક વાર મેદાન મારે છે કે પછી હરીફો ને થોડી space પણ આપે છે રમવા માટે !!!!

Also read : BSA Goldstar 2024

Also read : Royal Enfield Guerrilla 450

Also read : Mahindra THAR ROXX 5 door SUV 2024

Also read : Best car care tips 

Images source

 

14 thoughts on “TATA CURVV -“દેશ કા લોહા”તરીકે પ્રસિદ્ધ TATA તરફ થી 2024 માં ભારત ની સૌપ્રથમ Sturdy coupe SUV”

Leave a Comment