ફ્રાંસ ની કંપની Renault ની ભારત માં સૌથી સફળ ગાડી રહી હોય તો તે છે Renault Duster. આ ગાડી 4×4 ના વિકલ્પ સાથે આવતી હતી જે ખરેખર એક real SUV ની વ્યાખ્યા ને સાર્થક કરે છે. હવે 2026 ની શરૂઆત માં આવી શકે છે New Renault Duster and Renault Bigster. આમ તો કંપની 2025 ના મધ્યમાં જ New Renault Duster ની deliveries શરૂ કરી દેવાની હતી. પરંતુ કોઈ કારણોસર કંપની એ આ સમય મર્યાદા માં New Duster નું launching ટાળ્યું અને સાથે જ Duster નું જ 7 seater version Renault Bigster ના launching ની પણ સમયમર્યાદા પાછળ ધકેલાઇ ગઈ. પરંતુ હવે કંપની અનુસાર 2025 ની દિવાળી સુધી માં Duster નું launching થઈ જશે.
New Renault Duster
આમ તો છેલ્લા ઘણા સમય થી શહેરો ના રસ્તાઑ પર New Duster ના taste mules જોવા મળતા હતા, જેમાં તેની ઘણી જ sharp અને aggressive design ના દર્શન થઈ રહ્યા હતા. ઓકટોબર 2024 માં New Duster નું global model પણ રજૂ કરવામાં આવ્યું હતું જેના પર આપણે એક આર્ટીકલ પણ રજૂ કરેલો હતો. હવે 2025 ની દિવાળી ની આસપાસ Renault ની આ real SUV ના ચાહકો ની દિવાળી સુધરી શકે છે. 3rd generation Duster માં Renault દ્વારા જ વિકસીત કરવામાં આવેલું CMF-B પ્લેટફોર્મ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્લેટફોર્મ એ rear wheel drive અને all wheel drive setup માટે સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે અને Renault દ્વારા આ વખતે ઉમેરવામાં આવેલા features દ્વારા ગ્રાહકોને વધુ સારો અનુભવ મળી જવાનો છે.
નવી launch થવા વાળી Duster માં આગળ નવી Y shape માં LED DRLs, અને તેની નીચે projector headlamps મળી જાય છે. આ બંને વસ્તુઓ ને sleek design માં એ રીતે ગોઠવવામાં આવી છે જેથી આગળ ના look ની design ખૂબ જ aggressive લાગી રહી છે. નીચે અહી બંને બાજુ air dams અને તેની નીચે black cladding માં LED foglamps આપેલા છે. બાજુ પર પણ sleek lines સાથે પાછળ ના doors નું handle C pillar પર આપેલું છે. વધુ માં roof rails અને 17-19 ઇંચ ના alloys પણ ગાડી ને એક real SUV નો look પૂરો પાડી રહ્યા છે.
New Duster માં ભારત માટે ફક્ત પેટ્રોલ એંજિન નું વિકલ્પ મળી જશે. જો કે ગ્લોબલ મોડેલ્સ માં કંપની 1.0 liter turbo, 1.2 liter turbo અને 1.3 liter turbo ના વિકલ્પો આપી રહી છે જ્યારે ભારત માટે 1.2 liter turbo અને 1.3 liter turbo નું વિકલ્પ આવી શકે છે. Nissan અને Renault બંને કંપની ઑ તેની ભાગીદારી અંતર્ગત હાઇબ્રિડ એંજિન માં પણ સારી ફાવટ રાખે છે માટે New Duster સાથે Renault એ ભારત માં હાઇબ્રિડ ગાડી ના સેગમેન્ટ માં પણ પ્રવેશ કરે તો નવે નહી.
New Duster માં 3 spoke steering wheel with multifunctional controls, 10.1 inch free-standing infotainment system, 7.1 inch digital driver instrument cluster, wireless android auto અને apple car play, wireless charging, automatic climate control, Arkamys sound system, electrically adjustable and ventilated front seats, rear ac vents, 4×4, ADAS, TPMS, 6 airbags, electronic parking brake વગેરે જેવા features મળી જવાના છે.
New Renault Bigster
7 seater SUV ના સેગમેન્ટ માં Renault ની કોઈ પણ ગાડી આવતી નથી. આ કમી ને પૂરી કરવા માટે New Duster ના launching સાથે જ કંપની Duster નું જ 7 seater version એટલે કે Renault Bigster ને પણ launch કરી શકે છે. આ ગાડી એ 7 seater real SUV ના સેગમેન્ટ માં ઘણી જ સારી જગ્યા બનાવી શકે છે. Bigster ની design એ આમ તો New Duster ને હળતી મળતી જ આવે છે સિવાય કે 7 seater હોવાને કારણે અહી ગાડી ની લંબાઈ માં વધારો જોવા મળે છે.
Bigster માં 7-10 ઇંચ ની driver display , 10.1 ઇંચ ની infotainment display, 17-19 ઇંચ ના alloys, Arkamys sound system, electrically adjustable and ventilated front seats, rear ac vents, 4×4, ADAS, TPMS, 6 airbags, electronic parking brake વગેરે જેવા New Duster માં મળતા લગભગ બધા જ features મળી જવાના છે. વધુ માં અહી 40:20:40 માં પાછળ ની સીટ tumbled મળી જશે જેથી વધુ સામાન સાથે પણ આરામ થી લાંબી મુસાફરીઓ કરી શકાય.
New Renault Bigster માં 1.3 liter turbo petrol engine અને 1.5 liter naturally aspirated petrol engine આવી શકે છે. આ પ્રકાર ની real 7 seater SUV ની mileage ઓછી મળે છે માટે કંપની અહી strong hybrid engine નું વિકલ્પ પણ આપી શકે છે. Duster અને Bigster માં હાઇબ્રિડ એંજિન ના વિકલ્પ સાથે Renault ની આ બંને ગાડીઓ ના સેગમેન્ટ માં મજબૂત પકડ બની જવાની છે. વધુ માં કંપની બંને ગાડીઓ ની કિમત સામાન્ય કરતાં ઓછી રાખે તો તો તેના પ્રતિસ્પર્ધીઓ માટે આ બંને ગાડીઓ એક દુસ્વપ્ન સાબીત થઈ શકે છે.