Kia Syros – rugged compact SUV is about to make debut in 2025

2019 થી ભારત માં પોતાની ગાડીઓ થી ધૂમ મચાવતી Korean brand Hyundai ની જ પેટા કંપની Kia એ પોતાની premium compact SUV Seltos અને mid range compact SUV Sonet વચ્ચે ની જગ્યા ને ભરવા માટે ભારત ના રસ્તાઑ પર પોતાની વધુ એક compact SUV Kia Syros નું પરીક્ષણ શરૂ કરી દીધું છે. અહી Kia Syros ની interior ની design અને features એ Kia ની luxurious MPV E9 EV ના પર થી પ્રેરિત છે તેવું કંપની નું કહેવું છે.

Kia Syros

આંતરરાષ્ટ્રીય બજારો માં Syros આમ તો ચાલી જ રહી છે અને અહી જ્યારે EV ગાડીઓ ના launching ની ભરમાર છે ત્યારે કંપની એ main track પર થી જરા બાજુ માં હટી ને એટલે કે પોતાનું વધુ એક ICE (Internal combustion engine) model ભારતીય બજારો માં ઉતારવાનું નક્કી કર્યું છે. જો કે આગળ ના ભવિષ્ય માં ગાડી ને મળતા પ્રતિસાદ પર થી કંપની Kia Syros નું EV version , Kia Clavis ના નામે launch કરે તેવી સંભાવનાઓ છે. તો આવો આપણે જાણીએ આ ગાડી વિષે ની હાલ ની ઉપલબ્ધ માહિતી.

Kia Syros

Exterior design

Kia Syros ની design એ Kia ની traditional એટલે કે પારંપરિક design language થી જરા હટ કે જ હશે. અહી કંપની એ launch કરેલા ગાડી ના ફોટો પર થી તેમજ રસ્તાઓ પર જોવા મળતા આ ગાડી ના taste mules પર થી અંદાજ આવે છે કે અહી ગાડી ની design એકદમ rugged, sturdy અને પ્રમાણ માં થોડી ઊંચી લાગી રહી છે એટલે કે અહી ground clearance ઘણું જ સારું મળી જવાનું છે. અહી આગળ ના ભાગ માં Vertical LED DRLs, tires પર ચોરસ એટલે કે squared black wheel arcs cladding, તદ્દન અલગ જ design કરેલ LED headlamps, door mounted ORVMs, flat roof ની સાથે integrated spoiler અને functional roof rails મળી જવાના છે.

આ ઉપરાંત અહી sunroof, Volvo ની ગાડીઓ જેવા L shaped LED taillamps મળી જવાના છે. બાજુ પર થી આ ગાડી ને જોતાં થોડી થોડી Wagon R જેવી body લાગી રહી છે. પરંતુ ઊંચાઈ અને પહોળાઈ સારી હોવાને લીધે અહી અંદર ની cabin માં અને boot એટલે કે ડીકકી માં સારી એવી જગ્યા મળી જવાની છે. આ સાથે જ Kia ની એક વિશેષતા એવા aggressively designed bumpers પણ મળી જવાના છે. અહી એક વાત સુનિશ્ચિત છે કે ભારત માં ચાલતી કોઈ પણ Kia ની ગાડી થી આ ગાડી અલગ તરી આવશે.

Kia Syros

Also read : Here it is! Kia Syros confirmed panoramic sunroof with it

Interior features

આગળ આપણે વાત કરી તેમ Syros ની interior design એ Kia ની luxurious MPV E9 EV ના પર થી પ્રેરિત છે એટલે અહી cabin ની અંદર આપણને સારી એવી જગ્યા મળી જવાની છે જે 5 લોકો માટે લાંબી મુસાફરી માં પણ પૂરતી હશે. આ સિવાય features ની વાત કરીએ તો અહી આપણને 10.25 ઇંચ નું infotainment system, 10.25 ઇંચ નું driver cluster, electrically adjustable અને ventilated front seats, sunroof, automatic climate control, in-car connected features, ambient lighting system વગેરે મળી જવાના છે.

Safety માટે અહી 6 airbags, ABS with EBD, 360-degree camera, ADAS tech, tire pressure monitoring system (TPMS), front parking sensors, rear disc brakes, trail modes જેવા features મળી જવાના છે.

Powertrain

Kia Syros માં આપણને 2 એંજિન વિકલ્પો મળવાની સંભાવના છે. પહેલૂ છે 1.2L Naturally Aspirated 3 cylinder petrol engine કે જે 82 bhp પાવર અને 114 nm નો ટોર્ક ઉત્પન્ન કરશે અને બીજું 1.0 L 3 cylinder turbocharged petrol engine કે જે 118 bhp પાવર અને 172 nm ટોર્ક ઉત્પન્ન કરશે. અહી બંને એંજિન સાથે આપણને 5 speed manual અને automatic એમ બંને વિકલ્પો મળી જવાના છે. આમ તો સંભાવના ઓછી છે પણ કદાચ અહી  1.5L turbo diesel engine પણ મળી શકે છે.

અહી જો આ ગાડી નું EV version આવે તો અહી 40-50 kWh ના બેટરી પેક સાથે આપણને 400 km સુધી ની range મળી શકે છે.

Kia Syros

Rivals

Kia India ના MD & CEO Gwanggu Lee ના કહેવા અનુસાર “આ SUVને ભારતીય ગ્રાહકોની અવાસ્તવિક જરૂરિયાતોમાંથી પ્રેરણા લઈને સ્વદેશી રીતે ડિઝાઇન કરવામાં આવી છે. તેની પાસે એક અનન્ય, પ્રગતિશીલ SUV ડિઝાઇન ભાષા છે જે હવે પરંપરાગત SUV ડિઝાઇનને અનુસરતી નથી. આ SUV તેના segment first features, અસાધારણ કામગીરી અને અપ્રતિમ આરામથી ગ્રાહકોને ખુશ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. અમને વિશ્વાસ છે કે તે શ્રેષ્ઠની માંગ કરતા સમજદાર ભારતીય ખરીદદારો સાથે પડઘો પાડશે.”

પ્રતિસ્પર્ધીઓ મા Maruti Suzuki Brezza, TATA Tigor, TATA Punch, TATA Nexon, Mahindra XUV 3XO, Hyundai i20, Renault Kiger, Nissan Magnite વગેરે જેવી mid range segment ની compact SUVs આવે છે. અહી અમે Autocar India દ્વારા હાલ માં જ પ્રકાશિત એક આર્ટિકલ જોડી રહ્યા છીએ. તેમાં Suzuki ના મુખ્યા ના કહેવા પ્રમાણે હાલ માં EV ગાડીઓ ની માંગ માં ઘટાડો થઈ રહ્યો છે. માટે Kia Syros માટે પૂરતા sales figures મેળવવા માટે હજી એક મોકળૂ મેદાન બાકી છે. એક અંદાજ મુજબ Kia Syros ની કિમત ₹7 લાખ થી શરૂ થઈ શકે છે.

Also read : Skoda Kylaq full details with 4 variant wise features explained

Also read : Volkswagen Tera-a Kylaq based compact SUV heading towards to Indian launch in 2025

Also read : Upcoming EVs TATA Harrier, Hundai Creta, Mahindra BE 6e and XEV 9e

2 thoughts on “Kia Syros – rugged compact SUV is about to make debut in 2025”

Leave a Comment