આમ તો આપણે સામાન્ય રીતે ગાડીઓ, બાઇક, EVs વગેરે વિષે અહી વાત કરતાં હોઈએ છીએ પરંતુ આજે આપણે અહી વાત કરવા જઈ રહ્યા છીએ આપણા દેશ ની કંપની Hero MotoCorp દ્વારા થોડા સમય પહેલા રજૂ કરાયેલા એક ખૂબ જ advanced innovation, Hero Surge S32 EV ની. Hero Surge S32 EV એ એક એવું product છે કે જે 1 કે 2 માણસો ની અવર જવર માટે એક gearless scooter નું કામ પણ કરી આપે છે અને જરૂર પડે ત્યારે આ જ 2 wheeler scooter એક 3 wheeler વાહન માં પરિવર્તિત થઈ જાય છે. તો આવો આ વિષે આપણે વિસ્તાર માં સમજીએ.
What is Surge ?
Surge વિષે તમને ટૂંક માં જણાવીએ તો તે સંપૂર્ણ રીતે Hero MotoCorp ની માલિકી નું અને તેના જ હેઠળ કામ કરતું એક EV startup છે. 2020 માં Surge એ S32 નામ થી આ પ્રકાર નું concept model રજૂ કર્યું હતું અને હવે વર્ષ ના અંત માં Surge S32 નું final production model તૈયાર છે અને 2025 માં ઉત્પાદન પણ શરૂ થઈ શકે છે તેવું કંપની નું કહેવું છે.
Ministry of Road Transport and Highways સાથે આ પ્રકાર ના વાહન ના registration માટે એક અલગ category ની વ્યવસ્થા થાય બાદ આ model નું ઉત્પાદન પણ 2025 માં શરૂ કરી દેવામાં આવશે.આ series અથવા category ને L2 -5 તરીકે ઓળખવામાં આવશે જેમાં આવું વાહન કે જેને જરૂરિયાત અનુસાર અલગ કરી શકાય અને બંને ભાગ ભેગા કરી ને એક સંયુક્ત વાહન બનાવી શકાય તે રીતે નું વર્ણન હશે. નોંધનીય છે કે અહી બંને વાહનો ને અલગ અલગ નંબર પ્લેટ આપવામાં આવશે.
How it works ?
અહી માલ સામાન ના હેરફેર માટે હાલ માં 3 wheeler રિક્ષા હોય છે, S32 નું તે રીત નું જ સ્ટ્રક્ચર અહી જોવા મળે છે. પરંતુ અહી twist તો હવે આવે છે કે જ્યારે જરૂર પડે ત્યારે આ રિક્ષા જેવા structure માં ફક્ત એક બટન દબાવતા આગળ નો ભાગ ખૂલી જાય છે અને હેન્ડલ ના ભાગે થી પકડાતાં અંદર થી Scooter બહાર આવી જાય છે. Scooter ને જ્યારે રિક્ષા ના structure માંથી બહાર ખેચી લેવામાં આવે છે ત્યારે રિક્ષા નું structure પોતાના અલગ એક જેક પર ઊભું રહી જાય છે અને Scooter બહાર આવી જાય તે પછી Scooter નો નીચે નો બેસેલો ભાગ normal condition માં ઉપર આવી જાય છે.
હવે જ્યારે Scooter નું કામ પૂરું થઈ જાય અને ફરી તેને 3 wheeler માં પરિવર્ત કરવાનો સમય આવે ત્યારે Scooter માં એક બટન દબાવતા તે પાછળ થી નીચે બેસી જાય છે અને પાછું રિક્ષા ના આગળ ના ભાગ થી અંદર ચાલ્યું જાય છે.જ્યારે 2 wheeler અને 3 wheeler બંને જોડાયેલા હોય છે ત્યારે Scooter નું આગળ નું wheel રિક્ષા ના front wheel તરીકે કામ કરે છે જ્યારે Scooter નું પાછળ નું વ્હીલ એ રિક્ષા ની અંદર બનેલા platform પર સ્થિર રહે છે અને જમીન ને અડકતું નથી. બંને વાહન ને અલગ કરવામાં અને ફરી જોડવામાં કંપની ના કહેવા અનુસાર ફક્ત 3 મિનિટ નો જ સમય લાગે છે.
2 wheeler અને 3 wheeler બંને વાહનો ની અલગ અલગ powertrains એટલે કે અલગ અલગ motors છે અને બંને ની અલગ અલગ બેટરીઓ છે જેની ચર્ચા આપણે આગળ કરીશું. અહી બંને વાહનો સંયુક્ત હોય છે ત્યારે એક કેબલ વડે બંને નું જોડાણ કરવામાં આવે છે જેથી Scooter ના હેન્ડલ માં રહેલા controls થી જ પૂરેપૂરી રિક્ષા ની break, acceleration વગેરે નિયંત્રિત કરી શકાય છે અને આ સિવાય રિક્ષા માં અંદર પણ અમુક controls અલગ થી આપેલ છે.
Powertrain
અહી Scooter ને આપણે અલગ થી પણ વપરાશ માં લેવાનું છે એટલે સ્વાભાવિક રીતે અહી આપણને 2 wheeler Scooter અને 3 wheeler રિક્ષા બંને માં અલગ અલગ બેટરી અને મોટર મળી જાય છે. Scooter માં અહી 4 kWh ની ક્ષમતા ધરાવતી બેટરી મળી જાય છે જે 6 kW નો output અને 60 km/h સુધી ની top speed આપી શકે છે, જ્યારે રિક્ષા માં અહી 11.62 kWh ની ક્ષમતા ધરાવતી બેટરી મળી જાય છે જે 10 kW નો આઉટપુટ પ્રદાન કરે છે અને 45km/h ની top speed આપી શકે છે.
અહી એ પણ નોંધનીય છે કે બંને જ વાહનો માં અહી આજ ના સમય માં ખૂબ જ જરૂરી એવી અને Hero ના જ EV બાઇક Vida માં મળે છે તે Removable/Swappable battery ની સુવિધા મળી જાય છે. Scooter માં 2 બેટરીઓ આવશે અને રિક્ષા માં 6 અથવા 4 બેટરીઓ આવશે જે removable હશે. આ પ્રકાર ની સુવિધા 2025 પહેલા launch થનાર Honda Activa EV માં પણ મળવા જઈ રહી છે.
Body structures
S32 એ ladder frame chassis ના મુખ્ય આધાર તથા AMSEP platform પર બનવામાં આવ્યું છે. આ પ્રકાર નો platform એ S32 ના 2 wheeler અને 3 wheeler ના જોડાણ માં અને 600 kg સુધી નું વજન ની હેરફેર કરવામાં સક્ષમ છે.
અહી ચિત્રો માં દર્શાવ્યા પ્રમાણે Surge S32 માં અહી મુખ્ય 4 પ્રકાર ના રિક્ષા ના body structures મળી જાય છે, જેમાં પહેલું 3 wheeler auto rickshaw (S32 PV), બીજું 3 wheeler cargo vehicle (S32 LD), ત્રીજું 3 wheeler covered cargo vehicle (S32 HD) અને ચોથું 3 wheeler flat-bed cargo vehicle (S32 FB) માં મળી શકે છે. તમારી જરૂરિયાત પ્રમાણે તમે આ ચાર માંથી ગમ્મે તે પ્રકાર ના body structure સાથે Surge S32 ખરીદી શકશો અને જરૂરિયાત અનુસાર અને કંપની ના કહેવા પ્રમાણે ગમે તે જગ્યા એ ફક્ત 3 મિનીટ ના સમય માં 2 wheeler માંથી 3 wheeler અને 3 wheeler માંથી 2 wheeler માં પરિવર્તિત કરી શકશો.
અમારી દ્રષ્ટિ એ આ એક ઘણું જ ઉપયોગી અને કાર્યક્ષમ product બની રહેવાનું છે. આ સમયે તો Surge S32 ની launching date અને કિમત વિષે કોઈ માહિતી આપણને મળેલ નથી પરંતુ માહિતી આવતા જ અહી તમારી સમક્ષ હાજર થઈ જઈશું, માટે ભવિષ્ય માં પણ અમારી સાથે જોડાયેલા રહેશો.
Also read : TATA Sierra 2025 EV or ICE ? – upcoming TATA Harrier EV
Also read : Hurray !!! There is a Swappable batteries in Honda Activa EV 2025
Also read : Honda Elevate EV will gonna first EV in 2025 from Honda’s side
1 thought on “Hero Surge S32 EV could be a revolution in human & goods transport in city areas”