15 ઓગસ્ટ 2024 ના રોજ ભારત એ મોટા મા મોટું automobile launching નિહાળ્યું હોય તો તે છે Mahindra Thar ROXX નુ. Launching ના એક જ કલાક મા આ ગાડી એ 1.76 લાખ bookings મેળવી લીધા હતા. આ ગાડી ના launch થતાં જ તેની જ નાની બહેન એવી Thar 3 door ની માંગ મા ધરખમ ઘટાડો આવ્યો. off roading ના ચાહકો નું સંપૂર્ણ ધ્યાન Thar ROXX તરફ ફંટાયું અને આ જ કારણે એક સમયે લગભગ 10 મહિના સુધીનો waiting period ધરાવતી Thar 3 door ના bookings મા પણ ઘટાડો આવ્યો.
આ સ્થિતિઓ નો લગભગ આમ તો કંપની ને ખ્યાલ જ હતો. માટે જ આ દિવાળી પર ગ્રાહકોને Thar 3 door પર મળવાનું છે ₹1.75 લાખ સુધી નું જબ્બર ગબ્બર discount !!! અહી આમ જોવા જઈએ તો બંને બાજુ win-win સ્થિતિ જ છે. એક બાજુ કંપની નો Thar 3 door નો સ્ટોક સહેલાઈ થી વહેચાઈ પણ જશે અને ગ્રાહકો ને પણ સારા એવા discount ને લીધે દિવાળી પર ફાયદો થશે.
અહી variants ની વાત કરીએ તો top variant AX manual 2WD diesel hardtop મા સૌથી ઓછું ₹1.10-1.30 લાખ નું discount મળશે. ત્યાર બાદ LX petrol-automatic 2WD with Hardtop અને LX diesel-manual 2WD with Hardtop મા ₹1.25-1.50 લાખ સુધી નું સારું એવું discount મળી જશે. આ સિવાય ના AX અને LX મા automatic તથા manual, પેટ્રોલ તથા ડીઝલ બંને મા પણ ₹1.25-1.50 લાખ સુધી નું discount મળી જવાનું છે, અને આ સાથે જ Mahindra તરફ થી મળતી ₹25000 કિમત ની complimentary accessory kit તો ખરી જ. આપણા ગુજ્જુ દિમાગ પ્રમાણે જો મગજ મારો અને જો આ kit ના નંખાવો, તો તેના રોકડ બાદ નહીં મળે !!!
હજી વધુ મા 27 ફેબ્રુઆરી 2024 ના રોજ launch થયેલા Mahindra Thar Earth Edition પર પણ સૌથી વધુ ₹1.50-1.60 લાખ સુધી નું discount મળી જવાનું છે અને આ સાથે પેલી complimentary accessory kit તો ખરી જ અને આ ઉપરાંત ₹4000-5000 નું corporate discount પણ મળી જાય. આ edition રણ પ્રદેશ ની રેતી તથા જમીન ના beige કલર એટલે કે ભૂખરા રંગ સાથે launch કરવામા આવેલું. અહી બહાર ની જેમ અંદર પણ beige-black double shed interior મળી જાય છે અને seats મા પણ dual tone finish મળી જાય છે તથા headrests પર રણ પ્રદેશ મા દેખાતા ઢૂવા એટલે કે dunes ની પ્રતિકૃતિ જોવા મળે છે અને બહાર ની બાજુ B-pillars પર EARTH નું badging જોવા મળે છે.
આ special edition મા engine અને power ની દ્રષ્ટિ એ કોઈ પણ ફેરફાર કરવામાં આવેલો નથી. આ એડિશન મા 4×4 ડીઝલ મા 2.2L mHawk diesel engine આવે છે અને 4×4 પેટ્રોલ મા 2.0L mStallion turbocharged engine આવે છે. આ એંજિન સાથે automatic અને manual એમ બંને gearbox ઉપલબ્ધ છે.
Thar 3 door ની માંગ ઘટવાનું મુખ્ય કારણ, આપણે ઉપર વાત કરી તેમ નવી Thar ROXX નું માર્કેટ મા આવવું છે. હવે જ્યારે 2020 મા Thar 3 door launch થઈ ત્યારે એક તો આ ગાડી પર waiting period જ એટલો હતો કે ગાડી આવે ત્યાં સુધી મા તો ગ્રાહક જ કંટાળી ગયો હોય. હવે ભૂખ મરી જાય પછી 32 ભાત ના ભોજન આવે તો પણ શું કામ નું ! અને આ ઉપરાંત પણ માંગ ના લીધે આ ગાડી ની કિમત મા પણ વધારો થતો રહ્યો.
જો કોઈ આ પ્રકાર ની off roading માટે perfect ગાડી ના ચાહકો કે જેમને 1 અથવા 2 વ્યક્તિ ને જ મુસાફરી કરવાની છે અને અમુક એવા જ સ્થળો એ જ જવાનું છે કે જ્યાં આ પ્રકાર ની સક્ષમ ગાડી જ ચાલી શકે અથવા તો શહેરી વિસ્તાર મા જ ફરવાનું હોય તો Thar ROXX કરતા Thar 3 door વધુ સુલભ રહે,ભલે Thar ROXX મા વધુ advanced features મળી જવાના હોય પરંતુ રોજિંદા મુસાફરી મા જરૂર ના પડે તેમ હોય તો પછી આટલા સારા discounts સાથે Thar 3 door ની ખરીદી કરવામા કાઇ જ ખોટું નથી.
Thar 3 door ની કિમત ₹11.35 લાખ થી ₹17.60 લાખ સુધી જાય છે. હવે દરેક models પર મળતું discount એ તમારા શહેર અને ડીલરશીપ પર નિર્ભર કરે છે અને લગભગ નહિવત એવા waiting period મા આ ગાડી ઉપલબ્ધ પણ છે. વધુ માહિતી માટે આપની નજીક ની ડીલરશીપ નો સંપર્ક કરો અને અમારી દ્રષ્ટિએ તો અનુકૂળ હોય તો કંકુ ના કરી જ નાખો !!! સૌને દીવાળી ના પર્વ ની શુભકામનાઓ .
આ તહેવારો મા બીજી ગાડીઓ પર મળતા festive discounts ની માહિતી મેળવવા વાંચો :
Bumper discounts on cars in this festive season 2024
Also see : BSA Goldstar 650 – A return of British brand
5 thoughts on “દિવાળી ના તહેવાર માં મળી રહ્યું છે discount on Thar 3 door : આ તક જવા ના દેશો !”