આવી ચૂકી છે BE 6 and XEV 9E pack three price – બંને ગાડીઑ ના top model ની કિમતો અને બીજી પણ ઘણી માહિતી

6 નવેમ્બર 2024 ના રોજ આપણા દેશની કંપની Mahindra એ ઇલેક્ટ્રિક ગાડીઓ ની દુનિયા માં એક જબ્બર પરિવર્તન લાવતા પોતાની બે ઇલેક્ટ્રિક ગાડીઓ BE 6 અને XEV 9E ને ભારત માં launch કરી. આ બંને ગાડીઑ ના launching સાથે ભારત માં ઉપલબ્ધ ઇલેક્ટ્રિક ગાડીઓ ધરાવતી દેશ ની અને બહાર ની કંપનીઑ માં પણ એક મજબૂત સંદેશ ગયો કે જો તેઓને ભારત ના બજાર માં ટકી રહેવું હશે તો હવેથી ઇલેક્ટ્રિક ગાડીઓ ની દિશા માં હજી પણ futuristic approach રાખી ને કામ કરવું પડશે. launching ના સમયે Mahindra એ બંને ગાડીઑ ના base variant ની જ કિમતો જાહેર કરી હતી જ્યારે હવે કંપની એ તેના top variant ની પણ કિમતો જાહેર કરી છે.

Table of Contents

Toggle

અહી નોંધનીય છે કે Mahindra દ્વારા આ બંને ગાડીઓ ની લોન માટે Three for me program પણ શરૂ કરવામાં આવ્યો છે જેના અંતર્ગત બંને ગાડીઑના top variant ના loan installment એટલે કે હપ્તા ની રકમ એક સમાન જ રહેશે. BE 6 માટે આ રકમ ₹39,224/મહિના ની અને XEV 9E માટે આ રકમ ₹45,450/મહિના ની નક્કી કરવામાં આવી છે. વધુ માહિતી અને શરતો આપ બુકિંગ વખતે જાણી શકશો.

BE 6

BE 6 ના base variant એટલે કે pack one ની કિમત ₹18.90 લાખ ex showroom છે. અહી આ કિમત માં ચાર્જર ની કિમત નો સમાવેશ થતો નથી. ગ્રાહક પોતાની પસંદગી અનુસાર 7.3 kW અથવા 11.2 kW નું ચાર્જર અલગ થી ખરીદી શકે છે. હવે કંપની એ BE 6 ના top variant ની કિમત પણ જાહેર કરી દીધી છે જે છે ₹26.90 લાખ ex showroom. અહી પણ pack one ની જેમ જ ચાર્જર અલગ થી ખરીદવાનું રહે છે.

BE 6 માં 59 kWh અને 79 kWh નું બેટરીપેક આવે છે જે અનુક્રમે 552 km અને 682 km ની range પૂરી પાડે છે. 59 kWh ના બેટરીપેક માં 227 bhp પાવર અને 79 kWh ના બેટરીપેક ની સાથે 282 bhp નો પાવર મળી જાય છે જ્યારે બંને બેટરીપેકની સાથે એક સમાન 380 nm ટોર્ક મળી જાય છે.

59 kWh ના બેટરીપેક સાથે અહી rear wheel drive setup મળે છે જ્યારે 79 kWh ના બેટરીપેક સાથે all wheel drive setup મળી જાય છે. કંપની અનુસાર 175 kW ના DC fast charger વડે 0-80% ફક્ત 20 મિનિટ માં ચાર્જ થઈ જાય છે. 7.3 kW ના AC charger વડે 59 kWh ની બેટરી લગભગ 9 કલાક ની અંદર અંદર ફૂલ ચાર્જ થઈ જાય છે જ્યારે આ જ ચાર્જર વડે 79 kWh ની બેટરી લગભગ 12 કલાક ની અંદર અંદર ચાર્જ થઈ જાય છે. 11.2 kW ના ચાર્જર વડે 59 kWh ની બૅટરી 6 કલાક માં ફૂલ ચાર્જ થઈ જાય છે અને 79 kWh ની બેટરી 8 કલાક માં ફૂલ ચાર્જ થઈ જાય છે. 

BE 6 ના આ top variant માં level 2 ADAS, 360º camera, 16 harman kardon speakers, ventilated seats, ambient lights, rooftop mood lights, augmented reality head up display (HUD), multi drive mode, driver fatigue management, driver અને તેના co passenger માટે ની monitoring system અને autopark જેવા ઘણા premium features મળી જવાના છે.

XEV 9E

Mahindra ની આ top end coupe EV ના base variant એટલે કે pack one ની કિમત ₹21.90 લાખ ex showroom રાખવામાં આવી છે જ્યારે top variant pack three ની કિમત ₹30.50 લાખ ex showroom રાખવામાં આવી છે. અહી પણ ચાર્જર ની કિમત અલગ થી ચૂકવવાની રહે છે અને આપ આપની અનુકૂળતા અનુસાર 7.3 kW અથવા 11.2 kW નું ચાર્જર લઈ શકો છો. XEV 9E માં 59 kWh અને 79 kWh એમ બે બેટરીપેક ના વિકલ્પો મળી જાય છે.

59 kWh ના બેટરીપેક ની સાથે 231 hp નો પાવર મળી જાય છે જ્યારે 79 kWh ના બેટરીપેક સાથે 286 hp નો પાવર મળી જાય છે. આ ગાડી માં 59 kWh ની સાથે rear wheel drive setup મળે છે જ્યારે 79 kWh ના બેટરીપેક સાથે all wheel drive setup મળી જાય છે. 59 kWh ના બેટરીપેક સાથે કંપની અનુસાર 542 km ની સારી એવી range મળી જાય છે જ્યારે 79 kWh ના બેટરીપેક સાથે 650 km ની range મળી જાય છે. BE 6 અને XEV 9E માં range માં અહી બહુ વધુ તફાવત જોવા મળતો નથી. બને ગાડીઑ 7.3 kW અને 11.2 kW ના ચાર્જર વડે ચાર્જ થવામાં લગભગ એકસમાન જ સમય લે છે.

XEV 9E માં 2 spoke flat bottom steering, 12.3 ઇંચ ની ત્રણ ત્રણ display સાથે નું driver, infotainment અને co passenger display setup, brake by wire tech, electronic parking brake, level 2 ADAS, 360º camera, tire pressure monitoring 665 liter boot space, 150 liter frunk space વગેરે જેવા ઘણા બધા features મળી જવાનાઆ છે. અહી નોંધનીય છે કે આજ સુધી માં કંપની એ જે જે features ને પોતાના social media ના અલગ અલગ handles પર દર્શાવ્યા છે તે બધા જ features આ  બંને ગાડીઓ ના pack three variant માં મળી જવાના છે. આ માટે આપણે વિસ્તાર થી પૂરી માહિતી આવતા વધુ એક વિસ્તૃત આર્ટીકલ પણ રજૂ કરીશું.

અહી કંપની એ સૌપ્રથમ 7 જાન્યુઆરી થી Mahindra ની official website અને mobile application પર આપનો preference એટલે કે આ ગાડી વિષે તમને કેટલો રસ છે તેને દાખલ કરાવાનું નક્કી કર્યું છે. ત્યારબાદ 14 જાન્યુઆરી થી પહેલા phase માં દેશ ના અલગ અલગ 6 શહેરો માં બંને ગાડીઓ ની test drive મળવાની શરૂ થશે. 24 જાન્યુઆરી થી બીજા phase માં દેશ ના બીજા 15 શહેરો માં test drive શરૂ થશે અને 7 ફેબ્રુઆરી થી ત્રીજા phase માં 45 શહેરો માં બંને ગાડીઓ ની test drive મળવાની શરૂ થઈ જશે.

આખરે 14 ફેબ્રુઆરી થી બંને ગાડીઓ નું બૂકિંગ શરૂ થઈ જશે અને તે દરમ્યાન બંને ગાડીઓ ના pack two ની કિમતો પણ જાહેર થઈ શકે છે. માર્ચ 2025 થી બંને ગાડીઑ ની deliveries પણ શરૂ થઈ જશે. અહી Mahindra એ બંને ગાડીઑ ના base variant થી જ ઘણા બધા futuristic features આપી દીધા છે જે કિમત ની દ્રષ્ટિએ બિલકુલ value for money deal લાગી રહ્યા છે. બંને ગાડી ના પ્રતિસ્પર્ધીઓમાં Creta electric, Maruti e Vitara, TATA Curvv, TATA Harrier EV વગેરે જેવા ઘણા mid range ની ગાડીઑ છે. હવે જોવાનું એ રહે છે કે કઈ ગાડી કયા price band માં આવે છે.

Info and image source

Also read : જાણો Mahindra BE 6e and XEV 9e features વિષે ની બધી જ માહિતી – હાલ માં PACK ONE ના features વિષે ની જ માહિતી ઉપલબ્ધ

Also read : ચાઇનીઝ કંપની BYD ભારત મા launch કરવા જઈ રહી છે Sealion 7 – ઊંચી કિમત સાથે ની premium EV : જાણો વધુ માહિતી

2 thoughts on “આવી ચૂકી છે BE 6 and XEV 9E pack three price – બંને ગાડીઑ ના top model ની કિમતો અને બીજી પણ ઘણી માહિતી”

Leave a Comment

Exit mobile version