ઘણા સમય ની લાંબી અટકળો બાદ આખરે TATA ના મુગટ નું એક વધારા નું પીંછું એટલે કે TATA Nexon iCNG. જો કે આ આર્ટીકલ લખાઈ રહ્યો છે ત્યારે આપણા દેશ ના મુગટ સમા શ્રી રતન ટાટા જી નું અવસાન થયે એક દિવસ થઈ ચૂક્યો છે,તેમના અવસાન સાથે દેશ એ એક પોતાના સાચા સપૂત ને ગુમાવ્યો છે તેમ કહીએ તો કાઇ ખોટું નથી.
આ ગાડી ના launch સાથે જ Nexon, વિવિધતા મા જ શક્તિ છે તે વાત ને સાર્થક કરતા એક એવી ગાડી બની ગઈ છે કે જે પેટ્રોલ, ડીઝલ, ઈલેકટ્રીક એટલે કે EV, અને CNG એમ બધા જ fuel option મા ઉપલબ્ધ છે. આ ગાડી ના launch સાથે, CNG ગાડીઓ સલામત નથી હોતી,તેમા boot space એટલે કે ડીકકી મા જગ્યા ઓછી મળે,તેમા spare wheel સમાઈ ના શકે,તે ચલાવવામા તેમજ ઓવર ટેક કરવામા મજા ના આવે, તેમા પાવર ઓછો હોય, આવી ઘણી જ વાતો નો જવાબ TATA એ ખૂબ જ સારી રીતે આપી દીધો છે. અને સલામતી નું ધ્યાન એટલું રાખવામા આવ્યું છે કે તમે fuel lead એટલે કે fuel ભરાવવા માટે ઢાંકણ ખોલો તો પણ ગાડી આપોઆપ બંધ થઈ જાય છે.
Also read : Bumper festive discounts from 6K – 12 lakh in 2024
TATA Nexon iCNG ની કિમત ₹8.99 લાખ(ex showroom) થી શરૂ થાય છે અને મુખ્ય 4 variants મા launch કરવામા આવી છે અને અમુક પેટા variants સાથે કુલ 8 variants થાય છે, જે વિસ્તાર થી આપણે નીચે જોઈશું. આ બધા જ variants અનુસાર મુખ્ય 5 color options, Fearless Purple with Black Roof, Creative Ocean with White Roof, Daytona Grey with Black Roof, Flame Red with Black Roof and Pristine White with Black Roof મળી જાય છે. આ સાથે જ ભારત મા panoramic sunroof ધરાવતી સૌપ્રથમ CNG ગાડી બની ગઈ છે.
અહી બધા જ variants મા સમાન મળતી લાક્ષણિકતાઓ આ પ્રમાણે છે. અહી આપણને Nexon ના પેટ્રોલ મોડેલ મા આવતું 1199cc 3 cylinders turbocharged engine with 6 speed manual gearbox મળશે, જે પાવર 100 bhp@5000-3000 rpm અને ટોર્ક 170 nm@2000-4000 rpm ઉત્પન્ન કરે છે. આ engine શહેર મા 17-18 km/kg અને હાઈવે પર 24 km/kg સુધી ની માઈલેજ આપે છે. જો કે અહી આપણને TATA ની બીજી લગભગ બધી જ ગાડીઓ મા આવતા driving modes નથી મળતા.
અહી હજુ AMT variant ની કિમત આવવાની બાકી છે. Tata ની લગભગ બધી જ CNG ગાડીઑ મા વપરાતી dual cylinder technology ના કારણે અહી આપણને 321 ltr ની સારી એવી boot space મળે છે તથા sparewheel પણ આ બંને CNG cylinders ની નીચે ની બાજુ આરામ થી સેટ થઈ જાય છે. અહી petrol tank ની ક્ષમતા 44 ltr ની અને CNG tank ની ક્ષમતા 9 kg અથવા 60 ltr ની મળી જાય છે. અહી નોંધનીય છે કે TATA Nexon iCNG ને તમે ચાલુ કરતી વખતે CNG મા પણ ચાલુ કરી શકો છો.
આ ઉપરાંત અહી તમને પેટ્રોલ અને CNG બંને માટે અલગ અલગ trip meter મળી જાય છે જેથી કયા fuel મા ગાડી કેટલી ચાલી તે માહિતી પણ મેળવી શકાય છે.
હવે નીચે આપણે જોઈએ Nexon iCNG ના varints પ્રમાણે ની કિમત, આવતા features અને specifications તથા color options.
Smart (O)
કિમત ₹8.99 લાખ(ex showroom) : Nexon iCNG નું આ સૌપ્રથમ variant છે જે આપણને 3 color options, Calgary White, Daytona Grey and Flame Red મા મળી જશે. તેમા આવતા features નીચે પ્રમાણે છે.
- LED Headlamps and LED DRLs
- LED Tail lights
- Front Power Windows
- Manual AC
- Tilt-adjustable steering wheel
- 6 Airbags
- Electronic Stability Control
- ISOFIX Child Seat Mount
- Reverse Parking Sensors
- Hill Hold Control
Smart+
કિમત ₹9.69 લાખ(ex showroom) : આ variant મા પણ 3 color options, Calgary White, Daytona Grey and Flame Red મળી જશે. Smart(O) મા આવતા features ઉપરાંત આ variant મા આવતા features નીચે પ્રમાણે છે.
- 7-inch touchscreen infotainment system
- Wired Android Auto and Apple CarPlay
- 4 Speakers
- Steering Mounted Controls
- All Power Windows
- Electrically Adjustable ORVM
- Parcel Tray
Also read : TATA Nexon EV with huge 45 kWh battery and 489 km range
Smart+ S
કિમત ₹9.99 લાખ(ex showroom) : આ variant મા પણ 3 color options, Calgary White, Daytona Grey and Flame Red મળી જશે. Smart+ મા આવતા features ઉપરાંત આ variant મા આવતા features નીચે પ્રમાણે છે.
- Roof Rails
- Auto Headlamps
- Single-pane Sunroof
- Rain Sensing Wipers
Pure
કિમત ₹10.69 લાખ(ex showroom) : અહી આપણને 4 Color options, Calgary White, Daytona Grey, Pure Grey and Flame Red મળી જશે. આ variant મા આવતા features નીચે પ્રમાણે છે. અહી નોંધનીય છે કે Smart+ S મા આવતા બધા જ features આ variant મા મળતા નથી.
- Roof Rails
- Projector LED Headlamp with Follow-me-home feature
- Touch-based AC Controls
- Rear AC Vents
- Rear Power Outlet
- 4-inch digital instrument cluster
- Voice Command Functionality
Pure S
કિમત ₹10.99 લાખ(ex showroom) : અહી પણ આપણને 4 Color options, Calgary White, Daytona Grey, Pure Grey and Flame Red મળી જશે. આ variant મા Pure variant મા આવતા features ઉપરાંત નીચે પ્રમાણે ના features મળી જશે.
- Auto Headlamps
- Sunroof
- Rain Sensing Wipers
Also read : TATA Curvv 2024- India’s first SUV coupe from TATA
Creative
કિમત ₹11.69 લાખ(ex showroom) : આ variant થી TATA Nexon iCNG આવતા લગભગ બધા જ color options મળવાના શરૂ થઈ જાય છે. અહી body color + roof color એમ 2 colors નું સુંદર અને ઘણું જ આકર્ષક combination મળે છે, જે સાચી premiumness ની અનુભૂતિ કરાવે છે. અહી આપણને કુલ 7 color combinations મળી જાય છે,જે Calgary White with black roof, Daytona Grey, Daytona Grey with black roof, Creative Ocean, Creative Ocean with white roof, Flame Red and Flame Red with black roof છે. અહી Pure variant મા આવતા features ઉપરાંત નીચે પ્રમાણે ના features મળી જાય છે.
- Sequential LED DRLs
- 16-inch alloy wheels
- 6 speakers
- 7-inch digital driver display
- Automatic Climate Control
- Push Button Start-Stop
- Height Adjustable Driver Seat
- Rear Wiper with Washer
- Cooled Glovebox
- Reverse Parking Camera
- Tyre Pressure Monitoring System
Creative +
કિમત ₹12.19 લાખ(ex showroom) : અહી પણ આપણને 7 color combinations મળી જાય છે,જે Calgary White with black roof, Daytona Grey, Daytona Grey with black roof, Creative Ocean, Creative Ocean with white roof, Flame Red and Flame Red with black roof છે. Creative variant મા આવતા features ઉપરાંત અહી આપણને નીચે પ્રમાણે ના features મળી જાય છે.
- Automatic Headlamps
- 10.25-inch touchscreen infotainment system
- Wireless Android Auto and Apple CarPlay
- 360-degree camera
- Front Parking Sensors
- Blind View Monitor
- Auto Dimming IRVM
- Rain Sensing Wipers
Fearless+ PS
કિમત ₹14.59 લાખ(ex showroom) : આ variant એ TATA Nexon iCNG નું સૌથી top end variant છે. એક 35-40 લાખ કિમત ની ગાડી મા આવતા તમામ luxurious અને premium features આ variant મા આવી જાય છે. અહી આપણને કુલ 4 color combinations, Pristine White with black roof, Daytona Grey with black roof, Creative Ocean with white roof, Flame Red with black roof મળે છે અને આ ઉપરાંત એક તદ્દન નવુ જ અને આ variant મા જ આવતું color combination, Fearless Purple with black roof મળી જાય છે. Creative+ મા આવતા features ઉપરાંત અહી આપણને નીચે પ્રમાણે ના features મળી જાય છે.
- Sequential LED DRLs and Taillights with Welcome and Goodbye Function
- Fog Lamps with Cornering Function
- 10.25-inch digital driver display with Navigation
- JBL 8 Speakers Audio System
- Air Purfier
- Panoramic Sunroof
- Wireless Phone Charger
- Leatherette Seats
- Leather Steering Wheel
- Ventilated Front Seats
- Height Adjustable Co-Driver Seat
- Rear Defogger
- Front Armrest
- 60:40 Foldable Seats
- Rear Defogger
Rivals
TATA Nexon iCNG ના પ્રતિસ્પર્ધીઑ ની વાત કરીએ તો કોઈ ને કોઈ બાબતે આ ગાડી તેના પ્રતિસ્પર્ધીઑ ને પછાડી જ દેવાની છે. તો પણ , ભારત મા આ ગાડી ના મુખ્ય પ્રતિસ્પર્ધીઑ મા Maruti Brezza CNG, Maruti Fronx CNG, Toyota Taisor CNG છે. હવે ગ્રાહકો એ નક્કી કરવાનું રહ્યું છે કે તદ્દન નવી ટેક્નોલોજી તથા સલામતી ની દ્રષ્ટિ એ શ્રેષ્ઠ આ ગાડી value for money રહેશે કે કેમ !!!
Also read : Mahindra Thar ROXX 2024- a sturdy family SUV
Also read : Upto 1.75 lakh discount on 3 door Thar
Also read : Baleno regal edition launched
4 thoughts on “TATA Nexon iCNG 2024- Turbocharged એંજિન સાથે ની પહેલી CNG ગાડી”