Compact SUV ના સ્પર્ધા થી ભરેલા સેગમેન્ટ માં Skoda એ પોતાની નવી જ પ્રથમ sub 4 meter car, Skoda Kylaq થી પ્રવેશ કર્યો. આ પહેલાના એક આર્ટીકલ માં આપણે Kylaq ના આવતા 4 variants વિષે અને variant અનુસાર આવતા features વિષે વિસ્તાર થી ચર્ચા કરી હતી અને અહી આપણે Kylaq ના variants પ્રમાણે કિમતોની ચર્ચા કરીશું. Skoda Kylaq માં હાલ તો આપણને એક જ engine નો વિકલ્પ 1.0 L TSI three-cylinder direct-injection turbo petrol engine જોવા મળશે જે 115 bhp પાવર અને 178 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે.
Classic
Manual ₹7.89 લાખ
આ variant એ Kylaq નું entry level variant છે અને આપણે આગળ ચર્ચા કરી હતી તેમ આ variant ની કિમત ફક્ત ₹7.89 લાખ છે. આ variant ફક્ત manual transmission માં જ ઉપલબ્ધ છે અને અહી automatic નો વિકલ્પ મળતો નથી. Base variant થી જ 6 airbags, ISOFIX child seat, traction control system, auto engine start stop, 16 ઇંચ ના alloy wheels અને electrically foldable mirrors જેવા features મળી જવાના છે.
Signature
Manual ₹9.59 લાખ અને Automatic ₹10.59 લાખ
આ variant થી Kylaq માં automatic transmission નો વિકલ્પ મળવાનું શરૂ થઈ જાય છે. આ variant થી 4 speakers ની સાથે 2 twitters, 7 ઇંચ ની infotainment display, steering mounted controls અને tyre pressure monitoring જેવા features મળી જાય છે.
Also read : Skoda Kylaq full details with 4 variant wise features explained
Signature+
Manual ₹11.40 લાખ અને Automatic ₹12.40 લાખ
આ variant માં premium features જેવા કે 10 ઇંચ ની infotainment display, wireless android auto અને apple car play, automatic climate control, leather covered steering wheel, cruise control અને automatic transmission સાથે ની ગાડી માં gear changes માટે paddle shifters મળી જાય છે.
Prestige
Manual ₹13.35 લાખ અને Automatic ₹14.40 લાખ
Skoda Kylaq ના આ સૌથી top variant માં leather covered seats, ventilated અને electrically adjustable front seats, 17 ઇંચ ના alloy wheels, single pane electric sunroof, automatic headlamps અને wipers, LED foglamps વગેરે જેવા features મળી જવાના છે.
અહી આપણને 5 color ના વિકલ્પો મળી જવાના છે જે Olive Gold, Tornado Red, Carbon Steel, Brilliant Silver અને Candy White છે અને અહી lava blue અને deep black ના વિકલ્પો પણ મળી જવાના છે. આગામી ગણતંત્ર દિવસ ના પછી ના દિવસે એટલે કે 27 જાન્યુઆરી 2025 થી Skoda Kylaq ની deliveries શરૂ થઈ જવાની છે. અહી Skoda તરફ થી પહેલા 33,333 ગ્રાહકો ને special maintenance package પણ આપવામા આવશે.ઉપર આપેલ બધી જ કિમતો ex showroom છે.
Skoda Kylaq ના મુખ્ય પ્રતિસ્પર્ધીઓ માં Tata Nexon, Hyundai Venue, Kia Sonet, Maruti Suzuki Brezza, Mahindra XUV 3XO, Renault Kiger અને Nissan Magnite છે.
Also read : All New Honda Amaze launched at ₹7.99 lakh ex showroom – strong rival of Dzire
2 thoughts on “Skoda Kylaq price list with variants-deliveries will starts on 27 Jan 2025”