Grab a chance to buy a car before 2024 ends – price hike is on the way in 2025

આપણે હમણાં છેલ્લા થોડા દિવસો થી 2024 ના આ છેલ્લા મહિના માં લગભગ બધી જ ઓટોમાબાઈલ કંપનીઑ દ્વારા તેમના 2023 અને 2024 ના વર્ષ ના બાકી રહેલા units પર મળતા ધરખમ discounts ની વાત કરી રહ્યા છીએ. આ મુદ્દા પર આપણે એક નહીં, બે નહીં, પણ 3 આર્ટીકલ રજૂ કર્યા છે અને આ ત્રણેય ની લિન્ક તમને નીચે આ આર્ટીકલ ના અંત માં આપી દઇશું. દરેક વર્ષ નો ડિસેમ્બર મહિનો ગાડી ખરીદવા માટે એકદમ perfect માનવામાં આવે છે કારણ કે આ સમય માં જ કંપનીઑ અને ડીલરશીપ પર પોતાના બાકી રહેલા stock નું વહેલી તકે વહેચાણ કરવાનું pressure હોય છે અને આ જ pressure ની અંતર્ગત ગ્રાહકો ને સારા માં સારી value for money deal મળી જાય છે.

જો તમારે આ સમય માં ગાડી લેવાની ઈચ્છા હોય તો જલ્દી થી તમારા નજીક ની ડિલરશીપ નો સંપર્ક કરો અને અમારી દ્રષ્ટિ એ તો એકાદ આંટો મારી જ આવો અને જો તમને તમારી પાસદગી ની ગાડી 10% સુધી ના discount માં મળતી જ હોય તો પછી કંકુ ના કરી જ નાખજો કારણ કે આપણા દેશ ની ઘણી car companies દ્વારા 2025 થી પોતાના model અનુસાર 3-5% જેવો ભાવ વધારો એટલે કે price hike આવી શકે છે તેવું તેમના અમુક અમુક official statements થી લાગી રહ્યું છે. આ વિષે ઉપલબ્ધ માહિતી ને આપણે નીચે પ્રમાણે વગોળીએ.

Maruti Suzuki

price hike in maruti 2025
Image source : Official website

દેશ માં સૌથી વધુ sales figures ધરાવતી અને passenger cars નો રાજા એવી Maruti Suzuki એ તેના Nexa અને Arena બંને શાખાઓ ના portfolio પર 4-5% જેવો ભાવ વધારા ની સંભાવના દર્શાવી છે. જો કે હજી કયા મોડેલ પર કેટલો ભાવ વધારો આવશે તે હજી કંપની તરફ થી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. અહી ભાવ વધારા નું કારણ કંપની અનુસાર ગાડીઓ ની માંગ સાથે વધતી જતી production cost અને transportation cost અને general operational cost ને ગણવામાં આવી રહ્યું છે. નવા નવા models જેવા કે e vitara ના જેવા models ના launching પાછળ થતાં research & development ના ખર્ચાઓ પણ અહી એક કારણ હોઈ શકે છે.

Hyundai

price hike in hyundai 2025
image source : official website

ભાવ વધારા ના આ ચીલા પર ચાલતા Korean car maker, Hyundai એ પણ આવતા વર્ષ થી ભારત માં વહેચાતા પોતાના models અનુસાર ₹25,000 સુધી ના ભાવ વધારો થઈ શકે છે તેવી આશંકાઓ દર્શાવી છે. અહી પણ કયા મોડેલ ની કિમત માં કેટલો વધારો થઈ શકે છે તે વિષે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. Hyundai ના જ શ્રી તરુણ ગર્ગ ના કહેવા અનુસાર કંપની માટે હવે સમય આવી ગયો છે કે સમય સાથે કંપની પર વધતાં જતાં input cost ના ભાર ને હવે ગાડી ની કિમતો માં વધારો કરી ને થોડું extra settle કરવામાં આવે. Hyundai પણ આવતા વર્ષ માં તેની સૌથી સફળ ગાડી Creta નું ઇલેક્ટ્રિક version, Creta EV નું launching કરવા જઈ રહી છે.

Mahindra & Mahindra

price hike in mahindra 2025
Image source : official website

ભારત ની જ car company એ પણ આવતા વર્ષ થી પોતાના portfolio માં મોડેલ અનુસાર 3% જેટલો ભાવ વધારો આવી શકે છે તે જણાવ્યું છે. વૈશ્વિક બજારો માં વધતાં જતાં row material અને technological operations ના ભાવ વધારા ને કંપની એ અહી ભાવ વધારા નું કારણ દર્શાવ્યું છે. આ જ વર્ષ માં કંપની એ અલગ જ brand હેઠળ BE 6 અને XEV 9e ને launch કરી છે.

MG Motors

price hike in mg 2025
Image source : official social media handle

કિમત માં વધારા ની આ rally માં ભળતા JSW MG motors India એ પણ models અનુસાર 3% જેટલા ભાવ વધારા ના અણસાર આપ્યા છે. અહી પણ ઓટોમોબાઈલ market માં વધતી જતી input cost ને મુખ્ય કારણ દર્શાવવામાં આવ્યું છે. MG ના શ્રી સતીન્દર સિંઘ બાજવા ના કહેવા અનુસાર તેઓ ખૂબ જ ઓછા પ્રમાણ માં કિમતો માં વધારો કરવામાં માંને છે જેથી ગ્રાહકો પર વધુ બોજો ના આવે અને કંપની ને પણ થોડું relief મળી રહે.

Nissan

Nissan એ પોતાની Magnite પર હાલ માં જ 2% જેવો ભાવ વધારો કરેલો હતો. Magnite નું ઉત્પાદન કંપની ભારત માં જકરી રહી છે અને અહી થી નિકાસ પણ કરી રહી છે. Nissan X trail નું updated model હાલ માં જ launch થયેલું જેની ઊંચી કિમતો ને લીધે તે ધારેલા sales figures સાંપડી શકી નથી. આથી X trail માં કોઈ ભાવ વધારો આવશે કે નહીં તે વિષે કંપની દ્વારા કહેવામાં આવ્યું નથી.

Mercedes, BMW, Audi, Mini

ભારત માં રહેલી premium car brands એ પણ એક સાથે 3% જેવો વધારો કરવામાં એક સાથે જ કુંચ કરેલી છે. આમાંથી લગભગ બધી જ કંપનીઑ ભારત માં જ પોતાના ઘણા એવા models નું ઉત્પાદન કરે છે તેથી બાકી ની બીજી કંપનીઑ ની જેમ જ તેમને પણ અહી input cost નો પ્રશ્ન આવે તે સ્વાભાવિક વાત છે. જો કે અહી Mini દ્વારા કોઈ ભાવ વધારા ની ચોક્કસ ટકાવારી તો જાહેર કરવામાં નથી આવી પરંતુ અહી વહેતી ગંગા માં સૌ કોઈ હાથ ધોઈ જ લે તેમ Mini ના models માં પણ ભાવ વધારો આવે તેવી સંભાવના છે.

Also read : Right time to buy a car in 2024 – TATA, Hyudai, Toyota and other brands giving good deals

Also read : Honda and VW giving massive discounts on MY 23-24 models amid their new launches

Also read : Hefty Discounts on Nexa cars and Mahindra Thar Earth edition in last month of 2024

1 thought on “Grab a chance to buy a car before 2024 ends – price hike is on the way in 2025”

Leave a Comment