આમ તો આ વખતે ની તહેવારો ની કહેવાતી festive season મા લગભગ બધી જ કાર કંપનીઑ એ પોતાની બધી જ કારો મા bumper cash discount અને અવનવી offers આપી ને ગ્રાહકો ને ગાડી ખરીદવા પર મજબૂર કરી જ દીધા છે. પરંતુ જો તમારી પસંદગી નો કળશ હજુ પણ કોઈ ગાડી પર ઢોળાયો ના હોય તો દિવાળી ની તુરંત પછી એટલે કે 11 નવેમ્બર 2024 ના રોજ નવા જ રૂપ મા launch થવા જઈ રહી છે Maruti Suzuki ની સૌથી સફળ sedan, Newgen Swift Dzire.
એક ચોક્કસ સમય ના અંતરાલ પર આમ તો દરેક કંપનીઑ પોતાના દરેક સફળ મોડેલ ની next generation લાવતી જ રહે છે. Maruti Suzuki એ પણ તેની બધી જ ગાડીઓ ના next gen models માર્કેટ મા ઉતાર્યા જ છે પરંતુ Swift Dzire મા next gen model ના આવવા ના લીધે અમુક Dzire ના ગ્રાહકો નો તેમા રસ ઓછો થઈ રહ્યો હતો. માટે જ કંપની એ દશેરા ના દિવસે ઘોડો દોડતો કરવા વર્ષ ના અંત મા જ Newgen Swift Dzire ના launching ની જાહેરાત કરી દીધી છે.
આમ તો Newgen Swift Dzire ના test modules ક્યાંક ક્યાંક જોવા મળી જ જતાં હતા જેના પર થી તેમા શું શું updates મળવાની છે તેના વિષે ની અટકળો ચાલુ જ હતી. માટે અમુક પ્રાપ્ય માહિતી અનુસાર શું શું ફેરફારો અને વધુ મા મળવાના features આપણે આગળ જોઈશું.
Also read : Newgen Maruti Suzuki Dzire fully revealed-price will reveal on 11 nov
Engine
Swift hatchback અને Dzire compact sedan મા શરૂઆત થી જ 4 cylinder engine આવતા હતા. પછી કંપનીએ ડીઝલ એંજિન આપવાના બંધ કર્યા અને ફક્ત પેટ્રોલ એંજિન આપવાનું શરૂ કર્યું. તો પણ છેલ્લે આવેલી CNG Dzire મા પણ 4 cylinder petrol engine આપવામાં આવ્યું હતું. પરંતુ હવે Newgen Swift Dzire મા આપણને તદ્દન નવું જ 1.2L, 3-cylinder, naturally aspirated Z series petrol engine મળવાનું છે. છેલ્લે આવેલી newgen swift મા પણ આ જ એંજિન આપવામાં આવ્યું છે.
ક્ષમતા ની દ્રષ્ટિ એ આ એંજિન 80bhp પાવર અને 112Nm of ટોર્ક પ્રદાન કરશે એટલે 3 cylinder એંજિન હોવા છતા પણ performance મા તો કોઈ ઉણપ જોવા મળે તેવું લાગતું નથી. સામાન્ય રીતે 3 cylinder engines થોડા વધુ noisy હોય છે. બાકી વધુ તો આ ગાડી ની ટેસ્ટ ડ્રાઇવ લીધા પછી જ ખબર પડે. અહી આ એંજિન સાથે આપણને 5 speed manual અને AMT એમ બંને વિકલ્પો મળી જવાના છે.
સામાન્ય રીતે હવે ની Maruti Suzuki ની ગાડીઓ મા mild hybrid technology તો આવે જ છે પરંતુ ભવિષ્ય મા અહી fully hybrid version અને CNG version launch થવાની સંભાવના છે.
Also read : Baleno regal edition launched
Exterior
આમ તો ગુજરાતી મા આપણે મજાક મા Dzire ને ડેકકી વાળી સ્વિફ્ટ તરીકે જ ઓળખાતા હતા. પરંતુ Newgen Swift Dzire વિષે મળતી અમુક માહિતી અનુસાર હવે આ ધારણા ખોટી પાડવાની છે. અહી હવે આપણને Interiors અને Exteriors એમ બંને મા ધરખમ ફેરફારો જોવા મળવાના છે જે ઘણા જ futuristic લાગવાના છે. અહી સૌથી મોટું આકર્ષણ તો sunroof છે. જો ખરેખર Newgen Swift Dzire મા sunroof આવશે તો તેના segment મા આ feature આપવા વાળી આ પ્રથમ ગાડી બનશે.
આ સિવાય અહી બિલકુલ નવી જ wheel design, new aggressive front bumper, new headlights and fog lamp profile, huge front bumper grille with chrome outline મળી જવાના છે. આ સાથે taillights પણ ઘણી જ sharp design profile સાથે મળી જવાના છે તથા rear boot design એટલે કે ડેકકી પર પણ spoiler મળવાની સંભાવના છે.
Interior
Maruti Suzuki એ છેલ્લા કેટલાક સમય મા બધીજ ગાડીઓ ના interior પર સારું એવું કામ કર્યું છે. તેનું જ ઉદાહરણ પૂરું પાડતા અહી આપણને બિલકુલ નવા જ રૂપ મા cabin મળી જવાનું છે. આ સાથે જ base models સિવાય અહી આપણને બધા જ variants મા dual-tone black and beige interior મળે તો પણ નવાઈ નહીં. આ સાથે અહી આપણને leather covered flat bottom steering પણ મળી જવાનું છે.
આ સાથે જ આ સમય મા આવતા advanced features જેવા કે 360-degree camera, 9-inch touchscreen infotainment system with wireless Android Auto and Apple CarPlay, Automatic climate control, Cruise control, Semi-digital instrument cluster, Wireless charging વગેરે મળી જવાના છે.
Also read : Maruti Suzuki New Dzire all variants explained
Safety
સલામતી ની વાત કરીએ તો કંપની એ અંદર બેઠેલા મુસાફરો ની સલામતી મા બને તેટલો વધારો કરવા 6 airbags બધા જ મોડેલ મા standard, ABS with EBD, ESP, rear parking sensors, 3-point seatbelt બધા જ મુસાફરો માટે આપવામાં આવશે.
આ સાથે Newgen Dzire ની કિમત ₹7-10 લાખ ની વચ્ચે આંકવામાં આવી રહી છે. આ આકર્ષક કિમત સાથે આ ગાડી Hyundai Aura, TATA Tigor, Honda Amaze ને તગડી ટક્કર આપવાની છે.
Also read : New Honda Amaze 2025-India’s best compact sedan’s 3rd gen
Also read : Winter and all season car care tips for your precious car
Also read : Upcoming Skoda Kylaq and Volkswagen’s sub 4 meter car
6 thoughts on “Maruti Suzuki નું નવું નજરાણું ! 2025 માં આવી રહી છે Newgen Swift Dzire”