Newgen Honda Amaze’s exterior and interior revealed-launching on 4 December

Honda Cars India Ltd. (HCIL) એ આજ ના દિવસે Newgen Honda Amaze ની exterior અને interior ની design દર્શાવતા teaser sketches પોતાની વેબસાઇટ પર મૂકી દીધા છે. 4 ડિસેમ્બર ના રોજ launch થવા જઈ રહેલી Newgen Honda Amaze કે જેની આ 3rd generation છે તે વિષે આપણે આ પહેલા પણ એક આર્ટિકલ રજૂ કરેલો હતો અને આજે અહી કંપની દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા sketches થી થોડી વધુ માહિતી મળી રહી છે તો આવો આ વિષે આપણે વધુ જાણીએ.

Newgen Honda Amaze

Exterior design

આગળ ના ભાગ ના ચિત્ર ને જોતાં Newgen Amaze ની design અત્યંત sporty અને sharp લાગ રહી છે. Honda Elevate થી પ્રેરિત અને Amaze ની પહેલા ની generation અને Honda City થી અલગ અહી તદ્દન નવા જ headlamps, L shaped LED DRLs જોવા મળી રહ્યા છે. અહી Honda Elevate ની grille જેવી જ છતાં વધુ sharp hexagonal grille જોવા મળી રહી છે. આ સાથે જ DRLs અને grille ના ઉપર ના ભાગ માં sleek chrome trim થી વધુ સારો અને premium look આવી રહ્યો છે.

Honda Elevate થી અલગ અને advanced bumper design અહી આપવામાં આવી છે. નીચે ના ભાગ માં 3 strip air intake અને બંને side માં વિશાળ air dams ની વચ્ચે જ integrated fog lamp compartments પણ આપવામાં આવ્યા છે તથા અહી fog lamp compartments ની આસપાસ creasing lines ના લીધે ઘણો જ bulky look આવી રહ્યો છે. અહી લગભગ fog lamps પણ LED setup માં જ આપવામાં આવ્યા છે. શરૂઆત થી અંત સુધી અહી sharp lines ને લીધે ગાડી નો look ઘણો જ sleek અને premium આવી રહ્યો છે.

પાછળ નું bumper અને tailgate ની design અહી New Civic અને New City નું સંમિશ્રણ લાગે છે. અહી પણ S shaped taillamps તદ્દન નવી જ design માં અને LED setup માં જ હોય તેવું દેખાઈ રહ્યું છે. અહી S shaped taillamps ની design Civic થી પ્રેરિત હોવાને લીધે અહી rear look neat and clean આવી રહ્યો છે અને shark fin antenna પણ અહી પાછળ ના લુક ની શોભા માં વધારો કરી રહ્યું છે. જો કે અહી rear spoiler ની કમી થોડી વર્તાઈ રહી છે. જો કે અહી નવા જ sporty diamond cut alloy wheels મળી જવાના છે.

Newgen Honda Amaze

Interior design

In the cabin મળતા features ની વાત કરીએ તો અહી Honda Elevate થી જ પ્રેરિત design વાળું dashboard, dual-tone black અને beige interior theme મા મળી જાય છે. તદ્દન નવી જ 10.25 inch ની free standing infotainment display મળી જાય છે જે wireless android auto અને apple car play ને support કરશે. અહી આ સાથે જ dashboard પર નવી honeycomb pattern માં vents મળી જાય છે તથા અહી AC ના vents પણ dashboard માં જ integrated મળી જાય છે. Sunroof વિષે હજી કોઈ clarity આપવામાં આવી નથી.

Driver નું ઇન્સ્ટ્રુમેન્ટ cluster પણ semi digital મળી જાય અને ઘણા ખરા features ને કંટ્રોલ કરવાના buttons સાથે flat bottom 3 spoke steering wheel મળી જાય છે. અહી upper models માં steering તથા seats એ પણ dashboard ને match થાય એવા beige color ના leather combination માં મળી જશે. વધુ માં automatic climate control, wireless charger, Type C charging ports, cruise control, 12V power outlet વગેરે જેવા features તો ખરા જ.

આ સાથે લગભગ પાક્કું જ છે કે અહી આપણને standard safety ના features ની સાથે સાથે ADAS પણ મળવા જઈ રહ્યું છે જેમાં Adaptive Cruise Control, Autonomous Emergency Braking, Lane-Keeping Assist જેવા advanced safety features નો સમાવેશ પણ થઈ જાય છે.

Engine

Engine reliability માટે જાણીતી એવી Honda અહી Newgen Amaze માં પણ તેનું આગળ ની generation નું 1.2L 4-cylinder naturally aspirated petrol engine જ આપવા જઈ રહી છે. આ એંજિન 90 bhp પાવર અને 110 nm નો ટોર્ક પ્રદાન કરે છે અને આ સાથે જ 5 speed manual અને CVT ( Continuously Variable Automatic Transmission ) ના વિકલ્પો માં ઉપલબ્ધ છે.

Rivals

અહી આમ તો હાલ માં જ launch થયેલી અને લોકો ના આશ્ચર્ય વચ્ચે NCAP માં 5 star safety rating મેળવનારી 4th gen Maruti Suzuki Dzire નો સમાવેશ થાય છે. આ સિવાય અહી Hyundai Aura, TATA Tigor, TATA Curvv જેવા પ્રતિસ્પર્ધીઓ નો સમાવેશ થાય છે. Dzire ની કિમત ₹6.79 લાખ થી શરૂ થઈ રહી છે એટલે જોવાનું એ રહે કે Newgen Honda Amaze ની કિમત કંપની ક્યાંથી શરૂ કરે છે. એક અંદાજ પ્રમાણે Newgen Amaze ની કિમત ₹7.25 લાખ થી શરૂ થઈ શકે છે. જો કે સાચી માહિતી તો આપણને ને 4 ડિસેમ્બર ના તેના launching event પછી જ ખબર પડશે.

Safety અને build quality ના નામે પહેલા તો Honda અને TATA મેદાન મારી જતી પરંતુ NCAP માં 5 star safety rating મેળવીને Dzire એ compact sedan ના segment ની હરીફાઈ ને વધુ જ રસપ્રદ બનાવી દીધી છે.

Also read : Kia Syros – rugged compact SUV is about to make debut in 2025

Also read : Newly launched Honda Amaze CNG option – fitment will done by dealerships

3 thoughts on “Newgen Honda Amaze’s exterior and interior revealed-launching on 4 December”

Leave a Comment