ભારતીય બજાર માં EV સેગમેન્ટ નો રાજા કહેવાતી TATA એ પોતાના તાજ માં એક પીંછું વધારે જોડતા પોતાની સફળ ગાડી Nexon EV કે જે 30 kWh અને 40 kWh ની બેટરી ની ક્ષમતા સાથે આવે છે, તેને એક step upgrade કરી ને વધુ બેટરી ક્ષમતા એટલે કે 46.08 kWh અને 489 km ની ચાલવાની ક્ષમતા તથા બીજા કેટલાક આધુનિક features ઉમેરી ને launch કરી દીધી છે.
New TATA Nexon EV નવા 4 variants માં launch કરવામાં આવી છે. બધા જ variants માં અહી એકસમાન જ 45 kWh ની બેટરી મળે છે. આ પહેલા Nexon માં cylindrical cell battery આવતી હતી,પરંતુ અહી કંપની એ હમણાં જ launch કરેલી પોતાની સૌ પ્રથમ SUV Coupe TATA CURVV માં ઉપયોગ કરવામાં આવેલી LFP prismatic cells battery ને ઉપયોગ માં લેવામાં આવી છે.
કંપની ના કહેવા પ્રમાણે આ બેટરી ના બંધારણીય ગુણધર્મો ને લીધે તેમાં 15% જેટલો volumetric density માં વધારો થયો છે અને 8 % જેટલો energy density માં વધારો થયો છે. આ અધ્યતન બેટરી ગાડી ને 148 bhp નો પાવર અને 215 nm તો ટોર્ક પ્રદાન કરે છે. વધારા માં અહી 1.2C charging ની સુવિધા પણ જોવા મળે છે. એટલે કે જ્યારે ગાડી ને 60 kW DC fast-charger સાથે જોડવામાં આવે છે ત્યારે ગાડી 10% થી 80% ફક્ત 40 મિનીટ માં ચાર્જ થઈ જાય છે અને 15 મિનીટ ના ચાર્જિંગ માં 130 km સુધી નું અંતર કાપવા માટે સક્ષમ છે.
અહી ARAI (Automotive Research Association of India) ના test cycle પ્રમાણે 489 km ની સારી આવી range આપણને આ બેટરી ની મદદ થી મળી જાય છે. તથા સામાન્ય સંજોગો માં પણ આ ગાડી 370 km સુધી ની range આપણને મળી જાય છે.આ બેટરી સાથે આપણને 8 વર્ષ / 1,60,000 km ની warranty પણ મળી જાય છે.
ચાલો હવે આપણે આ ગાડી ના 4 variants તથા તેની કિમત જોઈ લઈએ અને પછી આ ગાડી ના પ્રતિસ્પર્ધીઑ વિષે પણ વાત કરીશું.
Also read : Mahindra Thar ROXX 2024
Tata Nexon EV Creative 45:
આ variant એ સૌથી શરૂઆત નું variant છે જેની કિમત ₹13.99 લાખ(ex showroom) રાખવામાં આવી છે. અહી આપણે સમય પ્રમાણે જરૂરી એવા તમામ આધુનિક તથા સલામતી ની દ્રષ્ટિ એ જરૂરી એવા તમામ features મળી જાય છે જે નીચે પ્રમાણે છે.
- LED headlights and DRLs
- 6 airbags
- ESP
- Electronic parking brake
- All-wheel disc brakes
- Reverse parking camera
- 7.0-inch touchscreen infotainment system
- Wired Android Auto and Apple CarPlay
- Voice Assistant with Siri and Google Assistant support
- 7.0-inch TFT instrument cluster display
- Adjustable Regeneration modes
- Paddle Shifters (to adjust regeneration level)
- Drive modes – Eco, City and Sport
- Power-adjustable wing mirrors
- Air Purifier
Tata Nexon EV Fearless 45:
આ variant ની કિમત ₹14.99 લાખ (ex showroom )રાખવામાં આવી છે. આ variant માં તેની પહેલા ના variant creative 45 મા જે features મળે છે ઉપરાંત નીચે પ્રમાણે ના features મળે છે.
- LED projector headlights
- LED light bar
- Fog lamps with cornering function
- Auto fold function for wing mirrors
- 10.25-inch infotainment touchscreen
- Wireless Android Auto/Apple CarPlay
- 10.25-inch digital instrument cluster
- HD reverse camera
- Rear AC vents
Also read : TATA Curvv 2024 : India’s first SUV coupe
Tata Nexon EV Empowered 45
આ variant ની કિમત ₹15.99 લાખ (ex showroom )રાખવામાં આવી છે. આ variant માં તેની પહેલા ના બંને variant માં મળતા features ઉપરાંત નીચે પ્રમાણે ના features જોવા મળે છે.
- 360-degree camera
- Front parking sensors
- Sunroof with voice commands
- Tyre pressure monitoring system
- JBL audio modes
- Cruise control
- Wireless charging pad
- Auto-dimming internal rear view mirror
- Leatherette upholstery
- Auto headlights and wipers
Tata Nexon EV Empowered+ 45:
આ variant એ TATA Nexon EV નું સૌથી top end variant છે જેમાં ભરી ભરી ને features આપવામાં આવ્યા છે. આ varinat ની કિમત ₹16.99 લાખ (ex showroom) રાખવામાં આવી છે. આગળ ના variants મા આવતા features ઉપરાંત આપણને અહી બીજા ઘણા આકર્ષક features જોવા મળે છે જે નીચે પ્રમાણે છે.
- Panoramic sunroof with voice commands
- 12-litre frunk
- 12.3-inch infotainment touchscreen
- Vehicle-to-Vehicle & Vehicle-to-Load capability
- Ventilated front seats
- Air purifier with AQI sensor
- JBL Cinematic sound system with subwoofer
- Arcade.ev app suite
- 7.2 kW AC charger
Also read : TATA Nexon iCNG- first CNG car with turbocharged engine
TATA Nexon Red Dark Edition:
હવે અહી સોના મા સુગંધ ભળે તેમ Nexon મા આવતું Dark edition પણ EV મા launch થઈ ચૂક્યું છે તેથી જેને TATA ની premiumness નો ખરેખર આનંદ લેવો છે તેને પણ હવે કોઈ કમી રહેવાની નથી. Dark edition ની કિમત Empowered+ variant કરતાં ફક્ત ₹20,000 જ ઊચી એટલે કે ₹17.19 લાખ (ex showroom) રાખવાં આવી છે.
અહી Dark edition મા આપણને Empowered+ મા આવતા તમામ features મળી જશે અને આ ઉપરાંત તેમા નીચે પ્રમાણે ના Dark edition પ્રમાણે ના add ons મળશે.
- Carbon Black paint shade
- Dark chrome 2D Tata logo on nose
- Piano black trim finish
- Charcoal grey roof rails
- Jet Black alloy wheels
- Red leatherette upholstery
Rivals :
ભારતીય બજારો માં આ સમયે EV sector મા આમ તો TATA અને Mahindra જેવી ભારતીય કંપનીઑ ની જ બોલબાલા છે અને તેમા પણ TATA નું તો એકચક્રી રાજ ચાલે છે તેમ કહીએ તો પણ કાઇ ખોટું નથી . તો પણ TATA Nexon EV ના looks, price અને features ની દ્રષ્ટિ એ વાત કરીએ તો મુખ્ય પ્રતિસ્પર્ધીઑ માં Mahindra XUV 400 EV,MG Windsor EV, MG ZS EV તથા TATA ની જ પોતાની ગાડીઓ Curvv EV, Tiago EV, Punch EVનો સમાવેશ થાય છે.
અહી હાલ મા જ launch થયેલી MG Windsor EV ની વાત કરીએ તો તે ₹9.99(ex showroom) ની કિમત સાથે આવી છે. પરંતુ તેમા હજી એક twist એ છે કે આ કિમત મા બેટરી ની કિમત નો સમાવેશ થતો નથી.આ માટે કંપની એ તેના દ્વારા કહેવાતી એક Battery as a service (BaaS) નામ ની સુવિધા શરૂ કરી છે. ગાડી ખરીદતી સમયે તમને 2 વિકલ્પ આપવામાં આવે છે. 1) કંપની દ્વારા નક્કી કરાયેલા plans લો અને ₹3.5/km પ્રમાણે કંપની ને બેટરી નું ભાડું ચૂકવો અને 2)બેટરી ની પૂરે પૂરી કિમત ગાડી ખરીદતી વખતે ચૂકવીને બેટરી નું ભાડું ચૂકવવા માંથી મુક્તિ મેળવો.
BaaS વિષે વધુ માહિતી મેળવવા છેલ્લે આપેલી link પર ક્લિક કરી શકો છો.
બેટરી સહિત MG Windsor EV કે જે 38 kWh ની બેટરી અને 331 km ની range ધરાવે છે તેની કિમત ₹13.49 લાખ(ex showroom) થી શરૂ થાય છે અને Nexon EV, 45 kWh ને બેટરી અને 489 km ની range સાથે ₹13.99 લાખ(ex showroom) થી શરૂ થાય છે, જે વધુ value for money deal લાગી રહી છે.
હવે અહી અમારી દ્રષ્ટિ એ EV કાર ની હરિફઈ માં ગ્રાહકો ને બહોળો ફાયદો થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે. હરીફાઈ ની આંધી માં ગ્રાહકો ની ચાંદી થઈ ગઈ હોય તેમ અહી ભારતીય કંપની TATA એ ખૂબ જ ઓછી કિમત મા ઘણી જ શક્તિશાળી બેટરી ધરાવતી Nexon EV ઉતારી છે.હવે જોવાનું એ રહે છે કે ગ્રાહકો ની પસંદગી નો કળશ કઈ ગાડી પર ઢોળવામાં આવે છે.
Also read : What is MG’s Battery as a service program (BaaS)
Also read : TATA Curvv 2024
Also read : Bumper festive discounts and offers on car 2024
7 thoughts on “આવી ગઈ છે TATA Nexon EV અને તે પણ 45 KWh battery સાથે – MG Windsor EV નો તોડ આપણા દેશ ની કંપની”