New low cost scooters from OLA ! Compete in B2B sector

ભારત માં EV scooters નો trend ચાલુ કરાવનાર અને લગભગ 50% થી વધુ EV scooters ના માર્કેટ પર હાલ માં કબજો ધરાવનાર ભારતીય કંપની OLA ના હાલ માં આવતા બધા જ મોડેલ્સ ની કિમત આમ તો ₹1 લાખ થી વધુ હોય છે. પરંતુ હવે આવી રહ્યા છે New low cost scooters from OLA. ખાનગી વપરાશ માટે આમ તો OLA ના S1 series હેઠળ ના મોડેલ્સ આવે જ છે પરંતુ તેની ઊચી કિમતો ના લીધે વ્યાપારિક વપરાશ માટે આ scooters ખરીદવા એ value for money deal સાબિત થતી ના હતી. આ પ્રશ્ન નું નિવારણ લાવતા કંપની પોતાના મુખ્ય 2 અને કુલ 4 મોડેલ્સ launch કર્યા છે જેની વિસ્તાર થી માહિતી માં આપણે નીચે પ્રમાણે ડૂબકી લગાવીએ.

OLA Gig & Gig plus (₹39,999 and ₹49,999 respectively)

Gig

OLA Gig એ બિલકુલ સાદું અને હળવું scooter છે જેમાં હળવી છતાં મજબૂત frame નો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહી કિમત ને નીચી રાખવા માટે બિલકુલ ઓછા body panels નો ઉપયોગ કરવામાં આવ્યો છે,જ્યારે અહી આપણને આગળ તથા પાછળ એમ બંને જગ્યા એ luggage carrier મળી જાય છે ,અને પગ રાખવાની વચ્ચે ની જગ્યા પાસે પણ normal scooters ની જેમ જગ્યા મળે છે. Gig એ સામાન્ય રીતે શહેરી ગીચ ટ્રાફિક માં અને સાંકળા રસ્તાઑ અને ગલીઓ માં રોજિંદા કરવાની deliveries જેવી કે દૂધ, ફળો, શાકભાજી કે પછી કોઈ હળવા સામાન ની deliveries માં પણ ઉપયોગી થાય છે. Food delivery માટે પણ આ scooter ઘણું જ ઉપયોગી બની રહેશે.

આગળ અને પાછળ drum brakes અને આગળ telescopic suspension મળી જાય છે. Gig માં 1.5 kWh ક્ષમતા ની removable battery અને 1.5 kW ની મોટર મળી જાય છે જે Gig ને 25 km/h ની top speed આપે છે અને 112 km ની range આપે છે. અહી Gig ની ઓછી top speed ના લીધે તેને RTO registration વગર પણ ચલાવી શકાય છે જેવી રીતે થોડા વર્ષો પહેલા YO bikes ચાલતા. Gig માં આમ તો એક જ બેટરી ની જગ્યા આવે છે પરંતુ જો તમે ઈચ્છો તો બીજી બેટરી લઈ શકો છો અને જરૂરિયાત મુજબ અદલ બદલ કરી શકો છો. Gig એ આમ તો key less આવે છે અને app based scanner થી ચાલુ થાય છે.

Gig Plus

OLA Gig plus એ Gig કરતાં મોટું અને આકર્ષક લાગે છે. અહી Gig plus માં પાછળ luggage carrier મળે છે,અને પગ રાખવાની વચ્ચે ની જગ્યા પાસે પણ normal scooters ની જેમ જગ્યા મળે છે. અહી આગળ મળતા carrier ની બદલે fiber panel મળે છે જે Gig plus ને તેના base model Gig કરતાં થોડો વધુ આકર્ષક અને premium look આપે છે. Gig plus માં પણ આપણને આગળ અને પાછળ drum brakes અને Gig ની જેમ જ suspension મળી જાય છે. આ સિવાય અહી Gig plus માં આગળ આકર્ષક LED headlamp with DRL મળી જાય છે.

Gig plus માં અહી 1.5 kWh ની ક્ષમતા વાળી 2 removable batteries મળે છે અને થોડી મોટી 1.5 kW ની મોટર મળી જાય છે જે Gig plus ને 45 km/h ની top speed પ્રદાન કરે છે. અહી નોંધનીય છે કે Gig plus ની top speed 25 km/h કરતાં વધુ હોવાથી અહી RTO registration કરાવવું પડે છે. અહી આપણે 2 બેટરી રાખવાની જગ્યા મળી જાય છે જેમાં એક બેટરી સાથે 80 km અને બંને બેટરી સાથે 155 km ની range મળી જાય છે. અહી એક બેટરી Scooter ની સાથે આવે છે અને બીજી બેટરી તમારી જરૂરિયાત અનુસાર અલગ થી ખરીદવાની રહે છે.

અહી Gig અને Gig plus માં સમાન બેટરીઓ છે છતાં Gig plus ની મોટર જરા મોટી અને top speed વધુ હોવાથી અહી range થોડી ઓછી મળે છે. Gig plus પણ key less આવે છે અને app based scanner થી ચાલુ થાય છે. બંને Scooters માં 12 inch ના steel wheels મળી જાય છે. Gig અને Gig plus નું બૂકિંગ ₹499 થી OLA ની official website પર થી થઈ શકે છે અને deliveries એ 2025 ના એપ્રિલ ના મહિના થી શરૂ થઈ શકે છે.

OLA S1 Z & S1 Z plus (₹59,999 & ₹64,999 respectively)

S1 Z

S1 series ની lineup વધારતા OLA એ અહી S1 Z ઉમેર્યું છે. અહી આપણને હળવી frame અને તેની પર fiber panels મળી જાય છે. Square અને boxy design સાથે અહી ચાલક અને અન્ય 1 વ્યક્તિ માટે seat મળી જાય છે. આ સિવાય અન્ય accessories માં physical key, mirrors, LCD cluster મળી જાય છે. અહી e-scooters માં ભાગ્યે જ જોવા મળે એવા 14 ઇંચ ના વ્હીલ્સ જોવા મળે છે.

S1 Z માં 1.5 kWh ની ક્ષમતા સાથે બે બેટરીઓ મળી જાય છે અને 2.9kW ની hub motor મળી જાય છે જે 70 km/h ની ટોપ સ્પીડ પ્રદાન કરે છે અને 0-40 ની speed 4.7 સેકન્ડ માં પ્રાપ્ત કરી લે છે. અહી પણ એક બેટરી ની range 75 km ની છે અને બંને બેટરીઓ ની સાથે ની range 145 km સુધી ની મળી જાય છે. અહી પણ એક બેટરી scooter સાથે આવે છે અને બીજી બેટરી અલગ થી ખરીદવાની રહે છે.

S1 Z plus

આમ તો S1 Z અને S1 Z plus બંને સમાનજ છે પરંતુ S1 Z plus માં અમુક cosmetic અને અમુક વધુ features મળી જાય છે. S1 Z plus માં આગળ અને પાછળ એમ બે carrier મળી જાય છે અને આ સાથે આગળ visor અને pillion sidestep મળી જાય છે. ઉપરાંત અહી LCD cluster મળી જાય છે જેને Bluetooth દ્વારા મોબાઈલ સાથે connect કરી શકાય છે.S1 Z plus માં પણ 14 ઇંચ ના વ્હીલ્સ જોવા મળે છે.

S1 Z plus માં પણ 1.5 kWh ની ક્ષમતા સાથે બે બેટરીઓ મળી જાય છે અને 2.9kW ની hub motor મળી જાય છે જે 70 km/h ની ટોપ સ્પીડ પ્રદાન કરે છે અને 0-40 ની speed 4.7 સેકન્ડ માં પ્રાપ્ત કરી લે છે. અહી પણ એક બેટરી ની range 75 km ની છે અને બંને બેટરીઓ ની સાથે ની range 145 km સુધી ની મળી જાય છે. અહી પણ એક બેટરી scooter સાથે આવે છે અને બીજી બેટરી અલગ થી ખરીદવાની રહે છે. S1 Z plus નું બુકિંગ ₹499 થી OLA ની official website પર થી થઈ શકે છે અને deliveries એ 2025 ના મે ના મહિના થી શરૂ થઈ શકે છે. અહી આપેલી બધી જ કિમતો ex showroom છે.

અહી OLA પોતાની PowerPod tech પણ launch કરવા જઈ રહ્યું છે કે જેની મદદ થી જે બેટરી scooter માં નથી અને બહાર છે તો તેનાથી અન્ય electronics devices પણ ચલાવી શકાય. આજ ના દિવસે Activa ev નું પણ launching થયું છે અને તેની કિમત અંદાજિત ₹1 લાખ ની ઉપર જ રહેવાની છે. માટે હવે જોવાનું એ રહે છે કે Honda દ્વારા થતાં e-scooters ના segment માં કંકુ પગલાં સફળ રહે છે કે અહી પણ જૂનો ખેલાડી એટલે કે OLA જ બાજી મારી જાય છે.

Also read : Finally Honda Activa e and QC 1 launched after so much anticipation

Also read : Hero Vida V2 e scooter launched in sub 1 lakh range

Also read : Hero Surge S32 EV could be a revolution in human & goods transport in city areas

2 thoughts on “New low cost scooters from OLA ! Compete in B2B sector”

Leave a Comment

Exit mobile version