2025 ના વર્ષ માં બધી કંપનીઑ કઈક ને કઈક નવી લાવી રહી છે ત્યારે જાપાનીઝ કંપની Honda એ પણ તેની સૌથી મહત્વ ની compact suv Elevate ના બે નવા editions ને ભારત માં launch કરી દીધા છે જે છે Elevate Black edition અને Elevate Signature Black edition. આ બંને નવા black editions માં ફક્ત cosmetic અને interior changes જોવા મળે છે જ્યારે Engine માં કોઈ પણ તફાવત જોવા મળતો નથી. બંને editions માં 1.5 liter i-VTEC naturally aspirated 4 cylinder petrol engine આવે છે જે 120 hp પાવર અને 145 nm તો ટોર્ક પ્રદાન કરે છે.
આ બંને black editions એ Honda Elevate ના top variant ZX ને આધારિત છે માટે અહી ZX variant ની જેમ જ manual અને automatic CVT એમ બંને વિકલ્પો મળી જાય છે. સાથે ZX variant માં આવતા 10.25 ઇંચ ની infotainment display, 7 ઇંચ ની ડ્રાઇવર display, level 2 ADAS, cruise control, blind spot monitoring, 360º camera, auto headlights, auto wipers જેવા features પણ મળી જાય છે.
Elevate Black edition માં fully black exterior મળી જાય છે, સાથે અહી full black alloys અને wheel nut પણ full black, આગળ ની grille માં ઉપર ની બાજુ silver chrome finish, આગળ ના અને પાછળ ના બમ્પર ની નીચે ના ભાગ માં silver skid plates, બને બાજુ દરવાજાઓ પર પણ silver skid plates અને ઉપર ની roof rails પણ silver finish માં મળી જાય છે. સાથે જ અહી tailgate એટલે કે ડિકકી ના દરવાજા પર Black Edition નું marking મળી જાય છે. Interior માં અહી fully black dashboard, black leatherette seats અને તે પણ black thread ની જ સિલાઈ માં, armrest door pads અને headrests પણ black finish માં મળી જાય છે.
Elevate Signature Black edition માં વધુ માં Black edition માં જ્યાં જ્યાં silver chrome અને silver finish આવે છે ત્યાં full black finish આવે છે. વધુ માં અહી આગળ ના fenders પર Signature black નું emblem પણ મળી જાય છે. Interior માં અહી પણ Black edition જેવુ જ premium black મળી જાય છે જ્યારે વધુ માં અહી 7 color ambient lights નો ઉમેરો કરવામાં આવ્યો છે.
Elevate Black edition ના manual transmission સાથે ના variant ની ex showroom કિમત ₹15.51 લાખ છે જ્યારે automatic transmission ના variant ની ex showroom કિમત ₹16.73 લાખ છે. Elevate Signature Black edition ના manual transmission સાથે ના variant ની ex showroom કિમત ₹15.71 લાખ છે જ્યારે automatic transmission સાથે ના variant ની ex showroom કિમત ₹16.93 લાખ છે.
Honda City new prices
Elevate ના black editions ના launching ની સાથે Honda એ City ના લગભગ બધા જ variants ની કીમત માં ₹20,000 જેટલો વધારો કર્યો છે. આ વધારા નું કારણ કંપની એ વધતી જતી input cost ને દર્શાવ્યું છે. અહી આ ભાવ વધારા પ્રમાણે Honda City ની નવી ex showroom કિમતો variant અનુસાર આ પ્રમાણે છે. SV manual variant ₹12.28 લાખ, V manual variant ₹13.05 લાખ, VX manual variant ₹14.12 લાખ અને ZX manual variant ₹15.30 લાખ. આ જ રીતે V automatic variant ની કિમત ₹14.30 લાખ, VX automatic variant ની કિમત ₹15.37 લાખ અને ZX automatic variant ની કિમત ₹16.55 લાખ. અહી City ના hybrid version e:HEV ની કિમત પણ વધારી ને ₹20.75 લાખ કરવામાં આવી છે.
Honda Elevate new prices
Elevate ના નવા launch થયેલા black editions ની કિમતો તો ઉપર દર્શાવેલી જ છે અને અહી તે સિવાય ના Elevate ના ફક્ત automatic transmission સાથે ના variant ની કિમતો માં જ વધારો કરવામાં આવ્યો છે. Elevate ના variants અનુસાર તેની નવી ex showroom કિમતો આ પ્રમાણે છે. V automatic variant ₹13.91 લાખ, VX automatic variant ₹15.30 લાખ અને ZX automatic variant ₹16.63 લાખ.
1 thought on “2025 માં Honda એ launch કર્યા છે Elevate Black edition અને Signature black edition – સાથે City અને Elevate ની કિમતો માં પણ કર્યો છે વધારો”