BYD eMax7 and its rivals-which is practical and logical choice

2021 મા launch થયેલી ચાઈનીઝ કંપની ની BYD e6 નું એક updated અને facelift version એટલે કે BYD eMax7. e6 2 row અને 5 seater આવે છે જ્યારે આ વખતે કંપની એ ભારત ની પહેલી એવી 3 row અને 6/7 seater ગાડી eMax7 ને ભારતીય બજારો મા ઉતારી દીધી છે. ભારત મા MPVs તો ઘણી બધી છે જે પેટ્રોલ, ડીઝલ અને hybrid વિકલ્પો મા ઉપલબ્ધ છે, પરંતુ અહી BYD એ masterstroke મારતા MPV સેગમેન્ટ મા જ Pure EV MPV launch કરી છે.

BYD eMax7

Also read : Upcoming Toyota’s mini fortuner with hybrid engine

અહી સામાન્ય રીતે આપણે સૌથી છેલ્લે rivals એટલે કે પ્રતિસ્પર્ધીઓ ની વાત કરીએ છીએ પરંતુ અહી આપણે એક નાના twist સાથે BYD eMax7 ની જ એક મુખ્ય પ્રતિસ્પર્ધી,Toyota Innova Hycross hybrid સાથે સરખામણી પણ કરતાં જઈશું.

Dimensions

BYD eMax7 ની લંબાઈ 4710 mm, પહોળાઈ 1810 mm, ઊંચાઈ 1610 mm અને 2800 mm નો wheelbase મળે છે જ્યારે Innova Hycross ની લંબાઈ 4755mm, પહોળાઈ 1845mm, ઊંચાઈ 1785mm, અને 2850mm નો wheelbase મળે છે. અહી સ્વાભાવિક રીતે Innova Hycross બધી રીતે વધુ મોટી હોવાથી અંદર નું seating અને boot space વધુ સારા મળી જાય.

ત્રીજી row ને fold કરી દેવામાં આવે તો BYD eMax7 મા 652 ltr ની જગ્યા મળી જાય છે જ્યારે Innova Hycross મા ત્રીજી row ને fold કરતાં 991 ltr ની જગ્યા મળી જાય છે. અહી BYD eMax7 મા અંદર ની જગ્યા ઓછી હોવાના લીધે વચ્ચે ની row મા 3 લોકો છૂટ થી બેસી શકે નહીં.

BYD eMax 7

Engine

BYD eMax7 માં અહી આપણને 2 બેટરી પેક ના વિકલ્પ મળી જાય છે. એક છે Premium variant કે જે 55.4kWh ની બેટરી અને 420 km ની range ધરાવે છે અને બીજું છે Superior variant કે જે 71.8kWh ની બેટરી અને 530 km ની range ધરાવે છે. Premium variant મા પાવર 161 bhp જ્યારે Superior variant મા 204 bhp છે. અહી બંને variants મા એકસમાન 310 nm છે. આ MPV front wheel drive setup ધરાવે છે.

Innova Hycross 2 એંજિન વિકલ્પો મા આવે છે. એક છે 2.0-litre, four-cylinder, naturally aspirated (NA) petrol engine અને બીજું 2.0-litre, four-cylinder, strong hybrid એંજિન. અહી hybrid એંજિન 184 bhp પાવર અને 206 nm ટોર્ક ઉત્પન્ન કરે છે તથા  જ્યારે સાદું પેટ્રોલ એંજિન 173 bhp અને 209 nm નો ટોર્ક ઉત્પન્ન કરે છે. અહી hybrid variant 23.24 km/l ની સારી એવી mileage પ્રદાન કરે છે અને એક full tank મા 1100+ km ની મુસાફરી કરવા સક્ષમ છે.

BYD eMax7

Also read : Upcoming Maruti’s eVX/Toyota’s BEV-debut on 4th November

Features

અહી BYD eMax7 મા અને Innova Hycross મા 12.8 inch ની touchscreen સાથે infotainment system મળી જાય છે જ્યારે Innova Hycross મા driver console મા વધુ મોટી display મળે છે અને તેમા વધુ સચોટ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. અહી Innova Hycross મા panoramic sunroof મળી જાય છે જ્યારે BYD eMax7 મા fixed glass roof મળે છે. Innova Hycross મા આગળ ની 2 સીટ અને પાછળ ની 2 સીટ એમ કુલ 4 સીટ electrically adjustable મળી જાય છે જ્યારે BYD eMax7 મા આગળ ની 2 સીટ electrically adjustable મળે છે.

અહી બંને મોડેલ્સ માં variants પ્રમાણે front ventilated seats નો વિકલ્પ મળી જાય છે. Innova Hycross મા seat memory function મળી જાય છે જ્યારે BYD eMax7 મા આ સુવિધા મળતી નથી. અહી Innova Hycross મા બીજી row મા ottoman seats એટલે કે premium seats કે જેમાં extended thigh support, table plate holder, cup holder જેવી ઘણી જ સુવિધાઓ મળે છે જ્યારે BYD eMax7 ના 6 seater variant મા આ સુવિધા મળતી નથી. આ ઉપરાંત BYD eMax7 6 seater અને 7 seater variant મા ઉપલબ્ધ છે જ્યારે Innova Hycross 6 seater ના top variant સિવાય પણ 7 seater અને 8 seater ના variant ઉપલબ્ધ કરાવે છે.

Safety & price

અહી બંને ગાડીઓ મા આપણને 6 airbags, ABS with EBD, traction control, three-point seat belts with pre tensioners, ISOFIX child seat anchors, a 360-degree camera, અને rear cross-traffic detection મળી જાય છે.

BYD eMax7 મા Premium variant ની કિમત ₹26.9 અને Superior variant ની કિમત ₹29.9 lakh છે.Innova Hycross ના non hybrid variants ની કિમત ₹18.92 લાખ થી લઈ ને ₹21.13 lakh સુધી જાય છે, જ્યારે hybrid variants ની કિમત ₹25.97 લાખ થી કઈ ને ₹30.98 લાખ સુધી જાય છે. ઉપર ની બધી જ કિમતો ex showroom છે.

 

Also read : New TATA Nexon EV with 45 KWh battery-befitting reply to MG Windsor EV

Also read : Upcoming Volkswagen cars and EV in 2025

2 thoughts on “BYD eMax7 and its rivals-which is practical and logical choice”

Leave a Comment