BSA ,જે મૂળ એક બ્રિટિશ કંપની છે અને હાલ મા ભારત નું Mahindra & Mahindra ગ્રુપ (M&M),Classic Legends નામ ની તેની પેટા કંપની દ્વારા BSA ની માલિકી ધરાવે છે. આગામી 15 ઓગસ્ટ 2024 ના રોજ BSA કંપની તેની cruiser segment ની બાઇક BSA Goldstar 650 દ્વારા ભારત મા આગમન કરવા જઈ રહી છે. ભારત મા હાલ મા રહેલી JAWA – YEZDI કંપની ની માલિકી પણ Classic legends જ ધરાવે છે.
- ઓક્ટોબર 2016 મા Classic legends દ્વારા હસ્તગત કરાયા બાદ BSA કંપની પોતાની 1950 અને 1960 ના સમય મા સૌથી વધુ ચાલેલી બાઇક Goldstar ને 2021 મા United Kingdom મા launch કરી હતી. BSA કંપની નું પૂરું નામ The Birmingham Small Arms Company Limited છે,જેની સ્થાપના જૂન 1861 મા થઈ હતી.
- આ કંપની તેના શરૂઆત ના સમય મા પોતાના દેશ ની સેના માટે હથિયારો અને અન્ય યુદ્ધ ને લગતી સામગ્રી બનાવતી હતી અને સાથે સાથે યુદ્ધક્ષત્રો મા આવન જાવન માટે મજબૂત બાઇક,સાયકલ તથા લોખંડ ની અન્ય વસ્તુઑ અને સ્પેર પાર્ટસ પણ બનાવતી હતી. ત્યાર બાદ કંપની એ 1919 મા પોતાની બાઇક બનાવાની દિશા મા વધુ વિકાસ કર્યો અને સાયકલ અને બાઇક ના ઉત્પાદન ને અલગ કર્યા.ત્યાર બાદ આ કંપની ની બાઇક UK મા એ હદે લોકપ્રિય બની કે ત્યાંના રસ્તા ઑ પર ચાલતી હર 4 માંથી 1 બાઇક BSA કંપની ની હતી. સ્થાનિકો વચ્ચે આ બાઇક નું હુલામણું નામ Goldy હતું.
- આજ ની બાઇક મા પણ ત્રણ બંદુકો નો લોગો તેની સાઇડ પેનલ મા જોવા મળે છે.જો કે આટલી સારી પ્રગતિ છતાં પણ આર્થિક નાદારી નોંધાવીને આ કંપની એ 1973 મા બાઇક નું ઉત્પાદન બંધ કરી દીધું હતું.
Engine :
- BSA Goldstar 650 મા 652 cc નું સિંગલ સિલિન્ડર,4 valve, twin spark DOHC, 5 speed gear એંજિન આવશે જે લિક્વિડ કુલડ હશે એટલે કે એંજિન ને ઠંડુ રાખવા માટે એંજિન ના આગળ ના ભાગ મા એક નાનું રેડીએટર આવશે. આ એંજિન મા 4 valves એટલે કે 2 inlet અને 2 outlet valves હશે તથા એક જ સિલિન્ડર મા 2 spark plug હશે. એંજિન ના પાવર તથા ક્ષમતા ને વધારવા માટે આ એંજિન મા DOHC (Dual Overhead Camshaft) ટેક્નોલોજી નો ઉપયોગ કરવામાં આવ્યો છે આટલે કે inlet તથા outlet valves ના ઓપરેશન માટે અલગ અલગ camshaft હશે.
- પાવર ની દ્રષ્ટિ એ આ એંજિન 45 bhp@6000 rpm અને ટોર્ક ની દ્રષ્ટિ એ 55nm@4000 rpm ઉત્પન્ન કરશે.આ એંજિન ઑસ્ટ્રિયન કંપની BRP- Rotax દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.1990 મા ભારત મા ખૂબ જ ચાલેલી BMW ની બાઇક BMW F 650 Funduro નું એંજિન પણ આ કંપની એ જ તૈયાર કર્યું હતું.
Brakes :
- Goldy મા આગળ ના વ્હીલ મા Single 320mm floating disc, Brembo twin-piston floating caliper બ્રેક આપેલી છે જેમાં ABS ની સુવિધા પણ આપવામાં આવી છે. તથા પાછળ Single 255mm disc, Brembo single-piston floating caliper બ્રેક આપેલી છે , જેમાં પણ ABS ની સુવિધા આપવામાં આવી છે. ABS ની સુવિધા એ અહી આપણે એક સેફટી ફીચર તરીકે ગણી શકીએ છીએ. કારણ કે 213 kg ફક્ત બાઇક ના વજન સાથે ABS એક જરૂરી સેફટી ફીચર બની જાય છે.
Also read : New TVS Jupiter 2024 lunched with advanced segment first features
Suspension :
- Goldy મા આગળ 41mm telescopic forks જંપર મળશે અને પાછળ Twin shock absorbers with 5-step adjustable preload જંપર મળશે. પાછળ ના જંપર ને આપણી વપરાશ ની પદ્ધતિ પ્રમાને એડજસ્ટ કરી શકાય.
Fuel tank, mileage & tyres :
- BSA Goldstar 650 મા 12 લિટર ની ક્ષમતા સાથે નું ફ્યુલ ટેન્ક મળશે અને આ બાઇક ની 1 લિટર પેટ્રોલ મા ચાલવાની ક્ષમતા અંદાજે 25 km છે. આ બાઇક મા ફ્યુલ ટેપ પણ ટેન્ક ની જમણી બાજુ એ આપવામાં આવશે. જો કે આ બાઇક વિષે ની આખરી માહિતી તો આપણે launch પછી જ જાણવા મળશે. આગળ નું ટાયર 18 ઇંચ નું અને પાછળ નું ટાયર 17 ઇંચ નું આપવામાં આવ્યું છે. જો કે UK મા રહેલા મોડેલ મા pirelli ના ટાયર આપવામાં આવ્યા હતા. ભારત મા કઈ કંપની ના ટાયર આપવામાં આવશે તે હવે ખબર પડશે.
- આ બાઇક ની ટોપ સ્પીડ આશરે 160 km/h + આંકવામાં આવી રહી છે તથા આ બાઇક મા તેના જૂના મોડેલ પ્રમાણે એનેલોગ સ્પીડોમિટર આવશે તેવી અટકળો છે અને તે પણ anticlockwise કામ કરશે એટલે કે સ્પીડ અને rpm(Speedometer & Tachometer) બંને ના કાંટા ઉપર જમણે થી ડાબે જશે. જો કે આજ ના સમય પ્રમાણે તેમા અમુક સૂચનો ની લાઇટ તથા કિલોમીટર દર્શાવતું મીટર(Tripmeter) ડિજિટલ હશે તથા આજ ના સમય મા જરૂરી એવી ચાર્જિંગ પોઈન્ટ ની સુવિધા પણ આપવામાં આવશે.
Also read : New Triumph Speed T4 launched at ₹2.17 lakh
Colors, pricing & rivals :
Goldstar ના આ સમયે UK મા પાંચ કલર ઓપ્શન્સ ઉપલબ્ધ છે.
- Insignia red
- Midnight black
- Shadow black
- Dawn silver
- Highland green
હવે ભારત મા આ કંપની આ જ કલર્સ launch કરે છે કે ભારત ના લોકો ની પસંદગી પ્રમાણે કઈક નવું કોમ્બિનેશન લઈ ને આવે છે તે જોવાનું રહ્યું.
- BSA Goldstar 650 ની કિમત અંદાજે ₹3 – ₹3.50 લાખ આંકવામાં આવી રહી છે,જે આ પ્રકાર ની retro સેગમેન્ટ ની બાઇક ના ચાહકો માટે કઈ જ નથી પરંતુ હવે જોવાનું એ રહે છે કે Goldstar તેના પ્રતિસ્પર્ધીઓ સામે કિમત મા તથા અન્ય ધોરણો મા કઈ રીતે ટક્કર આપે છે. આખરી કિમત તો આઓને 15 ઓગસ્ટ ના દિવસે જ જાણવા મળશે.
- Goldy ના મુખ્ય પ્રતિસ્પર્ધીઑ મા Royal Enfield Interceptor 650,Harley Davidson X440,Royal Enfield super meteor 650,JAWA 42 bobber, Triumph Speed 400 છે.
- હવે આવનાર સમય મા એ જોવાનું રેહશે કે આ બાઇક કઈ રીતે તેના પ્રતિસ્પર્ધીઓ કરતાં કઈ રીતે ચડિયાતી સાબિત થાય છે અને ભારતીય પરિસ્થિતિઓ પ્રમાણે પોતાને ઢાળી શકે છે.જો કે આખરે તો Mahindra & Mahindra દ્વારા આ બાઇક ભારત મા લાવવામાં આવી રહી છે એટલે પોતાના દેશ ની જ કંપની ની બાઇક હોવાની લાગણી દરેક ગ્રાહકો ના મન મા હોય જ તે સ્વાભાવિક છે અને આ પરિબળ પણ Goldstar ની લોકચાહના મા વધારો કરી શકે તેમ છે.
- Classic legends ના સહસ્થાપક Mr. Anupam Thareja ના એક ઇન્ટરવ્યૂ મા જણાવ્યા પ્રમાણે તેઓ એ આ કંપની ના મૂળભૂત મૂલ્યો સાથે જરા પણ ફેરફાર કર્યો નથી તથા BSA કંપની ના વારસા ને સંપૂર્ણ રીતે જાળવવાનો તથા તેમાં મૂલ્યો ઉમેરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે ફક્ત એક પ્રોડક્ટ પર પોતાનું સ્ટીકર ચોંટાડી દેવા કરતાં આજ ના સમય પ્રમાણે આ બાઇક મા શું ઉમેરી શકાય અને વધુ મા વધુ કાર્યક્ષમ બનાવી શકાય તેના પર વધુ ધ્યાન આપ્યું છે.
ઇન્ટરવ્યૂ : https://youtu.be/jpHnU_T10Aw
- હવે આગામી દિવસો મા ખબર પડશે કે આ બાઇક આ કિમત ની કેટેગરી મા કેટલીક ધૂમ મચાવી શકે છે. અવાર નવાર ટ્વિટર પર સક્રિય રહેતા આપણા દેશ નું ગૌરવ એવા Mr. Anand Mahindra ને ભારતીય ગ્રાહકો કેવો પ્રતિસાદ આપે છે તે જોવું રહ્યું.
Read more : https://www.bsacompany.co.uk/bsa-goldstar/
Read more : https://www.carandbike.com/news/bsa-gold-star-650-5-things-you-need-to-know-3213622
Read more : https://en.wikipedia.org/wiki/BSA_Company
Also read : TATA CURVV 2024
Also read : Royal Enfield Guerrilla 450
9 thoughts on “આવી રહી છે BSA Goldstar 650 – બ્રિટિશ કંપની નું ભારત માં આગમન Mahindra & Mahindra દ્વારા”