Only Bangalore will get deliveries of Honda Activa e for now – QC 1 will available as usual

હજુ બે દિવસ પહેલા જ Honda Activa e નું launching થયું છે ત્યાં જ કંપની તરફ થી એક મહત્વ ની જાણકારી આપવામાં આવી છે. આપણે Honda ની Swappable battery system વિષે જો કે આગળ ના આર્ટીકલ માં ઉપરછલ્લી વાત તો કરી જ હતી અને હવે અહી આપણે વિસ્તાર થી આ મુદ્દા ને સમજીશું.

આપણે જાણીએ છીએ તેમ Activa e માં આજ ના આવતા e-scooters ની જેમ conventional charging system આવતી નથી, એટલે કે તમે આ scooter ને ઘરે જ તમારા ઘર ની normal power supply વડે ચાર્જ કરી શકતા નથી, પરંતુ તમારે ફરજિયાતપણે Honda ના જ swap stations પર નિર્ભર રહેવું પડે છે. એટલે કે જ્યારે તમારા scooter ની બંને બેટરીઓ discharge થઈ જાય છે ત્યારે તમારે આ swap station સુધી કોઈ પણ હાલત માં પહોંચવું પડે છે અને ત્યારબાદ તમે તમારી fully discharged batteries સાથે fully charged batteries ની અદલા બદલી કરી શકો છો.

આ સિવાય જો તમે ચાહો તો કોઈ અન્ય વાહન કે વ્યક્તિ ની મદદ લઈ ને બંને બેટરીઓ ને Honda ના swap station સુધી લઈ જઈ શકો છો અને ત્યાંથી fully charged battery લાવી ને તમારા scooter માં ફરી નાખી શકો છો. હાલ માં અમારી દ્રષ્ટિ એ તો આવા swap station નો ફાયદો એક જ છે કે અહી તમને ઘમધમતી નાસ્તા ની દુકાને ગરમાગરમ ચ્હા અને ભજીયા ની પ્લેટ તૈયાર મળે તેમ અહી fully charged battery તૈયાર મળે અને તમારે બેટરી ચાર્જ થાય તેની રાહ પણ ના જોવી પડે અને બંને બેટરીઓ ને ચાર્જિંગ માં લગાવાની અને કાઢવાની પળોજણ માંથી પણ તમે મુક્ત થઈ શકો.

પરંતુ આ બધી વાતો લાગુ તો ત્યારે પડે છે કે જ્યારે તમારી આજુબાજુ માં Honda ના આવા swap stations હોય !!! અહી મળતી માહિતી અનુસાર ફક્ત બેંગલોર માં જ Honda ના આવા 80 થી વધુ swap stations કાર્યરત છે. આ સિવાય કંપની પુરજોશથી એપ્રિલ 2025 સુધી માં મુંબઈ અને દિલ્લી માં પોતાના આવા swap stations નું માળખું ઊભું કરવા પર કામ કરી રહી છે અને 2026 સુધી માં આ ત્રણ શહેરો માં 600 swap stations ઊભા કરવાનું Honda નું લક્ષ્ય છે. વ્યવહારિક રીતે જોવા જઈએ તો જે શહેર માં Honda ના વધુ માં વધુ swap stations હોય તે જ શહેર ના રહેવાસીઓ Activa e ચલાવી શકે બાકી તો scooter લઈ ને તેની પર કપડાં, પાપડ ને કાચરી સુકવવાની રહે.

માટે અહી જ્યારે કંપની એ ફેબ્રુઆરી માં Activa e ની deliveries શરૂ થઈ જશે તેમ કહ્યું છે તેનો સીધો મતલબ એ થાય છે કે અહી ફક્ત બેંગલોર માં જ ફેબ્રુઆરી માં Activa e ની deliveries શરૂ થશે અને ત્યાર બાદ દિલ્લી અને મુંબઈ માં swap stations ની સંખ્યા વધતાં અહી પણ deliveries શરૂ કરી દેવામાં આવશે. અહી એક વાત નોંધનીય છે કે Activa e ની સાથે જ launch થયેલ QC 1 નું બૂકિંગ Activa e ની સાથે જ જાન્યુઆરી 2025 થી શરૂ થઈ જશે અને તેની deliveries પણ ફેબ્રુઆરી 2025 થી સમગ્ર દેશ ના શહેરો માં શરૂ થઈ જશે કારણ કે QC 1 માં એક જ fix battery આવે છે જેને તમે ગમે ત્યાં charging cable વડે ચાર્જ કરી શકો છો.

Honda ના sales and marketing ના director યોગેશ માથુર એ launching વખતે જ કહેલું છે કે “અમે કોઈપણ પ્રકારની સરકારી સબસિડીને બાજુ પર રાખીને અમારી પ્રોડક્ટ્સ વિકસાવી છે. અમે અમારા ઉત્પાદનો માં કોઈપણ સરકારી હસ્તક્ષેપ વિના દરેક વસ્તુનો વિકાસ કરીએ છીએ. અમારી કિંમતો નક્કી કરવાની વ્યૂહરચના કોઈપણ સરકારી સબસિડી પર આધારિત રહેશે નહીં.” માટે અહી દેખીતું છે કે હાલ માં સરકાર ની અલગ અલગ યોજનાઓ દ્વારા e-scooters પર મળતી કોઈ પણ પ્રકાર ની સહાય કે સબસિડી Honda ના કોઈ પણ e-scooter પર લાગુ પડશે નહીં.

હાલ માં PM E-Drive યોજના અંતર્ગત fixed battery ના એક e-scooters પર 1 kWh પર ₹5,000 ની અને વધુ માં વધુ ₹10,000 ની સહાય મળે છે જેને એપ્રિલ 2025 થી ઘટાડી ને એક e-scooters પર 1 kWh પર ₹2500 ની અને વધુ માં વધુ ₹5000 કરી દેવામાં આવશે. અમુક વરિષ્ઠ અધિકારીઓ ના કહેવા પ્રમાણે જ્યારે e-scooters નું સેક્ટર પોતાના પગ પર પૂરા વેગ થી ચાલતું થઈ જશે ત્યારે આ પ્રકાર ની મળતી સહાય સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે. માટે હવે જોવાનું એ રહે છે કે Honda પોતાના પ્રથમ e-scooters, Activa e અને QC 1 ની કિમતો કેટલી રાખે છે અને આ બંને scooters તેના પ્રતિસ્પર્ધીઓ સામે આ બાબતે કેટલીક મજબૂત સ્થિતિ માં ઊભા રહી શકે છે.

આમ તો જોકે આપણે આગળ ના Activa e વિષે ના આર્ટીકલો માં વાત કરી જ છે તે પ્રમાણે અહી Activa e ના 2 variants મળી જવાના છે, એક છે base model અથવા standard અને બીજું છે RoadSync Duo app થી સજ્જ variant. જ્યારે QC 1 માં અહી એક જ પ્રકાર નું variant આવશે. અહી આપણને 5 color options Pearl Misty White, Pearl Shallow Blue, Matt Foggy Silver Metallic, Pearl Serenity Blue અને Pearl Igneous Black મળી જવાની સંભાવના છે. જાન્યુઆરી 2025 માં બૂકિંગ શરૂ થતાં ની સાથે અથવા તે પહેલા ઘણા પ્રશ્નો ના જેવાબો આવશે, જેવા કે 

  • ખૂબ જ સ્પર્ધાત્મક બજાર માં Honda તેના બંને e-scooters ની કિમત કેટલી રાખે છે અને તે પણ કોઈ પણ જાત ની સરકારી સહાય ને લાગુ કર્યા વગર.
  • BaaS સુવિધા અંતર્ગત Activa e માં મળવા જઈ રહેલી બંને બેટરીઓ નો service charge શું રહે છે અને તે કયા કયા પ્રકાર ના plans હેઠળ ગ્રાહકો ને મળશે ?
  • Swap stations પર થી જ્યારે કોઈ ગ્રાહક તેની discharged batteries મૂકી ને fully charged batteries લે છે ત્યારે તેને charging ની કોઈ કિમત ચૂકવવાની રહે છે અને જો હા તો તે કેટલી ? અથવા કંપની શરૂઆત ના અમુક સમય માટે ગ્રાહકો ને free charging ની સુવિધા આપશે ?

Also read : Finally Honda Activa e and QC 1 launched after so much anticipation

Leave a Comment