દેશ ની મોટી two wheeler કંપની તરફ થી launch થઈ ચૂક્યા છે નવા અને updated Bajaj Chetak. એક સમય ના ભારતીય ઘરો ના સભ્ય જેવા Chetak ને Bajaj Auto એ EV સ્વરૂપે સજીવન કર્યું છે અને સમય સાથે કંપની Chetak EV માં જરૂરી ફેરફારો અને નવું નવું updating કરતી જ રહી છે. હાલ માં આવા જ કઈક નવા features અને design માં નવા ફેરફારો સાથે કંપની એ Chetak EV ના mid range model 3502 અને top model 3501 ને launch કર્યા છે જેની વધુ માહિતી આપણે આગળ મેળવીશું.
Battery and range
પહેલા ના Chetak માં બેટરી એ ચાલક ની સીટ નીચે થોડી જગ્યા રોકતી હતી જ્યારે આ વખતે નવા જ design થયેલા platform ના લીધે બેટરી હવે વચ્ચે જે પગ રાખવાની જગ્યા હોય છે ત્યાં વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવી છે. બેટરી ની સારી એવી ગોઠવણ ને લીધે અહી 35 liter ની સારી એવી boot space એટલે કે ડિકકી ની જગ્યા મળી જે છે જેના આપણે ભારતીયો અને મૂળ તો ગુજરાતીઓ ચાહક છીએ, કારણ કે આપણા ગરમાગરમ સવાર ના ફાફડા જલેબી અહી વ્યવસ્થિત સચવાઈ રહે છે. વધુ માં અહી charging cable નું પણ અલગ compartment મળી જાય છે.
બેટરી ની વાત કરીએ તો અહી 3.5 kWh ની ક્ષમતા સાથે ની બેટરી મળી જાય છે અને 950 W ના on board charger ની મદદ થી 0-80%, 3 કલાક ના સમય માં ચાર્જિંગ થઈ જાય છે. કંપની ના કહેવા અનુસાર Chetak ના આ પહેલા ના મોડલ ની બેટરી કરતાં આ બેટરી 3 kg જેટલી વધુ હળવી છે અને સામે 153 km જેટલી range આપે છે. અહી બંને મોડલ માં 3.5 kW ની મોટર આવે છે જેની મદદ થી 3501 ની top speed 73 km/h અને 3502 ની 64 km/h મળી જાય છે. આ બેટરી ની નવી ગોઠવણ ની મદદ થી Chetak નું handling ઘણું જ સગવડતા ભર્યું રહે છે અને શહેરી ટ્રાફિક માં પણ આરામ થી ચલાવી શકાય છે.
Dimensions
Chetak ના આ પહેલા ના મોડલ અને નવા launch થયેલા મોડલ માં આમ તો કોઈ નોંધપાત્ર ફેરફાર જોવા નથી મળતો પરંતુ અહી wheelbase માં 25 mm ના વધારા સાથે 1350 mm નો wheelbase મળી જાય છે અને સીટ ની લંબાઈ માં પણ 80 mm નો વધારો જોવા મળે છે. આપણે આગળ વાત કરી તેમ બેટરી ની નવી ગોઠવણ ના કારણે 35 liter ની boot space મળી જાય છે. આ સાથે આગળ અને પાછળ monoshock suspension મળી જાય છે. Chetak માં આગળ disc brake અને પાછળ drum brake નું setup મળી જાય છે. 3503 મોડલ ની વિગતો અહી કંપની એ launch કરી નથી પરંતુ તેમ આગળ અને પાછળ બંને માં drum brake નું setup જોવા મળે તેવી સંભાવના છે.
Features
Chetak માં હાલ ના લોકો ના ભાગદોડભર્યા routine માં ઘણા જ ઉપયોગી એવા features મળી જવાના છે. અહી આપણને reverse mode, colored TFT touch display, navigation અને ચોક્કસ માહિતી માટે geo fencing , Bluetooth connectivity, phone mirroring, તમારા driving license, RC book વગેરે જેવા ઉપયોગી દસ્તાવેજ Chetak ની display માં જ સાચવવા માટે document storage, theft alert, overspeed alert, LED DRL, music control મળી જશે.
Price
3501 એ Chetak નું top spec model છે અને તેની કિમત ₹1.27 લાખ ex showroom રાખવામાં આવી છે જ્યારે 3502 એ Chetak નું mid variant છે અને તેની કિમત ₹1.20 લાખ ex showroom રાખવામાં આવી છે. અહી 3503 એ Chetak નું base model છે જેની કિમત હજુ કંપની દ્વારા જાહેર કરવામાં આવી નથી, પરંતુ અમારી દ્રષ્ટિ એ અને અંદાજ પ્રમાણે 3503 ની કિમત ₹1.10 લાખ ex showroom ની આસપાસ રહી શકે છે. હાલ માં નવા launch થયેલા Chetak માં કંપની 3 વર્ષ/50,000 km ની warranty આપી રહી છે.
2019 માં launch થયેલા Bajaj Chetak EV એ શરૂઆત તો ઘણી જ ધીમી કરી હતી પરંતુ તેનો sales graph ધીમી ગતિએ ઉપર ની બાજુ સફર કરતો જ રહ્યો છે. આજ ના સમય માં હાલ માં launch થયેલા OLA ના scooters અને Activa e, Vida scooters વગેરે માં removable battery અને dual battery ની સુવિધા મળી જે છે જ્યારે Chetak અને Bajaj auto એ આ દિશા માં હજુ થોડી સફર કરવાની છે. બાકી દેશ ની જ કંપની હોવાને લીધે અને ખાસ્સી સારી અને જૂની brand value ના લીધે Chetak પર લોકો એ ઘણો સારો પ્રેમ વરસાવ્યો છે.
1 thought on “Bajaj Chetak – દેશ ની જ કંપની એ Chetak ને EV રૂપે સજીવન કરેલું એક નજરાણું – 3501 અને 3502”