All New Honda Amaze launched at ₹7.99 lakh ex showroom – strong rival of Dzire

Honda Cars India Ltd (HCIL) એ આજે સતાવાર રીતે તેની સફળ compact sedan નું launching કરી દીધું છે જે છે All new Honda Amaze. Honda ની આ compact sedan નું આ ત્રીજું મોડેલ એટલે કે 3rd generation છે. એક દાયકા પહેલા ભારત માં launch થયેલી Amaze એ બિલકુલ ઘડી ના સમય પર આવી છે. છેલ્લા ઘણા સમય થી એક થી એક EV ગાડીઓ ના launching થી ICE engine ના ચાહકો થોડા મુંઝાઈ ગયા હતા. છેલ્લે હમણાં Maruti Dzire અને હવે Honda Amaze ના launching થી આ લોકો ના જીવ માં થોડો જીવ આવ્યો છે.તો આવો આગળ આપણે Newgen Honda Amaze વિષે થોડી વિસ્તાર થી માહિતી મેળવીએ.

New Honda Amaze
Image source : https://www.hondacarindia.com/press-release

Exterior

All new amaze વિષે આમ તો છેલ્લા ઘણા સમય થી નાની મોટી ખબરો બજાર માં ચાલતી હતો અને આપણે પણ તેના આધારે આ વિષે એક આર્ટીકલ રજૂ કરેલો અને હવે તો છબી બિલકુલ સ્પષ્ટ જ છે તેમ નવી Amaze નો આગળ નો look એ Honda Elevate થી ઘણો જ સમાનતા ધરાવે છે. Newgen Amaze માં તેની પહેલા ની generation થી તદ્દન અલગ અને નવા જ design કરેલા 3 અને 4 streak LED projector headlamps મળી જાય છે અને તેની બીલકુલ ઉપર ની બાજુ LED DRLs મળી જાય છે, અને તેની ઉપર બોનેટ ની એક બાજુ થી બીજી બાજુ જતી chrome strip, Elevate જેવી hexagonal grille અને bumper માં જ air dams ની વચ્ચે રહેલા LED fog lamps એ Amaze ના front look ને ઘણો sporty બનાવી રહ્યા છે.

બાજુ પર થી એટલે કે બંને બાજુ ના fenders પર headlamps થી ચાલુ થઈ ને પાછળ સુધી જતી character line એ બાજુ પર થી પણ Amaze ને aggressive look આપી રહી છે. Tailgate ના look ની વાત કરીએ તો અહી Honda ના બે model City અને Accord થી પ્રેરિત છે જેમાં નવા જ design કરેલ અને છતાં પણ City ના taillamps જેવા LED taillamps અને shark fin antenna મળી જાય છે. અહી rear company fitted spoiler ની કમી થોડી વર્તાઈ રહી છે.

Newgen Amaze ના body structure ની વાત કરીએ તો અહી લંબાઈ 3995 mm, પહોળાઈ 1733 mm, ઊંચાઈ 1500 mm, wheelbase 2470 mm, ground clearance 172 mm, boot space 416 liter અને 4.7m ની turning radius મળી જાય છે. આ સાથે જ અહી આપણને 15 ઇંચ ના નવા જ dual tone designed alloy wheels મળી જાય છે.

New Honda Amaze
Image source : https://www.hondacarindia.com/press-release

Interior

Cabin ની અંદર અહી Elevate ની dashboard design થી જ થોડું પ્રેરીત black અને beige dual tone dashboard મળી જાય છે. અહી 8 ઇંચ ની free floating infotainment display,4 speakers અને 2 twitters, remote engine start/stop, paddle shifters, wireless android auto અને apple car play, 7 inch ની TFT MID driver display, wireless charging pad, C type charging ports, rear AC vents, ventilated massager front seats, automatic climate control, Honda connect વગેરે જેવા advanced features મળી જાય છે.

New Honda Amaze
Image source : https://www.hondacarindia.com/press-release

 

Also read : Newly launched Honda Amaze CNG option – fitment will done by dealerships

Safety ની દ્રષ્ટિ એ અહી 6 airbags, ESC(electronic stability control), level 2 ADAS, cruise control, lane watch camera અને blind spot cameras કે જે mirrors માં લાગેલા છે,TPMS, rear parking camera, hill start assist, traction control, બધા જ મુસાફરો માટે 3 point seatbelts વગેરે મળી જાય છે. Amaze એ પોતાના segment ની ADAS ધરાવતી પ્રથમ ગાડી બની જાય છે. હાલ માં જ launch થયેલી Maruti Dzire માં પણ આપણને ADAS નું feature જોવા નથી મળતું જ્યારે Dzire માં single pane sunroof જોવા મળે છે જે Amaze માં જોવા નથી મળતું.

Engine

Newgen Amaze ની powertrain માં કોઈ નોંધપાત્ર ફેરફાર કરવામાં આવ્યો નથી સિવાય કે અહી આપણને E20 બળતણ સાથે ચાલી શકે તેવી ક્ષમતા સાથે નું 1.2 liter 4 cylinder naturally aspirated petrol engine મળે છે કે જે 5 speed manual અને CVT automatic એમ બંને gearbox માં મળી જાય છે. આ પેટ્રોલ એંજિન 90 bhp પાવર અને 110 nm નો ટોર્ક ઉત્પન્ન કરે છે અને front wheel drive setup સાથે આવે છે.

કંપની અનુસાર આ એંજિન સાથે manual transmission માં 18.65 km ની અને CVT automatic માં 19.46 km ની સારી એવી mileage મળી જાય છે. આમ પણ Honda એ જાપાનીઝ કંપની હોવાથી તેની engine reliability માટે પહેલા થી જ પ્રખ્યાત છે. ઘણા Honda ના ચાહકો એ ફક્ત normal service કરાવીને પણ Honda ની ગાડીઓ માં 2 લાખ થી વધુ સુધી ના કિલોમીટરો પૂરા કરેલ છે.

New Honda Amaze lane view screen
Image source : https://www.hondacarindia.com/press-release

Price & colors

હવે આવે છે મુખ્ય વાત ! Honda એ Amaze ના મુખ્ય પ્રતિસ્પર્ધીઓ Maruti Dzire, Hyundai Aura, TATA Tigor ને ટક્કર આપવા માટે Amaze ની શરૂઆતી કિમત ₹7.99 લાખ (ex showroom) રાખી છે અને S variant ને બાદ કરતાં newgen Amaze 3 variants માં મળી જવાની છે જેની કિમતો નીચે પ્રમાણે છે.

  • V    : ₹7,99,900 manual અને ₹9,19,900 CVT
  • VX  : ₹9,09,900 manual અને ₹9,99,900 CVT       ( બધી જ કિમતો ex showroom છે )
  • ZX  : ₹9,69,900 manual અને ₹10,89,900 CVT
New Honda Amaze warranty
Image source : https://www.hondacarindia.com/press-release

Newgen Amaze માં કુલ 6 color options મળી જવાના છે જે છે Obsidian Blue Pearl, Radiant Red Metallic, Platinum White Pearl, Golden Brown Metallic, Meteoroid Gray Metallic અને Lunar Silver Metallic. આ સાથે જ કંપની તરફ થી 3 વર્ષ અને unlimited કિલોમીટર ની warranty મળે છે જેને અલગ થી package લઈ ને તમે 10 વર્ષ સુધી કરી શકો છો. હાલ માં newgen Amaze ને અલગ અલગ dealership પર પહોંચાડવામાં આવી રહી છે અને આવતીકાલ થી જ test drive શરૂ થઈ જશે તથા આવતા મહીના થી newgen Amaze ની deliveries પણ શરૂ થઈ જશે.

Also read : Maruti Suzuki New Dzire all variants explained

Also read : Mahindra BE 6e and XEV 9e features of base variant ‘Pack one’

Also read : Honda and VW giving massive discounts on MY 23-24 models amid their new launches

5 thoughts on “All New Honda Amaze launched at ₹7.99 lakh ex showroom – strong rival of Dzire”

Leave a Comment