Winter car care – શિયાળા ની ઋતુ મા ગાડી માટે ની જરૂરી સંભાળ તથા તકેદારીઓ

ચોમાસા મા ધોધમાર વરસાદ અને કાદવ મા ઘમરોળાઈ ને હજી તો ગાડી જરા થાક ખાતી હોય ત્યાં જ થોડા જ સમય મા ઠંડી બોળ શિયાળા ની ઋતુ આવી જાય છે અને ગાડી ને ફરી બાંયો ચડાવી ને આ ઠંડી ને સહન કરવા તૈયાર થવું પડે છે. તો આપણી પણ ફરજ છે કે ગાડી ની બધી જ ઋતુઓ સામે ચાલતી તેની આ જીવનપર્યંત લડાઈ મા આપણે યથાશક્તિ ફાળો આપીએ અને આપણા થી બનતી તમામ સંભાળ અને તકેદારી લઈએ.

એક વાત યાદ રાખજો મિત્રો, જેમ પત્ની ની સમયસર સંભાળ લેવી પડે અને પ્રેમ કરવો પડે તેમ જ જો તમે સમયસર ગાડી ની સંભાળ લેશો તો ગાડી દરેક કપરી પરિસ્થિતિ મા તમારી સંભાળ લઈ લેશે,she will never let you down no matter what is the situation.

તો આવી જ કેટલીક Winter car care tips જે જરૂરી પણ છે અને સામાન્ય રીતે ગાડી ના આયુષ્ય માં પણ વધારો કરે છે જે નીચે પ્રમાણે છે.

1. Check all the lights :

 

Winter car care

 

ઠંડી ની ઋતુ માં સામાન્ય રીતે ઝાકળ નો પ્રશ્ન રાજ્ય ના ઘણા ભાગો માં વાહન ચાલકો ને સતાવે છે. જો વાહન ચલાવતી વખતે આગળ નું દ્રશ્ય બરાબર ના દેખાય તો અમુક સમયે ગંભીર અકસ્માત નો પણ ભોગ બનતા વાર ન લાગે.માટે જ ઠંડી ની ઋતુ માં ગાડી ની headlights , taillights , turn indicators , reverse લાઇટ અને સૌથી જરૂરી જો તમારી ગાડી માં fog lamps આવતા હોય તો તો તે,આ બધા જ પ્રકાર ની lights વ્યવસ્થિત રીતે કામ કરતી હોય તે ખૂબ જ જરૂરી છે.

હવે તો લગભગ બધી જ ગાડીઓ માં fog lamps તો આવતા જ હોય છે અથવા તો after market પણ નખાવી શકાય છે પણ વધુ પડતાં તીવ્ર lamps નખાવા હિતાવહ નથી કે જેનાથી સામે ના ચાલક ની આંખો અંજાઈ જાય.

ઘણી વાર રસ્તા ની સાઇડ માં તમે વાહન ઊભું રાખો છો ત્યારે parking lights / 4 way indicators ચાલુ કરવાનું ના ભૂલો, કારણ કે ઘણી વાર ઝાકળ ને લીધે સાઇડ માં ઉભેલું વાહન આગળ અથવા પાછળ થી આવતા વાહન ચાલક ને સમયસર દેખાય જાય તો અકસ્માત નિવારી શકાય છે અને તમારા સિવાય પણ કોઈ તમારી ગાડી માં બેઠું હોય તો તેના માટે પણ સુરક્ષિત રહે છે. માટે આ feature પણ વ્યવસ્થિત કામ કરે છે કે નહીં તે તપાસી લેવું.અને જો તમારી headlights પર પીળાશ જામી ગઈ હોય તો buffing કરાવી લેવું હિતાવહ છે.

2. Check your car battery :

 

Winter car care

સામાન્ય રીતે બીજી કોઈ પણ ઋતુ કરતાં ઠંડી ની ઋતુ માં બેટરી માટે કામ કરવું સૌથી મુશ્કેલ પડે છે. ખરાબ બેટરી હશે તો તે ગરમી ની ઋતુ માં હજી કદાચ ચાલી જાય પણ ઠંડી આવતા જ તેના રામ રમી જાય. બેટરી ની અંદર રહેલું distilled water એ જો વધુ પડતું ઠંડુ થઈ જાય તો બેટરી ને ચાર્જ કરવાની પ્રક્રિયા માં બરાબર મદદ કરી શકતું નથી. આથી જો બેટરી ની પૂરતી સંભાળ લેવામાં ના આવે તો અધવચ્ચે ગમે તેવી અવાવરુ જગ્યા એ ફસવાનો વારો આવી શકે છે.

આથી જ ઠંડી ની ઋતુ માં બેટરી ની સંપૂર્ણ ચકાસણી કરાવી ને જ કોઈ લાંબી મુસાફરી માં નીકળવું અને જો ગાડી ની બેટરી ને 3 વર્ષ કરતાં વધુ સમય થઈ ચૂક્યો હોય તો એક્સપર્ટ ની સલાહ પ્રમાણે બેટરી બદલી નાખવી.

3. Warming up your car :

 

Winter car care

ઘણા લોકો ને ટેવ હોય છે કે તેઓ સવારે અથવા તો લાંબો સમય ગાડી એક જગ્યા એ જ બંધ હાલત માં પડી રહી હોય ત્યારે ચાલુ કરી ને તુરંત જ રોડ પર ચલાવાની શરૂ કરી દે છે. સામાન્ય સંજોગો માં જો ગાડી એક જ જગ્યા એ 4 કલાક કરતાં વધારે સમય પડી રહી હોય તો એંજિન ઓઇલ,એંજિન compartment માંથી નિતરી ને એક જગ્યા એ નીચે oil sump માં એકઠું થઈ ગયું હોય છે. માટે જ એક વાર ગાડી ચાલુ કર્યા બાદ જ્યાં સુધી RPM સામાન્ય(900-1100) ના થાય ત્યાં સુધી ગાડી ચલાવી જોઈએ નહીં.

આ ઉપરાંત ઠંડી ની ઋતુ માં તો એંજિન ઓઇલ વધુ ઘટ્ટ થઈ જાય છે જેથી તેને એંજિન ના દરેક ભાગ માં પહૉચતા વાર લાગે છે. એંજિન ના બિલકુલ મુલાયમ રીતે ચાલવા માટે તેના દરેક ખૂણે એંજિન ઓઇલ પહોંચવું ખૂબ જ જરૂરી છે. માટે ઠંડી ની ઋતુ માં તો ખાસ કરી ને સવારે ગાડી ચાલુ કર્યા બાદ ઓછ માં ઓછી 3 મિનિટ ગાડી વગર accelerate કર્યે ચાલુ રાખવી હિતાવહ છે કે જેથી એંજિન એક કાર્યક્ષમ તાપમાન સુધી પહોંચી જાય અને ઓઇલ પણ એંજિન ના દરેક ખૂણે પહોંચી જાય અને એંજિન ને ઘસારો ઓછો લાગે. આમાં પછી આપણા ગુજ્જુ દિમાગ પ્રમાણે વધુ પેટ્રોલ કે ડીઝલ વપરાશે તેવી ચિંતા કરવી નહીં,એંજિન ની સાચવણી વધુ જરૂરી છે.

જેમ ભજીયા તળવા માટે તેલ વ્યવસ્થિત ગરમ કરવું જરૂરી છે તે જ રીતે ઠંડી ની ઋતુ માં એંજિન પણ એક ચોક્કસ તાપમાન સુધી ગરમ કરવું જરૂરી છે. માટે જ અત્યાર ની મોડર્ન ECM વાળી ગાડીઓ માં rpm શરૂઆત માં વધુ જ રહે તેવું setting કરવામાં આવેલું હોય છે,અને ત્યાર બાદ તે આપમેળે normal થઈ  જાય છે. આ ઉપરાંત એંજિન ઓઇલ નું લેવલ પણ સમયસર ચેક કરતાં રહેવું.

4. Check wiper, washers and coolant :

Winter car care

ચોમાસા ની ઋતુ પૂરી થાય એટલે આપણે વિચારીએ છીએ કે હવે wiper ની  જરૂર આવતા ચોમાસા માં જ પડશે,પરંતુ તેવું જરા પણ નથી. ઠંડી ની ઋતુ માં જો windshield પર ઝાકળ જામી જાય અથવા તો આપણી સાદી ભાષા માં કહીએ તો ઓજ અને ભેજ જામી જાય તો 5 મીટર આગળ પણ દ્રષ્ટિ પહોંચાડવી અશક્ય બની જાય છે, માટે wiper and washer (bonnet પર લાગેલી પિચકારી) ની તાતી જરૂર પડે છે. ઠંડી ની ઋતુ માં રબ્બર થી બનેલા સ્પેર પાર્ટસ વધુ સજડ બની જાય છે તેથી તેની તૂટવાની અને ખરાબ થવાની સંભાવના વધી જાય છે. wiper પોતે તથા washer ની નળીઓ રબ્બર થી બનેલી હોય છે તેથી તેને સમયસર ચેક કરતાં રહેવું.

Winter car care

આ ઉપરાંત કૂલન્ટ એટલે કે radiator નું પાણી પણ સમયસર ચેક કરતાં રહેવું કારણ કે જો ચાલુ ક્વોલિટી નું coolant હશે તો તે તરત જામી જાય છે અને radiator ને leak પણ કરી શકે છે માટે તેને સમયસર top-up ઍટલે કે ઘટે તો ફરી ભરવું હિતાવહ છે અને coolant હમેશાં આપણી ગાડી અનુસાર કંપની દ્વારા ઉપલબ્ધ હોય તે જ વાપરવું સલાહભર્યું છે. સામાન્ય રીતે એવી માન્યતા હોય છે કે coolant એંજિન ને ઠંડુ રાખવાનું કામ કરે છે પણ ખરેખર coolant આ સાથે એંજિન ને ઠંડી ની ઋતુ માં એક નિશ્ચિત તાપમાન જાળવી રાખવામાં મદદ કરે છે એટલે કે antifreeze તરીકે કામ કરે છે.

5. Check your brakes and tyres :

 

Winter car care

ચોમાસા ઉપરાંત ઠંડી ની ઋતુ માં પણ જો ભેજયુક્ત વાતાવરણ હોય તો brakes અને tyres લપસી જવાની સંભાવના રહે છે. માટે જ સમયસર brake pads અને brake discs ચેક કરતાં રહેવું જરૂરી છે.ગાડી ની બ્રેક પણ brake oil ની મદદ થી જ કામ કરે છે અને આ oil પણ ઠંડી ને લીધે વધુ ઘટ્ટ થઈ જાય છે તથા આ oil નું વહન કરતી નળીઓ રબ્બર ની બનેલી હોવાથી તેમ પણ cracks આવાની સંભાવના રહે છે માટે આખી brake system ઠંડી ની ઋતુ આવે તે પહેલા ચેક કરાવી અત્યંત જરૂરી છે તથા બ્રેક ઓઇલ પણ સમયસર ઘટે તો top-up કરતાં રહેવું જરૂરી છે.

ઠંડી ની ઋતુ માં handbrake / parking brake લાંબા સમય માટે વાપરવી હિતાવહ નથી કારણ કે ઠંડી ને લીધે પાછળ ના brake pads જામ થવાની સંભાવના ઘણી જ વધી જાય છે જે તમારા પાછળ ના tyres ને લોક કરી શકે છે. તેના બદલે ગાડી ને એક જગ્યા એ રોકી રાખવા માટે કોઈ પથ્થર અથવા તો stoppers નો ઉપયોગ કરવો.

tyres પણ રબ્બર ના બનેલા હોવાથી ઠંડી માં અકક્ડ થઈ જાય છે અને તેમ પણ નાના મોટા cracks આવાની સંભાવના રહે છે. આ ઉપરાંત ઠંડી માં tyres માં રહેલી હવા સંકોચાય છે જેથી tyre pressure ઘટી જાય છે અને ઓછી હવા સાથે ગાડી ચાલે તો તે tyres માટે ઘણું જ નુકસાનકારક છે. માટે tyres માં હવા અને તેનું બંધારણ તથા તેના threads સમયસર ઠંડી માં ચેક કરાવતા રહેવું.

6. Winter emergency kit : 

 

Winter car care

સામાન્ય રીતે જોવા જઈએ તો ગુજરાત માં બરફવર્ષા થાય કે કોઈ તોફાન આવે આવી સંભાવનાઑ તો નહિવત હોય છે,નહિતર આપણે પહાડો ચાલતા વાહનો ની જેમ બરફ હટાવા માટે પાવડા,કોદાળી જેવા સાધનો ગાડી માં જ રાખવા પડે.

પરંતુ શક્ય છે કે કોઈ વાર ઠંડી ના લીધે આપની ગાડી ની બેટરી સંપૂર્ણ રીતે ડિસ્ચાર્જ થઈ જાય એટલે કે બેસી જાય તો ફરી થી ગાડી ચાલુ કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી શકે છે. જો આપની ગાડી ઓટોમેટિક ટ્રાન્સમિશન વાળી હોય અને બેટરી ડિસ્ચાર્જ થઈ જાય તો તો પછી સ્વયં પ્રભુ આવે મદદ મા તો જ તમે મુશ્કેલી માંથી બચી શકો.

Winter car care

માટે જો શક્ય હોય તો jumper cable ની એક જોડ ગાડી માં અવશ્ય રાખવી કે જેથી ના કરે નારાયણ પણ આવી કોઈ પરિસ્થિતિ માં આપણે ફસાઈ જઈએ તો કોઈ અન્ય ગાડી ની મદદ થી આપણે આપણી ગાડી ચાલુ કરી શકીએ. અને જો કોઈ અન્ય પણ આવી મુશ્કેલી માં ફસાઈ જાય તો તેની પણ મદદ કરી શકીએ. આ ઉપરાંત first aid kit પણ રાખવી કે જરૂર પડે તો પ્રાથમિક સારવાર તુરંત જ કરી શકાય. સાથે મોબાઈલ જેવા સાધનો ને ચાર્જ કરવા માટે પાવર બેંક અવશ્ય સાથે રાખવી જેથી અંધારા માં ફ્લેશલાઈટ વડે કામ થઈ શકે અને શક્ય હોય તો એકસ્ટ્રા ટોર્ચ અને રિફલેક્ટર્સ પણ સાથે રાખવા.

7. Lubricate other rubber parts : 

 

ગાડી માં જેટલા રબ્બર પાર્ટસ અથવા તો મુલાયમ પાર્ટસ આવતા હોય જેવા કે કોઈ પ્રકાર ની seal છે કે પછી કોઈ ફિલ્ટર છે તો તેને પણ સમયસર બદલતા રહેવું અને દરવાજા ની અંદર ની બાજુ જે રબ્બર ની પટ્ટીઓ લાગેલી હોય છે તેને પણ ઓઇલ વડે lubricate કરતાં રહેવું જેથી ઠંડી ને લીધે કડક થઈ ને તેની તૂટવાની સંભાવના ના રહે.

8. Keep your fuel tank more than half filled : 

 

Winter car care

જ્યારે ગરમી ની ઋતુ હોય છે ત્યારે ટાંકી મા રહેલા બળતણ માંથી તથા સામાન્ય હવા માં રહેલા પાણી ના ભાગનું વરાળ માં રૂપાંતરણ ઝડપી બને છે તે જ રીતે ઠંડી ની ઋતુ માં ટાંકી માં રહેલી બળતણ ની વરાળ નું પાણી માં રૂપાંતરણ થવા લાગે છે. આ પાણી નો ભાગ તમારા બળતણ માં ભળી ને ટાંકી ને કાટ લાગવામાં ભાગ ભજવી શકે છે,ટાંકી માં રહેલા fuel pump ને નુકસાન પહોંચાડી શકે છે,fuel pipes કે જે ટાંકી થી એંજિન સુધી બળતણ લઈ જાય છે તેને પણ જામી જઈ ને નુકસાન કરી શકે છે,અને આખરે જો આ પાણી એંજિન માં પહોંચ્યું તો તો પછી ના ધાર્યું હોય તેવું બની શકે.

માટે ઠંડી ની ઋતુ માં ટાંકી ને અડધા કરતાં વધુ ભરેલી રાખવી કે જેથી પાણી ની વરાળ ઓછી ઉત્પન્ન થાય અને આપણી ટાંકી,ફ્યુલ,ફ્યુલ પાઈપસ અને એંજિન સલામત રહે.

Image source : Google

Also read : Thar ROXX 2024 launched in 12.99 lakh

Also read : TATA Curvv SUV coupe 2024

 

 

 

8 thoughts on “Winter car care – શિયાળા ની ઋતુ મા ગાડી માટે ની જરૂરી સંભાળ તથા તકેદારીઓ”

Leave a Comment